Saturday, December 30, 2023

ગુજરાતીલેક્સિકોન દ્વારા જાહેર થયેલો ૨૦૨૩ના વર્ષનો શબ્દ




લેક્સિકોન દ્વારા જાહેર થયેલો 2023ના વર્ષનો શબ્દ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

2023ની વિદાય સાથે 2024નું આગમન થઈ રહ્યું છે. નવું વર્ષ નવી યાદો, નવી ઘટનાઓની સાથે નવા સંભારણાં લાવે છે તો વિતેલું વર્ષ તે વર્ષમાં બનેલી ઘટનાઓ અને તેની લોકસમૂહ ઉપર પડતી આર્થિક, રાજકીય, સામાજિક અસરોને કારણે યાદગાર બને છે. આ ઘટનાઓને કારણે કેટલાંક શબ્દો સમગ્ર વર્ષ દરમ્યાન ચર્ચાને પાત્ર રહે છે. આવાં જ કેટલાંક ચર્ચામાં રહેલા અને લોક સમૂહને અસર કરેલાં શબ્દોમાંથી એક શબ્દ પસંદ કરીને વર્ષ 2017થી દર વર્ષે ગુજરાતીલેક્સિકોન દ્વારા એક શબ્દને ‘વર્ડ ઑફ ધ યર’ તરીકે જાહેર કરવામાં આવે છે. વર્ષ 2022થી ગુજરાતીલેક્સિકોન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે જોડાયા છે અને આ જોડાણે ‘વર્ડ ઑફ ધ યર’ પહેલને વધુ વેગવંતી બનાવી છે.

વર્ષ 2023માં ઘટેલી કેટલીક ઘટનાઓ ઉપર નજર કરતાં જણાશે કે, આર્થિક-સામાજિક અને રાજકીય એમ ત્રણે ક્ષેત્રને જો કોઈ શબ્દ સૌથી વધુ અસર કરી ગયો હોય તો તે છે, ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (એ.આઇ) (કૃત્રિમ બુદ્ધિમત્તા). આ ટૅક્નોલૉજીનું આગમન વર્ષ 2022માં થઈ ગયું હતું, પણ આ તકનીક પર આધારિત સામાગ્રીનો બહોળો વ્યાપ વર્ષ 2023માં થયો જેમ કે ચેટજીપીટી. આ તકનીકે દરેક ક્ષેત્રમાં નવી દિશાઓ ખોલી તો કેટલાંક અંશે તેનો મર્યાદિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. તે જ રીતે ચંદ્રયાનની સફળતાને કારણે ‘ચંદ્રયાન’ શબ્દ વૈશ્વિક બજારમાં ‘આત્મનિર્ભર’ શબ્દ દ્વારા ભારતનો દબદબો પ્રગટતો રહ્યો.

ભારતની પ્રજા ધાર્મિક માનસિકતા ધરાવે છે, અને ‘અયોધ્યા’ અને ‘રામમંદિર’ ઉપરની અખૂટ શ્રદ્ધાને કારણે વર્ષ 2024માં આપણે રામમંદિરના દ્વારે પહોંચી શકીશું. તો બીજી બાજુ આ વર્ષે ‘શક્તિપ્રદર્શન’ અને ‘પનોતી’ શબ્દનો ઘણો વપરાશ અને પદયાત્રા જેવા શબ્દો રાજકીય બાબતમાં વધુ પ્રયોજાયા છે.

ઉપરની વિવિધ ઘટનાઓની સારી-નરસી વિવિધ બાજુઓને ચકાસતાં ગુજરાતીલેક્સિકોન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ને વર્ષ 2023નો ‘વર્ડ ઑફ ધ યર’ જાહેર કરતાં આનંદ અનુભવે છે.

Wednesday, December 20, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1459


ટેનિસ-સ્પર્ધા સાથે સંકળાયેલો સાચો શબ્દ કયો છે?

