Showing posts with label Students - Instructions - MA. Show all posts
Showing posts with label Students - Instructions - MA. Show all posts

Thursday, January 1, 2026

વિદ્યાર્થી-મિત્રોને ઉપાસના વિષયક સૂચના

વિદ્યાર્થીઓએ વર્ગખંડની જેમ ઉપાસના-ખંડમાં પણ ગૂજરાત વિદ્યાપીઠના માન્ય ગણવેશ જ જવું.

ઉપાસના-ખંડમાં રેંટિયો, દૈનંદિની,  અને આસનિયું સાથે લઈને જ જવું.

રૂની પૂણીઓ પૂરતા જથ્થામાં રાખવી. 

ઉપાસનાના નિર્ધારિત સમયથી પાંચ મિનિટ પહેલાં ઉપાસના-ખંડમાં પહોંચી જવું.

પગરખાં મુખ્ય પ્રવેશદ્વારની બહાર યોગ્ય રીતે ગોઠવવાં. 

મોબાઈલ ફોન સંપૂર્ણપણે બંધ કરી દેવો.

કોઈપણ વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારની વાત ન કરવી.

ઉપાસના શરૂ થાય પહેલાં રેંટિયો ખોલી દેવો કે જેથી કરીને ઉપાસના દરમિયાન ઘોંઘાટ ન થાય.

વિદ્યાર્થીઓએ પ્રાર્થના, ભજન, અને ગીત સમૂહમાં ગાવાં જરૂરી છે.

રેંટિયો સારી હાલતમાં હોય એ અનિવાર્ય છે. કાંતણ વખતે રેંટિયો ઘોંઘાટ ન કરતો હોય તે આવશ્યક છે. 

ઉપાસનાનો સમય પૂર્ણ થાય એટલે રેંટિયો ધીમેથી બંધ કરવો. 

ઉપાસના બાદ રેંટિયો, દૈનંદિની, અને આસનિયું લઈને પરત થવું.

રેંટિયો, દૈનંદિની, અને આસનિયું સાચવવાની જવાબદારી જે તે વિદ્યાર્થીની જ છે.

વિદ્યાર્થીઓને સત્રના અંતે નિર્ધારિત સંખ્યામાં આંટીઓ જમા કરાવવી અનિવાર્ય છે.



Friday, August 1, 2025

બોનાફાઇડ સર્ટિફિકેટ


બોનાફાઇડ સર્ટિફિકેટ માટે નીચેના દસ્તાવેજો ફરજિયાત છે.

૧. બોનાફાઇડ સર્ટિફિકેટની જરૂર હોવાનું કારણ દર્શાવતી અરજી.

૨. વર્તમાન સત્ર માટે ચૂકવવામાં આવેલી ફીની રસીદની ફોટો કોપી.

બોનાફાઇડ સર્ટિફિકેટ ફક્ત એક જ વાર આપવામાં આવશે. તેથી, મૂળ બોનાફાઇડ સર્ટિફિકેટ તમારી સાથે રાખો.

કૃપા કરીને બપોરે ૨:૦૦ વાગ્યા પછી વહીવટી કાર્યાલયનો સંપર્ક કરો.

The following documents are compulsory for the Bona-fide certificate.

1. An application with a reason for requiring the bona-fide certificate. 
2. A photo copy of the receipt of fees paid for the current semester.

Bona-fide certificate will be given only once. So, keep the original bona-fide certificate with you. 

Kindly contact to the administrative office after 2:00 PM.

Sunday, February 2, 2025

અરજીનો નમૂનો

તારીખ : ૦૦-૦૦-૦૦૦૦


પ્રતિ

અધ્યક્ષ,

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,

ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, 

અમદાવાદ : 380 009

વિષય :  ................................................. બાબત  

માનનીય મહોદયશ્રી,

નમસ્કાર. 

હું.................................................................. પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠના વર્ષ ......., સત્ર ....... માં અભ્યાસ કરું છું. 

