Tuesday, November 26, 2019

વનેચરનું વિસ્મરણ // રજનીકુમાર પંડ્યા


ગિરધર આચાર્ય નામના ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિના બ્રાહ્મણનો આ છોકરો સિદ્ધપુર અને પાટણમાં અંગ્રેજી ભણીને અમદાવાદ ગુજરાત કૉલેજમાં ભણવા ગયો ત્યારે પણ એણે મનનું ધાર્યું જ કરેલું. એ વખતે અંગ્રેજી પોષાકનું આકર્ષણ હતું. પણ હરિનારાયણે તો કૉલેજમાં પણ જાડા કપડાનો ફેંટો, ખાદીનો લાંબો કોટ, ટૂંકી ધોતી અને મણ મણના પગરખાં પહેરવાનું રાખેલું. તેલ-ફૂલેલ નાખેલા કોટ-પાટલૂનિયા બીજા કૉલેજિયનો વચ્ચે આવા વેશમાં છાતી કાઢીને ફરતા, શરીર તો મૂળથી જ પડછંદ અને એમાં આવા લેબાશમાં ફરે એટલે બધા ઠઠ્ઠા કરે, પણ હરિનારાયણે ક્યાં પરવા કરી હતી? એ પછી કાયદાના અભ્યાસ માટે હરિનારાયણ મુંબઈ ગયા હતા અને ત્યાં બરાબર પરીક્ષાના ટાંકણે જ ગાંધીજીની બૂમ સાંભળીને કૉલેજ છોડી દીધી હતી, ત્યારે પણ સૌએ વાર્યા, પણ એમણે કાનસરો કોઈને ય ન આપ્યો. એક-બે ઠેકાણે માસ્તરની નોકરી કરી અને પછી ગાંધીજીના બોલાવ્યા અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી, સંસ્કૃત અને તત્વજ્ઞાનના અધ્યાપક થઈને રહ્યા.

Saturday, November 23, 2019

ભાષાની મજા, મજાની ભાષા - 1072


કૃષ્ણે વિદુરની ભાજી ખાધી હતી.

કૃષ્ણે વિધુરની ભાજી ખાધી હતી.

Friday, November 22, 2019

ભાષાની મજા, મજાની ભાષા - 1071


'એ એમની ભૂમિકા અને જવાબદારી બને છે.'

'એ એમની ભૂમિકા અને જવાબદારી બંને છે.'

પ્રા. રામલાલ પરીખની સ્મૃતિમાં પ્રા. સુધીર ચંદ્રનું વ્યાખ્યાન



Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Thursday, November 14, 2019

રમેશ બી. શાહને જન્મદિને અભિવંદન


રમેશ બી. શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


રમેશ બી. શાહ (જન્મ : ૧૪મી નવેમ્બર, ૧૯૩૬; દેત્રોજ) અર્થશાસ્ત્રના નિવૃત્ત પ્રાધ્યાપક અને 'દૃષ્ટિ' સામયિકના પૂર્વ સંપાદક છે.

આર. બી. શાહે પ્રાધ્યાપક ઉપરાંત લેખક, પરામર્શક, પારિભાષિક કોશકાર, અનુવાદક, અને સંપાદકની વિધવિધ ભૂમિકા ભજવી છે.

'બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો' (ગુજરાતી સાહિત્ય પરિષદ, ઈ.સ. ૨૦૦૫) જેવું વિચારપ્રેરક પુસ્તક આપનાર રમેશ બી. શાહનું 'અર્થવાસ્તવ' (ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઈ.સ. ૨૦૧૯) નામનું પુસ્તક અર્થવ્યવસ્થાનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે.

Friday, November 8, 2019

હોઠે અને હૈયે ચઢે એ 'હેલ્લારો'


https://www.imdb.com/title/tt10469118/

https://www.youtube.com/watch?v=qb8uOylK3R4

https://www.youtube.com/watch?v=1ZrZeA8j15w

https://www.youtube.com/watch?v=vnMv7_I1CLI

https://www.hungama.com/album/hellaro/49734454/


આપણી માતૃભાષાને રાષ્ટ્રીય અને માનવીય ગૌરવ અપાવનારી 'હેલ્લારો' ફિલ્મ આપવા બદલ દિગ્દર્શક અભિષેક શાહને અભિનંદન. ફિલ્મ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ પ્રત્યેક જણ માટે ત્રણ તાળીનું માન.

આ ફિલ્મની અસરના કારણે, ફોન ઉપર 'હેલ્લો'ને બદલે 'હેલ્લારો' કહેવાય જાય તો નવાઈ નહીં!

ફિલ્મનો પ્રીમિયર શો જોયા બાદ, ઘરે ઊંઘમાં પણ ઢોલ ઢબૂકતા અને ગરબા ગુંજતા રહ્યા. રાત સપનાં વિનાની ગઈ. સવાર તાજગી સાથે પડી.

