Showing posts with label Students - Instructions - PhD. Show all posts
Showing posts with label Students - Instructions - PhD. Show all posts

Saturday, March 1, 2025

પીએચ.ડી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંશોધન-પ્રગતિની રજૂઆત


વિદ્યાર્થીએ માર્ગદર્શક અને અધ્યક્ષને આગોતરી જાણ કરવી.

તારીખ અને સમય નિર્ધારિત કરવાં.

માન્ય ખાદી-ગણવેશ પહેરીને જ આવવું.

સંશોધન-પ્રગતિની રજૂઆત માટે, પોતાની પેનડ્રાઇવમાં પીપીટી તૈયાર કરીને જ આવવું.

રજૂઆત નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવી.

પ્રશ્નોત્તરી માટે સમય રાખવો.

સૂચવવામાં આવેલાં સુધારા-વધારા નોંધી લેવાં.

નિબંધ સુપરત કરતાં પહેલાં આ પ્રકારની બે રજૂઆત કરવી.

બે રજૂઆત વચ્ચે ઓછામાં ઓછો એક મહિનાનો સમય રાખવો. જેથી સુધારા-વધારા સમયસર આમેજ થઈ શકે.


આપની સાથે,
શુભેચ્છા સાથે.
   

Sunday, February 2, 2025

અરજીનો નમૂનો

તારીખ : ૦૦-૦૦-૦૦૦૦


પ્રતિ

અધ્યક્ષ,

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,

ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, 

અમદાવાદ : 380 009

વિષય :  ................................................. બાબત  

માનનીય મહોદયશ્રી,

નમસ્કાર. 

હું.................................................................. પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠના વર્ષ ......., સત્ર ....... માં અભ્યાસ કરું છું. 

મારે ............................. વિષયક કામગીરી માટે તારીખ ૦૦-૦૦-૦૦૦૦, ............. વારના રોજ, સવારે/બપોરે/સાંજે ૦૦:૦૦ કલાકે, ........................... મુકામે જવાનું હોવાથી મને પરવાનગી આપવા વિનંતી. 

આ અરજી સાથે ..............................................નો આધારભૂત પત્ર જોડ્યો છે.

વર્ગ-શિક્ષણ/ઉપાસના/છાત્રાલયની હાજરી બાબતે, મારી આ અરજીની નોંધ લેવા વિનંતી.

આભારપૂર્વક,


આપનો / આપની 

વિશ્વાસુ


............................

સહી ( ગુજરાતીમાં)


............................

(નામ) ( ગુજરાતીમાં)

વર્ષ ........, સત્ર ..........

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : 380 009


Tuesday, June 20, 2023

વિદ્યાર્થી મિત્રો : વેબસાઇટ તેમજ સૂચનાફલક નિયમિતપણે જોતાં રહો


વિદ્યાર્થી મિત્રો,

સમય-પત્રક, કાર્યક્રમો, પરીક્ષા વિષયક વિગતો, અને અન્ય ઉપયોગી જાણકારી માટે ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટ તેમજ પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગનું સૂચનાફલક નિયમિતપણે જોતાં રહો.



Saturday, May 13, 2023

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયનમાં કારકિર્દી જોગ ...


વ્યાવસાયિક શિક્ષણ-કૌશલ્ય-સજ્જતા દર્શાવતો, ધોરણસરનો, છેલ્લામાં છેલ્લી વિગતો સાથેનો, પરિચય- આલેખ (સી.વી. / બાયોડેટા) તૈયાર રાખવો.

પરિચય-આલેખ ગુજરાતી, હિંદી, અંગ્રેજી ભાષામાં તૈયાર રાખવા હિતાવહ છે. આ ત્રણેય પરિચય-આલેખને ભાષાશુદ્ધિનો પૂરતો લાભ આપવો!

પ્રત્યાયન-જગતમાં સમજણ સાથેની સક્રિયતા આવકાર્ય છે. અહીં એ પણ યાદ રાખીએ કે, નૂતન માધ્યમોમાં રજૂ થતી સામગ્રીની આપ-લે (કન્ટેન્ટ શેરિંગ) અને સામાજિક માધ્યમોમાં તરતું રહેતું ચરિત્ર-ચિત્ર (પ્રોફાઈલ પિક્ચર) પણ ઘણું બધું કહી જાય છે!

