Showing posts with label Gujarat Vidyapith - Employee - Working. Show all posts
Showing posts with label Gujarat Vidyapith - Employee - Working. Show all posts

Sunday, June 20, 2021

અમદાવાદના આલાપને આંતરરાષ્ટ્રીય અભિનંદન!




સ્પર્ધા વિશે ...

6TH Annual International Photography Contest 35AWARDSમાં કુલ 173 દેશમાંથી 123418 ફોટોગ્રાફર મિત્રોએ ભાગ લીધો હતો. જેમાં કુલ 444 હજાર ફોટોગ્રાફ્સ સબમિટ કરવામાં આવ્યા હતા. તેમાં પ્રથમ રાઉન્ડમાં માત્ર 3% ફોટોગ્રાફર્સના ફોટોગ્રાફ્સ પસંદ કરવામાં આવ્યા હતા. બીજા રાઉન્ડમાં તેમાથી 21% ફોટોગ્રાફ્સ ત્રીજા રાઉન્ડ માટે પસંદ પામ્યા હતા. અને ત્રીજા રાઉન્ડના અંતે દુનિયાના Top 300 ફોટોગ્રાફરમાં પસંદગી થયા બાદ વાઇલ્ડ લાઇફ કેટેગરીમાં Top 100 Nominet ફોટોગ્રાફ્સમાં આ ફોટોગ્રાફની પસંદગી થઈ. આ પસંદગી કરવા માટે દુનિયાના 50 દેશના 50 નિર્ણાયકો દ્વારા સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી. સ્પર્ધાના અંતે આ ફોટોગ્રાફ 'વાઇલ્ડ લાઇફ કેટેગરી'માં દુનિયાના Top 50 અને તેમાં પણ 35મા ક્રમે પસંદગી પામ્યો. સાથે સાથે ભારતના Top 100 ફોટોગ્રાફર્સમાં તેમજ અમદાવાદના Top 10 ફોટોગ્રાફર્સમાં પણ સામાવેશ થયો હતો.

તસવીર ઝડપનાર આલાપ બ્રહ્મભટ્ટ

શિકાર ઝડપનાર  કેમેલિયન

તસવીર વિશે ...

આ ફોટો ગીર અભ્યારણ્યની નજીક આવેલા એક ખેતરમાં લીધેલો છે. જ્યારે હું ગીર અભ્યારણ્ય ગયો હતો ત્યારે એક સાંજે લટાર મારવા નીકળ્યો હતો. ત્યાં એક ખેતરના છેડે આ કેમેલિયન ઇયળનો શિકાર કરતાં નજરે પડ્યો. એક-બે ઇયળનો શિકાર તેણે કર્યો ત્યારે હું તેને બરાબર જોતો રહ્યો. મને લાગ્યું કે હજુ એ એ-બે ઇયળનો શિકાર કરશે. એટલે તરત મેં મારો કેમેરા કાઢી આ ફોટો ઝડપી લીધો. સામાન્ય રીતે તેની શિકાર કરવાની ઝડપ એટલી બધી હોય છે કે આંખના પલકારમાં તે શિકાર કરીને આરોગી લે છે. આ તસવીર લેવાની તક મને મળી તે મારા માટે ખૂબ આનંદની વાત કહેવાય. કેમેલિયનની આવી લાક્ષણિક તસવીર બહુ ઓછી જોવા મળે છે.

આલાપ બ્રહ્મભટ્ટ // વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર, ફિલ્મ મેકર