Showing posts with label Journalism Education. Show all posts
Showing posts with label Journalism Education. Show all posts

Friday, September 26, 2025

विशेष वक्तव्य || वक्ता : डॉ. संजीव गुप्ता


विशेष वक्तव्य :
वक्ता : डॉ. संजीव गुप्ता
प्रोफेसर, इलेक्ट्रॉनिक मीडिया विभाग, माखनलाल चतुर्वेदी राष्ट्रीय पत्रकारिता एवं संचार विश्वविद्यालय, भोपाल

निम्नलिखित विषयों पर छात्रों से संवाद और पोडकास्ट :
१. 'भारत में पत्रकारिता की शिक्षा'
२. 'Visual Communication & Digital Transformation'

दृश्य-श्राव्य निर्माण स्टुडियो, पत्रकारिता एवं जनसंचार विभाग, गूजरात विद्यापीठ

२६-०९-२०२५, शुक्रवार
११ से ०१

पोडकास्ट : VaishnavJan: Spandan GandhiVichar ke'
Episod 41 on YouTube  

(कार्यक्रम-निर्माण : 
पत्रकारिता एवं जनसंचार विभाग, गूजरात विद्यापीठ, अहमदाबाद - ३८० ००९)

Wednesday, March 1, 2023

માધ્યમ-પ્રશિક્ષણ (મીડિયા-ઇન્ટર્નશિપ) : માર્ચ, ૨૦૨૨-૨૦૨૩


માધ્યમ-પ્રશિક્ષણ (મીડિયા-ઇન્ટર્નશિપ) : માર્ચ, ૨૦૨૨-૨૦૨૩

પત્રકારત્વ અને  સમૂહ પ્રત્યાયન વિભાગ, 

ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯

માધ્યમ-પ્રશિક્ષણ (મીડિયા-ઇન્ટર્નશિપ) : માર્ચ, ૨૦૨૨-૨૦૨૩

વર્ષ : ૦૧, સત્ર : ૦૨


અર્થ સાધુ, 'કેટીવી ન્યૂઝ ગુજરાતી', અમદાવાદ

અંકિતા વડોલિયા, 'વાઇબ્સ ઓફ ઇન્ડિયા', અમદાવાદ

કલ્પેશ ચાવડા, 'નવજીવન ન્યૂઝ', અમદાવાદ

દિવ્યા સિંધવ, 'કેટીવી ન્યૂઝ ગુજરાતી', અમદાવાદ

ધવલ પટેલ, 'નવજીવન ન્યૂઝ', અમદાવાદ

ભાગ્યશ્રી વાઘેલા, 'ગુજરાત સમાચાર', અમદાવાદ

ભાર્ગવ મકવાણા, 'નવજીવન ન્યૂઝ', અમદાવાદ

માના મકવાણા, 'બુલેટિન ઇન્ડિયા', અમદાવાદ

મિનાક્ષી તોસાવડા, 'સંદેશ ન્યૂઝ ચેનલ', અમદાવાદ

મિહિર સોલંકી, 'વાઇબ્સ ઓફ ઇન્ડિયા', અમદાવાદ

મૈત્રી મકવાણા, 'ન્યૂઝ18', અમદાવાદ

મૌલિક દેસાઈ, 'બુલેટિન ઇન્ડિયા', અમદાવાદ

યશ રાણા, 'દિવ્ય ભાસ્કર', અમદાવાદ

યોગેશ વાઘેલા, 'વીટીવી ન્યૂઝ', અમદાવાદ

રાહુલ નાયક, 'સંદેશ ન્યૂઝ ચેનલ', અમદાવાદ

વિશાખા ઠાકર, 'સંદેશ ન્યૂઝ ચેનલ', અમદાવાદ

સાહર રબારી, 'આજ કી બાત' ચેનલ, ગાંધીનગર

સંદિપકુમાર માલ, 'સંદેશ ન્યૂઝ', અમદાવાદ

સ્મિત દેસાઈ, 'સંદેશ ન્યૂઝ ચેનલ', અમદાવાદ

હર્ષદ રાઠોડ, 'દિવ્ય ભાસ્કર', અમદાવાદ

હાર્દિકસિંહ પરમાર, રેડિયો વન 95, અમદાવાદ


Tuesday, June 29, 2021

Website with USP


Our friend from fraternity Dr. Uma Shankar Pandey (USP) has recently started a website https://profusp.com to share free and open resources with scholars, students and colleagues. A database of Indian Faculty colleagues is also there on the website, apart from a number of other sections. If possible, please have a look at the site and suggest ways in which to make it more useful.



Dr. Uma Shankar Pandey is Associate Professor and Head, Department of Journalism & Mass Communication, Surendranath College for Women, Kolkata.

Dr. Uma Shankar Pandey is IAMCR Ambassador. International Association for Media and Communication Research is the preeminent worldwide professional organisation in the field of media and communication research.

Dr. Uma Shankar Pandey can be contacted on 

Wednesday, May 12, 2021

Media Dictionary // Bhavna Pathak




मीडिया डिक्शनरी क्यूं शुरू की गई: इससे संभवतः कोई इंकार नहीं करेगा कि आज का युग मीडिया युग है। मीडिया कितना शक्तिशाली है यह हम देख ही रहे हैं। आज हम क्या सोचें, क्या निर्णय लें यह भी एजेंडा सेटिंग के तहत मीडिया ही तय करता है भले हमें पता चले या ना चले। कब मीडिया किसको फर्श से अर्श तक पहुंचा दे और अर्श वाले को फर्श पर ला दे कुछ कहा नहीं जा सकता। इसलिए मीडिया के बारे में अंजान बने रहना अपने पैर पर कुल्हाड़ी मारना नहीं है तो भी नुकसानदेह तो है ही इसलिए न केवल मीडिया को जानना समझना बल्कि समझदारी के साथ मीडिया का इस्तेमाल करना समय की मांग है क्यूंकि मीडिया के अगर तमाम खतरे हैं तो उससे बढ़कर उसके फायदे भी हैं जिसको हम अनदेखा नहीं कर सकते। मीडिया को समझने के लिए मीडिया की शब्दावली से भी परिचित होना भी लाज़मी है। इसी संदर्भ में Media Dictionary मेरी ओर से एक विनम्र प्रयास है आपको मीडिया टर्मिनोलॉजी से परिचित कराने का। आपके सुझाव, मार्गदर्शन मेरे लिए आपका अमूल्य सहयोग होगा। कृपया इस ई मेल आईडी पर समय समय पर अपनी राय अवश्य भेजें। bhavnapathak05@gmail.com

Saturday, December 14, 2019

સ્મરણો સચવાયાં શ્વેત-શ્યામ છબીમાં

 

સૌજન્ય : વ્હોટ્સએપ્પ વિશ્વવિદ્યાલય 



અનુપારંગત(વર્ષ : ૨૦૦૦)ના અમારા નિબંધ-માર્ગદર્શક તુષાર શંકર ભટ્ટ, પહેલી હરોળમાં જમણેથી ત્રીજી ખુરશીમાં બેઠેલા દૃશ્યમાન થાય છે.