સહાધ્યાયીઓ અને વ્યાવસાયિકો સાથે જીવંત સંપર્કો રાખવા. જેથી કરીને કારકિર્દી અને રોજગાર વિષયક જાહેરાતની જાણકારી સમયસર થતી રહે.

રોજગાર વિષયક જાહેરખબર ધ્યાનથી વાંચવી. અરજી કરતી વખતે છેલ્લી તારીખની રાહ ન જોવી.

કોઈ ખાસ વિષય-ક્ષેત્રમાં કે કોઈ ચોક્કસ સમૂહ-માધ્યમમાં કામગીરી કરવાનો આગ્રહ આપણને જ સમજાય એવો હોય છે! જોકે, જ્યાં સુધી આ પ્રકારનો અવસર ન મળે ત્યાં સુધી જે અવસર ઉપલબ્ધ છે એને ન્યાય આપવો.

કારકિર્દીની શરૂઆતના તબક્કે, કોઈપણ માધ્યમગૃહ કે સંસ્થાનમાં લેખિત પરીક્ષા કે રૂબરૂ મુલાકાતનો મોકો ખોવા જેવો નથી. આના કારણે ઉમેદવારની સાથે-સાથે રોજગારદાતાને પણ નવો અનુભવ મળે છે. આ ઉપરાંત, નિર્ણય-પ્રક્રિયામાં બંને પક્ષે આત્મવિશ્વાસ પણ વધે છે!

પત્રકારત્વના વ્યવસાયમાં સક્રિય રહેવા માટે શારીરિક સજ્જતા અને માનસિક મજબૂતી કેળવી લેવી. 

સમૂહ-માધ્યમોની દુનિયામાં કામ કરવા માટે સમયપાલન અને શિસ્તપાલન અનિવાર્ય છે.

કોઈપણ નવી કામગીરી કે જવાબદારી લેતાં ડર કે સંકોચ ન રાખવો. 

અંગત જિંદગી હોય કે જાહેર કારકિર્દી, હકારાત્મક અભિગમ રાખવો.

રોજેરોજ, નવુંનવું શીખવાની વૃત્તિ રાખવી. નિત્યવિકસિત થવા માટે માંહ્યલો તૈયાર રાખવો.

માધ્યમગૃહોમાં કામ કરતી વખતે, વ્યાવસાયિક અભિગમ રાખવો. કાર્યસ્થળે લખતાં-વાંચતાં, બોલતાં-સાંભળતાં સાવધ રહેવું. નિંદા-ખુશામત અને ટીકા-ટાપશીથી સલામત અંતર રાખવું. એટલી બધી ફરિયાદ ન કરવી કે લોકો આપણને 'ફરિયાદના આધુનિક પર્યાય' તરીકે જ યાદ રાખે!

ઘર-પરિવાર, મિત્રો-સંબંધીઓ સાથેનો નાતો જાળવી રાખવો. સાથે-સાથે, વ્યાવસાયિક સંપર્કોનું વિશ્વ વિસ્તારતાં રહેવું. આપણને જે વ્યક્તિ મદદરૂપ થાય એનો આભાર માનવાની તક જતી ન કરવી.

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયનની દુનિયા આપણા થકી સાર્થક થાય એવી આશા, અપેક્ષા, અભ્યર્થના.

વિદ્યાર્થીમિત્રોને ઊજળી કારકિર્દીની શુભેચ્છાઓ.

Monday, May 1, 2023

પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ જોગ


પરીક્ષાનું સમયપત્રક બરાબર વાંચી લેવું.

પરીક્ષાવિષયક સૂચનાઓનો અમલ કરવો.

પેન-પેન્સિલ, ઈરેઝર-સ્કેલ જેવી વસ્તુઓ સાથે લઈને આવવું.

અધિકૃત ઓળખપત્ર સાથે રાખવું.

મોબાઈલ ફોન સહિતનાં કોઈપણ વીજાણુ ઉપકરણો સાથે રાખવાની મનાઈ છે.

ચિઠ્ઠી-ચબરખી ભૂલથી પણ સાથે ન લઈ જવી.

પરીક્ષાના સ્થળે અડધો કલાક પહેલાં પહોંચી જવું.

પ્રાર્થનાનો ઘંટ વાગે એટલે સમયસર સમૂહ-પ્રાર્થના કરવી.

