Showing posts with label Gandhi quotation. Show all posts
Showing posts with label Gandhi quotation. Show all posts

Wednesday, May 1, 2024

બાપુના આશીર્વાદ


"આપણે એક પુસ્તક-ભંડાર રાખવો જોઈએ, જેમાં આપણે પસંદ કરેલાં પુસ્તકો વેચી શકાય."

બાપુના આશીર્વાદ

દ. બા. કાલેલકરને પત્ર
જુલાઈ ૩૦, ૧૯૪૨
[મૂળ ગુજરાતી]

૭૬:૩૬૫

ડહાપણ અને પ્રામાણિકતા


"હું એમ માનું છું કે મારું ડહાપણ કંઈ એવું ધન નથી કે જે ગુમાવવું મને ન પોસાય; પણ મારી પ્રામાણિકતા એ મારું એવું મહામૂલું ધન છે, જે ગુમાવવું મને પોસાય જ નહીં."

ગાંધીજી

૭૬:૪૧૪

Saturday, June 3, 2023

ગાંધીજી કહે છે : દર્પણ વિશે


શૈલેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય : આપ કેમ કદી દર્પણમાં આપનું મોઢું જોતા નથી?

ગાંધીજી : મને મળવા આવનાર દરેક જણ મારું મોં જુએ છે, પછી મારે દર્પણમાં જોવાની શી જરૂર?


Monday, December 12, 2022

ગાંધીજી કહે છે : તબિયત વિશે


બને તેટલી ખુલ્લી હવા;
શુદ્ધ પ્રાણાયામ;
કસરત નિયમસર અને મર્યાદિત;
સાફ દાંત ને પેઢાં;
ખોરાકમાં મુખ્ય દૂધ, દહીં, ફળ, શાક પ્રમાણસર રોટી સાથે;
ઓછામાં ઓછું ભાતનો ત્યાગ;
કઠોળનો ત્યાગ, સાકરનો ત્યાગ.
આટલું ન સંભાળવાથી ઘણા ઉપદ્રવ થાય છે.

- બાપુના આશીર્વાદ

નરહરિ પરીખને પત્ર
૧૬-૦૪-૧૯૩૩


ગાંધીજી કહે છે : સ્ત્રી વિશે


ચિ.જમના ઉર્ફે સુમતિ,
સાસરે જાય એટલે સ્ત્રીને જુદું નામ શું કામ?
પુરુષને કેમ નહીં? મને એ રિવાજ બહુ કઠે છે.
તારું નામ અસલ તો જમના છે. એ મને લાગે છે મેં અહીં જ જાણ્યું.

- બાપુ
   
સુમતિબહેન એસ. મોરારજીને પત્ર
૨૨-૦૫-૧૯૪૫

Tuesday, August 9, 2022

“કરેંગે યા મરેંગે”


દેશને સંદેશો

ઑગસ્ટ ૯, ૧૯૪૨

"સ્વાતંત્ર્યના દરેક અહિંસક સૈનિકે એક કાગળ ઉપર “કરેંગે યા મરેંગે” એ સૂત્ર લખી નાખી પોતાના કપડા ઉપર ચોટાડવું જેથી પોતે સત્યાગ્રહ કરતાં મરી જાય તો તેને અહિંસામાં ન માનનારાં બીજાં તત્ત્વોથી અલગ તારવી શકાય."

ગાંધીજી

૭૬:૪૨૧

Saturday, August 28, 2021

ગાંધીજી કહે છે : મૂંગી સેવા વિશે


"ખરી સેવા તો એ જ છે કે જે જગત જાણે તો કેવળ તેના પરિણામથી જ.સેવક કે સેવિકા પોતાનું નામ જાહેરમાં આવે એવું સ્વપ્ને પણ ન ઇચ્છે."


ગાંધીજી

મૂંગી સેવા (મૂળ ગુજરાતી)
'નવજીવન', ૨૧-૦૨-૧૯૨૬
 

Sunday, December 20, 2020

ગાંધીજી કહે છે : અધ્યાપકો અને શિક્ષકો વિશે


"અધ્યાપકો અને શિક્ષકોને વિદ્યાર્થીઓમાં પ્રિય થવું હોય તો તેમની પ્રવૃત્તિઓ ને આકાંક્ષાઓમાં - તે હાનિકર્તા કે અનીતિમય ન હોય ત્યાં સુધી - પૂરેપૂરો ભાગ લેવો જ જોઈએ."

- ગાંધીજી 

સિમલા, સપ્ટેમ્બર ૨૯, ૧૯૪૦

'હરિજન', ૦૬-૧૦-૧૯૪૦
ભાષાંતર : 'હરિજનબંધુ', ૧૯-૧૦-૧૯૪૦

Wednesday, April 1, 2020

એકાંત, પુસ્તક-વાચન, અને ગાંધીજી


"... હું માનું છું કે જેને સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે તે ગમે તે જગ્યાએ એકાંત સહેલાઈથી વેઠી શકે છે."

- ગાંધીજી

('મારો જેલનો અનુભવ', ગાંધીજી, નવજીવન પ્રકાશન મંદિર, ત્રીજી આવૃત્તિ, ૧૯૫૯, પૃ.૨૧)

Tuesday, June 30, 2015

ગાંધીજી કહે છે : વચન વિશે


"વચન આપવું નહીં, પણ આપવું તે દેહ જાય તો ભલે પણ પાળવું."

