Tuesday, January 20, 2015

પથ્થરો વચ્ચે પુસ્તકો


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


પથ્થરો દીવાલ બની ગયા,
પુસ્તકોની ઢાલ બની ગયા!


Saturday, January 17, 2015

બાપુનું બાવલું


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મહાત્મા ગાંધીનું બાવલું
સ્થળ : મહાત્મા ગાંધી માર્ગ, ગંગટોક, સિક્કિમ
મે, ૨૦૧૩


Thursday, January 15, 2015

Wednesday, January 14, 2015

ગ્રંથભંડાર-ઉદ્ઘાટન અને પુસ્તક-લોકાર્પણનું નિમંત્રણ


ગૂજરાત વિદ્યાપીઠના નવનિર્મિત પુસ્તક ભંડારનું ઉદ્ઘાટન સુશ્રી સાધનાબહેન રાઉત (પ્રકાશન વિભાગ, નવી દિલ્હી)ના હસ્તે થશે. કુલનાયક ડૉ. અનામિક શાહના પ્રમુખસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં આપ સૌને હાર્દિક નિમંત્રણ છે. આ કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠનાં ટ્રસ્ટી સુશ્રી ઇલાબહેન ભટ્ટ અને પૂર્વ કુલનાયક પ્રો. સુદર્શન આયંગાર હાજર રહેશે.

આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત અને આલાપ બ્રહ્મભટ્ટ દ્વારા નિર્મિત સચિત્ર પુસ્તક 'ગૂજરાત વિદ્યાપીઠની માનવેતર સજીવ સૃષ્ટિ'નું વિમોચન સુશ્રી ઇલાબહેન ભટ્ટ કરશે. ડૉ. સુદર્શન આયંગાર પુસ્તક-સર્જનયાત્રા અને પુસ્તક-પરિચયયાત્રા કરાવશે.

તારીખ : ૧૬ જાન્યુઆરી, ૨૦૧૫ 
સમય : નમતા પહોરે ૪ વાગે 
સ્થળ : અહિંસા શોધ ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ


Thursday, January 8, 2015

મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ /// ઘટના-વિશેષ

- ડૉ. અશ્વિનકુમાર 
……………………………………………………………………………………….

ત્રીસ જાન્યુઆરી, ઓગણીસો અડતાળીસે દેહથી ગયા તે ‘મહાત્મા’ હતા. પણ નવ જાન્યુઆરી, ઓગણીસો પંદરે દેશમાં આવ્યા તે ‘મોહનદાસ ગાંધી’ હતા. જોકે, ગાંધીભાઈએ જીવનનાં એકવીસ વરસ દક્ષિણ આફ્રિકાની ભૂગોળને અને દુનિયાના ઇતિહાસને આપ્યા. તેઓ ગિરમીટિયાઓને દેશી ભાષાઓમાં સમજતા તો ગોરાઓને અંગ્રેજી ભાષામાં સમજાવતા. મો.ક. ગાંધી અધિપતિની હેસિયતથી ‘ઇન્ડિયન ઓપિનિયન’માં ગુજરાતી, હિંદી, તામિલ અને અંગ્રેજી એમ ચાર ભાષામાં લખાણો છાપતા. ‘સત્યાગ્રહ’નું શસ્ત્ર નહીં પણ શાસ્ત્ર સમજી-સમજાવીને તેઓ હિંદના દરિયાકિનારે ભરતી બનીને આવ્યા. ૦૯-૦૧-૧૯૧૫ના રોજ, ગાંધી મુંબઈ બંદરે ઊતર્યા ત્યારે એક પારસી ખબરપત્રી તેમની મુલાકાત લેવા સારુ છેક બંદર ઉપર પહોંચી જઈને તેમને મળ્યો. તેને પહેલાં પહોંચી જઈને ગાંધીને મળી લેવાની હોંશ હતી. ‘સૌથી પ્રથમ, તેજ કદમ’નું સ્પર્ધાસૂત્ર એ જમાનાના પત્રકારત્વનું લક્ષણ હોય પણ ખરું. પેલા પત્રકારે તો મળતાંની સાથે જ ગાંધી ઉપર અંગ્રેજીમાં સવાલ છાંટ્યો. પછી શું થયું?... ગાંધીનું નહીં, પેલા પત્રકારનું?!... આ અંગે આપણા સૌના ‘કા.કા.’ને પૂછવું પડે. 