પરીક્ષાના સમય દરમિયાન શિસ્તપાલન અનિવાર્ય છે.

વર્ગ નિરીક્ષક સાથે વિવેકપૂર્ણ વર્તન અપેક્ષિત છે.

પરીક્ષા શરૂ થયા પહેલાં અને પરીક્ષા પૂર્ણ થયા પછી, બિનજરૂરી ચર્ચાઓ ટાળવી.

તન અને મન સ્વસ્થ રાખવાં.

વિદ્યાર્થીમિત્રોને પરીક્ષાની શુભેચ્છાઓ.


Saturday, March 18, 2023

પીએચ.ડી.-આર.એ.સી.માં રજૂઆતના મુદ્દા


પીએચ.ડી.ની આર.એ.સી.માં તજ્જ્ઞ સમિતિ સમક્ષ, સંશોધકે આ મુજબની જ રજૂઆત કરવી :

નમસ્કાર.

મારું નામ :

સંશોધન-નિબંધનું શીર્ષક :

માર્ગદર્શકનું નામ :

ગત સત્રની કામગીરી :

આગામી સત્રનું આયોજન :

આભાર.

Thursday, March 16, 2023

પીએચ.ડી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોગ



પીએચ.ડી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એમના પ્રવેશ આદેશપત્રના આધારે જ, એમના પ્રગતિ અહેવાલમાં જે તે સત્રનો સમયગાળો લખવો.

દા. ત.

પ્રથમ સત્ર : ૦૫-૧૦-૨૦૧૭થી ૦૪-૦૪-૨૦૧૮

બીજું સત્ર : ૦૫-૦૪-૨૦૧૮થી ૦૪-૧૦-૨૦૧૮

ત્રીજું સત્ર : ૦૫-૧૦-૨૦૧૮થી ૦૪-૦૪-૨૦૧૯

ચોથું સત્ર : ૦૫-૦૪-૨૦૧૯થી ૦૪-૧૦-૨૦૧૯

...

...


આ રીતે જે સત્રનો પ્રગતિ અહેવાલ હોય એ પ્રમાણે સત્રનો સમયગાળો આવશે.

Saturday, March 11, 2023

સમૂહજીવનની પરીક્ષા

વિદ્યાર્થીઓએ સમૂહજીવનની પરીક્ષા આપતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા :

* કાંતણની કસોટી :
ત્રાક ખાલી કરીને લાવવી. 
ફાળકો સાથે રાખવો.

* ઝાડુ-નિર્માણ કૌશલ્ય :
ઝાડુ-નિર્માણ વિશેનું સાહિત્ય વાંચીને આવવું.
ઝાડુ-નિર્માણની માપ સાથેની આકૃતિ દોરવી.

* પ્રાર્થના અને ભજન :
મુખ્ય પ્રાર્થના અને એનું ભાષાંતર કરવું.
પરીક્ષક કહે તે કોઈ એક ભજન રજૂ કરવું.

* પુસ્તક પરિચય
માન્ય પુસ્તકો વાંચવાં.
પરીક્ષક પૂછે તે વિગતો અને સાર રજૂ કરવાં.

* સફાઈ
પરીક્ષકો જે સ્થળ સોંપે એની સઘન સફાઈ કરવી.
કચરાનો નિકાલ કરીને સાધનો જમા કરાવવાં.

આટલી સૂચનાઓ ખાસ ધ્યાનમાં લો :

પરીક્ષામાં સમયસર આવી જવું.
ગણવેશમાં જ આવવું.
આકૃતિ દોરવા માટેની સાધન-સામગ્રી લઈને આવવું.


પરીક્ષા માટે શુભેચ્છાઓ.

Wednesday, March 1, 2023

વિદ્યાર્થીઓના કાને નાખવા જેવી વાત

વિભાગમાં વર્ગખંડો અભ્યાસ કરવા માટે છે. ગ્રંથાલય વાચન માટે છે. આ સ્થળોએ નાસ્તા-પાણી કે ભોજનની મનાઈ છે.

વર્ષ એક અને વર્ષ બેના વિદ્યાર્થીઓએ વારો હોય ત્યારે, પોતાનો વર્ગખંડ નિયમિતપણે સાફ રાખવો. 

બંને વર્ષના વિદ્યાર્થીઓએ રોજેરોજ છાપાં બાંધવાં. 

