Showing posts with label Dalit. Show all posts
Showing posts with label Dalit. Show all posts

Sunday, July 31, 2016

દલિત મહાસંમેલન : જ્યારે 'ટેકરો' રસ્તા ઉપર આવ્યો!


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

રામદેવપીર ટેકરા(જૂના વાડજ, અમદાવાદ)ના દલિત યુવકોએ પાણીનાં વીસેક હજાર પાઉચનું વિતરણ કરીને સંગઠનશક્તિ અને સામાજિક જવાબદારીનો પરિચય કરાવ્યો.      

દલિત મહાસંમેલન, અમદાવાદ
૩૧-૦૭-૨૦૧૬, રવિવાર

દલિત મહાસંમેલન : અત્યાચાર સામે એકતા


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


દલિત મહાસંમેલન, અમદાવાદ
૩૧-૦૭-૨૦૧૬, રવિવાર

Sunday, August 17, 2014

સોરઠી સંતવાણી, નાનક મેઘાણી, અને વાલ્મીકિ સમાજ

ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

નાનક ઝવેરચંદ મેઘાણી (૧૯૩૧-૨૦૧૪)
P
hotograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

સંનિષ્ઠ ગ્રંથવિક્રેતા અને સેવાભાવી પુસ્તકપ્રસારક નાનક ઝવેરચંદ મેઘાણી(૧૯૩૧-૨૦૧૪)ને વાલ્મીકિ સમાજ દ્વારા સ્વરાંજલિ આપવાનો કાર્યક્રમ અમદાવાદમાં યોજાઈ ગયો. શ્યામલ ચાર રસ્તા પાસે, બિલેશ્વર મહાદેવના મંદિરની સામે, પાર્થસારથિ એવેન્યૂના કાન્હા ટાવરમાં, વાલ્મીકિ કલાકારોએ ‘સોરઠી સંતવાણી’માંથી પસંદ કરેલાં પંદરેક ભજનોની શબ્દ-સૂર-લય-તાલથી રમઝટ બોલાવી હતી. ત્રીજી ઓગસ્ટ, ૨૦૧૪ ને રવિવારની સાંજે સાડા પાંચથી સાડા સાત દરમ્યાન ગીત-સંગીત-ધ્વનિપ્રસારની બુલંદીથી ઇમારતના નવમા માળે આવેલો નાનક-નિવાસ ગાજી ઊઠ્યો હતો. નાનકભાઈનાં પત્ની કુસુમ મેઘાણી અને પુત્ર પિનાકી મેઘાણીએ આ અનોખી ભજન-વંદનાનું આયોજન કર્યું હતું. અહીં, ગાયક કલાકારો તરીકે ગંગારામ વાઘેલા અને પાયલ ગોરિયા હતાં. વાદ્યવૃંદમાં ચંદ્રકાંત સોલંકી, સચિન ગોરિયા, સુરજિત વાઘેલા તબલાના સંગે હતા. અશોક બારૈયાએ ઢોલક, ધનજીભાઈ ભૂતડીયાએ બેન્જો, અને મોહિત વાઘેલાએ મંજીરાની સંગતને જીવંત બનાવી હતી.

પાર્થસારથિ પરિસરના દરવાનને એ ખબર હતી કે, ‘નવસો ત્રણ’માં ભજનનો કાર્યક્રમ છે. ઇમારતના ભોંયતળિયે લિફ્ટના દરવાજા પાસે ‘નાનક મેઘાણીને વાલ્મીકિ સમાજ દ્વારા સ્વરાંજલિ’ની જાહેરાતનો કાગળ ચોંટાડેલો હતો. નિવાસસ્થાનના બેઠકખંડમાં કલાકારો, ભજનિકો, કુટુંબીજનો, મિત્રો, આમંત્રિતો સહિત પચાસેક ભાઈઓ-બહેનો ભાવાંજલિનાં સાક્ષી બન્યાં હતાં. જેમાં, ગુજરાત રાજ્ય સફાઈ કામદાર વિકાસ નિગમનાં અધ્યક્ષા અને અમદાવાદનાં પૂર્વ મેયર દર્શના વાઘેલાની વિશેષ ઉપસ્થિતિ હતી. પિનાકીભાઈએ કરાચી, પાકિસ્તાનના વાલ્મીકિ સમાજના અગ્રણી અને મૂળ ગુજરાતી ચમનલાલ બારૈયાએ પાઠવેલા શોકસંદેશાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી સ્વરાંજલિનું સેટેલાઈટ વ્યવસ્થા (http://eevents.tv/meghani) થકી જીવંત પ્રસારણ થયું, જે ઇન્ટરનેટ ઉપર આશરે ૭૨૦૦ દર્શકોએ નિહાળ્યું!

