Showing posts with label Tree. Show all posts
Showing posts with label Tree. Show all posts

Wednesday, November 1, 2023

પરિસરમાં વાવવાલાયક વૃક્ષ-વનસ્પતિ / Tree - Plantation

અમલતાસ
અરડૂસી
અર્જુન
આમલી
આમળા
આસોપાલવ
ઊમરો
કચનાર 
કણજી
કદમ
કરેણ
કેસુડો
ગરમાળો
ગુલમહોર
ગુલાબ
ચંપો 
જાસૂદ
જાંબુ
ટકોમા
તુલસી
પપૈયા
પીપળ
બદામ 
બહેડા
બારમાસી
બિલિપત્ર
બોગનવેલ (લાલ, પીળી, કેસરી, ગુલાબી, સફેદ)
બોટલ બ્રશ 
બોરસલી
રાતરાણી
લીમડો (ગુણકારી)
લીમડો (મીઠો)
વડ 
વાંસ 
સરગવો
સાદડ 
સીસમ

Tuesday, May 18, 2021

વાવાઝોડા વખતે વૃક્ષોની વસમી વિદાય


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


વૃક્ષો આપણને સાથ, છાંયડો અને ઠંડક આપે છે. ઝાડને શ્રદ્ધાંજલિ આપવા માટે ફૂલનું ચિત્ર મૂકવું પડે એ કેવી કરુણતા! વૃક્ષાત્માની શાંતિ માટે પ્રાર્થના. વધુ વૃક્ષો વાવીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ.
                                         ડૉ. અશ્વિનકુમાર


Monday, April 13, 2020

ઘરબંધીમાં પક્ષીદર્શન

ડૉ. અશ્વિનકુમાર

.........................................................................................................................................

ઘરબંધીના સમયગાળામાં મનુષ્યેતર સૃષ્ટિને દિલથી માણવાનો મોકો મળી રહ્યો છે. ઘરથી કાર્યાલય અને કાર્યાલયથી ઘરની અવરજવર સ્થગિત છે. ઘરમાં જાણે કે નજરકેદ છીએ, એટલે નજર ઘર બહાર જાય એ સહજ છે. આપણે સ્થિર છીએ, પણ ખિસકોલાં એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર કૂદી રહ્યાં છે. પતંગિયાં એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર ઊડી રહ્યાં છે. સાવ નજીક, હૂપાહૂપ કરતી વાનરટોળી એક પાળી ઉપરથી બીજી પાળી ઉપર કૂદકા મારતી ક્યારેક જોવા મળે છે. થોડે દૂર, કૂતરાં એક શેરીમાંથી બીજી શેરીમાં આંટાફેરા કરતાં રોજેરોજ માલૂમ પડે છે. નરી આંખે ન જોઈ શકાતા એક વિષાણુના કારણે, કેટલાંક પક્ષીઓને અત્યારે નિરાંતે જોવાનું શક્ય બન્યું છે. કાગડાના કાકારવથી માંડીને કોયલનો ટહુકાર સાંભળી શકાય છે. ઘરની બારીમાંથી થોડાક જ અંતરે લીલીછમ વૃક્ષ-વસાહત દેખાય છે. લીમડા અને પીપળા, વડ અને કાસદ જેવાં વૃક્ષોની કુલ સંખ્યા દોઢેક ડઝન જેટલી છે. વૃક્ષોએ 'સોશિયલ ડિસ્ટન્સિંગ' (સામાજિક દૂરીકરણ) લાગુ કર્યું નથી, એટલે પંખીઓ ડાળીઓ ઉપર નિરાંતે અને નજીક બેસે છે. 

પક્ષીઓ માણસને ઓળખી શકશે કે કેમ એ ખબર નથી, પણ આ બોલબોલ જીવ આટલાં પક્ષીઓની ઓળખ કરી શક્યો છે. 

કબૂતર 
કાગડો 
કાબર
કૂકડિયો કુંભાર / કુંભારિયો કાગડો
કોયલ

ખેરખટ્ટો
ચકલી
ગિરનારી કાગડો
ચીબરી
કંસારો(ટુકટુકિયો) 

દરજીડો
પતરંગો
પીળક
પોપટ 
બુલબુલ 

મુનિયા
રાખોડી ફડક ફૂત્કી
લલ્લેડાં
વૈયાં
શકરોબાજ

શક્કરખોર 
સમળી
હોલાં
ગ્રે હોર્ન બિલ 
ગ્રીન પીજિયન

મોર 
બગલો 

Sunday, July 17, 2016

દોષારોપણ ટાળીએ, વૃક્ષારોપણ કરીએ!

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

વિશ્વવિદ્યાલયના પરિસરમાં રહેઠાણ પાસેની ખુલ્લી જગ્યામાં ખાખરો, ઊમરો, લીમડો, કાસીદ, કણજી, વડ જેવાં ઝાડ ભારે જહેમતપૂર્વક ઉછેર્યાં છે. વૃક્ષો ઉપર પક્ષીઓની ઊડાઊડ અને ખિસકોલીઓની દોડાદોડ વચ્ચે, ક્યારેક વાનરટોળી જોવા મળે છે. તેઓ નિર્દોષ ચેષ્ટાથી માંડીને નર્યું તોફાન કરે છે. ઉનાળાના એ આકરા દિવસોમાં, વાંદરાએ વટવૃક્ષ ઉપર ઝંપલાવ્યું. જેના કારણે ડાળી બટકાઈ ગઈ. એની ઉપર ઊગેલી વડવાઈઓ હજુ તો ધરાસ્પર્શનું સુખ માણે એ પહેલાં ખુદ ડાળી જ જમીનને અડી ગઈ! છાલના સહારે લટકી રહેલી ડાળીને કાપીને અન્ય જગ્યાએ રોપવાનો વિચાર ઊગ્યો. રજાના દિવસની રાહ જોવામાં થોડા દિવસો પસાર થઈ ગયા. છેવટે ૧૫-૦૫-૨૦૧૬નો દિવસ રવિવાર બનીને આવ્યો. એ એવી 'યાદગાર' રજા હતી કે જે દિવસે વડલાની એક નવી શાખા ખુલવાની હતી! ઘરથી પચાસેક ડગલાં દૂર આવેલી જગ્યાને સાફ કરીને, પડોશી મિત્ર સંજયની મદદથી આશરે બે ફૂટ ઊંડો ખાડો ખોદ્યો. લગભગ છ ફૂટ લાંબી એ ડાળીને કાપીને, એને વડવાઈઓ સહિત ખાડામાં રોપી દીધી. ક્યારો બનાવીને જળઅર્પણની ઔપચારિકતા કરી દીધી. ડાળીના રક્ષણ માટે જૂનું ઝાડપિંજર(ટ્રી ગાર્ડ) પણ ગોઠવી દીધું. જોકે, ડાળીરોપણીને અશ્રદ્ધાની આંખે જોનારા સાક્ષીઓએ આ આખો કાર્યક્રમ નિષ્ફળ જશે એવી આગાહી પણ કરી!

નિયમિતપણે, ક્યારામાં પાણી આપવાનું ચાલુ રાખ્યું. ચાના નકામા કૂચાને પણ પાણી સાથે ભેળવીને નાખવાનું નહીં ભૂલવાનું. રસોડાની આડપેદાશ એવાં શાકભાજીનાં છોતરાં અને ફળનાં છીલટાંથી ક્યારાની માંગને ભરવાનું શરૂ કર્યું. સજીવ કચરો સડે અને ખાતર તૈયાર થાય એ માટે તેની ઉપર થોડી માટી પણ વાળી દેવાની. ક્યારાની માટીને ખૂરપી વડે સાવચેતીપૂર્વક ઉપરતળે કરવાની. દીકરીના માથે હેતથી હાથ ફેરવતાં હોઈએ એ રીતે ડાળીની ટોચે રોજરોજ હાથ ફેરવવાનો. જોકે, વડની ડાળી ઉપરનાં જૂનાં પાંદડાં સૂકાવા માંડ્યાં. આટલું ઓછું હોય એમ, એ અઠવાડિયામાં અમદાવાદમાં ગરમીનો પારો ૪૮ ડીગ્રી સેન્ટિગ્રેડની આસપાસ આંટા મારવા લાગ્યો. છોડને ટકાવવા માટે ક્યારામાં ભેજ જાળવવો જરૂરી લાગ્યો. આથી, મિનરલ વોટરની ખાલી બૉટલના બૂચમાં પુશ-પિનથી કાણું પાડ્યું. આ બાટલીમાં નળનું પાણી ભરીને, તેને ઝાડપિંજરના સહારે ઊંધા માથે લટકાવી. બૉટલના તળિયે પણ છિદ્ર પાડ્યું. જેથી, બૂચમાંથી ટીપાં ક્યારામાં સતત પડતાં રહે. થોડા દિવસોમાં, વડની ડાળીને 'શ્રદ્ધારૂપી' કૂંપળો ફૂટી. હવે, વરસાદે વૃક્ષને પાણી પાવાની જવાબદારી સ્વીકારી લીધી છે. બે મહિનામાં તો વડની ડાળીએ ઘણાં બધાં લીલાં પાંદડાં પહેરી લીધાં છે!

…………………………………………………………………………………………
સૌજન્ય :

દોષારોપણ ટાળીએ, વૃક્ષારોપણ કરીએ!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૭-૨૦૧૬, રવિવાર

Monday, December 1, 2014

થડ-મરોડ


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

                                                                                                                                                                                                                                                                                                                                                                                                               

Saturday, September 28, 2013

ચોકઠાની ચતુરાઈ : વૃક્ષયુગ્મ : અલગ અને લગોલગ !


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

તસવીરો : 
સ્માર્ટફોન દ્વારા નહીં, માત્ર ૨.૦ મેગા પિક્સેલનો કેમેરા ધરાવતા ભોટફોન દ્વારા