વર્ગ-પ્રતિનિધિમિત્રો આ અંગે વિશેષ ધ્યાન આપે.


છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જોગ

છાત્રાલયમાં રહેતાં વિદ્યાર્થી બહેનો અને ભાઈઓ,

છાત્રાલયનું નિવાસ-ભોજન શુલ્ક, શ્રમકાર્ય, સફાઈકાર્ય, ખૂટતી હાજરી અને અન્ય અનિવાર્ય કામગીરી સત્વરે પૂર્ણ કરીને ગૃહમાતા / ગૃહપિતાને જાણ કરવી. જેથી કરીને તેઓ સમૂહજીવનની પરીક્ષા અંતર્ગત છાત્રાલય-જીવનના ગુણ મૂકી શકે.
 
છાત્રાલય-જીવન વિના વિદ્યાર્થી-જીવન અધૂરું છે. છાત્રાલય-જીવનના ગુણ વિના પારંગત કક્ષાના અભ્યાસનું ગુણપત્રક અધૂરું છે!

Monday, August 1, 2022

વિદ્યાર્થીમિત્રો : જાહેર કાર્યક્રમ અંગે સૂચનાઓ


* સલામતી સાથે જોડાયેલા વિશેષ કાર્યક્રમમાં અધિકૃત ઓળખપત્ર સાથે રાખવું.

* મોબાઇલ ફોન થકી નિમંત્રણપત્ર બતાવવું.

* કોવિડ મહામારીના શિષ્ટાચાર (પ્રોટોકોલ)ને ધ્યાનમાં રાખીને મુખપટલ(માસ્ક) સાથે પ્રવેશ કરવો.

Sunday, July 31, 2022

ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ કેવા વિશેષ હોય છે?


* વિદ્યાર્થીઓ સમૂહ માધ્યમોના શિક્ષણ અને વ્યવસાય સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમમાં ઉત્સાહભેર અને શિસ્તપૂર્વક ભાગ લેતાં હોય છે.

* વિદ્યાર્થીઓ ખાદીના ગણવેશ / પોશાકમાં શોભી ઊઠતાં હોય છે.

* વિદ્યાર્થીઓ કાર્યક્રમ-સ્થળે સમયસર આવે છે, કાર્યક્રમમાં પૂરો વખત હાજર રહે છે, અને નિવાસ-સ્થળે સમયસર જાય છે.

* વિદ્યાર્થીઓ કાર્યક્રમના શિષ્ટાચારથી સંપૂર્ણપણે વાકેફ હોય છે.

* વિદ્યાર્થીઓ કાગળ અને કલમ સાથે સજ્જ હોય છે. તેઓ કાર્યક્રમની 'જીવંત' નોંધ લેતાં હોય છે. વિદ્યાર્થીઓ કાર્યક્રમનું યોગ્ય દસ્તાવેજીકરણ કરે છે.

* વિદ્યાર્થીઓ મોબાઇલ ફોનના વિવેકપૂર્ણ ઉપયોગ વિશે સભાન હોય છે.

* વિદ્યાર્થીઓ પોતાના જોખમે અને પોતાના ખર્ચે વ્યક્તિત્વ-વિકાસ અને કારકિર્દી-કૌશલ્ય માટેના વિશેષ કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી નોંધાવે છે.

* વિદ્યાર્થીઓ નીત-નવા સંપર્કો બનાવે છે. અંતે, તેઓ કાર્યક્રમના આયોજકોનો હૃદયપૂર્વક આભાર માને છે!

😊

Saturday, April 2, 2022

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ જોગ


વિવિધ શૈક્ષણિક માહિતી, અભ્યાસ વિષયક જાણકારી, પરીક્ષાલક્ષી વિગતો, મહત્વનાં નીતિ-નિયમો માટે વિદ્યાર્થીઓએ ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહેવું.

આ ઉપરાંત વિદ્યાર્થીઓએ મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલનું સૂચનાફલક અને પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગનું સૂચનાફલક નિયમિતપણે જોવા ખાસ વિનંતી છે.

વિદ્યાર્થીઓ કામકાજના સમય દરમિયાન મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સંબંધિત સેવકો અને પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના અધ્યક્ષ અને પ્રાધ્યાપકોનો પણ સંપર્ક કરી શકે છે.