જોયા વગર રહેવાય નહીં અને જોયા પછી કોઈને કહેવાયા વગર રહેવાય નહીં એવી અવિસ્મરણીય અને અભિનંદનીય ફિલ્મ.

Monday, November 4, 2019

મહાવિદ્યાલયના પ્રારંભકાળના દિવસો // આચાર્ય કૃપાલાની


એક પ્રસંગે, જવાહરલાલ નેહરુ અમારા અતિથિ હતા. તેઓ અમારી રમતો જોતા હતા. એક રમત લટકતા દોરડા ઉપર ચડવાની હતી. જવાહરલાલ ચડવા તૈયાર થયા. પણ તેમણે એવો આગ્રહ રાખ્યો કે મારે પહેલાં પ્રયત્ન કરવો. હું ધીમે ધીમે દોરડું પગના અંગૂઠા વચ્ચે બરાબર પકડી મારા હાથ વડે ઉપર ચઢી ગયો. એ જ રીતે હું ધીમે ધીમે દોરડું ઊતરી આવ્યો. જ્યારે જવાહરલાલનો વારો આવ્યો ત્યારે તેઓ ઉપર ચડી તો શક્યા, પણ નીચે ઊતરતી વખતે, અધીરાઈમાં એકદમ નીચે આવ્યા. પરિણામે તેમના હાથ છોલાઈ ગયા. તેઓ ઊતરવાની યુક્તિ શીખ્યા નહોતા.

Saturday, November 2, 2019

સાહિત્ય, સંગીત, અને કલા // તનસુખ ભટ્ટ


કાકાસાહેબ અને નરહરિભાઈ આશ્રમમાં રહી રોજ વિદ્યાપીઠમાં ભણાવવા જતા. ગાંધીજયંતી પ્રસંગે બંને સંસ્થામાં ઉત્સવ ઊજવાય અને બંને સંસ્થાઓ તેમની હાજરી ઇચ્છે. આ વેળાએ તેમણે ક્યાં જવું ને ક્યાં ન જવું? આ મુશ્કેલીનો તોડ કાઢવા માટે બંને સંસ્થાઓનો ભેગો કાર્યક્રમ એક વાર ઊજવાયો. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ શેક્સપિયરનું અંગ્રેજી નાટક 'મર્ચંટ ઓફ વેનિસ' ભજવેલું. આગળ ઉપર જર્મનીમાં જઈને સંસ્કૃતના પીએચ.ડી. બનેલા મણિભાઈ પટેલ તેમાં શાયલોક બનેલા. તેમનું પાત્ર ઉત્તમ ગણાયું. મોટરનાં ટાયરોમાંથી બનાવેલાં રબરનાં ચંપલો સાથે છરીની ધાર અવારનવાર ઘસતા અને ખૂની આંખે પોતાના કરજદાર તરફ વારંવાર નિહાળતા મણિભાઈનું ચિત્ર હજી મારી દૃષ્ટિ સામે તરવરે છે. કોઈ ગુજરાતી ધંધાદારી નાટકમાં એક ગાયન આવતું હશે : 'વાત જરા વાંચી જુઓ ઇતિહાસમાં.' વિદ્યાપીઠના એક વિદ્યાર્થીએ હારમોનિયમ સાથે તે ગાયું. આમાં કોઈ શાસ્ત્રીય કલાનું પ્રદર્શન ન હતું. પરંતુ ગાનારે તો પ્રેક્ષકોને મનોરંજન આપવાનું પહેલેથી નક્કી કરેલું. તેથી ગીતની ગુજરાતી લીટીનું હિંદી, મરાઠી, બંગાળી, અંગ્રેજી વગેરે બને તેટલી ભારતીય ભાષામાં ભાષાંતર કરી તેમણે કરી રાખેલું તે એક પછી એક ગાયું અને શ્રોતાઓને હસાવ્યા.

ભાષાની મજા, મજાની ભાષા - 1070

'યા' અને 'યાં' ભિન્ન અર્થ ધરાવે છે :

'યા' એટલે અથવા, કે
'યાં' એટલે અહીં, આ સ્થળે

Friday, November 1, 2019

ભાષાની મજા, મજાની ભાષા - 1069

'છૂટા' શબ્દને અલગ-અલગ શબ્દ આગળ છૂટો મૂકી જુઓ !

છૂટા સ્નેહ-મિલનમાં પરિચય બાદ ભોજન લઈને પડીશું.
સ્નેહ-મિલનમાં છૂટા પરિચય બાદ ભોજન લઈને પડીશું.
સ્નેહ-મિલનમાં પરિચય બાદ છૂટા ભોજન લઈને પડીશું.
સ્નેહ-મિલનમાં પરિચય બાદ ભોજન છૂટા લઈને પડીશું.
સ્નેહ-મિલનમાં પરિચય બાદ ભોજન લઈને છૂટા પડીશું.