મારે ............................. વિષયક કામગીરી માટે તારીખ ૦૦-૦૦-૦૦૦૦, ............. વારના રોજ, સવારે/બપોરે/સાંજે ૦૦:૦૦ કલાકે, ........................... મુકામે જવાનું હોવાથી મને પરવાનગી આપવા વિનંતી. 

આ અરજી સાથે ..............................................નો આધારભૂત પત્ર જોડ્યો છે.

વર્ગ-શિક્ષણ/ઉપાસના/છાત્રાલયની હાજરી બાબતે, મારી આ અરજીની નોંધ લેવા વિનંતી.

આભારપૂર્વક,


આપનો / આપની 

વિશ્વાસુ


............................

સહી ( ગુજરાતીમાં)


............................

(નામ) ( ગુજરાતીમાં)

વર્ષ ........, સત્ર ..........

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : 380 009


Friday, January 12, 2024

લઘુ શોધનિબંધ | બાહ્ય મૌખિક પરીક્ષા


વર્ષ : ૦૨ | સત્ર : ૦૩

લઘુ શોધનિબંધની બાહ્ય મૌખિક પરીક્ષાની તારીખ, સમય, સ્થળની વિગતો બરાબર તપાસી લેવી.

વિદ્યાર્થીઓના પરીક્ષા-બેઠક-ક્રમ અનુસાર પરીક્ષા લેવાશે.

મોબાઈલ ફોન લીધા વગર અને ઓળખપત્ર લઈને જ પરીક્ષાખંડમાં પ્રવેશ કરવો.

ગેરહાજર વિદ્યાર્થીઓની પરીક્ષા ફરી વખત લેવામાં નહીં આવે.

વિદ્યાર્થીઓએ પોતાનો લઘુ શોધનિબંધ લઈને જ આવવું.

લઘુ શોધનિબંધનો એકેએક અક્ષર વાંચીને જ આવવું.

વિદ્યાર્થીના લઘુ શોધનિબંધની એક પ્રત, બાહ્ય પરીક્ષકને મૂલ્યાંકન માટે અગાઉથી જ આપવામાં આવી હોય છે. આથી, બાહ્ય પરીક્ષક પ્રશ્નો પૂછતી વખતે જે પાનું ખોલવાનું કહે એ પાનું, પોતાની પાસે રહેલી નિબંધની પ્રતમાંથી ખોલીને, એના આધારે સંતોષકારક જવાબો આપવા.

પરીક્ષા માટે શુભેચ્છાઓ.

Monday, January 1, 2024

લઘુ શોધનિબંધની વિગતો | સત્ર : ત્રણ


વિદ્યાર્થીનું ગુજરાતીમાં પૂરું નામ :
વિદ્યાર્થીનું અંગ્રેજીમાં પૂરું નામ :

પરીક્ષા બેઠક-ક્રમાંક :

લઘુ શોધનિબંધનું ગુજરાતી શીર્ષક :
લઘુ શોધનિબંધનું અંગ્રેજી શીર્ષક :

ઉપરોક્ત વિગતો અનુસાર જ ગુણપત્રક બનશે.
વિદ્યાર્થીમિત્રોએ ઉપરોક્ત વિગતો તાત્કાલિક મોકલવી.

Wednesday, June 21, 2023

વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ જોગ


અભ્યાસ પૂર્ણ થયા બાદ અંતિમ ગુણપત્ર તથા અનામત રકમ પરત લેવા અંગેના અરજીપત્રક વિશે 

વિદ્યાર્થીએ અરજીપત્ર ધ્યાનપૂર્વક વાંચવું. એમાં માંગેલી તમામ વિગતો ભરવી.

આ અરજીપત્રમાં નીચેની ત્રણ વિગતો અગત્યની છે :

૧) મહાવિદ્યાલયમાં / વિભાગમાં કોઈ નાણાં / સાધનસામગ્રી કે અન્ય બાબત લેવાની રહેતી નથી. ...

