Friday, August 30, 2013

કર્કવૃત્ત અંગે તર્કવૃત્ત !

 કર્કવૃત્ત :

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર














તર્કવૃત્ત :

અમે આ રસ્તેથી દિવસમાં બે વાર પસાર થઈએ છીએ, પરંતુ હજી સુધી અમે કર્કવૃત્તને અહીંથી પસાર થતી જોઈ નથી !


ભાષાની મજા, મજાની ભાષા - 671


'ઘાટી' અને 'ધાટી' ભિન્ન અર્થ ધરાવે છે!



Thursday, August 29, 2013

અંગ્રેજી 'ગાર્ડ'નું રક્ષણ કોણ કરશે?!


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

પાઠની પોટલી : 'ગાર્ડ'ની સાચી જોડણી 'Gard' નહીં, પણ 'Guard' છે.


ભાષાની મજા, મજાની ભાષા - 670


અમદાવાદના કોટ-વિસ્તારોમાં કેટલીક દુકાનો, કચેરીઓનાં પાટિયાં ઉપર ગુજરાતી ભાષામાં 'કાંુ' લખેલું હોય છે, જે 'કંપની' શબ્દનું ટૂંકું રૂપ છે!


Sunday, August 25, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 666


લખતી વેળાએ નાનકડી ચૂક થાય તો, 'સમર્પણ'નું 'સમપર્ણ' થઈ જાય અને અર્થ પણ બદલાઈ જાય!


Saturday, August 24, 2013

છ કરોડ ગુજરાતીઓની ભાષામાં ગધેડાનું અપમાન !


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


ગધેડો બહુબહુ તો ભૂંકે, 
એ માણસ છે કે જે થૂંકે?!


Friday, August 23, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 98


'મેં બહુ આંટા માર્યા.'

ઉપરના વાક્યનું આવું અંગ્રેજી ભાષાંતર કોણે કર્યું? :

'I killed many rounds.' (!)


Thursday, August 22, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 665


સાચો શબ્દ 'સન્યાસી' નહીં, પણ 'સંન્યાસી' છે.

'સંન્યાસ' એટલે 'ત્યાગ કરવો તે'
'સંન્યાસી' એટલે 'સંન્યાસ લેનાર' કે 'ત્યાગ કરનાર'.


Tuesday, August 20, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 663


સામાન્ય જ ફેર, છતાં બન્ને વાક્યો જુદા અર્થ કાઢે છે :

ભગવાન, ભાવના ભૂખ્યાં છે.
ભગવાન ભાવના ભૂખ્યા છે.


Monday, August 19, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 662


'રિશવત' અને 'રુશ્વત' : આ બન્ને જોડણી ખોટી છે.
'રિશ્વત' અને 'રુશવત' : આ બન્ને જોડણી સાચી છે.


Sunday, August 18, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 661


'નિયામક લાંચ રુશવત વિરોધી કચેરી'

ઉપરના વાક્યમાં પદક્રમ બદલાય તો અર્થનો અનર્થ થઈ જાય.

'નિયામક વિરોધી લાંચ રુશવત કચેરી' (!)


Saturday, August 17, 2013

અળસિયાંનાં હાઈકુ

- અશ્વિનકુમાર
-------------------------------------------------------------------------------------------------------

*

અજગર શા
કામનો? ખાતર તો
અળસિયાંનું

*

ધરતી પોચી
પડે છે, અળસિયાં
રડ્યાં છે જ્યારે

*

અળસિયાંએ
ભર્યો જમીનવેરો,
'વિકાસ' કાજે   

*

ઉદ્યોગપતિ
ખાય અળસિયાંને,
જમીનરૂપે

*

શેષનાગની
સામે ફૂંફાડો માર્યો,
અળસિયાએ?

*

( અશ્વિનકુમાર,
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ માર્ગ, અમદાવાદ : 380 014 )

--------------------------------------------------------------------------------------
સૌજન્ય : 
'નિરીક્ષક', 16-07-2013, પૃષ્ઠ : 15


Friday, August 16, 2013

આમંત્રણ : અશોક અદેપાલનાં કટાક્ષ-ચિત્રોનું પ્રદર્શન





અશોક અદેપાલનાં કટાક્ષ-ચિત્રોનું પ્રદર્શન 
16-18 ઓગસ્ટ, 2013 
રવિશંકર રાવળ ભવન, લો-ગાર્ડન,અમદાવાદ 
સવારે 11થી રાત્રે 8

ભાષાની મજા, મજાની ભાષા - 660


'તમે આ જ માનો છો કે આ જમાનો ખરાબ છે ?' 

  

યુવા-શક્તિના સથવારે આઝાદ-દિનની ઉજવણી

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

  
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Tuesday, August 13, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 657


'તમે પ્રવાસમાં શું લઈને ગયા હતા ? : 'સીધું' કે 'સીધુ' ? 