કાકાસાહેબ કાલેલકર ‘બાપુની ઝાંખી’(નવજીવન પ્રકાશન મંદિર, પહેલી આવૃત્તિ: ૧૯૪૯, બીજી આવૃત્તિ : ૧૯૫૫, પુનર્મુદ્રણ : ૧૯૬૯, પૃ.૧૨)માં નોંધે છે : “તેમણે પૂછેલા સવાલનો જવાબ આપતાં પહેલાં બાપુએ કહ્યું – ‘ભાઈ, તમે હિંદી છો, હું પણ હિંદી છું. તમારી માતૃભાષા ગુજરાતી છે, મારી પણ ગુજરાતી છે. તો પછી તમે મને અંગ્રેજીમાં કેમ સવાલ પૂછો છો? તમે શું એમ માનો છો કે દક્ષિણ આફ્રિકામાં રહી આવ્યો એટલે મારી જન્મભાષા ભૂલી ગયો? અથવા એવું તો માનતા નથીને કે મારા જેવા બેરિસ્ટર સાથે અંગ્રેજીમાં વાત કરવી જ શોભે?’ ” આ ઘટના અંગે કાકાસાહેબ વધુમાં લખે છે કે, “ખબરપત્રી શરમાયો કે નહીં એ હું જાણતો નથી, પણ એને નવાઈ થઈ ખરી. પોતાની મુલાકાતના હેવાલમાં બાપુના આ જવાબને જ તેણે અગ્રસ્થાન આપ્યું હતું.” લેખને સમેટતાં કાલેલકર કહે છે : “તેણે બીજા સવાલો શા પૂછ્યા અને બાપુએ જવાબો શા આપ્યા એ હું ભૂલી ગયો છું. પણ આપણા દેશના નેતાઓમાં એક નેતા એવા છે જે માતૃભાષામાં બોલવાની સ્વાભાવિકતાનું મહત્ત્વ સમજે છે એ જાણીને સૌને સંતોષ થયો.” આ જે બન્યું તેને સમાચારની ભાષામાં ઘટના પણ વિચારની ભાષામાં ઘડતર કહેવાય. જેમાંથી એક પત્રકારે નહીં, આખી પ્રજાએ બોધપાઠ લેવો રહ્યો.