૨) છાત્રાલયનો હિસાબ ચૂકતે છે. ...

૩) ગ્રંથાલયમાં કોઈ પુસ્તક લેવાનું બાકી નથી. ...

વિદ્યાર્થીએ ઉપરોક્ત ત્રણ વિગતો પૈકી,

પહેલી વિગતમાં વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખા કાર્યાલય(મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ)ના સંબંધિત સેવકની સહી અને એની બાજુમાં વિભાગીય અધ્યક્ષની સહી કરાવવાની છે.

બીજી વિગતમાં મુખ્ય ગૃહપતિ કે ગૃહમાતાની સહી કરાવવાની છે.

ત્રીજી વિગતમાં ગ્રંથપાલની સહી કરાવવાની છે.

વિદ્યાર્થીએ આ ચાર સહીઓ કરાવ્યા પછી, વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખાના ડીન પાસે સહી માટે આવવા વિનંતિ છે.


Tuesday, June 20, 2023

વિદ્યાર્થી મિત્રો : વેબસાઇટ તેમજ સૂચનાફલક નિયમિતપણે જોતાં રહો


વિદ્યાર્થી મિત્રો,

સમય-પત્રક, કાર્યક્રમો, પરીક્ષા વિષયક વિગતો, અને અન્ય ઉપયોગી જાણકારી માટે ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટ તેમજ પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગનું સૂચનાફલક નિયમિતપણે જોતાં રહો.



Saturday, May 13, 2023

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયનમાં કારકિર્દી જોગ ...


વ્યાવસાયિક શિક્ષણ-કૌશલ્ય-સજ્જતા દર્શાવતો, ધોરણસરનો, છેલ્લામાં છેલ્લી વિગતો સાથેનો, પરિચય- આલેખ (સી.વી. / બાયોડેટા) તૈયાર રાખવો.

પરિચય-આલેખ ગુજરાતી, હિંદી, અંગ્રેજી ભાષામાં તૈયાર રાખવા હિતાવહ છે. આ ત્રણેય પરિચય-આલેખને ભાષાશુદ્ધિનો પૂરતો લાભ આપવો!

પ્રત્યાયન-જગતમાં સમજણ સાથેની સક્રિયતા આવકાર્ય છે. અહીં એ પણ યાદ રાખીએ કે, નૂતન માધ્યમોમાં રજૂ થતી સામગ્રીની આપ-લે (કન્ટેન્ટ શેરિંગ) અને સામાજિક માધ્યમોમાં તરતું રહેતું ચરિત્ર-ચિત્ર (પ્રોફાઈલ પિક્ચર) પણ ઘણું બધું કહી જાય છે!

સહાધ્યાયીઓ અને વ્યાવસાયિકો સાથે જીવંત સંપર્કો રાખવા. જેથી કરીને કારકિર્દી અને રોજગાર વિષયક જાહેરાતની જાણકારી સમયસર થતી રહે.

રોજગાર વિષયક જાહેરખબર ધ્યાનથી વાંચવી. અરજી કરતી વખતે છેલ્લી તારીખની રાહ ન જોવી.

કોઈ ખાસ વિષય-ક્ષેત્રમાં કે કોઈ ચોક્કસ સમૂહ-માધ્યમમાં કામગીરી કરવાનો આગ્રહ આપણને જ સમજાય એવો હોય છે! જોકે, જ્યાં સુધી આ પ્રકારનો અવસર ન મળે ત્યાં સુધી જે અવસર ઉપલબ્ધ છે એને ન્યાય આપવો.

કારકિર્દીની શરૂઆતના તબક્કે, કોઈપણ માધ્યમગૃહ કે સંસ્થાનમાં લેખિત પરીક્ષા કે રૂબરૂ મુલાકાતનો મોકો ખોવા જેવો નથી. આના કારણે ઉમેદવારની સાથે-સાથે રોજગારદાતાને પણ નવો અનુભવ મળે છે. આ ઉપરાંત, નિર્ણય-પ્રક્રિયામાં બંને પક્ષે આત્મવિશ્વાસ પણ વધે છે!

પત્રકારત્વના વ્યવસાયમાં સક્રિય રહેવા માટે શારીરિક સજ્જતા અને માનસિક મજબૂતી કેળવી લેવી. 

સમૂહ-માધ્યમોની દુનિયામાં કામ કરવા માટે સમયપાલન અને શિસ્તપાલન અનિવાર્ય છે.

કોઈપણ નવી કામગીરી કે જવાબદારી લેતાં ડર કે સંકોચ ન રાખવો. 

અંગત જિંદગી હોય કે જાહેર કારકિર્દી, હકારાત્મક અભિગમ રાખવો.

રોજેરોજ, નવુંનવું શીખવાની વૃત્તિ રાખવી. નિત્યવિકસિત થવા માટે માંહ્યલો તૈયાર રાખવો.

માધ્યમગૃહોમાં કામ કરતી વખતે, વ્યાવસાયિક અભિગમ રાખવો. કાર્યસ્થળે લખતાં-વાંચતાં, બોલતાં-સાંભળતાં સાવધ રહેવું. નિંદા-ખુશામત અને ટીકા-ટાપશીથી સલામત અંતર રાખવું. એટલી બધી ફરિયાદ ન કરવી કે લોકો આપણને 'ફરિયાદના આધુનિક પર્યાય' તરીકે જ યાદ રાખે!

ઘર-પરિવાર, મિત્રો-સંબંધીઓ સાથેનો નાતો જાળવી રાખવો. સાથે-સાથે, વ્યાવસાયિક સંપર્કોનું વિશ્વ વિસ્તારતાં રહેવું. આપણને જે વ્યક્તિ મદદરૂપ થાય એનો આભાર માનવાની તક જતી ન કરવી.

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયનની દુનિયા આપણા થકી સાર્થક થાય એવી આશા, અપેક્ષા, અભ્યર્થના.

વિદ્યાર્થીમિત્રોને ઊજળી કારકિર્દીની શુભેચ્છાઓ.

Monday, May 1, 2023

પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ જોગ


પરીક્ષાનું સમયપત્રક બરાબર વાંચી લેવું.

પરીક્ષાવિષયક સૂચનાઓનો અમલ કરવો.

પેન-પેન્સિલ, ઈરેઝર-સ્કેલ જેવી વસ્તુઓ સાથે લઈને આવવું.

અધિકૃત ઓળખપત્ર સાથે રાખવું.

મોબાઈલ ફોન સહિતનાં કોઈપણ વીજાણુ ઉપકરણો સાથે રાખવાની મનાઈ છે.

ચિઠ્ઠી-ચબરખી ભૂલથી પણ સાથે ન લઈ જવી.

પરીક્ષાના સ્થળે અડધો કલાક પહેલાં પહોંચી જવું.

પ્રાર્થનાનો ઘંટ વાગે એટલે સમયસર સમૂહ-પ્રાર્થના કરવી.

પરીક્ષાના સમય દરમિયાન શિસ્તપાલન અનિવાર્ય છે.

વર્ગ નિરીક્ષક સાથે વિવેકપૂર્ણ વર્તન અપેક્ષિત છે.

પરીક્ષા શરૂ થયા પહેલાં અને પરીક્ષા પૂર્ણ થયા પછી, બિનજરૂરી ચર્ચાઓ ટાળવી.

તન અને મન સ્વસ્થ રાખવાં.

વિદ્યાર્થીમિત્રોને પરીક્ષાની શુભેચ્છાઓ.


Tuesday, April 11, 2023

માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની મૌખિક પરીક્ષા


માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની મૌખિક પરીક્ષા બાહ્ય પરીક્ષક દ્વારા લેવાશે.

વિદ્યાર્થીએ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ના અહેવાલની એક નકલ વિભાગમાં જમા કરાવવી અનિવાર્ય છે.

વિદ્યાર્થીઓએ પોતાના માધ્યમ-પ્રશિક્ષણ અહેવાલની વધુ એક નકલ મૌખિક પરીક્ષામાં લઈને આવવું.

વિદ્યાર્થીએ વિભાગમાં જમા કરાવેલી અહેવાલની નકલ બાહ્ય પરીક્ષકને આપવામાં આવશે.

બાહ્ય પરીક્ષક, અહેવાલનો જે પૃષ્ઠ-ક્રમાંક કહે તે પૃષ્ઠ-ક્રમાંક ખોલીને, વિદ્યાર્થીએ જે તે પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપવાના રહેશે.

બાહ્ય પરીક્ષક વિદ્યાર્થીઓને માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ) સંબંધિત કોઈપણ સવાલ પૂછી શકે છે.

વિદ્યાર્થીઓએ માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની કામગીરી જેટલી ગંભીરતાપૂર્વક કરી હશે એટલી જવાબ આપવામાં હળવાશ રહેશે.

વિદ્યાર્થીઓને માધ્યમ-પ્રશિક્ષણ(મીડિયા-ઇન્ટર્નશિપ)ની બાહ્ય મૌખિક પરીક્ષાની શુભેચ્છાઓ.

Monday, April 10, 2023

રાષ્ટ્રીય સેવા યોજના શિબિર : કેટલીક સૂચનાઓ

ગૂજરાત વિદ્યાપીઠનું ઓળખપત્ર સાથે રાખવું.

ખાદીનો માન્ય ગણવેશ અને ખાદીનાં અન્ય વસ્ત્રો ગૌરવથી ધારણ કરવાં. 

જરૂરી વસ્તુઓ સાથે લઈને  આવવું. 

સહેલાઈથી  ઊંચકી શકાય એટલો જ સામાન લાવવો.

જરૂરી દવાઓ સાથે રાખવી.    

ગ્રામીણ જીવન અને શિબિરના નિયમો ધ્યાનમાં રાખવાં.

સ્થાનિક સંસાધનોનો વિવેકપૂર્વક અને ચીવટપૂર્વક ઉપયોગ કરવો.

શિબિરનું સમયપત્રક જાળવવું.

શિબિરનો રોજેરોજનો અહેવાલ લખતાં રહેવું.

ગરમીની ઋતુમાં માથું ઢાંકવું.

પાણીની બાટલી લાવવી. 

સ્વયંશિસ્તમાં છતાં આનંદમાં રહેવું!


Saturday, April 1, 2023

પ્રશ્નપત્રના પરિસંવાદ જોગ


વિદ્યાર્થીઓએ, એમને આપવામાં આવેલા સ્વાધ્યાયના વિષય ઉપર, પાંચ મિનિટની નિર્ધારિત સમયમર્યાદામાં, સારરૂપ, મૌખિક રજૂઆત કરવી.

પ્રત્યેક પરિસંવાદમાં સામગ્રીની ગુણવત્તા, રજૂઆતની કળા, આત્મવિશ્વાસની હાજરી, વિષયની સમગ્ર સમજણ જેવા મુદ્દાઓના આધારે વીસ ગુણનું મૂલ્યાંકન થશે.

પરિસંવાદ પૂર્ણ થયા બાદ, વિદ્યાર્થીઓએ વર્ગપ્રતિનિધિને સ્વાધ્યાય જમા કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવી.

પરિસંવાદમાં, હાજરીપત્રક-ક્રમાંક અનુસાર, પોતાનો વારો હોય ત્યારે, ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓની ગંભીર નોંધ લેવામાં આવશે.

Saturday, March 11, 2023

સમૂહજીવનની પરીક્ષા

વિદ્યાર્થીઓએ સમૂહજીવનની પરીક્ષા આપતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા :

* કાંતણની કસોટી :
ત્રાક ખાલી કરીને લાવવી. 
ફાળકો સાથે રાખવો.

* ઝાડુ-નિર્માણ કૌશલ્ય :
ઝાડુ-નિર્માણ વિશેનું સાહિત્ય વાંચીને આવવું.
ઝાડુ-નિર્માણની માપ સાથેની આકૃતિ દોરવી.

* પ્રાર્થના અને ભજન :
મુખ્ય પ્રાર્થના અને એનું ભાષાંતર કરવું.
પરીક્ષક કહે તે કોઈ એક ભજન રજૂ કરવું.

* પુસ્તક પરિચય
માન્ય પુસ્તકો વાંચવાં.
પરીક્ષક પૂછે તે વિગતો અને સાર રજૂ કરવાં.

* સફાઈ
પરીક્ષકો જે સ્થળ સોંપે એની સઘન સફાઈ કરવી.
કચરાનો નિકાલ કરીને સાધનો જમા કરાવવાં.

આટલી સૂચનાઓ ખાસ ધ્યાનમાં લો :

પરીક્ષામાં સમયસર આવી જવું.
ગણવેશમાં જ આવવું.
આકૃતિ દોરવા માટેની સાધન-સામગ્રી લઈને આવવું.


પરીક્ષા માટે શુભેચ્છાઓ.

Wednesday, March 1, 2023

વિદ્યાર્થીઓના કાને નાખવા જેવી વાત

વિભાગમાં વર્ગખંડો અભ્યાસ કરવા માટે છે. ગ્રંથાલય વાચન માટે છે. આ સ્થળોએ નાસ્તા-પાણી કે ભોજનની મનાઈ છે.

વર્ષ એક અને વર્ષ બેના વિદ્યાર્થીઓએ વારો હોય ત્યારે, પોતાનો વર્ગખંડ નિયમિતપણે સાફ રાખવો. 

બંને વર્ષના વિદ્યાર્થીઓએ રોજેરોજ છાપાં બાંધવાં. 

વર્ગ-પ્રતિનિધિમિત્રો આ અંગે વિશેષ ધ્યાન આપે.