Thursday, May 17, 2018

ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વના એમ.ફિલ. અને પીએચ.ડી. અભ્યાસની પ્રવેશ-પ્રક્રિયા

ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વનો પૂર્ણકાલીન અનુસ્નાતક અભ્યાસ

નડિયાદમાં પત્રકારત્વનું અધિકૃત શિક્ષણ : બારમા ધોરણ બાદ ત્રિવર્ષીય અભ્યાસક્રમ


વિગત-સૌજન્ય :
ઉર્વીશ કોઠારી

Monday, August 8, 2016

પત્રકારત્વની પાઠશાળાનો પ્રારંભ - છબીગુચ્છ : ૦૨

પારુલ પટેલ દ્વારા સંચાલન
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

એકકાને સાંભળતાં શ્રોતાઓ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

શ્રોતાજનોની સહજ એકાગ્રતા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા અધ્યક્ષીય પ્રવચન
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

કાર્યક્રમ પછી,
યુવા લેખકો-પત્રકારો સાથે રજનીકુમાર પંડ્યા અને નગેન્દ્ર વિજય
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સ્થળ : સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજ, નડિયાદ
તારીખ : ૦૭-૦૮-૨૦૧૬, રવિવાર, ત્રણથી પાંચ

પત્રકારત્વની પાઠશાળાનો પ્રારંભ - છબીગુચ્છ : ૦૧


વ્યાખ્યાન પૂર્વે
આયોજકો અને આમંત્રિતો સાથે નગેન્દ્ર વિજયની ગોષ્ઠિ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

વ્યાખ્યાનની વીજાણુ વિગતિકા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સભાખંડમાં વ્યાખ્યાન અને વ્યવસ્થાપન
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આચાર્ય હસિત મહેતા દ્વારા આવકાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

પત્રકાર ઉર્વીશ કોઠારી દ્વારા પ્રાસંગિક
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મુખ્ય વક્તા નગેન્દ્ર વિજય
(તેમની જમણી બાજુએ કુલીનચંદ્ર યાજ્ઞિક)
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

વ્યાખ્યાન પછી નવલકથાકાર રજનીકુમાર પંડ્યા સાથે
વિજ્ઞાનકથાકાર નગેન્દ્ર વિજયની ગુફતેગો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સ્થળ : સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજ, નડિયાદ
તારીખ : ૦૭-૦૮-૨૦૧૬, રવિવાર, ત્રણથી પાંચ

Saturday, May 31, 2014

તુષાર ભટ્ટ : પત્રકારત્વના શિક્ષક અને માર્ગદર્શક

અશ્વિનકુમાર

.................................................................................................................................

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

તુષાર ભટ્ટ (૦૭-૦૧-૧૯૪૨થી ૩૦-૦૩-૨૦૧૨) એટલે અંગ્રેજી પત્રકારત્વ ગૌરવ લઈ શકે એવું ગુજરાતી નામ. તેઓ વલસાડ જિલ્લાના ચીખલીમાં જન્મ્યા. ગામડાની ધૂળી નિશાળમાં કક્કો શીખ્યા. દેશના ટોચના અંગ્રેજી દૈનિક 'ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ની અમદાવાદ આવૃત્તિના નિવાસી તંત્રી બન્યા. તેમના નામની સાથે 'વરિષ્ઠ તંત્રી', 'પત્રકાર' અને 'કતારલેખક' જેવાં વિશેષણો ખીલી ઊઠે. જોકે શાહીની શેરી(ઇન્ક સ્ટ્રીટ)માં આશરે અડધી સદી સુધી કલમયાત્રા કરનાર તુષારભાઈએ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોને પણ ગંભીરતાપૂર્વક ખેડ્યા હતા. ઈ.સ.૧૯૮૧થી કમ્પ્યુટર સાથે કળથી કામ લેનાર તુષાર ભટ્ટ ઈ.સ.૨૦૦૭થી બ્લોગ જેવા નૂતન માધ્યમ ઉપર પણ સક્રિય રહ્યા. તેઓ પત્રકારત્વના વ્યવસાય ઉપરાંત તેના વર્ગશિક્ષણ સાથે ત્રણેક દાયકા સુધી જોડાયેલા રહ્યા. આ લખનારના કિસ્સામાં ઈ.સ. ૧૯૯૮થી ઈ.સ. ૨૦૦૦ સુધી તેમણે અનુપારંગત( એમ.ફિલ.) કક્ષાએ માર્ગદર્શકની ભૂમિકા અને જવાબદારી નિભાવી હતી. જેના કારણે અમે ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગમાંથી 'પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા અને આજના પત્રકારત્વમાં એની પ્રસ્તુતતા' અંગે કેવળ નિબંધ નહીં સ્વયંને તૈયાર કરી શક્યા હતા.

જેમની સાથે પાઠ ભણીને પત્રકારોની ત્રણ પેઢી તૈયાર થઈ તેવા તુષારભાઈના પરિવારની ત્રણ પેઢી પણ પત્રકારત્વમાં સક્રિય રહી છે. તેમના તબીબ પિતા શંકર ભટ્ટે સમાજના કેટલાક 'ઇલાજ' માટે પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું. તુષારભાઈના દીકરા અભિજિત પણ પત્રકારત્વ સાથે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સંકળાયેલા રહ્યા છે. તુષારભાઈ જ્યાં મળે ત્યાં પત્રકારત્વનાં શિક્ષણ અને પ્રશિક્ષણ, સમજ અને તાલીમ શરૂ થઈ જતાં. તેમણે અખબારી અશ્વ ઉપર અંગ્રેજી અને ગુજરાતી ભાષાની લગામના બળે અથાક સવારી કરી હતી. તુષાર ભટ્ટના લેખનમાં વજન હતું. તેઓ વાચન ઉપર બહુ ભાર મૂકતા. સૂક્ષ્મ અવલોકન-શક્તિ અને તીક્ષ્ણ વ્યંગ-સામર્થ્ય ધરાવતા તુષાર ભટ્ટને તમે શરૂમાં એકાદ લસરકો ખમી જવાની તૈયારી સાથે મળો તો છેવટ સુધી મોજ પડી જાય.

પત્રકારત્વના શિક્ષણને અનિવાર્ય ગણાવતાં તેઓ કહેતા : " એમ.બી.બી.એસ. કર્યા સિવાય દાક્તર થવાય નહીં, એલએલ.બી. વગર વકીલ બનાય નહીં તો પછી પત્રકારત્વનો અભ્યાસ કર્યા વિના પત્રકાર કેવી રીતે થવાય?" તુષારભાઈનાં દીકરા અભિજિત અને દીકરી શિલ્પા પણ ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગમાં પ્રવેશ અને પદવી મેળવી ચૂક્યાં છે. જોકે તુષારભાઈ પત્રકારત્વના શિક્ષણમાં વાચન અને લેખન, ક્ષેત્રકાર્ય અને પ્રાયોગિક તાલીમ ઉપર વિશેષ ભાર આપતા હતા. તેઓ અખબારી આલમના અંગેઅંગને જાણતા અને અંગ્રેજી-ગુજરાતી પત્રમાલિકોને બરાબર ઓળખતા. આથી જ, તુષારભાઈએ સમાચારની એક મૌલિક અને વ્યવહારિક વ્યાખ્યા બનાવેલી : "શેઠ કહે તે સમાચાર!"

