Thursday, May 2, 2024

બીમાર હોઉં તો શું ?

નોંધ

બીમાર હોઉં તો શું ?

એક જણ મને જણાવે છે કે બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન એવો સવાલ પૂછી રહી છે કે, હું બીમાર અને પથારીવશ છું ત્યારે સામે આવી રહેલી અહિંસક લડતને દોરવાની ઉમેદ કઈ રીતે રાખી શકું છું? એ ખરું. પણ દાક્તરોએ હજી મને એટલો બધો બીમાર જાહેર કર્યો નથી. મારું શરીર અત્યંત થાકી ગયેલું હોવાથી તેમણે મને આરામ લેવાની અને પંદરેક દિવસને માટે વધારે ઠંડી જગાએ હવાફેર માટે જવાની સલાહ આપી છે. આરામ મેળવવાને માટે તો હું મથી જ રહ્યો છું. પણ કેટલીક વાર કર્તવ્યનું ભાન અથવા કહો કે દિલનો જોશ અથવા મારો મોહ મને આરામ લેવા દેતાં નથી. પણ મુદ્દાની વાત એ છે કે, જ્યાં સુધી મગજની શક્તિઓ સાબૂત છે ત્યાં સુધી શારીરિક માંદગી એ અહિંસક લડતની દોરવણીને માટે અંતરાયરૂપ નથી. અહિંસક આચરણની પાછળ એક એવી અફર શ્રદ્ધા રહેલી છે કે સર્વ પ્રેરણાનું મૂળ ઈશ્વર જ છે અને તે પરોક્ષ ઈશ્વરનું દર્શન અથવા અનુભવ અજેય શ્રદ્ધા વિના થઈ શકતું નથી. તે છતાં એક સાધક અને સત્યના પ્રયોગ કરનાર તરીકે હું જાણું છું કે શરીરની માંદગી અથવા થાક પણ અહિંસક આચરણ કરનારને માટે ખામીરૂપ છે. સત્ય અને અહિંસાના ભક્તો ‘તંદુરસ્ત શરીરમાં પૂર્ણ આરોગ્યવાળું મન વસે છે.' એ સિદ્ધાંતને અક્ષરશઃ સ્વીકારે છે; પરંતુ એ તો પૂર્ણ મનુષ્યોને માટે કહેવાયેલું છે. મને એનો ખેદ છે કે હું તો હજુ એ પૂર્ણતાને ઝંખતો છતાં એનાથી ક્યાંય દૂર છું.

૭૬:૩૦૫

'મુંબઈ સમાચાર' વિશે


https://youtu.be/SctIpylnDvE?si=4quYejmNPRC-JqEw

Wednesday, May 1, 2024

Poet Rabindranath Tagore ///// 7 May 1861 - 7 August 1941


રવીન્દ્રગીત

વજ્રે તોમાર બાજે બાંશી
સે કી સહજ ગાન?
સેઈ સૂરે તે જાગબો આમિ
દાઓ મોરે સેઈ કાન.

(વીજળીના ગડગડાટમાં તમારી બંસી બજી રહી છે, એ કાંઈ સહેજે સંભળાય તેવા સૂર છે? એ સૂરે હું જાગી ઊઠું એવા મને કાન આપો.)

રવીન્દ્રનાથ ઠાકુર

બાપુના આશીર્વાદ


"આપણે એક પુસ્તક-ભંડાર રાખવો જોઈએ, જેમાં આપણે પસંદ કરેલાં પુસ્તકો વેચી શકાય."

બાપુના આશીર્વાદ

દ. બા. કાલેલકરને પત્ર
જુલાઈ ૩૦, ૧૯૪૨
[મૂળ ગુજરાતી]

૭૬:૩૬૫

'સ્ત્રીબોધ' માસિક અને અન્ય સામયિકો


https://opinionmagazine.co.uk/chal-man-mumbai-nagri-34/

https://opinionmagazine.co.uk/1857nee-treejee-mahattvaanee-ghatanaa-streebodh-masik/

https://khaskhabarrajkot.com/magazines-of-sakhis-priyanvada-and-sundari-subodh/


ડહાપણ અને પ્રામાણિકતા


"હું એમ માનું છું કે મારું ડહાપણ કંઈ એવું ધન નથી કે જે ગુમાવવું મને ન પોસાય; પણ મારી પ્રામાણિકતા એ મારું એવું મહામૂલું ધન છે, જે ગુમાવવું મને પોસાય જ નહીં."

ગાંધીજી

૭૬:૪૧૪