બાપુ      

રમાબહેન જોશીને પત્ર

૧૨-૦૨-૧૯૩૩

Thursday, June 27, 2013

ગાંધીજી કહે છે : તમારી સ્ત્રી વિશે


"યાદ રાખવું કે તમારી સ્ત્રી એ કંઈ તમારી મિલકત કે રાચરચીલું નથી, જેમ તમે એનું રાચરચીલું નથી. એ તમારી અર્ધાંગી છે, સહધર્મિણી છે, એ રીતે લેખીને તેની જોડે વર્તો. તમે જોશો કે તેવો પ્રયોગ કર્યાને સારુ તમને પસ્તાવું નહીં પડે."

- ગાંધીજી 

સેવાગ્રામ, માર્ચ ૫, ૧૯૪૦

'હરિજન', ૦૯-૦૩-૧૯૪૦

Sunday, June 9, 2013

ગાંધીજી કહે છે : નઠારા અક્ષર વિશે


"ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી. પણ છેક વિલાયત જતાં લગી રહ્યો. પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં, જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે, હું લજવાયો ને પસ્તાયો. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો.... જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે."

ગાંધીજી

'નવજીવન', ૦૩-૦૧-૧૯૨૬


Saturday, March 2, 2013

ગાંધીજી કહે છે : જિંદગીની હાજતો વિશે


" જિંદગીની હાજતો નિત્ય વધારતો માણસ આચારવિચારમાં પાછો પડતો જોવામાં આવે છે. "

- ગાંધીજી 

સેવાગ્રામ, ઓક્ટોબર ૯, ૧૯૪૦

'હરિજનબંધુ', ૧૨-૧૦-૧૯૪૦


Wednesday, February 20, 2013

ગાંધીજી કહે છે : વિદ્યાર્થી વિશે

"ચોમેર છાઈ રહેલી નિરાશાની રાત્રિમાં આપણે ભૂલા ન પડીએ.આશાનાં કિરણને સારુ આપણે બાહ્યાકાશ ભણી નજર ન નાખીએ, પણ અંતરાકાશ તપાસીએ.જે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ છે, જેણે ભયનો ત્યાગ કર્યો છે, જે પોતાના કર્તવ્યમાં પરાયણ રહે છે, જે કર્તવ્યપરાયણતામાં જ પોતાના હકોને છુપાયેલા જુએ છે તે વિદ્યાર્થી બહાર વ્યાપી રહેલા અંધકારથી ભયભીત નહીં થાય, પણ જાણશે કે એ અંધકાર ક્ષણિક છે, પ્રકાશ નજીક છે."

કુલપતિ ગાંધીજી
( ગૂજરાત વિદ્યાપીઠઅમદાવાદ મુકામે ૦૫-૧૨-૧૯૨૫ના રોજ યોજાયેલા પદવીદાન સમારંભમાં રજૂ કરેલા ભાષણમાંથી )   

મૂળ અંગ્રેજી : 'યંગ ઇન્ડિયા', ૧૦-૧૨-૧૯૨૫
અનુવાદ : 'નવજીવન', ૧૩-૧૨-૧૯૨૫

Monday, February 11, 2013

ગાંધીજી કહે છે : મિત્ર વિશે


" આપણે બધાને મિત્ર ગણીને કાં ન વરતીએ? ખાસ મિત્રાચારીમાંથી કડવાશ પણ થાય.પણ બધાને મિત્ર ગણીએ તો જીવન નિત્ય રસિક રહે. "

- બાપુ

યરવડા મંદિર

૧૧-૦૫-૧૯૩૨


Friday, February 8, 2013

ગાંધીજી કહે છે : લોકનાયકો વિશે



" ... સહુએ યાદ રાખવું ઘટે છે કે હવે લોકના હાથમાં વધતી જતી સત્તા આવતી જાય છે. એવી સ્થિતિમાં લોક્નાયકોને મુખેથી એક શબ્દ પણ વગર વિચારેલો ન જ નીકળવો જોઈએ. "

મો. ક. ગાંધી

વલ્લભભાઈ પટેલને ચિઠ્ઠી
૧૧-૦૧-૧૯૩૯, બારડોલી
(મૂળ ગુજરાતી)


Friday, February 1, 2013

ગાંધીજી કહે છે : અનુવાદ વિશે


" આખરે તો જે કંઈ અંગ્રેજીમાં અનુવાદ કરેલું હોય છે તે કૃત્રિમ રીતે પકવેલા ફળ જેવું નકામું હોય છે. " 

બાપુના આશીર્વાદ

પંચગની, ૦૮-૦૬-૧૯૪૫


Monday, January 21, 2013

ગાંધીજી કહે છે : મનુષ્યજાતિ વિશે


" મનુષ્યજાતિ એ એક મોટું કુટુંબ છે અને જો સત્યાગ્રહીએ પ્રગટ કરેલો પ્રેમ પૂરતો ઉત્કટ હોય તો તે આખી મનુષ્યજાતિને વ્યાપી વળવો જોઈએ. "

ગાંધીજી

'હરિજનબંધુ', ૨૩-૧૦-૧૯૩૮


Thursday, January 17, 2013

ગાંધીજી કહે છે : ઈશ્વર વિશે


" આપણને જે ઉત્તમ લાગે તે કરવું અને પછી ફળ ઈશ્વરના હાથમાં છે એમ માની આનંદમાં રહેવું. "

- બાપુ

ઍગથા હેરિસનને પત્ર
૧૧-૦૪-૧૯૪૦
સેવાગ્રામ, વર્ધા