માનનીય તુષારભાઈ પત્રકારત્વના વિષયના મુલાકાતી અધ્યાપક હતા. એમની પાસે પત્રકારત્વના પાઠ ભણવાની મજા કંઈક જુદી જ હતી. વિશેષ વ્યાખ્યાન હોય કે જાહેર ચર્ચા, વ્યક્તિગત માર્ગદર્શન હોય કે રૂબરૂ મુલાકાત, તુષારભાઈને મળીએ એટલે આપણે ઘણું મેળવીએ. તુષાર ભટ્ટના વિસ્તારપટ્ટમાં બાબુભાઈ રાણપુરાથી માંડીને જેરોસ્લાવ ફ્રીચ, ફાતિમા મીરથી માંડીને મધર ઇવોન બેયર સુધીની વ્યક્તિનો સમાવેશ થઈ જાય. ભાષાથી માંડીને સંસ્કૃતિ, ઇતિહાસથી માંડીને સાંપ્રત પ્રવાહો, રાજકારણ હોય કે રાજ્યશાસ્ત્ર, સાહિત્ય હોય કે પત્રકારત્વ, તુષારભાઈનાં અભ્યાસ, અધિકૃતતા અને અભિવ્યક્તિ જુદાં જ તરી આવે. બિનજરૂરી વિગતોના કાંકરા ચાળીને સફાઈદાર રજૂઆત કેમ કરવી, મોણ નાખ્યાં વિના માહિતીનો પિંડ કેમ બાંધવો, એ સઘળું એમની પાસેથી શીખવા જેવું હતું. સંદર્ભ વિના વાત ન જ લખવી તેવું કહેતી વેળાએ તેઓ આ ઉદાહરણ ખાસ આપતા હતા : “ એકે બીજાને કહ્યું કે, ‘બે લા...ખ માણસો મરી ગયા.’ બીજો તરત પૂછે : ‘ક્યાં?’ તો પેલો કહે : ‘મહાભારતના યુદ્ધમાં!’ ” વળી, તંત્રી તુષાર ભટ્ટ એવું દૃઢપણે માનતા કે, ખરાઈ કરેલી વિગતો સાથેની સમાચાર-સામગ્રી છેવટે ચાર લીટી લખીને પણ વેળાસર પ્રગટ કરવામાં જ ડહાપણ રહેલું છે. કારણ કે, તમે રાહ જોવા રહો અને એવું બને કે અન્ય અખબારમાં એ વિગતો છપાઈ જાય અને તમે હાથ ઘસતાં રહી જાવ.

તુષારભાઈ હંમેશાં સુંદર-સુઘડ વસ્ત્રોમાં સજ્જ રહેતા. મોટા ભાગે અડધી બાંયનું શર્ટ પહેરતાં તુષારભાઈ સામે બાંયો ચઢાવતાં પહેલાં સૌ કોઈ સો વાર વિચાર કરે. તેઓ વિચાર-વિગત-વ્યંગનું ત્રિશૂલ એવી રીતે ચલાવે કે આપણા રક્ષણની જવાબદારી મિત્રરાષ્ટ્રોને ન સોંપાય, આપણે જ લેવી પડે! ઉત્સાહી વિદ્યાર્થી તરીકે તમે સંશોધન-નિબંધનાં પ્રકરણો લઈને જાવ અને એવું બને કે તેઓ થોડાં વાક્યો કે ઘણા ફકરા કે આખા પ્રકરણને પણ રદબાતલ જાહેર કરી દે. સાથેસાથે તમારા પરિશ્રમ-અગ્નિ ઉપર તેમણે કયાં કારણોસર ટાઢું પાણી છાંટ્યું એની તર્કપૂર્ણ સ્પષ્ટતા પણ કરે. કોઈ પણ સંશોધનનિબંધમાં તારણો અગત્યનાં બની રહે છે. માર્ગદર્શક તુ.શં.ભ. અમને સ્પષ્ટ તારણો રજૂ કરવાનું કહેતા. કારણ કે, ઘણા સંશોધકો સંદિગ્ધ તારણો કાઢે છે. આની ઠેકડી ઉડાડતાં તુષારભાઈ કહેતા : “ કેટલાંક લોકો એવું કહે કે, કઢીમાં લવિંગ નાખો તો મજા પડી જાય અને ન નાખો તો કંઈ બહુ મોટો ફેર પડવાનો નથી. આવું ગોળગોળ કહેવા કરતાં મારા ભાઈ એવું સ્પષ્ટ કહો ને કે, કઢીમાં લવિંગ નંખાય કે નહીં ?!”

પત્રકાર ગાંધીજીની માતૃભાષા અંગે તુષારભાઈ કહેતા કે, “પત્રકાર ગાંધીજીએ ગુજરાતી ભાષાનો બહુ મોટો મહિમા કર્યો છે. તેઓ ખૂબ સારું અંગ્રેજી લખતા હતા પણ તેમણે વિચાર્યું તો હશે માતૃભાષામાં ને!” અંગ્રેજીસજ્જ તુષારભાઈનો માતૃભાષા ગુજરાતી માટેનો આદર અને આગ્રહ જાણીતો હતો. એટલે જ, ગુજરાતી અખબારોમાં માતૃભાષાના કથળેલા સ્તરથી તેઓ ચિંતિત હતા. અનુપારંગત કક્ષાના સંશોધન-નિબંધના માર્ગદર્શક તરીકે ગુજરાતી અખબારોની ભાષા અંગે તેઓ અમને આ મતલબનું કહેતા : “મોટા ભાગના ગુજરાતીઓ પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ સુધી જ ગુજરાતી ભાષા સાથે સીધો નાતો ધરાવે છે. પછી ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી, અને વ્યવસાયમાં ગુજરાતી ભાષા સાથેની જીવંત કડી કમજોર થતી જાય છે. આ સંજોગોમાં તેઓનો માતૃભાષા ગુજરાતી સાથેનો આજીવન સંબંધ ગુજરાતી અખબારો થકી જ જળવાઈ રહે છે. માતૃભાષાના મામલે અખબારો કાયમી વિશ્વવિદ્યાલયની ગરજ સારે છે. વળી, આપણી વ્યવહારભાષા ઉપર વર્તમાનપત્રોની ભાષાનો પ્રભાવ પડતો હોય છે. ગુજરાતી અખબારોની ભાષા દ્વારા ગુજરાતી જનસમુદાયની ભાષાનું ઘડતર અને ચણતર થાય છે. આથી, ગુજરાતી અખબારોની ભાષા ધોરણસરની હોવી જ જોઈએ.”

અમે ‘પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે)’ શીર્ષક તળે મહાનિબંધ તૈયાર કર્યો હતો. ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ની પદવી માટે ડૉ. રઘુવીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઈ.સ. ૨૦૦૯માં આ સંશોધન-નિબંધ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ સારુ મહાનિબંધના વિષયને ન્યાય આપી શકે એવા કેટલાક તજ્જ્ઞોની રૂબરૂ મુલાકાત પણ લેવામાં આવી હતી. જેમાં વરિષ્ઠ તંત્રી અને પત્રકાર તરીકે તુષાર ભટ્ટની પસંદગી આવકાર્ય અને અનિવાર્ય હતી. અંગકંપ હોવા છતાં તેમણે મક્કમ મનથી મુલાકાત આપી હતી. આ નિમિત્તે તેમની સાથે, તેમના નિવાસસ્થાને અવિસ્મરણીય સંવાદ થયો હતો. મુલાકાતના આરંભમાં તેમણે ગાંધીજીના પત્રકારત્વ વિશે એક વાક્ય કહેલું કે, “ગાંધીજીનું પત્રકારત્વ શબ્દોની ગોઠવણ નથી પણ પરિસ્થિતિનું નિરૂપણ છે.” આમ, તુષાર ભટ્ટની અભિવ્યક્તિમાં આવી અવતરણ-ક્ષમતા ઘણીવાર જોવા મળતી હતી. વળી, તેઓ નોખી શૈલીમાં શબ્દો વચ્ચેના ભેદને પણ અસરકારક રીતે સમજાવતા. અમે પત્રકાર ગાંધીજી અને માનવ અધિકાર અંગેની ચર્ચાને ચગડોળે ચઢાવીએ એ પહેલાં જ તેમણે સ્પષ્ટતા કરી : “અંગ્રેજી શબ્દ ‘હ્યુમન રાઇટ્સ’ માટે આજે ગુજરાતી ભાષામાં ‘માનવ અધિકાર’ શબ્દ વધુ ચલણી બન્યો છે, પરંતુ ગાંધીજી ‘અધિકાર’ નહીં પણ ‘હક’ શબ્દ વાપરવાનું વધુ પસંદ કરતા હતા. અને એ વાત તો સાવ સાચી કે ‘હક’ શબ્દ કોશિયાનો છે જ્યારે ‘અધિકાર’ શબ્દ તો સાક્ષરજનનો છે!”

પત્રકારત્વ થકી અસ્પૃશ્યતાનિવારણના ગાંધીકર્મ વિશે તુષારભાઈનું માર્મિક વિધાન એ હતું કે, “ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળની સાથે સાથે અસ્પૃશ્યતાનિવારણ વિશે પોતાનાં પત્રો દ્વારા સતત ચિંતન-લેખન કર્યું. આ પ્રકારનું કામ એટલા માટે પડકારરૂપ હતું, કારણ કે ‘આઝાદી’ જેવા રોમાંચક ખ્યાલને આગળ ધરીને જનસમૂહને વહેલો ઢંઢોળી શકાય પણ ‘અસ્પૃશ્યતા’ જેવી રૂઢિનો વિરોધ કરવા માટે જનસમૂહને ઢંઢોળવા નવ નેજા પાણી ઉતરે !” દલિત વિષયક મુદ્દા અંગે પ્રવર્તમાન સમૂહ માધ્યમોની ભૂમિકા અને જવાબદારી અંગેની તુષાર ભટ્ટની ટિપ્પણી એવી હતી કે, “આજના પત્રકારત્વે મૂક દલિતોનો અવાજ બનવાનું છે. પણ કમનસીબી એ છે કે આજનાં સમૂહ માધ્યમો પણ શહેરોના બોલકા મધ્યમ વર્ગની તરફેણમાં જ વર્તે છે. વળી, સમાજ દલિતોને જોઈએ એવી તકો આપતો નથી અને પ્રચાર તો એવો થાય છે કે પછાતોના કારણે જ જાહેર સેવા ઉપર અસર થાય છે!” તેમણે ગાંધીજીના પત્રકારત્વની પ્રસ્તુતતા વિશે સ્પષ્ટ કર્યું અને સાફ કહ્યું : “પત્રકારત્વ એ તો નિરંતર કેળવણીની સંસ્થા છે. મોટા ભાગના લોકો માટે શિક્ષણ મેળવી લીધા પછી વર્તમાનપત્રો જ આજીવન વિશ્વવિદ્યાલય બની રહેતાં હોય છે. આ સંદર્ભે લોકાભિમુખ કેળવણીનું કાર્ય કરનાર ગાંધીજીનું પત્રકારત્વ પ્રસ્તુત બની જાય છે. આજના પત્રકારત્વે પણ ગાંધીજીના પત્રકારત્વને નજર સમક્ષ રાખીને અસ્પૃશ્યતા જેવાં અનેક દૂષણોને નાબૂદ કરવાં જ રહ્યાં.”

પત્રકારત્વમાં પરિવર્તનો આવ્યાં છે, પત્રકારત્વથી પરિવર્તનો આવવાં જોઈએ. પત્રકારોએ સંવેદના, શિક્ષણ, અને સમજણથી સજ્જ થવું જ રહ્યું. પત્રકારત્વમાં સાધનવૃદ્ધિ જેટલી જ મહત્વની સાધનશુદ્ધિ છે. પત્રકારત્વનાં વ્યવસાય અને તાલીમ કેવળ સવાલદાર જ નહીં, જવાબદાર પણ બને એ ઇચ્છનીય છે. પત્રકારત્વમાં નવી પેઢીનો જૂની પેઢી સાથે પ્રત્યક્ષ-પરોક્ષ નાતો જળવાઈ રહે એ આવશ્યક છે. આથી, તુષાર ભટ્ટ જેવા વરિષ્ઠ વૃત્તવિદ્દની વિદાયથી અને યાદથી આંખોના ખૂણા ભીના થઈ જાય એ બનવાજોગ બાબત છે. પણ જેમના હૃદયપટ ઉપર તુષારભાઈનાં સંસ્મરણો સચવાયેલાં છે તે સૌના હૃદયના ખૂણા આજે પણ અને એટલા જ ભાવભીના છે એ માનવાજોગ હકીકત છે.

.................................................................................................................................
ડૉ. અશ્વિનકુમાર
સહ પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪
.................................................................................................................................

સૌજન્ય :
સ્મૃતિગ્રંથ : નીડર પત્રકાર, પૂર્ણ પરિવારજન : તુષાર ભટ્ટ
સંપાદક : કેતન રૂપેરા
પ્રકાશક : આર્ટ બુક હબ, નવજીવન બ્લોક્સ, અમદાવાદ
આવૃત્તિ : પ્રથમ
વર્ષ : મે, 2014
કુલ પાનાં : 07+191
લેખ-પૃષ્ઠાંક : 101-104


Tuesday, July 2, 2013

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયનના અધ્યાપકોનો ઓપવર્ગ | શિમલા | ૨૦૦૬ || Refresher Course for the Faculty of Journalism & Mass Communication | Shimla | 2006




કાર્યક્રમ : પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયનના અધ્યાપકોનો ઓપવર્ગ
આયોજક : હિમાચલ પ્રદેશ વિશ્વવિદ્યાલય, શિમલા
સમયગાળો : ૧૧-૧૨-૨૦૦૬થી ૩૧-૧૨-૨૦૦૬

Programme: Refresher Course for the Faculty of Journalism & Mass Communication
Organiser: Himachal Pradesh University, Shimla
Duration: 11-12-2006 to 31-12-2006

Sunday, January 20, 2013

તિલક કરું રઘુવીરને !

