Showing posts with label Tarak Mehta. Show all posts
Showing posts with label Tarak Mehta. Show all posts

Thursday, March 2, 2017

સીધી આંખો સાથે ઊંધાં ચશ્માં પણ રડે છે!

ડૉ. અશ્વિનકુમાર
…………………………………………………………………………………………………

કલમની સાથેસાથે ચશ્માંથી વધુ લોકપ્રિય થયેલા તારક મહેતાએ કરોડો ચાહકોને હસતાં કરીને વિદાય લીધી. 'એક્શન રીપ્લે' નામની આત્મકથામાં તારક જનુભાઈ મહેતા કહે છે કે, 'મારા લેખ એટલે નાટક, વાર્તા, અને નિબંધનું મિશ્રણ છે.' તા.જ.મ.ની ગુજરાતી કતાર 'દુનિયાને ઊંધાં ચશ્માં' ઉપર આધારિત હિંદી ટેલીવિઝન શ્રેણી 'તારક મહેતા કા ઊલટાં ચશ્માં'થી દર્શકો ગમે ત્યારે હાસ્યાસન કરતા થઈ ગયા છે. 'ચશ્માં' નામની ચીજને સાચી રીતે અને ગંભીરપણે જોઈએ તો મહાત્મા ગાંધી યાદ આવે. ચશ્માંને ઊંધાં રાખીને હળવાશથી લઈએ તો તારક મહેતા યાદ આવે! જીવનને નાટકની જેમ અને નાટકને જીવનની જેમ ભજવનાર તારકભાઈએ દેહદાન થકી, અઠ્ઠયાશીમા વર્ષે મેડિકલ કૉલેજમાં પણ અનોખો 'પ્રવેશ' મેળવી લીધો. યમરાજ પૂછે કે, 'તારકભાઈ, હવે ક્યાં રહેવું ફાવશે?' ઊંધાં ચશ્માંને ફરી એક વખત ઊંધાં કરતાં, તારક મહેતા એવું પણ કહે કે, 'યમભાઈ, મને પણ તમારી જેમ સ્વર્ગમાં રહેવું ન પોસાય. વળી, હું તો પૃથ્વી ઉપર પણ 'પેરેડાઈસ પાર્ક'માં રહેતો હતો. તમારાં ચશ્માંની નહીં, પણ આંખોની શરમ રાખીને હું નર્કમાં રહેવાનું પસંદ કરું. કારણ કે, એક નાટ્યકાર અને હાસ્યલેખકને સર્જન માટે જોઈતો જથ્થાબંધ મસાલો નરકમાં મળી રહેવાનો!'

………………………………………………………………………………………………

સૌજન્ય :
સીધી આંખો સાથે ઊંધાં ચશ્માં પણ રડે છે!,
'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૩-૨૦૧૭, ગુરુવાર, 'હાસ્યાંજલિ' (તારક મહેતા વિશેષ), પૃષ્ઠ : ૦૮

તારક મહેતાને 'હાસ્યાંજલિ'

સ્મરણો હસતાં-હસતાં

ઉપક્રમ : ઉર્વીશ કોઠારીના હાસ્યપુસ્તક ‘૩૨ કોઠે હાસ્ય’નો લોકાર્પણ-કાર્યક્રમ
તારીખ : ૨૮-૧૨-૨૦૦૮, રવિવાર
સ્થળ : ભાઈકાકા હૉલ, અમદાવાદ

તસવીર-સૌજન્ય :
http://urvishkothari-gujarati.blogspot.in/

તસવીર-સૌજન્ય :
http://urvishkothari-gujarati.blogspot.in/

(બેઠેલા, ડાબેથી) : પ્રકાશ ન. શાહ, ઉર્વીશ કોઠારી, રતિલાલ બોરીસાગર, તારક મહેતા, વિનોદ ભટ્ટ, રજનીકુમાર પંડ્યા, અશ્વિની ભટ્ટ, બીરેન કોઠારી
(ઉભેલા, ડાબેથી) : કેતન રૂપેરા, પ્રણવ અધ્યારુ, સોનલ કોઠારી, સલિલ દલાલ, બિનીત મોદી, અશ્વિનકુમાર, ચંદુ મહેરિયા, આયેશા ખાન, પૂર્વી ગજ્જર, કાર્તિકેય ભટ્ટ, બકુલ ટેલર, દીપક સોલિયા, હસિત મહેતા
(છેક આગળ)  : આસ્થા-શચિ-ઇશાન કોઠારી


તસવીર-સૌજન્ય :
http://urvishkothari-gujarati.blogspot.in/

પહેલી હરોળમાં બેેઠેલા (જમણી બાજુથી ડાબી તરફ) : વિનોદ ભટ્ટ, તારક મહેતા, રતિલાલ બોરીસાગર, ચંદુ મહેરિયા, પ્રકાશ શાહ, રજનીકુમાર પંડ્યા,
આયેશા ખાન, સોનલ કોઠારી, પૂર્વી ગજ્જર, સલિલ દલાલ, દીપક સોલિયા (છેક પાછળ બેઠેલા), બીરેન કોઠારી (ટેબલ ઉપર બેઠેલા), અશ્વિનકુમાર, અશ્વિની ભટ્ટ, બકુલ ટેલર