Showing posts with label Editing. Show all posts
Showing posts with label Editing. Show all posts

Thursday, August 24, 2017

ભાષાની મજા, મજાની ભાષા - 1032

'રસ્તે ચાલનાર' કે 'વાટે જનાર' વ્યક્તિ એટલે જ 'વટેમાર્ગુ'.
આથી, 'રસ્તે ચાલનાર વટેમાર્ગુ' જેવો શબ્દપ્રયોગ ટાળવો.
આ જ રીતે, 'રસ્તે ચાલનાર રાહદારી'થી પણ દૂર રહેવું!

ભાષાની મજા, મજાની ભાષા - 1030

'ખાડે જવું' એટલે 'પાયખાને જવું'!

Friday, August 11, 2017

ભાષાની મજા, મજાની ભાષા - 1029


'બારે મેઘ ખાંગા થવા' એટલે અતિશય વરસાદ થવો.
'ખાંગું' એટલે 'વાંકું' કે 'ત્રાંસી ધારે એક બાજુ નમતું.'

ગુજરાતી લોકસાહિત્યમાં બાર પ્રકારના મેઘ આ પ્રમાણે છે :

(૦૧) ફરફર : હાથપગનાં રૂંવાડાં જ ભીનાં થાય તેવો નજીવો વરસાદ

(૦૨) છાંટા : ફરફરથી વધુ વરસાદ

(૦૩) ફોરાં : છાંટાથી વધુ મોટાં ટીપાં સાથેનો વરસાદ

(૦૪) કરા : ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ

(૦૫) પછેડીવા : પછેડી પલળે તેટલો તેવો વરસાદ

(૦૬) નેવાધાર : છાપરાના છેડા ઉપરનાં નળિયાં(નેવાં) ઉપરથી ધાર પડે તેવો વરસાદ

(૦૭) મોલમેહ : મોલ(પાક)ને જરૂરી હોય તેવો વરસાદ

(૦૮) અનરાધાર : એક છાંટો, બીજા છાંટાને સ્પર્શીને જાડી ધાર પડે તેવો વરસાદ

(૦૯) મૂશળધાર : અનારાધારથી તીવ્ર, પણ સાંબેલા(મૂશળ) જેવી ધારે પડતો વરસાદ

(૧૦) ઢેફાભાંગ : ખેતરોમાં માટીનાં ઢેફાં નરમ થઈ તૂટી જાય તેવો તીવ્ર વરસાદ

(૧૧) પાણમેહ : ખેતરો પાણીથી ભરાઈ જાય અને કૂવાનાં પાણી ઉપર આવી જાય તેવો વરસાદ

(૧૨) હેલી : સતત એક અઠવાડિયું ચાલે એવો કોઈ ને કોઈ વરસાદ


Wednesday, May 17, 2017

ભાષાની મજા, મજાની ભાષા - 1028

લેખકોએ 'વાચકોને જણાવી દઈએ કે ...' જેવો ગુમાનગર્જન વાક્યપ્રયોગ ટાળવો.

Tuesday, May 2, 2017

ભાષાની મજા, મજાની ભાષા - 1027

પુસ્તક જોતાંની સાથે જ તેને વાંચવા વળગે એવી વ્યક્તિ માટે ગુજરાતી ભાષામાં 'ચોપડીચુંબક' જેવો આકર્ષક શબ્દ છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1026

'તલાક' અને 'તલ્લાક' સ્ત્રીલિંગ શબ્દો છે. આથી, 'તલાક આપવી' અને 'તલ્લાક આપવી' શબ્દપ્રયોગો સાચા છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1025

સાચો શબ્દ 'ત્રિપલ તલાક' નહીં, 'ટ્રિપલ તલાક' છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1024

લગ્નવિચ્છેદ માટે પતિ અને પત્નીમાંથી કોણ સાચું હતું એ કહેવાય નહીં, પણ 'તલાક' અને 'તલ્લાક' બન્ને શબ્દો સાચા છે.

ભાષાની મજા, મજાની ભાષા - 1023

'પ્રાયમસ'નું ગુજરાતી 'ગ્યાસતેલચૂલો' કરી શકાય?

Thursday, December 1, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 1019

'તેણે બાઇકની ટાંકીમાં સોનું પુરાવ્યું.'
કારણ કે, તે અમીર નથી, પણ લાચાર છે!

Tuesday, November 22, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 1018

'Demonetisation' માટે 'ચલણબહાર', 'વિમુદ્રીકરણ', 'વિચલણીકરણ જેવા શબ્દો વાપરી શકાય.