- અશ્વિનકુમાર
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ,
અમદાવાદ : ૩૮૦ ૦૧૪
-------------------------------------------------------------------------------------------------------

રઘુવીર ચૌધરી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ભૌતિકશાસ્ત્રમાં વિજ્ઞાન-સ્નાતક થયા બાદ અમે પત્રકારત્વનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. આ સારુ ઈ.સ.૧૯૯૩-૯૪માં ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં પ્રવેશ મેળવ્યો. એ વખતે પત્રકારત્વ વિભાગ ભાષા-સાહિત્ય ભવનના છેક ઉપલા માળે બેસતો હતો. સવારની પાળીમાં વર્ગો લેવાતા હતા. જેથી બપોર બાદ વાચન-લેખન, ક્ષેત્રકાર્ય, તાલીમ અને કેટલાક ખાસ કિસ્સામાં ઊંઘ-આરામને પણ યથાશક્તિ અવકાશ રહે! અમારા સમયપત્રકમાં 'સાંપ્રત પ્રવાહો' અને  'લેખન-કૌશલ્ય' અંગેના વિષયોની સામે રઘુવીર ચૌધરીનું નામ લખેલું હતું. એક પાકટ સવારે તેઓ વર્ગખંડમાં પ્રગટ થયા. નયન અને હૃદયમાં કંઈક આવી છબી પડી : ' ધ્યાનમાં લેવી જ પડે એવી ઊંચાઈ અને ધ્યાન આપ્યું હોય એવું શરીર, ચાલમાં તરવરાટ અને ચહેરામાં મલકાટ, પૂર્ણ રૂપેરી કેશ અને સાદગીપૂર્ણ પહેરવેશ!' તેમણે પોતાનો સાવ સાદો-સીધો, આછો-ટૂંકો પરિચય આપ્યો. વિદ્યાર્થીઓએ પોતાનાં નામ-ઠામ, લાયકાત-લક્ષ્ય કહ્યાં. 'લેખન-કૌશલ્ય'ની ગણેશ-સ્થાપના કરતા તેમણે વિદ્યાર્થીઓને મહત્તમ બે પાનાંમાં 'સ્વ-પરિચય' લખવા કહ્યું. તમામ વિદ્યાર્થીઓનાં લખાણને એકત્ર કરીને, લેખન વિષયક કેટલાક મુદ્દા ઉપસાવીને, તેમણે તાસને સમેટી લીધો. રઘુવીર સાથેનો અમારો આ પહેલો સાક્ષાત્કાર!

સપ્તાહ બાદ, બીજો વર્ગ હતો. આ વર્ગમાં તેઓ પ્રત્યેક વિદ્યાર્થીનું લખાણ સારી પેઠે તપાસીને લાવ્યા હતા. અમે ગુજરાતી ભાષામાં લખાયેલા અમારા પરિચયમાં સ્નાતક કક્ષાના વિષય તરીકે 'Physics' શબ્દ વાપર્યો હતો. તેમણે આ અંગ્રેજી શબ્દની જગ્યાએ ગુજરાતી શબ્દ 'ભૌતિકશાસ્ત્ર'નો પ્રયોગ કરવાનું કહ્યું. તેમનું આ સહજ સૂચન અમારા માટે ગુજરાતી હોવાના ગૌરવમાં પરિણમ્યું. આમ, પત્રકારત્વમાં માતૃભાષાનાં આદર અને અગત્યનો પહેલો પાઠ અમે રઘુવીરભાઈ થકી શીખ્યા. અમારા પરિચય-આલેખ ઉપર ઝડપથી નજર ફેરવીને છેલ્લે તેમણે મલકાતા-મલકાતા કહ્યું : "તમે ભૌતિકશાસ્ત્રમાં ત્રેસઠ ટકા ગુણ સાથે સ્નાતક થયા છો તો તમારે વિજ્ઞાનના જ વિષય અને ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવો જોઈએ. તમને નથી લાગતું કે તમે પત્રકારત્વના વિષયમાં ખોટા આવ્યા છો?!" અમે જવાબ વાળ્યો : "સાહેબ, અમે વિજ્ઞાનના વિષયમાં જ ખોટા ગયા હતા. પત્રકારત્વના વિષયમાં તો બરાબર જ આવ્યા છીએ !" એમની સાથેનો અમારો આ પ્રથમ સંવાદ હતો અને એ પણ રઘુવીરશૈલીમાં ! આખો વર્ગ હસી પડ્યો, તેમના હોઠ પણ મરક-મરક થયા. તેમણે અમારી રમૂજને સહજ લીધી. આજે વિદ્યાર્થીઓ, વ્યાખ્યાન, વર્ગખંડ અને વાતાવરણને હળવાં રાખવાના અમે સ્વાભાવિક પ્રયત્નો કરીએ છીએ એનાં મૂળ કોઈ આવી જ ઘટનાઓએ મૂક્યાં હશે ને?!

રઘુવીર ચૌધરી ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનના હિંદી વિભાગમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ. તેમની સક્રિયતાથી ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વ વિભાગની સ્થાપના થઈ. રઘુવીરભાઈ આ વિભાગના મુલાકાતી અધ્યાપક અને માનદ અધ્યક્ષ થયા. તેઓ એ સમયે 'સંદેશ' દૈનિકમાં 'આંખ આડા કાન' અને 'વૈશાખનંદનની ડાયરી' નામે સાપ્તાહિક કતારલેખન કરતા હતા. જેના કારણે એમનાં બંને પ્રશ્નપત્રોની પ્રાયોગિક ચર્ચા પણ સારી પેઠે થતી હતી. વધારામાં, તેઓ વિવિધ સમાચારપત્રો, વિચારપત્રો, સામયિકો અને તંત્રીઓ, સંપાદકો, માલિકો તેમ જ સાહિત્યકારો, લેખકો, પત્રકારો સાથેના સંબંધો-સંઘર્ષોની રસપ્રદ વાતો માંડતા હતા. વર્ગ સિવાય પણ, પરસાળમાં આવતાં-જતાં કે ભવનનાં પગથિયાં ચડતાં-ઊતરતાં તેઓ વિદ્યાર્થીઓની પૃચ્છાનું સમાધાન અને છેવટે સ્મિત કરતા રહેતા. વાચન-લેખનમાં જેમનો રસ વિશેષ હોય તેમનામાં તેઓ વિશેષ રસ લેતા. એક વખત અમે એમની હાસ્ય નવલકથા 'એકલવ્ય' વિશે જાણવાની જિજ્ઞાસા બતાવી. થોડા દિવસમાં તો એમના સૌજન્યથી, અમે અમારા ડાબા હાથના અંગૂઠાની મદદથી 'એકલવ્ય'નાં પાનાં ફેરવતાં હતાં! પત્રકારત્વ  વિભાગમાં રઘુવીરભાઈએ અમારાં લખાણ ઘણાં સુધાર્યાં છે એટલે અમે પત્રકારત્વના ઘણા વિદ્યાર્થીઓનાં લખાણ સુધારી શક્યાં છીએ.