ગાંધીના માનમાં ઉત્તમલાલ ત્રિવેદીએ મુંબઈમાં ગુજરાતીઓનો મેળાવડો ગોઠવ્યો હતો. ‘ગાંધીજીની દિનવારી’(માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, સંવર્ધિત આવૃત્તિ ૧૯૯૦, પૃ. ૦૨)માં સંગ્રાહક ચંદુલાલ ભગુભાઈ દલાલની નોંધ મુજબ, ‘આ મેળાવડો ગુર્જર સભા તરફથી ૧૪-૦૧-૧૯૧૫ની સાંજે મુંબઈસ્થિત મંગળદાસની વાડીમાં યોજાયો હતો.’ ગુજરાતી હોવાના નાતે મહમદઅલી ઝીણા પણ એમાં હાજર રહ્યા હતા. આ મેળાવડાના પ્રમુખ કે મુખ્ય વક્તા તરીકે ઝીણાએ ટૂંકું અને મીઠું પણ અંગ્રેજીમાં ભાષણ કર્યું. બીજાં ભાષણો પણ મોટા ભાગે અંગ્રેજીમાં જ થયાં હતાં. હવે ગાંધીનો વારો આવ્યો! આ બનાવનું બયાન કરતાં મો.ક. ગાંધી ‘સત્યના પ્રયોગો’(નવજીવન પ્રકાશન મંદિર, પ્રથમ આવૃત્તિ : ૧૯૨૭, પુનર્મુદ્રણ : ૨૦૦૯, પૃ.૩૪૫)માં કહે છે : “જયારે મારો બોલવાનો વારો આવ્યો ત્યારે મેં ઉત્તર ગુજરાતીમાં જ વાળ્યો, ને ગુજરાતીનો તથા હિંદુસ્તાનીનો મારો પક્ષપાત મેં થોડા જ શબ્દોમાં જાહેર કરી, ગુજરાતીઓની સભામાં અંગ્રેજીના ઉપયોગની સામેનો મારો નમ્ર વિરોધ નોંધાવ્યો. મારા મનમાં આમ કરવા વિશે સંકોચ તો હતો જ. લાંબી મુદતની ગેરહાજરી પછી પરદેશથી વળેલો બિનઅનુભવી માણસ ચાલતા પ્રવાહની સામે જાય એમાં અવિવેક તો નહીં હોય એવું મને લાગ્યા કરતું હતું. પણ ગુજરાતીમાં ઉત્તર વાળવાની મેં હિંમત કરી તેનો કોઈએ અનર્થ ન કર્યો ને સૌએ મારો વિરોધ સાંખી લીધો એ જોઈ હું રાજી થયો, ને મારા નવા લાગતા બીજા વિચારો પ્રજા આગળ મૂકવામાં મને અડચણ નહીં આવે એવો સાર પણ મેં આ સભામાંથી ખેંચ્યો.” 

દાનત હોય તો, આ દૃષ્ટાંતો ઉપરથી આપણે ધડો લઈ શકીએ છીએ. સવાલો પૂછનાર પત્રકારની માતૃભાષા ગુજરાતી છે એવું જાણી લીધા પછી ગુજરાતીમાં સંવાદ કરવો એ ગૌરવનો વિષય છે, શરમનો નહીં. એનાથી ગેરસમજ ઘટશે, ઠેરસમજ વધશે. ગુજરાતી વ્યવસ્થા-વાતાવરણ-વ્યવહારમાં ગુજરાતી ભાષામાં વાત વહેતી કરવા માટે હિંમત સિવાય કશું જરૂરી નથી. પછી ભલેને સામે ઝીણા હોય કે મોટા! અંતે એટલું સ્વીકારીએ કે, જાહેરમાં એકવાર માતૃભાષામાં અભિવ્યક્ત થયા પછી કોઈ નવી વાત રજૂ કરવામાં અગવડ નહીં પડે એવો સાર જો મો.ક. ગાંધી ખેંચી શકતા હોય તો આપણે તેમના તરફ ખેંચાવું જ રહ્યું. 

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................

સૌજન્ય :
'ઘટના-વિશેષ'
'દિવ્ય ભાસ્કર', ૦૭-૦૧-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨


Tuesday, January 6, 2015

રાષ્ટ્રીય સેવા યોજના શિબિર, વર્ષ : ૨૦૧૫


ઉપક્રમ : રાષ્ટ્રીય સેવા યોજના શિબિર
  
શિબિરાર્થીઓ : સમાજશાસ્ત્ર, હિન્દી, અને પત્રકારત્વ વિભાગ (મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ)ના વર્ષ એકના કુલ સિત્તેર વિદ્યાર્થીમિત્રો (૩૦ બહેનો અને ૪૦ ભાઈઓ)

સ્થળ : ગ્રામસેવા કેન્દ્ર, ગામ : દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા

તારીખ : ૦૬-૦૧-૨૦૧૫થી ૧૨-૦૧-૨૦૧૫
વાર : મંગળથી સોમ (સાત દિવસ)


Sunday, January 4, 2015

ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકશ્રી / કુલપતિશ્રી : સ્થાપનથી વર્તમાન સુધી