‘સોરઠી સંતવાણી’ (સંપાદક : ઝવેરચંદ મેઘાણી, ‘પ્રસાર’) પુસ્તકના નિવેદન(૦૯-૦૪-૧૯૪૭)માં મહેન્દ્ર મેઘાણીએ ઝવેરચંદ મેઘાણી વિશે નોંધ્યું છે તેમ, “છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન એમનું ચિત્ત સંતોની ભજનવાણી ભણી વધુ ને વધુ ઢળતું ગયેલું અને, એક સ્નેહીજને હવે એમનાં સંસ્મરણોમાં લખ્યું છે તેમ, પોતે નવાં કાવ્યો લખતા નહોતા કારણ કે આ ભજનવાણીમાં જ એમની લાગણીઓના પડઘા એ સાંભળતા હતા.” આ સ્વરાંજલિ કાર્યક્રમમાં ભાવકોને જાણે ઝવેરચંદ મેઘાણીની લાગણીના પડઘા સંભળાતા હતા! કારણ કે, ભજનવાણી થકી ગંગા સતીનાં ‘વીજળીને ચમકારે’, ‘મેરુ રે ડગે’, ‘શીલવંત સાધુને’; જેસલ-તોરલનાં ‘પાપ તારું પરકાશ જાડેજા’, ‘રોઈ રોઈ કોને સંભળાવું’; કાજી મહમદ શાહનું ‘જીયો વણઝારા’; ત્રિકમ સાહેબનું ‘સાધુ તેરો સંગડો’; દેવાયત પંડિતનું ‘ગુરુ ! તારો પાર ન પાયો’; અમર માનું ‘મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા’; હરજી ભાટીનું ‘વાગે ભડાકા ભારી, ભજનના’ અને અંતે ઝવેરચંદ મેઘાણી ખ્યાત ‘કસુંબીનો રંગ’ ઘૂંટાયો હતો.

‘સોરઠી સંતવાણી’ના પ્રવેશકમાં ઝવેરચંદ મેઘાણી લખે છે : “મહિના મહિનાની અજવાળી બીજની રાત્રિએ, કાઠિયાવાડના કોઈ પણ ગામમાં સૂતા હો, ગહરી નીંદરમાંથી જાગી જાઓ, તો સાંભળી શકશો – વાગે ભડાકા ભારી, ભજનના વાગે ભડાકા ભારી રે હોજી.” આજના અમદાવાદમાં, પશ્ચિમે ઊગેલા સેટેલાઈટ વિસ્તારમાં, એક રવિવારે ગોરંભાયેલી ભર સાંજે, સદ્દગત ઝવેરચંદ મેઘાણીના સદ્દગત પુત્ર નાનકભાઈને, ‘સોરઠી સંતવાણી’ વાટે, વાલ્મીકિ કલાકારો ભજનના ભારે ભડાકા વગાડી સ્વરાંજલિ આપે એ સામાન્ય ઘટના નહીં, ભડાકાભેર સમાચાર છે!

.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
.................................................................................................................................

સૌજન્ય :
'નિરીક્ષક', 16-08-2014, પૃષ્ઠ : 13

Tuesday, December 3, 2013

જાતને પૂછવા જેવો પ્રશ્ન


સમય હોય તો,
યાદદાસ્તને ઢંઢોળીને, 
જાતને પ્રશ્ન પૂછી જુઓ કે,
કચરો વીણનારાં
શ્રમજીવી બહેનને, 
તમે છેલ્લે ક્યારે 
માનથી અને મનથી 
બોલાવ્યાં હતાં ?

                                      - અશ્વિનકુમાર

સૌજન્ય :
'નિરીક્ષક', ૦૧-૧૨-૨૦૧૩, પૃષ્ઠ : ૨૨
પુનર્મુદ્રણ : 'દલિત અધિકાર', ૧૬-૦૨-૨૦૧૫, પૃષ્ઠ : ૦૫

Monday, August 12, 2013

આનંદ મળ્યા, આંસુ મળ્યાં


ઉપક્રમ : 'જય ભીમ કોમરેડ'ની રજૂઆત અને ચર્ચા
ઉપસ્થિતિ : દસ્તાવેજી ચલચિત્રકાર અને દિગ્દર્શક આનંદ પટવર્ધન 
આયોજક : નાગરિક નિસબત 
તારીખ : અગિયારમી ઓગસ્ટ, બે હજાર તેર 
વાર : રવિ 
સમય : સાંજે 4:૦૦થી  
સ્થળ : નાટ્યગૃહ, રંગમંડળ, પ્રીતમનગર, પાલડી, અમદાવાદ


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


તા.ક. : જય ભીમ કોમરેડ, કબીર કલામંચ, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, વંચિતોની વાચા, નાગરિક નિસબત, દસ્તાવેજી ચલચિત્રનાં નિર્માણ-દિગ્દર્શન, આનંદ પટવર્ધન ... વિષયક લખાણો વાંચવાં છે?

આ માટે મળો નિસ્બતમિત્ર સંજય શ્રીપાદ ભાવેને, 'નિરીક્ષક' વિચારપત્રના જૂન, જુલાઈ, ઓગસ્ટ, 2013ના અંકો વાટે. આ રહી એ સુલભ, સજ્જ અને સજ્જડ વીજાણુ કડી : http://nirikshakgujaratipakshik.wordpress.com/