એક શિક્ષક તરીકે રઘુવીરભાઈની  વિશેષતા એ કે તેઓ બહુ અઘરી વાતને સાવ સરળ રીતે રજૂ કરી દે. વાત અને રજૂઆત એવી કે તેમના નિર્ભયી વ્યક્તિત્વની છાપ પડે જ. કેટલાક લોકોને એમનો ડર લાગે તો એ સમસ્યા ડરનારાઓની છે એમ માનવું! તેમનાથી દૂર રહેનારા એવું માને છે કે તેઓ આખાબોલા છે. તેમની નજીક રહેનારાને એવું લાગે છે કે તેઓ સાચાબોલા છે. તેઓ વ્યંગની કુહાડીથી એક ઘા અને બે નહીં પણ અનેક કટકા કરી શકે છે. આ કટકા પાછા સામાવાળાએ જ ગણવાના અને વીણવાના! જોકે રઘુવીરભાઈ તમામ વિદ્યાર્થીઓને "તમે" કહીને જ બોલાવે. તેમની સામેલગીરી અને સ્મૃતિ એટલી સબૂત કે વર્ગાંતે હાજરી પૂરતી વખતે તેઓ સામે જોયા વગર જ કહે કે કયા કયા વિદ્યાર્થીઓ ગેરહાજર છે. રઘુવીર ચૌધરી વિશે વિનોદ ભટ્ટ યોગ્ય કહે છે : "રઘુવીર એટલે આત્મવિશ્વાસ, આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ." રઘુવીરભાઈએ અમારા જેવા ઘણા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો જ નહીં, સુધારો કરવાનું કામ કર્યું છે.

રઘુવીરભાઈનું વ્યાખ્યાન સંકુલ કરતાં સરળ વધુ અને ચુસ્ત કરતાં પ્રવાહી વધુ રહેતું. વાતચીતની શૈલીથી રસાયેલું તેમનું વ્યાખ્યાન વિદ્યાર્થીઓને આંજવાનું નહીં માંજવાનું કામ કરતું. તેઓ ધીમા પણ મક્કમ અવાજે બોલે. એમનું વ્યક્તિત્વ અને એમની વાતો પણ એવી કે કાન સરવા રાખવા પડે, કલમ સાવધ રાખવી પડે. એક વેળા તેઓ એવું બોલ્યા : "શિક્ષણનું અંતિમ ધ્યેય તો માનવીને શ્રમથી બ્રહ્મ સુધી લઈ જવાનું છે." તેઓ વ્યાખ્યાનમાં મૂળ વિષયની સાથે માનવતા અને મૂલ્યતાની વાતને વણી લે. વર્ગમાં આમ-માનવી અને ગામ-માનવીનો ઉલ્લેખ ન કરે તો એ રઘુવીર શેના? અમે ઘણી વાર રઘુવીરભાઈને  શહેરના રસ્તાની ધારે ગામ તરફ જતી બસની વાટ જોતા ભાળ્યા છે. એમના વર્ગમાં 'ફૂટપાથ'ની સાથે 'શેઢો' સકારણ આવતો હતો. તેમણે કલમ અને કોદાળીને કુશળતાથી ખેડ્યાં છે.  

અમે તો વિજ્ઞાનના વિદ્યાર્થી, કેટલાક વાણિજ્યના પણ ખરા. વિનયનના હોય પણ સાહિત્ય-કળા-સંસ્કૃતિના અભ્યાસથી સલામત અંતર રાખ્યું હોય એવા કેટલાક વિદ્યાર્થીઓ જેમ બીજે તેમ અમારે ત્યાં પણ હતા. આભાર રઘુવીરભાઈનો કે, એમણે એવી અક્ષર-આબોહવા ઊભી કરી કે અમે પુસ્તકોના વાચનમાં રસ લેતા થયા. વર્ગ અંદર અને વધારે તો વર્ગ બહાર  કામુ-સાર્ત્ર-ટોલ્સ્ટોય, ચેખોવ-ડિકન્સ-હેમિંગ્વે, રવીન્દ્રનાથ-શરદબાબુ-બંકિમચંદ્ર, કાલિદાસ-પ્રેમચંદ-ધર્મવીર, નર્મદાશંકર-આનંદશંકર-ઉમાશંકર, પન્નાલાલ-અમૃતલાલ-ઇન્દુલાલ, મેઘાણી-મુનશી-મનુભાઈ ... વગેરેનાં જીવન-કવનની ચર્ચા થવા લાગી. ઘણા સર્જકોનાં નામ અમે પહેલી વખત અને કેટલાકે તો છેલ્લી વાર સાંભળ્યાં હતાં! વાચનવીર રઘુવીર વર્ગમાં કેટકેટલાં પુસ્તકોનાં નામ અને સાર કહેતા હતા. વિદ્યાર્થીઓ ઓછું વાંચે છે એ ફરિયાદ કરવા કરતા શિક્ષકે પુસ્તકોની રસપ્રદ યાદ અપાવતા રહેવી જરૂરી છે. ખાસ કરીને એમણે એકથી વધુ વખત, ગાંધીકૃત 'સત્યના પ્રયોગો'ની વિગતે ચર્ચા કરી હશે. જેના કારણે ગાંધીજી વિશેનો કેટલાક વિદ્યાર્થીઓનો કોલાહલ ઘટ્યો હશે અને ગાંધીજી વિશેનું અમારું કુતુહલ વધ્યું પણ હશે. અહીં આ વિગત-વાતાયન જાણી-જોઈને ઉઘાડી છે. કારણ કે અમારા અભ્યાસનાં એ વર્ષોમાં કોમી સંઘર્ષની ચર્ચા ભયજનક સપાટીએ વહેતી હતી અને વર્ગમાં એકથી વધારે ધર્મ-જ્ઞાતિ-સંપ્રદાયના વિદ્યાર્થીઓ વસતા હતા. આથી, અમારા વર્ગની લંબચોરસ-મેજી બેઠક-વ્યવસ્થામાં એકબીજાના ખૂણા વાગે નહીં પણ ઘસાય એ જરૂરી હતું.

રઘુવીર ચૌધરી મૂળે તો હિંદી વિષયમાં વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ના માર્ગદર્શક. તેમણે ગૂજરાત વિદ્યાપીઠના આમંત્રણને માન આપીને પત્રકારત્વ વિભાગમાં વિદ્યાવાચસ્પતિ કક્ષાએ માર્ગદર્શક તરીકેની સેવા આપવાનું સ્વીકાર્યું. તેઓ પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયનના વિષયમાં, આ લખનારના ખાસ અને એકમાત્ર કિસ્સામાં માર્ગદર્શક બન્યા. જેના કારણે અમે 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે )' શીર્ષક હેઠળ મહા નિબંધ પૂર્ણ કર્યો. દેશ-પ્રદેશમાં "સૌમાં અમે, પહેલા ક્રમે"નું અભિમાન-ગાન ગવાતું હોય છે. પરંતુ અમે 'રઘુવીર યુગના અંતિમ સંશોધક' તરીકેનું ગૌરવ લઈએ છીએ!

રઘુવીર ચૌધરીની 'ઊંચાઈ' વધારે એટલે તેઓ આપણા માર્ગદર્શક હોય ત્યારે કામકાજમાં સચ્ચાઈ અને સજ્જતા રાખવી પડે. આપણાથી કશું નબળું કામ કરાય જ નહીં અને કરીએ તો તેમને બતાવાય જ નહીં! માર્ગદર્શક તરીકે તેઓ તમારા ઉપર એટલો બધો વિશ્વાસ મૂકે કે તમારી જવાબદારી વધી જાય. તેઓ ખપ પૂરતાં સલાહ-સૂચન આપે પણ હઠાગ્રહ ન રાખે. માર્ગદર્શક આવી સ્વતંત્રતા આપે એટલે સંશોધકે સ્વના જ તંત્રને મજબૂત કરવું પડે. આ લખનારે કેવળ પદવી માટે નહીં પણ કંઈક પામવા માટે સંશોધન હાથ ધર્યું હતું. સારા કામમાં સો વિઘ્નો આવે અને સૌ વિઘ્નો લાવે એ નાતે પણ વખતને વિલંબવું પડ્યું. જયારે મહા મહેનતે મહા નિબંધ તૈયાર થયો ત્યારે પ્રગતિ-અહેવાલમાં હસ્તાક્ષર કરતી વખતે તેમણે એક જ વાક્ય લખ્યું : "વર્ષોની મહેનતનું પરિણામ". મારે સારુ વિદ્યાવાચસ્પતિની પદવીનું જાહેરનામું નોંધમાત્ર છે પણ આ પ્રમાણપત્ર નોંધપાત્ર છે.

રઘુવીર ચૌધરી છેલ્લે જે વિભાગમાં કાર્યરત હતા તેમાં એક અધ્યાપકે ત્યાંના દફતરી(પ્યુન)ને ટપાલમાં આવેલા પરબીડિયા ઉપરની એક રૂપિયાની કોરી રહી ગયેલી ટપાલટિકિટ કાળજીપૂર્વક કાઢી લેવા કહ્યું. આનું કારણ એ હતું કે, ક્યારેક વિભાગ દ્વારા કોઈ ટપાલ લખવાની થાય ત્યારે એક રૂપિયાની ટપાલટિકિટ તાત્કાલિક ક્યાંથી લાવવી? દર વખતે આવો સામાન્ય ખર્ચ મંજૂર કરાવવો કે મેળવવો સમય અને શક્તિના ખર્ચની દૃષ્ટિએ પણ કેટલો યોગ્ય ગણાય? આથી, આવી રીતે ક્યારેક ટપાલમાં આવેલા પરબીડિયા ઉપર કોઈ કારણસર મહોરમુક્ત રહી ગયેલી ટિકિટ કાઢી લઈએ તો આવી ટિકિટ બીજી વખત વપરાશમાં આણી શકાય. પરંતુ દફતરી ભાઈએ એ ટપાલટિકિટ ઉખાડવાની ના પાડી એટલું જ નહીં એનું કારણ આપતા એમ કહ્યું કે, "એક વખત મેં આવું કર્યું ત્યારે રઘુવીરસાહેબે મને ઠપકો આપ્યો હતો. સાહેબના કહેવાની મતલબ એમ હતી કે આ ટિકિટના પૈસાના બદલામાં આપણને સરકારની સેવા મળી ચૂકી છે. આ ટિકિટને ઉખાડીને ફરી કામમાં લેવી એ પણ એક પ્રકારની ચોરી જ કહી શકાય." આમ, રઘુવીર દ્વારા બીજી વખત વપરાશમાં ન આવ્યું તે ટિકિટનું મૂલ્ય પણ કાયમ માટે ચલણમાં આવી તે મૂલ્યની ટિકિટ!

-------------------------------------------------------------------------------------------------------
સૌજન્ય :

* 'સ્મરણ-વંદન વિશેષાંક'
'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 )
ફેબ્રુઆરી, ૨૦૧૨
પૃ.૪૨-૪૪

* પુનર્મુદ્રણ : 'અમૃતાથી ધરાધામ' (રઘુવીર ચૌધરી અધ્યયનગ્રંથ-૦૨) (ISBN 978-93-80125-58-9), સંપાદક : દૃષ્ટિ પટેલ, સુનીતા ચૌધરી, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૪; પૃષ્ઠ : ૪૨૦-૪૨૩ (પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯)

Sunday, January 6, 2013

ચંદ્રકાન્ત મહેતા : સ્વર્ગ કેવળ વસે છે વર્ગમાં

અશ્વિનકુમાર,
વ્યાખ્યાતા, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
-------------------------------------------------------------------------------------------------------

ડૉ. ચંદ્રકાન્ત મહેતા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

અમે  ઈ.સ. ૧૯૯૩-૧૯૯૪ અને ૧૯૯૪-૧૯૯૫ના વર્ષગાળામાં પત્રકારત્વનો સ્નાતક (બી.સી.જે.પી.) અને અનુસ્નાતક (એમ.જે.એસ.) અભ્યાસ કરતા હતા. એ વખતે ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનના ઉપલા માળે, સવારની પાળીમાં પત્રકારત્વના વર્ગો ચાલતા હતા. અમે સમાજ બદલી નાખવાની સમજથી પત્રકારત્વ ભણી રહ્યા હતા. ડૉ. ચંદ્રકાન્ત મહેતા પત્રકારત્વ વિભાગના પ્રાધ્યાપક અને વડા હતા. આથી, અમને મહેતાસાહેબના વિદ્યાર્થી બનવાનું સદ્દભાગ્ય મળ્યું હતું.

મહેતાસાહેબ એટલે પૂર્ણ સમયના સ્મિતસભર શિક્ષક. શિક્ષકો હોઠનો ઉપયોગ મુખ્યત્વે શબ્દો ફટકારવામાં કરે  છે, સ્મિત ફરકાવવામાં નહીં. ચંદ્રકાન્તભાઈનો કિસ્સો તો એટલો અજોડ કે એમના હોઠમાંથી પહેલાં સ્મિત અને પછી જ શબ્દો નીકળે. ગમે ત્યાં, ગમે ત્યારે મળે તેઓ સ્મિતભાષી જ હોય. તેઓ કેવળ-નિર્મળ સ્મિતથી વિદ્યાર્થી-અંતર ઘટાડી દે, વિદ્યારસ વધારી દે. તમે ગમે તેટલા કુશળ અને સજાગ છબીકાર હોવ તોપણ મહેતાસાહેબના ગુસ્સાભર્યા ચહેરાની તસવીર ઝડપવામાં તમે રોજેરોજ નિષ્ફળ જવાના!  

ચંદ્રકાન્ત મહેતા પૂર્વ-તૈયારી અને પૂર્ણ-તૈયારી કરીને જ વર્ગમાં આવે. તેમનું વ્યાખ્યાન નબળું ન હોય અને તેઓ કોઈના વિશે નબળું બોલે નહીં. તેમની પાસે અસ્ખલિત વાક્ધારા અને અદ્દભુત ભાષાપ્રવાહ છે. તેઓ ગુજરાતી ભાષામાં માંડણી કરે અને હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષામાં છાંટણી પણ કરે. અવતરણો અને ઉદાહરણોનો છૂટથી ઉપયોગ કરે. ઉપમા-અલંકાર ઊભાં કરે અને શબ્દપ્રાસ બેસાડે. રમૂજ કરી જાણે અને ગાંભીર્ય જાળવી રાખે. તેઓ હળવું વાતાવરણ ચોક્કસ ઊભું કરે પણ તેમને કોઈ હળવાશથી લે એવું ન બને. તેમના વર્ગમાં ટાંકણીપાત-શ્રવણક્ષમ શાન્તિ (પિનડ્રોપ સાયલન્સ) છવાયેલી રહે! મહેતાસાહેબની ઉચ્ચારશુદ્ધિ ઊડીને કાનને વળગે અને આચારશુદ્ધિ ઊઠીને હૃદયને સ્પર્શે.

પત્રકારત્વનું શિક્ષણ એમને મન સવારના આઠથી બપોરના એકનો સમયાકાર નહોતો, પણ ચોવીસ અને સાતનો ગુણાકાર હતો. આમ, વિદ્યાર્થીઓ સતત શીખતાં  રહે એના માટે તેઓ પ્રયત્નશીલ રહેતા હતા. ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગને તેઓ નિતનવા કાર્યક્રમોથી ભર્યોભર્યો રાખે. મોટા ભાગે પ્રાંગણ-પ્રદેશના અને ક્યારેક દેશ-વિદેશના વિદ્વાનોને વિભાગ અને વિદ્યાર્થીઓ સુધી લઈ આવે. તેમનો પરિચય કરાવે. સામાન્ય વાતચીતથી માંડીને સઘન ચર્ચાસભા પણ ગોઠવે.

ડૉ. ચંદ્રકાન્ત મહેતા પત્રકારત્વનો ઇતિહાસ, પત્રકારત્વના સિદ્ધાંતો, સંશોધન-પદ્ધતિ, માધ્યમો સંબંધી કાયદા અને આચારસંહિતા ... ભણાવે. તેઓ ક્યારેક વિષયાંતર કરે પણ પત્રકારત્વના ક્ષેત્રની બહાર ન જાય. તેઓ અભ્યાસક્રમ પૂરો કરે પણ પતાવે નહીં! શ્વેતકણ-દંડિકા(ચોક) અને ભૂંસણિયું(ડસ્તર) ખપ-પૂરતાં જ વાપરે. પણ તેમના સ્પષ્ટ અને સુરેખ અક્ષરો અમારા માનસપટ ઉપર બરાબર અંકાઈ ગયા છે. તેઓ વિષયચર્ચા કરે, સાથેસાથે નોંધલેખન કરાવે. વિદ્યાર્થીઓ આગળ માહિતી અને જ્ઞાન, સમજણ અને શિક્ષણ ઠાલવી દે. વર્ગમાં વાચનની વિશેષ વાત કરે, વિશેષ વાચનની વાત કરે.

અમને મહેતાસાહેબના સંવેદનપૂર્ણ વ્યક્તિત્વનો પણ અનુભવ થયો છે. એક સવારે તેઓ વર્ગમાં પત્રકારની ફરજ-નિષ્ઠા વિશે ભણાવી રહ્યા હતા. તેમણે  ફ્રાંસમાં સલામતી-રક્ષકો અને બળવાખોરો વચ્ચે ચાલતી અથડામણોનો આંખે દેખ્યો હેવાલ લેવા ગયેલા મેથ્યુ ડેન્જલર નામના પત્રકારનો કિસ્સો કહ્યો હતો. ત્યાં સામસામા ગોળીબારનું જીવંત વૃત્તાંત લેતી વેળાએ એક ગોળી મેથ્યુ ડેન્જલરની છાતીને વીંધી નાખે છે. એટલામાં લશ્કરી દાક્તર આવી પહોંચે છે. તેઓ જમીન ઉપર ઢળી પડેલા મેથ્યુને ઇસ્પિતાલમાં પહોંચાડવાનું સૂચન કરે છે. મેથ્યુ કહે છે કે મારાથી હમણાં ત્યાં નહીં જવાય, કારણ કે મેં મારો હેવાલ હજી પૂરો કર્યો નથી. મેથ્યુ અધૂરા હેવાલવાળો કાગળ દાક્તરના હાથમાં મૂકીને આગળ લખાવવાનું શરૂ કરે છે : "ગોળીબારથી ચાર માણસોને ઈજા થઈ છે અને એક માણસનું મૃત્યુ થયું છે!" દાક્તરને એ તો ખબર હતી કે ચાર માણસો ઘવાયા છે પણ હજી સુધી મૃત્યુ તો કોઈનુંય નથી થયું. તેઓ મેથ્યુને પૂછે છે : મૃત્યુ? કોનું મૃત્યુ થયું?" મેથ્યુ દાક્તરને જવાબ આપે છે : "પત્રકાર મેથ્યુ ડેન્જલરનું!" અને બીજી જ ક્ષણે મેથ્યુ મોતને ભેટે છે! આ રીતે જોખમથી ભરેલા પત્રકારત્વને ખેડનાર મેથ્યુ ડેન્જલરની ફરજ-નિષ્ઠાનું આબેહૂબ વર્ણન કરતાં, મહેતાસાહેબની આંખોના ભીના થયેલા ખૂણા, વર્ગના ખૂણે બેઠેલા વિદ્યાર્થીઓથી પણ છાના નહોતા રહ્યા!

હું ચંદ્રકાન્તભાઈ મહેતાની નિખાલસતાનો પણ સાક્ષી બન્યો છું. એમણે લખેલા પુસ્તક 'પત્રકારત્વ : સિદ્ધાંત અને અધ્યયન'માં એવો ઉલ્લેખ છે કે, ૨૬-૦૧-૧૭૮૦ના યાદગાર દિવસે  જેમ્સ ઓગસ્ટસ હિકીએ 'બેંગોલ ગેઝેટ'નો આરંભ કર્યો હતો. મેં મહેતાસાહેબનું ધ્યાન દોર્યું કે 'બેંગોલ ગેઝેટ'ની પ્રારંભ-તારીખ ૨૬-૦૧-૧૭૮૦ નહીં, પણ ૨૯-૦૧-૧૭૮૦ છે. એમણે પુસ્તકની આ છાપભૂલનો સહજભાવે સ્વીકાર કર્યો, એટલું જ નહીં એક વિદ્યાર્થી તરીકે મેં દાખવેલી ચીવટ-ચોકસાઈ અંગે શાબાશી પણ આપી.

મહેતાસાહેબ અમારા શિક્ષક હોવાનો ભાર અમને નથી લાગ્યો. અમારો ભાર પણ એમને નહીં જ લાગ્યો હોય! તેમના વર્ગખંડમાં વિદ્યાર્થી સમયસર પહોંચી જાય પણ તેમના કાર્યાલયમાં વિદ્યાર્થી ગમે ત્યારે જઈ શકે. વિદ્યાર્થીઓ એમને આજે પણ એટલા માટે સંભારે છે કે તેઓ વિદ્યાર્થીઓને સાંભળતા અને સંભાળતા રહ્યા છે. ચંદ્રકાન્તભાઈ એટલે મધ્ય રાત્રિના ચંદ્ર જેવા શીતળ; ભર બપોરના સૂર્ય જેવા આકરા નહીં! તેઓ વિદ્યાર્થીઓને આજીવન ઉત્સાહ વહેંચતા રહ્યા છે અને નિરંતર પ્રોત્સાહન આપતા રહ્યા છે. વિદ્યાર્થીઓને નિસ્વાર્થભાવે કેમ ચાહવા એ મહેતાસાહેબ પાસેથી શીખવા જેવું છે.

-------------------------------------------------------------------------------------------------------
સૌજન્ય :

લેખ-શીર્ષક : સ્વર્ગ કેવળ વસે છે વર્ગમાં
પુસ્તક : 'ડૉ. ચંદ્રકાંત મહેતા : એક પ્રગટ સારસ્વત' અભિનંદન-ગ્રંથ
સંપાદક : પ્રવીણ લહેરી, રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ
પ્રકાશક : ડૉ. ચંદ્રકાંત મહેતા સન્માન સમિતિ, અમદાવાદ 
પ્રથમ આવૃત્તિ, એપ્રિલ, ૨૦૧૧
પૃષ્ઠ : ૧૧૮-૧૧૯