ક્રમ               કુલનાયક              કાર્યકાળ

(૦૧) અસૂદમલ ટેકચંદ ગિદવાણી  ૨૮-૧૧-૧૯૨૦થી ૨૭-૦૧-૧૯૨૪

(૦૨) નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ  ૦૬-૧૨-૧૯૨૫થી ૨૮-૦૧-૧૯૨૮

(૦૩) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ૧૦-૦૨-૧૯૨૮થી ૦૩-૦૧-૧૯૩૫

(૦૪) વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ૦૪-૦૧-૧૯૩૫થી ૧૩-૦૬-૧૯૪૮

(૦૫) મોરારજી રણછોડજી દેસાઈ ૧૪-૦૬-૧૯૪૮થી ૧૫-૦૬-૧૯૬૩

(૦૬) ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈ ૧૬-૦૬-૧૯૬૩થી ૧૫-૦૬-૧૯૭૧

(૦૭) રામલાલ ડાહ્યાભાઈ પરીખ ૦૧-૦૯-૧૯૭૧થી ૨૧-૦૭-૧૯૭૫

(૦૮) ધીરુભાઈ મણિભાઈ દેસાઈ ૨૨-૦૭-૧૯૭૫થી ૩૧-૦૧-૧૯૭૭

(૦૯) ડાહ્યાભાઈ જીવણજી નાયક ૧૮-૧૦-૧૯૭૭થી ૧૮-૧૦-૧૯૮૩

(૧૦) રામલાલ ડાહ્યાભાઈ પરીખ ૨૦-૧૦-૧૯૮૩થી ૨૩-૦૬-૧૯૯૬

(૧૧) ગોવિંદભાઈ જેઠાલાલ રાવલ ૨૪-૦૬-૧૯૯૬થી ૧૮-૧૦-૨૦૦૦

(૧૨) જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ ૧૯-૧૦-૨૦૦૦થી ૨૨-૧૦-૨૦૦૩

(૧૩) ડૉ. અરુણકુમાર દવે ૨૩-૧૦-૨૦૦૩થી ૩૧-૦૫-૨૦૦૫

(૧૪) ડૉ. સુદર્શન આયંગાર ૦૧-૦૮-૨૦૦૫થી ૩૧-૧૨-૨૦૧૪

(૧૫) ડૉ. અનામિક શાહ ૦૧-૦૧-૨૦૧૫થી ૩૧-૧૨-૨૦૨૦ અને ૦૧-૦૧-૨૦૨૧થી ૨૮-૦૬-૨૦૨૧ 

(૧૬) ડૉ. રાજેન્દ્ર ખીમાણી ૨૯-૦૬-૨૦૨૧થી

--------------------------------------------------

(૧૭) ડૉ. હર્ષદ પટેલ : ૯-૦૨-૨૦૨૪થી
કુલપતિશ્રી, ગૂજરાત વિદ્યાપીઠ

ડૉ. અનામિક શાહને આવકાર


ડૉ. અનામિક શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


વિશ્વવિદ્યાલય : ગૂજરાત વિદ્યાપીઠ
પદ : કુલનાયક

નામ : ડૉ. અનામિક શાહ
કાર્યકાળ : ૦૧-૦૧-૨૦૧૫થી ...


Friday, January 2, 2015

ડૉ. સુદર્શન આયંગારને શુભેચ્છા


ડૉ. સુદર્શન આયંગાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


વિશ્વવિદ્યાલય : ગૂજરાત વિદ્યાપીઠ
પદ : કુલનાયક
નામ : ડૉ. સુદર્શન આયંગાર
કાર્યકાળ : ઑગસ્ટ, ૨૦૦૫થી ડિસેંબર, ૨૦૧૪


મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર : વર્ષ - ૨૦૧૪

માનસિંહ હરિસિંહ માંગરોળાને ૨૦૧૪ના વર્ષનો મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

માનસિંહ હરિસિંહ માંગરોળા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર