Showing posts with label Kakasaheb Kalelkar. Show all posts
Showing posts with label Kakasaheb Kalelkar. Show all posts

Friday, June 19, 2026

કાશ્યપી મહાને અનુવાદ અને પત્રકારત્વ ક્ષેત્રે વિશેષ પ્રદાન માટે વિષ્ણુ પ્રભાકર પ્રોત્સાહન સન્માન






અનુવાદ અને પત્રકારત્વ ક્ષેત્રે વિશેષ પ્રદાન માટે, વિષ્ણુ પ્રભાકર પ્રોત્સાહન સન્માન મેળવનાર, કાશ્યપી મહા (પત્રકારત્વ પારંગત વર્ષ : ૧૯૯૭-૧૯૯૯)ને પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ તરફથી અભિનંદન. 

સૌજન્ય:
વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન (નોઇડા) અને ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા (દિલ્હી)

Wednesday, October 1, 2025

વાસરી વિશે કાકાસાહેબ કાલેલકર


રોજની નોંધ રાત્રે જ લખવી જોઈએ. જેમ આત્મકથા ઉત્તરવયમાં લખાય તેમ દિવસ ઘરડો થયો હોય, અને દિવસનું કામ પૂરું થયું હોય, ત્યારે જ વૃત્તિ અંતર્મુખ થાય છે, અને અનુભવ લિપિબદ્ધ કરવાનું મન થાય છે. પ્રભાત શોધક હોય છે, બપોર પુરુષાર્થી હોય છે, સંધ્યાકાળ આનંદમય હોય છે અને સૂવાનો વખત સંસ્મરણપ્રધાન હોય છે. એ જ વખત રોજનીશી લખવાને લાયક છે. ઊંઘ, વિસ્મૃતિની સાવરણી લઈને મનોભૂમિને સાફ કરે છે, અને નવા દિવસ માટે નવી તાજગી અર્પે છે. પછી ઘરડા થઈને પૂર્વદિવસનું લખવા બેસવું એ શક્ય હોય તોય અનુચિત છે.

કાલેલકર ગ્રંથાવલિ : તેરમો ભાગ વાસરી-૧, પૃષ્ઠ : ૧૯

Thursday, March 13, 2025

અભિનંદન : પત્રકાર નિકુલ વાઘેલાને કાકાસાહેબ રાષ્ટ્રીય પુરસ્કાર

 





પત્રકાર નિકુલ વાઘેલાને અભિનંદન.

નિકુલ વાઘેલા ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના પૂર્વ વિદ્યાર્થી (એમ.એ. - પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન, વર્ષ : ૨૦૧૩-૨૦૧૫) છે.


Wednesday, August 21, 2024

'કાકાસાહેબ કાલેલકર : જીવન અને કાર્ય' વિશે વ્યાખ્યાન


ડૉ. અશ્વિનકુમાર
વિષય : 'કાકાસાહેબ કાલેલકર : જીવન અને કાર્ય'
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૨૧-૦૮-૨૦૨૪, બુધવાર
(કાકાસાહેબની પુણ્યતિથિ)

Monday, August 19, 2024

કાકાસાહેબની 'સ્મરણયાત્રા'માં ભાઈ-બહેન સંબંધ' વિશે વ્યાખ્યાન


ડૉ. અશ્વિનકુમાર
વિષય : કાકાસાહેબની 'સ્મરણયાત્રા'માં ભાઈ-બહેન સંબંધ
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૯-૦૮-૨૦૨૪, સોમવાર
(રક્ષાબંધન પ્રસંગે વિશેષ વ્યાખ્યાન)


Saturday, December 9, 2023

ડૉ. ખ્યાતિ પુરોહિતને કાકાસાહેબ કાલેલકર રાષ્ટ્રીય પારિતોષિક | Dr. Khyati Purohit

 




ખ્યાતિ પુરોહિત પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠનાં પારંગત વિદ્યાર્થિની (વર્ષ : ૨૦૦૩-૨૦૦૫) છે.

પત્રકારત્વમાં રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવવા બદલ ખ્યાતિને અભિનંદન.


Friday, December 1, 2023

काकासाहेब की शिष्य-सम्पदा का गांधीविचार के संवर्धन में योगदान




काकासाहेब की शिष्य-सम्पदा का गांधीविचार के संवर्धन में योगदान

Saturday, December 2 · 10:00 – 17:00

Time zone: Asia/Kolkata

Google Meet joining info

Video call link: https://meet.google.com/jtk-ucke-cny

Thursday, December 31, 2020

આચાર્ય, ગ્રંથપાલ, અને પટાવાળાનો પગાર


તે વખતે વિદ્યાપીઠમાં આચાર્ય કાકાસાહેબનો પગાર મહાવિદ્યાલયના ગ્રંથપાલ કરતાં ઓછો હતો. આચાર્ય એકલા હતા એટલે ૫૦ રૂ. પગાર લે. અને ગ્રંથપાલ કુટુંબવાળા હતા તેથી તેમને ૧૦૦ રૂપિયા મળે તથા પટાવાળાને પણ ૫૦ રૂપિયા મળે તેમાં કોઈને અજુગતું લાગતું નહિ.

ગાંધીજીની ભણાવવાની રીત
છગનલાલ નટુભાઈ જોષી
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ (૧૯૭૯)
પૃ. ૧૧

Thursday, July 16, 2020

કુસુમબહેન શાહ : કાકાસાહેબ કાલેલકરનાં જીવન-કવનનાં આજીવન અભ્યાસી


કુસુમબહેન શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

કુસુમબહેન શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Wednesday, December 11, 2019

વાસરી // કાકાસાહેબ કાલેલકર


સૂર્યોદય જોવા મેં બાપુજીને પથારીમાંથી ઉઠાડ્યા અને પછી અમે જે આનંદ લૂંટ્યો તે અવર્ણનીય છે. આશ્રમ અને વિદ્યાપીઠ વિશે બાપુજીએ તે દિવસે મારી આગળ દિલ ખોલીને વાતો કરી. ...