Saturday, January 30, 2021

Vishwanathan Jayaraman : The barefoot runner


https://www.livemint.com/Leisure/7U6Fy70zokk88UmNFsVfqN/Beliefs--The-barefoot-runner.html

https://www.irastimes.org/Article_pdf/Meet%20the%20Gandhian.pdf

https://www.thehindu.com/society/the-freedom-run/article19631355.ece

https://completewellbeing.com/article/the-body-is-a-mere-slave-to-the-mind-vishwanathan-jayaraman-barefoot-runner/

https://theindianness.com/vishwanathan-jayaraman-setting-a-new-trend-of-gandhigiri/

https://vikalpsangam.org/article/gandhis-relevance-in-the-time-of-global-crises/

'મુંબઈ સમાચાર'માં ગાંધીહત્યાના સમાચાર



Fact Check: Is this a photo of Mahatma Gandhi's assassination?


https://www.indiatoday.in/fact-check/story/fact-check-du-student-s-photo-falsely-shared-as-telangana-girl-who-killed-self-over-non-postponement-of-exams-1823238-2021-07-02

10 Most Censored Countries

 

https://cpj.org/reports/2019/09/10-most-censored-eritrea-north-korea-turkmenistan-journalist/


સ્મરણ : ગાંધી-નિર્વાણદિન નિમિત્તે // રતિલાલ પંડ્યા


રતિભાઈ પંડ્યા ( જન્મ : ૩૦-૦૭-૧૯૩૬)
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ગાંધીજીની હત્યા દિલ્હીમાં ૩૦-૧-૧૯૪૮ના રોજ થઈ. પણ મને તેની ખબર, મારી બાર વર્ષની ઉંમરે, ૩૧-૧-૧૯૪૮ના રોજ બપોરે બે વાગે લાઠી પાસેના નાના રાજકોટ ગામે એક ખેડૂત દ્વારા મળી. ગામડામાં તે વખતે રેડિયો તો કોઈ પાસે ન હતો, તેથી અમોને આ સમાચાર એક દિવસ મોડા મળ્યા.

લાઠી(જિલ્લા અમરેલી)થી પાંચેક કિલોમીટર દૂર નાના રાજકોટ એ અમારું વતનનું ગામ. ગામના ખેડૂત ભગવાનભાઈ ડોબરિયા લાઠીના દવાખાને ગયેલા. તેઓ તા. ૩૧મીએ બપોરે બે વાગે ગાંધીજીના અવસાનના ખબર મારા પિતાજી માઘાજી માસ્તરને આપવા ઘરે આવેલા. એ પટેલ ખેડૂતે કહ્યું, “લાઠીમાં રેડિયો બોલી ગયો કે ગાંધીને મારી નાખ્યા છે.”

પિતાજી આશરે ૬૦ વર્ષની ઉંમરે બંને આખે અંધ થયેલા. સમાચાર સાંભળી તેમણે પ્રતિભાવ રૂપે ‘રામ... રામ...’ના ઉદ્‌ગાર કાઢેલા તે મને બરાબર યાદ છે. તેઓ ગાંધી ગયાના સમાચાર ઘરમાં તથા આસપાસના લોકોને શોકવદને આપતા રહ્યા. મારાં બાને કહે, “પાણી ગરમ મૂકો, મારે ફરી નહાવું પડશે.” અને એ વૃદ્ધ-અંધ ગાંધીચાહકે ફરી બપોરે ૪ વાગે ગાંધીને યાદ કરી સ્મરણાંજલિ રૂપે સ્નાન કર્યું. ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. એ વખતે ગામના અમારા એ ઘરમાં ગાંધીજીની તસવીર નહોતી, પરંતુ કસ્તૂરબાની છબી ભીંતે ટીંગાડેલી હતી.

રાત્રે ૮-૦૦ વાગે મને કહે, “કાગળ-પેન્સિલ અને નીચે ટેકા રૂપે પિત્તળની થાળી લઈ લે. મને ગાંધી વિશે લખવાની એક કવિતા સૂઝી છે.” એમ કહી તેઓ ૧૦-૧૨ લીટીની એક કવિતા બોલી ગયા. પછીથી ધીરે ધીરે મને લખાવતા ગયા. મેં એ પંક્તિઓ રદ્દી કાગળમાં અને ગરબડિયા અક્ષરે નોંધેલી. તેને થોડો સમય સાચવી રાખી, પરંતુ તેને કાયમી ધોરણે સાચવી ન શક્યો, તેનું અત્યારે દુઃખ પણ થાય છે. છતાં કેટલીક પંક્તિઓ યાદ છે. સ્મૃતિને આધારે કહું તો એ પંક્તિઓ કાંઈક આવી હતી :

“ગાંધી ગયાથી ભારતભૂમિનો
હર્ષ અને ઉત્કર્ષ ગયો.
હિંદુમુક્તિનો તારણહાર
વેગ વડે વિદાય થયો.
ઓતા ગાંધીનો પૌત્ર પનોતો
કસ્તૂરબાનો કંથ કોડીલો, વેગ વડે વિદાય થયો.
અહિંસાનાં વેધક શસ્ત્રોથી, શોષક અંગ્રજોને
ગાંસડા-પોટલાં બાંધી વિદાય કર્યા.”

મને અત્યારે વચ્ચેની પંક્તિઓ યાદ નથી, પરંતુ છેલ્લે પંક્તિઓ આ મુજબ હતી :

“ફટ્‌ ગોઝારા ગોડસે તને
આત્મહત્યા લાગી, હિન્દુમુક્તિના
તારણહારને વેગ વડે વિદાય કર્યો તે.”

આ નાનકડા બનાવથી કહી શકાય કે ગાંધીજી કેટલા બધા પ્રભાવક રીતે જનમાનસમાં ખૂંપી ગયા હશે! ગાંધીની વિશાળતા અને વ્યાપકતા એક દૂરસુદૂરના ગામડાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકને કેટલી સ્પર્શી ગઈ હશે, તે વાત જણાવતાં આજે પણ આંખો ભીની થાય છે. મારા પિતા માધવજી શિવશંકર પંડ્યા ગાયકવાડી રાજમાં પ્રાથમિક શાળાના શિક્ષક હતા. તેઓ ૧૯૪૫માં આચાર્ય તરીકે નિવૃત્ત થયા હતા. વાચનનો ભારે શોખ ધરાવતા પિતાજીની દૃષ્ટિ ઝામરના કારણે ધીરે ધીરે ઝાંખી થતી ગઈ. ૧૯૪૬માં તેમને અંધાપો આવ્યો. ૧૯૬૧માં તેમનું અવસાન થયું.

મારા પિતાજીને લેખક ઝવેરચંદ મેઘાણી સાથે વ્યક્તિગત પરિચય હતો. તેઓ અવાર-નવાર રૂબરૂ મળતા અને સૌરાષ્ટ્રનાં કેટલાંક ગામડાંમાં મેઘાણી સાથે રહીને ગામના પાળિયા તેમ જ વૃદ્ધ માણસોને મળી માહિતી એકઠી કરતા. મેઘાણીભાઈને આ પ્રકારના સંપર્કો ગામડાંમાં હતા. નાનપણમાં અમે પિતાજીના મુખે કવિ દુલા ભાયા કાગનું પ્રસિદ્ધ ગાંધીગીત સાંભળતા હતા.

“સો સો વાતુંનો જાણનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો
ડગલે ડગલે હાલ્યા કરે ઇ
ઊંચાણમાં ન ઊભનારો
એ ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે
ઢાળમાં નવ ધ્રોડનારો મોભીડો મારો
ઢાળમાં નવ ધ્રોડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો ...”

ગાંધીને તમે જાયા છે? એમ અમે પિતાજીને પ્રશ્ન પૂછતા, ત્યારે તેઓ કહેતા કે ગાંધીજી જ્યારે ભાવનગર આવેલા, ત્યારે તેમના દર્શન કરવા તેઓ ગયેલા. મેં કહ્યું કે “... પણ અમે તો ગાંધીજીને જોયા નથી.’ તેઓ કહેતા કે, ‘ગાંધીજીને તમે તો જોયા નથી, પણ મારા જેવા જેણે ગાંધીને જોયા છે, તેને તો તમે જોઈ શકો છોને!” ગાંધીની વાતો બચપણમાં, કિશોરાવસ્થામાં અને યુવાનીમાં પિતાજી પાસેથી અવાર-નવાર સાંભળવા મળતી. તેમાંથી મળેલી પ્રેરણાને કારણે જ લોકભારતી-સણોસરા જેવી ગાંધીવિચારની સંસ્થામાં પાંત્રીસ વર્ષ જેટલા દીર્ઘકાળ સુધી કામ કર્યાનો આનંદ અને સંતોષ છે.

સૌજન્ય : 'નિરીક્ષક', ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૯; પૃષ્ઠ : ૨૦-૧૯

E-courtesy :

ત્રીસ જાન્યુઆરી, ૧૯૪૮ // 30-01-1948




Sunday, January 10, 2021

Sunday, January 3, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1199


ભૂલ કર્યા વગર કહો કે, સાચો શબ્દ કયો? 

ભૂલભુલામણી
ભુલભૂલામણી
ભૂલભૂલામણી
ભુલભુલામણી

ભાષાની મજા, મજાની ભાષા - 1198


'તમે પરીક્ષામાં કેવી રીતે જવાબો લખ્યા?'
'સવિસ્તાર કે સવિસ્તર?'

ભાષાની મજા, મજાની ભાષા - 1197


મોટા ભાગના લોકો ભલે 'નિરાભિમાની' લખે-બોલે, પણ આપણે તો 'નિરભિમાની' જ લખવું-બોલવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1196


'તમારો કારીગર મારું જરી કામ કરી આપશે?'

'તમારો કારીગર મારું જરીકામ કરી આપશે?'

ભાષાની મજા, મજાની ભાષા - 1195


પાલવમાં જરી જરી છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1194


'બા જરી બાજરી આપશો?'

ભાષાની મજા, મજાની ભાષા - 1193


ઠાલાભાઈએ લાઠીથી ઠાલી લાઠી લીધી.

ભાષાની મજા, મજાની ભાષા - 1192


'તમારામાં દૃષ્ટિ કોણ છે?'

'તમારામાં દૃષ્ટિકોણ છે?'

ભાષાની મજા, મજાની ભાષા - 1191


કઠણ 'શુશ્રૂષા'ના વિકલ્પે 'સારવાર' કે 'સેવાચાકરી' જેવા સહેલા શબ્દોની મદદ લઈ શકાય.


ભાષાની મજા, મજાની ભાષા - 1190


ઉચ્ચારશુદ્ધિ માટે 'શુશ્રૂષા' શબ્દ હોઠવગો રાખવો.

ભાષાની મજા, મજાની ભાષા - 1189


કેટલાક લોકો ભલે 'અર્ધાગિની' લખે-બોલે, પણ આપણે તો 'અર્ધાંગિની' જ લખવું-બોલવું.

ભાષાની મજા, મજાની ભાષા - 1188


ગોળીને પી જાવ.

ઘોળીને પી જાવ.

ભાષાની મજા, મજાની ભાષા - 1187


પકોડી પતંગની કિંમત ચાર હજાર રૂપિયા જેટલી થાય છે.

પ કોડી પતંગની કિંમત ચાર હજાર રૂપિયા જેટલી થાય છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1186


તમારી જિંદગીને યોગ્ય આ કાર મળે એ જરૂરી છે.
તમારી જિંદગીને યોગ્ય આકાર મળે એ જરૂરી છે.

Saturday, January 2, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1185


"તમે જયપુર થઈને દિલ્હી જાવ."
અથવા
"તમે જયપુર વાયા દિલ્હી જાવ."

પરંતુ,

"તમે વાયા જયપુર થઈને દિલ્હી ન જાવ."
અથવા
"તમે જયપુર વાયા થઈને દિલ્હી ન જાવ."

ભાષાની મજા, મજાની ભાષા - 1184


'બનેવી' એટલે બહેનનો પતિ. 'જીજાજી' એટલે પણ 'બનેવી'. જોકે, 'જીજાજી' શબ્દ મોટી બહેનના વર માટે વપરાય છે.


ભાષાની મજા, મજાની ભાષા - 1183


અમારી ત્રણ જણની ત્રિપુટી પ્રવાસે ગઈ.
અમારી ત્રિપુટી પ્રવાસે ગઈ.

ભાષાની મજા, મજાની ભાષા - 1182


આજના પરિસંવાદના મુખ્ય વકતાને મારો પ્રશ્ન એ હતો કે, ...
આજના પરિસંવાદના મુખ્ય વકતાને મારો પ્રશ્ન એ છે કે, ...

