Showing posts with label Literature. Show all posts
Showing posts with label Literature. Show all posts

Saturday, February 24, 2018

કવિ-ગુરુ રવીન્દ્રનાથ


"૧૯૨૮માં કવિનો જન્મદિવસ અનોખી રીતે ઊજવાયો. પરંપરાગત સમારોહ ઉપરાંત એ વર્ષે તેમને તેમનાં જ પુસ્તકોથી તોલવામાં આવ્યા અને એ પુસ્તકો સાર્વજનિક પુસ્તકાલયો અને સંસ્થાઓને ભેટ આપવામાં આવ્યાં. રાજા-મહારાજાઓને સોનાચાંદીથી તોલવાનો રિવાજ હતો. તેમનાં જ પુસ્તકોથી લેખકને તોલવાની સંભવત: આ પ્રથમ ઘટના હતી."

[ સૌજન્ય : કવિ-ગુરુ રવીન્દ્રનાથ, પ્રસાદ બ્રહ્મભટ્ટ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, માર્ચ, ૨૦૧૨, પૃષ્ઠ : ૨૬૭ ]

Tuesday, May 2, 2017

ભાષાની મજા, મજાની ભાષા - 1027

પુસ્તક જોતાંની સાથે જ તેને વાંચવા વળગે એવી વ્યક્તિ માટે ગુજરાતી ભાષામાં 'ચોપડીચુંબક' જેવો આકર્ષક શબ્દ છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1026

'તલાક' અને 'તલ્લાક' સ્ત્રીલિંગ શબ્દો છે. આથી, 'તલાક આપવી' અને 'તલ્લાક આપવી' શબ્દપ્રયોગો સાચા છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1025

સાચો શબ્દ 'ત્રિપલ તલાક' નહીં, 'ટ્રિપલ તલાક' છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1024

લગ્નવિચ્છેદ માટે પતિ અને પત્નીમાંથી કોણ સાચું હતું એ કહેવાય નહીં, પણ 'તલાક' અને 'તલ્લાક' બન્ને શબ્દો સાચા છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1023

'પ્રાયમસ'નું ગુજરાતી 'ગ્યાસતેલચૂલો' કરી શકાય?

Thursday, December 1, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 1019

'તેણે બાઇકની ટાંકીમાં સોનું પુરાવ્યું.'
કારણ કે, તે અમીર નથી, પણ લાચાર છે!

Tuesday, November 22, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 1018

'Demonetisation' માટે 'ચલણબહાર', 'વિમુદ્રીકરણ', 'વિચલણીકરણ જેવા શબ્દો વાપરી શકાય.

Tuesday, October 4, 2016

Thursday, September 8, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 1015

સમાચારનું સાચું શીર્ષક કયું?

'વેતનમાં થયેલો લઘુત્તમ ૪૨ ટકાનો વધારો'
'વેતનમાં થયેલો ૪૨ ટકાનો લઘુત્તમ વધારો'
'લઘુત્તમ વેતનમાં થયેલો ૪૨ ટકાનો વધારો'

ભાષાની મજા, મજાની ભાષા - 1014

અંગ્રેજી શબ્દ 'સેલ્ફી' માટે ગુજરાતી શબ્દ 'સ્વયંછબી' વાપરી શકાય!

Monday, August 1, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 1011

ગુજરાતી અખબારોની ભાષામાં, રોટલો ઘઉંનો ઓછો અને રાજકીય વધુ હોય છે!