Showing posts with label Vasudev Vora. Show all posts
Showing posts with label Vasudev Vora. Show all posts

Tuesday, February 14, 2023

વાસુદેવ વોરા વિશે કેતન રુપેરા


ગાંધીવિચાર, નઈ તાલીમ શિક્ષણ અને પર્યાવરણ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત વાસુદેવ વોરા(હિંદ સ્વરાજ મંડળ-રાજકોટ અને અમદાવાદ)એ આજે સવારે (14-02- 2023) અગિયાર આસપાસ છેલ્લા શ્વાસ લીધા.

પ્રારંભનાં વર્ષોમાં રાજકોટ, એ પછી અમદાવાદમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તાર્યા પછી છેલ્લાં દસેક વર્ષથી તેઓ પરિવાર સમેત વડોદરા જઈને વસ્યા હતા.

પર્યાવરણ શિક્ષણ અને માલધારીના મુદ્દે એમનાં ક્ષેત્રકાર્ય થકી થયેલાં લેખન-સંપાદન તથા નઈ તાલીમ શિક્ષણ વિચારના મૂળ ઉદ્દેશો-સિદ્ધાંતો જાળવી રાખીને સમયાનુરૂપ પદ્ધતિ અને પ્રયોગોમાં નાવીન્ય લાવવાના તેમના પ્રયાસો માટે તેઓ યાદ રહેશે.

કે.
--
Ketan Rupera
Consulting Editor-Researcher-Publisher
Ahmedabad - 380009
Gujarat, India
M. 098983 32123