Friday, January 1, 2021

વિદ્યાર્થીઓનું બ્લોગવિશ્વ // ૨૦૨૦-૨૦૨૨


અપૂર્વ

કમલ

જયેશ

પરેશ

પ્રવિણ 

પાર્થ

પ્રાર્થના 

પૂજા

વિમલ

વિશાલ

હિમાંશુ
https://himanshuchavada.blogspot.com/?m=1

How to structure a dissertation

 

https://www.scribbr.com/category/dissertation/


સમયપત્રક : આપણું અને અઘરું!


૦૬:૦૦થી ૦૭:૦૦ ચા સાથે ચર્ચા અને ઘરકામ

૦૭:૦૦થી ૦૮:૦૦ લેખન

૦૮:૦૦થી ૦૯:૦૦ શાકભાજી-ફળફળાદિની ખરીદી સારુ કૂચકદમ

૦૯:૦૦થી ૦૯:૩૦ કસરત

૦૯:૩૦થી ૧૦:૦૦ શરીરશુદ્ધિ અને મનશુદ્ધિ

૧૦:૦૦થી ૧૦:૩૦ ભોજન

૧૦:૩૦થી ૧૧:૦૦ પરિવહન

૧૧:૦૦થી ૧૨:૦૦ પ્રાર્થના અને કાંતણ 

૧૨:૦૦થી ૦૨:૦૦ વર્ગ-વ્યાખ્યાન

૦૨:૦૦થી ૦૩:૦૦ નૂતન માધ્યમ સન્મુખતા

૦૩:૦૦થી ૦૫:૦૦ ગ્રંથાલય-વાચન

૦૫:૦૦થી ૦૬:૦૦ વિદ્યાર્થી-સંશોધનકાર્ય

૦૬:૦૦થી ૦૬:૩૦ ઘરવાપસી

૦૬:૩૦થી ૦૭:૦૦ સ્નાનસત્ર અને ધ્યાનસત્ર 

૦૭:૦૦થી ૦૭:૩૦ ભોજન

૦૭:૩૦થી ૦૮:૦૦ રસોડાઘરની સફાઈ

૦૮:૦૦થી ૦૯:૦૦ સપરિવાર-વાચન

૦૯:૦૦થી ૦૯:૫૦ મિત્રો સાથે ચાલતાં-ચાલતાં ચર્ચા

૦૯:૫૦થી ૧૦:૦૦ પ્રાર્થના

૧૦:૦૦થી ૦૬:૦૦ શયન

મહાદેવ દેસાઈને જન્મદિન નિમિત્તે અભિવંદન

 


સ્વયં-સર્જન સૂચિ - ઈ.સ. ૨૦૨૧



* પુનર્મુદ્રણ :
શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો
'ઓપિનિયન' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૯-૦૩-૨૦૨૧
https://opinionmagazine.co.uk/details/6946/shakeeraa--shakaree-ane-samooha-maadhyamo


* પુનર્મુદ્રણ :
ભાષામાં પાણી અને ભાષાનું પાણી
'અતુલ્ય વારસો' (ISSN : 2321-4880), પાણી વિશેષાંક, સળંગ અંક - ૨૮, વર્ષ - ૦૮, માર્ચ, ૨૦૨૧, પૃષ્ઠ : ૩૫-૩૬


આઝાદીના આંદોલનમાં 'અરુણ ટુકડી'ની અગત્ય
'યોજના' (ISSN-0971-8400), 'આઝાદી કા અમૃત મહોત્સવ' શ્રેણી, સળંગ અંક : ૮૫૦, ઓક્ટોબર, ૨૦૨૧, પૃષ્ઠ : ૫૧-૫૩

* નાઈન ઈલેવન : મુકામ કોચરબ
પુનર્મુદ્રણ : 'નવજીવન.ઇન', ૦૪-૧૦-૨૦૨૧
https://www.navajivan.in/ashram-katha-visit-kocharab-gandhi-ashram/

સલમાન, સની, સંજય (દત્ત), સુનીલ (શેટ્ટી) અને રિચર્ડ્સથી પ્રેરિત
મારી વ્યાયામસાધના
'સાર્થક જલસો', પુસ્તક-૧૫, ઑક્ટોબર, ૨૦૨૧, પૃષ્ઠ : ૯૩-૯૯