'સીધું' એટલે 'રસોઈ કરવા માટે જોઈતું કાચું અનાજ અને અન્ય સામગ્રી'. 
'સીધુ' એટલે 'ગોળ કે શેરડીના રસનો દારૂ'. 


Monday, August 12, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 656


'તેઓ સામેના ફ્લેટમાં સૌથી ઉપરના ટોપ ફ્લોર ઉપર રહે છે.' (!)


આનંદ મળ્યા, આંસુ મળ્યાં


ઉપક્રમ : 'જય ભીમ કોમરેડ'ની રજૂઆત અને ચર્ચા
ઉપસ્થિતિ : દસ્તાવેજી ચલચિત્રકાર અને દિગ્દર્શક આનંદ પટવર્ધન 
આયોજક : નાગરિક નિસબત 
તારીખ : અગિયારમી ઓગસ્ટ, બે હજાર તેર 
વાર : રવિ 
સમય : સાંજે 4:૦૦થી  
સ્થળ : નાટ્યગૃહ, રંગમંડળ, પ્રીતમનગર, પાલડી, અમદાવાદ


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


તા.ક. : જય ભીમ કોમરેડ, કબીર કલામંચ, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, વંચિતોની વાચા, નાગરિક નિસબત, દસ્તાવેજી ચલચિત્રનાં નિર્માણ-દિગ્દર્શન, આનંદ પટવર્ધન ... વિષયક લખાણો વાંચવાં છે?

આ માટે મળો નિસ્બતમિત્ર સંજય શ્રીપાદ ભાવેને, 'નિરીક્ષક' વિચારપત્રના જૂન, જુલાઈ, ઓગસ્ટ, 2013ના અંકો વાટે. આ રહી એ સુલભ, સજ્જ અને સજ્જડ વીજાણુ કડી : http://nirikshakgujaratipakshik.wordpress.com/


Thursday, August 8, 2013

વરિષ્ઠ કતારલેખક નગીનદાસ સંઘવી સાથે મુલાકાત


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

નગીનદાસ સંઘવી
જન્મ : 10-03-1920
નિવૃત્ત પ્રાધ્યાપક
હાલમાં કતારલેખક : 'દિવ્ય ભાસ્કર' દૈનિક, 'ચિત્રલેખા' સાપ્તાહિક

Monday, August 5, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 96


અંગ્રેજીમાં 'ચાર' માટે 'Four' લખાય, પણ ચાળીસ માટે 'Fourty' ન લખાય !
તમને તો ખબર જ છે કે, 'ચાળીસ' માટે અંગ્રેજી શબ્દ 'Forty' છે.


Sunday, August 4, 2013

કોફી(મેટ્સ) વિથ કાજલ


ઉપક્રમ : લેખિકા સાથે સંવાદ 
ઉપસ્થિતિ : કાજલ ઓઝા-વૈદ્ય
આયોજક : કોફીમેટ્સ,  અમદાવાદ એકમ
તારીખ : ચોથી ઓગસ્ટ, બે હજાર તેર
વાર : રવિ 
સમય : સાંજે ૬:૦૦થી ૮:૦૦ ( સમયસર પહોંચો અને ખુરશી-નિશ્ચિંત થાવ ) 
સ્થળ : ગુજરાતી સાહિત્ય પરિષદ સભાખંડ, નદી કાંઠે, આશ્રમ માર્ગ, અમદાવાદ

જીવંત પ્રસારણ http://www.eventstube.tv/ ( સૌજન્ય : રોશન રાવલ અને એમની ટુકડી )     
વિશેષ સુવિધા : કાજલ ઓઝા-વૈદ્યને પ્રશ્નોત્તરીના સમયે 'Ask a question' નામના વીજાણુ ચોકઠાની મદદથી ઘરે બેઠાં બેઠાં પણ પ્રશ્ન પૂછવાની સગવડ.
ઉપકરણ અનિવાર્યતા : 
·  Windows, Mac, iOS (iPhone, iPad), or Android running devices
·   Uninterrupted internet bandwidth of minimum 512 KBPS
·   External speaker or good quality headphones
·   Adobe Flash Player Version 11


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ભાષાની મજા, મજાની ભાષા - 650


'પડછાયો' અને 'પ્રતિબિંબ' ભિન્ન છે?!


Saturday, August 3, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 649


'તમે સંભાર લેશો?'
'શું તમે ઈડલી બનાવી છે?'

નોંધ : પહેલી વ્યક્તિ 'ળ'ને બદલે 'ર' બોલતી હતી !


'દર'નો ડર !


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

પાઠની પોટલી : સાચો શબ્દ 'RETE' નહીં, પણ 'RATE' છે ! 



Thursday, August 1, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 647


'નિરીક્ષણ' પહેલાં આગળથી કરવું અને પછી પાછળથી કરવું.
આથી, 'નિરીક્ષણ'માં પહેલાં હૃસ્વ 'ઇ' (આગળથી લખાય એ 'િ') અને પછી દીર્ઘ 'ઈ' (પાછળથી લખાય એ 'ી') આવે એવું યાદ રાખવું !