માધ્યમ-પ્રશિક્ષણ (મીડિયા-ઇન્ટર્નશિપ) : માર્ચ, ૨૦૨૨-૨૦૨૩


માધ્યમ-પ્રશિક્ષણ (મીડિયા-ઇન્ટર્નશિપ) : માર્ચ, ૨૦૨૨-૨૦૨૩

પત્રકારત્વ અને  સમૂહ પ્રત્યાયન વિભાગ, 

ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯

માધ્યમ-પ્રશિક્ષણ (મીડિયા-ઇન્ટર્નશિપ) : માર્ચ, ૨૦૨૨-૨૦૨૩

વર્ષ : ૦૧, સત્ર : ૦૨


અર્થ સાધુ, 'કેટીવી ન્યૂઝ ગુજરાતી', અમદાવાદ

અંકિતા વડોલિયા, 'વાઇબ્સ ઓફ ઇન્ડિયા', અમદાવાદ

કલ્પેશ ચાવડા, 'નવજીવન ન્યૂઝ', અમદાવાદ

દિવ્યા સિંધવ, 'કેટીવી ન્યૂઝ ગુજરાતી', અમદાવાદ

ધવલ પટેલ, 'નવજીવન ન્યૂઝ', અમદાવાદ

ભાગ્યશ્રી વાઘેલા, 'ગુજરાત સમાચાર', અમદાવાદ

ભાર્ગવ મકવાણા, 'નવજીવન ન્યૂઝ', અમદાવાદ

માના મકવાણા, 'બુલેટિન ઇન્ડિયા', અમદાવાદ

મિનાક્ષી તોસાવડા, 'સંદેશ ન્યૂઝ ચેનલ', અમદાવાદ

મિહિર સોલંકી, 'વાઇબ્સ ઓફ ઇન્ડિયા', અમદાવાદ

મૈત્રી મકવાણા, 'ન્યૂઝ18', અમદાવાદ

મૌલિક દેસાઈ, 'બુલેટિન ઇન્ડિયા', અમદાવાદ

યશ રાણા, 'દિવ્ય ભાસ્કર', અમદાવાદ

યોગેશ વાઘેલા, 'વીટીવી ન્યૂઝ', અમદાવાદ

રાહુલ નાયક, 'સંદેશ ન્યૂઝ ચેનલ', અમદાવાદ

વિશાખા ઠાકર, 'સંદેશ ન્યૂઝ ચેનલ', અમદાવાદ

સાહર રબારી, 'આજ કી બાત' ચેનલ, ગાંધીનગર

સંદિપકુમાર માલ, 'સંદેશ ન્યૂઝ', અમદાવાદ

સ્મિત દેસાઈ, 'સંદેશ ન્યૂઝ ચેનલ', અમદાવાદ

હર્ષદ રાઠોડ, 'દિવ્ય ભાસ્કર', અમદાવાદ

હાર્દિકસિંહ પરમાર, રેડિયો વન 95, અમદાવાદ


છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જોગ

છાત્રાલયમાં રહેતાં વિદ્યાર્થી બહેનો અને ભાઈઓ,

છાત્રાલયનું નિવાસ-ભોજન શુલ્ક, શ્રમકાર્ય, સફાઈકાર્ય, ખૂટતી હાજરી અને અન્ય અનિવાર્ય કામગીરી સત્વરે પૂર્ણ કરીને ગૃહમાતા / ગૃહપિતાને જાણ કરવી. જેથી કરીને તેઓ સમૂહજીવનની પરીક્ષા અંતર્ગત છાત્રાલય-જીવનના ગુણ મૂકી શકે.
 
છાત્રાલય-જીવન વિના વિદ્યાર્થી-જીવન અધૂરું છે. છાત્રાલય-જીવનના ગુણ વિના પારંગત કક્ષાના અભ્યાસનું ગુણપત્રક અધૂરું છે!

માધ્યમ-પ્રશિક્ષણના પ્રમાણપત્ર અંગે


સત્ર બે અને સત્ર ચારના વિદ્યાર્થીઓએ માધ્યમ-પ્રશિક્ષણના પ્રમાણપત્રની મૂળ પ્રત (ઓરિજિનલ કોપી) વિભાગમાં જમા કરાવવી. 

એક રંગીન પ્રત (કલર કોપી) માધ્યમ-પ્રશિક્ષણ અહેવાલ (મીડિયા-ઇન્ટર્નશિપ રિપોર્ટ)માં આધાર તરીકે જોડવી. 

એક રંગીન પ્રત (કલર કોપી) પોતાની પાસે સહેલાઈથી મળી શકે એ રીતે સાચવીને રાખવી!

Thursday, February 9, 2023

પરીક્ષા વિષય સૂચનાઓ


આંતરિક પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓએ, એનાં કારણો અને પુરાવા આપીને, વિદ્યાર્થીની અને વાલીની સહી સાથેની લેખિત અરજી, વિભાગમાં જમા કરાવવી.


Sunday, January 1, 2023

ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓ જોગ

વિભાગમાં વર્ગો નિયમિતપણે લેવાઈ રહ્યા છે.

ગેરહાજરીના પ્રશ્નો થાય તો, વિદ્યાર્થીઓએ
એની તૈયારી રાખવી.

Monday, August 1, 2022

વિદ્યાર્થીમિત્રો : જાહેર કાર્યક્રમ અંગે સૂચનાઓ


* સલામતી સાથે જોડાયેલા વિશેષ કાર્યક્રમમાં અધિકૃત ઓળખપત્ર સાથે રાખવું.

* મોબાઇલ ફોન થકી નિમંત્રણપત્ર બતાવવું.

* કોવિડ મહામારીના શિષ્ટાચાર (પ્રોટોકોલ)ને ધ્યાનમાં રાખીને મુખપટલ(માસ્ક) સાથે પ્રવેશ કરવો.