વિમબલડન
વિમ્બલડન
વિમબ્લડન
વિમબલ્ડન
વિમ્બલડન
વિમ્બલ્ડન
વિમ્બ્લ્ડન
વિમ્બ્લ્ડ્ન


Monday, December 18, 2023

મહાદેવભાઈની ડાયરી // મહાદેવ હરિભાઈ દેસાઈ


(૧) ૧૩-૧૧-૧૯૧૭ થી ૧૭-૧-૧૯૧૯ : 
પુસ્તક ચોથું

(૨) ૨૧-૧-૧૯૧૯ થી -૬-૧૯૨૧ : 
પુસ્તક પાંચમું

(૩) જૂન ૧૯૨૧ થી ૨૩-૧-૨૩ : 
પુસ્તક સોળમું

(૪) ૨૪-૧-૧૯૨૩ થી ૧૫-૭-૧૯૨૩ : 
પુસ્તક સત્તરમું

(૫) ૨૨-૭-૧૯૨૩ થી ૨૭-૧-૧૯૨૪ : 
પુસ્તક અઢારમું

(૬) ૧૮-૧-૧૯૨૪ થી ૨૯-૧૨-૧૯૨૪ : 
પુસ્તક છઠ્ઠું

(૭) ૩૦-૧૨-૧૯૨૪ થી ૩૦-૪-૧૯૨૫ : 
પુસ્તક સાતમું

(૮) ૧-૫-૧૯૨૫ થી ૩૧-૧૨-૧૯૨૫ : 
પુસ્તક આઠમું

(૯) ૧-૧-૧૯૨૬ થી ૨૦-૧૨-૧૯૨૬ : 
પુસ્તક નવમું

(૧૦) ૨૧-૧૨-૨૬ થી ૪-૬-૨૭ : 
પુસ્તક દસમું

(૧૧) ૫-૬-૧૯૨૭ થી ૨૦-૧૨-૧૯૨૭ : 
પુસ્તક અગિયારમું

(૧૨) ૨૧-૧૨-૧૯૨૭ થી ૩૦-૮-૧૯૨૯ : 
પુસ્તક બારમું

(૧૩) ૩૧-૮-૧૯૨૯ થી ૨૫-૪-૧૯૩૦ અને ૨૪-૧૦-૧૯૩૦ થી ૨૬-૧-૧૯૩૧ : 
પુસ્તક તેરમું

(૧૪) ૨૭-૧-૧૯૩૧ થી ૨૯-૮-૧૯૩૧ : 
પુસ્તક ચૌદમું

(૧૫) ૩૦-૮-૧૯૩૧ થી ૯-૩-૧૯૩૨ : 
પુસ્તક પંદરમું

(૧૬) ૧૦-૩-૧૯૩૨ થી ૪-૯-૧૯૩૨ : 
પુસ્તક પહેલું

(૧૭) ૫-૯-૧૯૩૨ થી ૧-૧-૧૯૩૩ : 
પુસ્તક બીજું

(૧૮) ૨-૧-૧૯૩૩ થી ૨૦-૮-૧૯૩૩ : 
પુસ્તક ત્રીજું

(૧૯) ૨૪-૭-૧૯૩૪ થી ૫-૨-૧૯૩૫ : 
પુસ્તક ઓગણીસમું

(૨૦) ૧૦-૭-૧૯૩૪ થી ૬-૩-૧૯૩૬ : 
પુસ્તક વીસમું

(૨૧) ૧૪મી એપ્રિલ ૧૯૩૬ થી ૧૦ જાન્યુઆરી ૧૯૩૭ : પુસ્તક એકવીસમું

(૨૨) ૧૦મી જાન્યુઆરી ૧૯૩૭ થી ૧૯મી નવેમ્બર ૧૯૩૭ : પુસ્તક બાવીસમું

(૨૩) ૨૬ ઑક્ટોબર ૧૯૩૭થી ૨૭ ઑગસ્ટ ૧૯૩૮ : 
પુસ્તક ત્રેવીસમું

Sunday, December 17, 2023

25 Perfectly Timed Photos That Will Make You Look Twice | Investing Magazine



We are millets | Vinay-Charul's song


Vinay-Charul's beautifully created and visualised song about millets that you may like to watch.

Heartfelt rendition describing their origins, resilience, diversity, socio-cultural presence and relevance for farms, farmers, families and future.

🥁🎼🪘

We are millets.

Come listen to us.


બાઇક રાઇડર ડૉ. અભિજિતસિંહનું ભારત-ભ્રમણ

 


સૌજન્ય : 

નિકુલ વાઘેલા, પત્રકાર, 'દિવ્ય ભાસ્કર', અમદાવાદ

નિકુલ વાઘેલા પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠના વર્ષ ૨૦૧૩-૨૦૧૫ના વિદ્યાર્થી છે.


Friday, December 15, 2023

હાઇકુ - ચાદર


ભરશિયાળે,

ટૂંટિયું વાળીને જ,

ચાદર ઊંઘે!

ડૉ. અશ્વિનકુમાર


ભાષાની મજા, મજાની ભાષા - 1458



'ભગવદ્ગોમંડલ' અનુસાર 'વિમ્લાયન' એટલે 'ગૂમડા ઉપર 
ધીમે ધીમે મર્દન કરી તેને નરમ બનાવવું તે.'

Tuesday, December 12, 2023

‘અશ્વિની ભટ્ટનું કમઠાણ’

17-12-2023 | Sunday | 05:45 PM | 
AMA | Ahmedabad 


સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી અશ્વિની ભટ્ટની અગિયારમી પુણ્યતિથિ (૧૦ ડિસેમ્બર) નિમિત્તે હરફન મૌલા ફિલ્મ્સ દ્વારા એક વિશેષ કાર્યક્રમ :
‘અશ્વિની ભટ્ટનું કમઠાણ’
ગુજરાતી વાચકોના આ લાડીલા નવલકથાકાર વિશેની જાણી-અજાણી અંતરંગ વાતોનાં સંભારણાં તાજાં કરશે એમનાં નિકટનાં સ્નેહી-ચાહક એવાં લેખકો : ઉર્વીશ કોઠારી, કાજલ ઓઝા વૈધ અને ધૈવત ત્રિવેદી સાથે વાત કરશે ફિલ્મ મેકર અભિષેક.
Date :
17th December, 2023 (Sunday)
Time :
5:45 PM onwards
Venue :
Shri H T Parekh Auditorium,
Ahmedabad Management Association (AMA),
Panjara Pole, Ahmedabad.
RSVP:-
Contact No: 90999 30486

Saturday, December 9, 2023

Job @ J K Enterprise

 



Job @ Sandesh Digital

 



Job @ India Daily Live

 



ડૉ. ખ્યાતિ પુરોહિતને કાકાસાહેબ કાલેલકર રાષ્ટ્રીય પારિતોષિક

 




ખ્યાતિ પુરોહિત પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠનાં પારંગત વિદ્યાર્થિની (વર્ષ : ૨૦૦૩-૨૦૦૫) છે.

પત્રકારત્વમાં રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવવા બદલ ખ્યાતિને અભિનંદન.