Tuesday, December 31, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 747


સાચું કારણ નહીં, શીર્ષક શોધી કાઢો : 

અન્ય પ્રેમિકાના પુરુષો સાથેના સંબંધોથી પ્રેમીની આત્મહત્યા
પ્રેમિકાના અન્ય પુરુષો સાથેના સંબંધોથી પ્રેમીની આત્મહત્યા
પ્રેમિકાના પુરુષો સાથેના અન્ય સંબંધોથી પ્રેમીની આત્મહત્યા 
પ્રેમિકાના પુરુષો સાથેના સંબંધોથી અન્ય પ્રેમીની આત્મહત્યા


ઈ.સ. ૧૯૨૯ના મુંબઈની શેરીનાં દુર્લભ દૃશ્યો

Sunday, December 29, 2013

Saturday, December 28, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 110


'Story' અને 'Storey' અલગ-અલગ અર્થ ધરાવે છે.

મંડેલાનો સૌથી મોટો ગુણ ક્ષમાભાવના : નારાયણ દેસાઈ


‘માનવતાની મુક્તિના માણસ’ નેલ્સન મંડેલાને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ ૨૭ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ ગૂજરાત વિદ્યાપીઠમાં યોજવામાં આવ્યો હતો. ગાંધીકથાકાર અને કુલપતિ નારાયણ દેસાઈએ નેલ્સન મંડેલાને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, મંડેલાનું ચારિત્ર્યઘડતર કારાવાસમાં થયું હતું. તેમણે ઘણાં કષ્ટો વેઠ્યાં હતાં. આથી, મજબૂત શરીર છતાં તેમની તબિયત બગડી હતી. ટાપુની એ જેલમાં રહીને અભ્યાસની સાથે તેમણે ચિંતન-મનન તેમજ દેશની પ્રજાના પ્રશ્નો અને દુનિયાના પ્રવાહોનો વિચાર કર્યો હતો. સત્યાવીસ વર્ષ જેલમાં રહ્યા છતાં, તેમણે જેલ-સત્તાવાળા સામે કોઈ કડવાશ રાખી નહોતી.

નારાયણ દેસાઈએ મંડેલા વિશે ખાસ એ કહ્યું કે, તેમણે પોતાના દેશની નીતિ ઘડવામાં દૂરની દૃષ્ટિ દેખાડી અને તેમના મતે કેવળ આફ્રિકામાંથી જ નહીં, પરંતુ આખી દુનિયામાંથી પણ રંગભેદ દૂર કરવા માટેની નીતિ ઘડાવી જોઈએ. રંગભેદ દૂર કરવા અને સ્વરાજ મેળવવા માટે હિંસાનું સાધન નહીં, પણ શાંતિનું સાધન વધારે સારું છે એ વિચાર પાછળ મંડેલાનાં જેલસાધના અને વિચારમંથન કારણભૂત હતાં. માનવ અધિકારો ઉપર વધુ જોર આપનાર મંડેલા એવું દૃઢપણે માનતા હતા કે, સૌથી છેવાડાના અને સૌથી ગરીબ માણસોનો વિચાર દુનિયાના અન્ય દેશોમાં પણ થવો જોઈએ. મંડેલાએ પોતાના દેશમાં શસ્ત્રો ઘટાડવાની નીતિ પોતાના હાથમાં રાખી હતી.
                  
ગાંધીજી વિશે એ મતલબની ટીકા થાય છે કે, એમણે આફ્રિકાના અશ્વેતો માટે કામ કર્યું નથી. આ મુદ્દે, નારાયણભાઈએ સ્પષ્ટતા કરી કે, ગાંધીપ્રેરણાને લીધે જ મુક્તિનાં અને માનવતાનાં આંદોલનો થયાં છે. મંડેલાએ અને ઓબામાએ ગાંધીજીમાંથી પ્રેરણા લીધી છે એવું સામાન્ય અશ્વેત માણસો પણ સમજે છે. માનવમાત્રને સમાન ગણવા તેમજ સ્વાતંત્ર્ય મેળવવા માટેનું સાધન હિંસા સિવાયનું હોઈ શકે, એવી પ્રેરણા નેલ્સન મંડેલાના જીવનમાંથી લેવા નારાયણ દેસાઈએ અનુરોધ કર્યો હતો. અહીં, તેમણે એ બાબત ઉપર ખાસ ભાર મૂક્યો હતો કે, દેશની સત્તા પ્રતિનિધિઓ પાસે નહીં, પણ નાગરિકો પાસે હોવી જોઈએ.
             
નેલ્સન મંડેલાએ જયારે રાષ્ટ્રપતિપદ સ્વીકાર્યું ત્યારે તેમણે ન્યાન્સા નામના સ્થળે ગોળીબારમાં શહીદ થયેલી એક છોકરી વિશે કોઈ કવિએ રચેલી કવિતાનું પઠન કર્યું હતું. વક્તવ્યનું સમાપન કરતાં, નારાયણ દેસાઈએ આફ્રિકાની આઝાદીનાં પ્રતીક સમાન એ શહીદ છોકરી વિશેની કવિતાનું ગુજરાતી ભાષાંતર પણ રજૂ કર્યું હતું. તેમણે એ છોકરીને ‘મુક્તિ’ નામ આપ્યું હતું.


ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગારે પ્રાસ્તાવિક પ્રવચન અને કુલસચિવ રાજેન્દ્ર ખીમાણીએ આભારદર્શન કર્યું હતું. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો, સેવકો, વહીવટી કર્મચારીઓની ઉપસ્થિતિમાં, મુખ્ય સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપાસનાખંડમાં પણ કરવામાં આવ્યું હતું.


Friday, December 27, 2013

Monday, December 23, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 109


'Family-tree' માટે 'પરિવાર-વૃક્ષ' કે 'કુટુંબ-ઝાડ' કરતાં 'વંશાવળી' એ વધારે યોગ્ય શબ્દ છે!


Saturday, December 21, 2013

Tuesday, December 17, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 737


પદક્રમ બદલાય તો અર્થ પણ બદલાય જાય :

'અમદાવાદમાં જથ્થાબંધ ખાંડના વેપારી છે?'
'અમદાવાદમાં ખાંડના જથ્થાબંધ વેપારી છે?'


Monday, December 16, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 736


'કચરો વાળવાનું કામ નિયમિત કરવું જોઈએ.'
'કરચો વાળવાનું કામ નિયમિત કરવું જોઈએ.'

સાર : સરતચૂક થાય તો 'કચરો' છેવટે 'કરચો' બની જાય!


અંગ્રેજી ભાષા, દેશી મજા : 108


તમારા સિવાયના મોટા ભાગના લોકો અંગ્રેજીમાં બરાબર 'રીધમ' જાળવી શકતા નથી!

'રીધમ' આ રીતે લખાય : 'Rhythm'.

બોધ : અંગ્રેજીમાં 'રીધમ' શબ્દ લખતી આપણો 'તાલ' તૂટી ન જાય એ ખાસ જોવું.


Saturday, December 14, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 735


'બાંયવર' એટલે 'જાનમાં ગયેલો એવો જાનૈયો જેનું લગ્ન પણ સાથે સાથે થઈ જાય તે!'


Tuesday, December 10, 2013

આવો, ઓળખીએ આપણા અભૂતપૂર્વ આચાર્યને ...


પાયાના ગાંધી-ભાષ્યકાર આચાર્ય કૃપાલાની વિશે પાયાની જાણકારી મેળવવા અહીં પહોંચી જાવ :

http://www.youtube.com/watch?v=A8yYJe-HloI


Sunday, December 8, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 732


કોઈ નામમાં અક્ષરો વચ્ચે બિનજરૂરી જગ્યા છૂટી ન જાય એનું ધ્યાન રાખવું.

દાખલા તરીકે :
   
'અનુ પજ લોટા'
'અનુપ જલોટા' (!)


Saturday, December 7, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 731


'આજે મુંબઈમાં અમને શો ભાડે મળશે.'
'આજે મુંબઈમાં અમને શોભા ડે મળશે.' (!)


Friday, December 6, 2013

પારુબહેન અને રઘુવીરભાઈ : દાખલારૂપ દાંપત્ય


અભિન્ન અને પ્રસન્ન : પારુબહેન અને રઘુવીરભાઈ

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


Wednesday, December 4, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 730


ઘરના પ્રવેશદ્વારની જમણી-ડાબી બાજુએ 'શુભ' અને 'લાભ' શબ્દો લખાય છે. પરંતુ, આપણી ભાષામાં જેમ 'શુભેચ્છા' શબ્દ સહજ છે, એમ 'લાભેચ્છા' શબ્દ કેમ પ્રચલિત નથી?!


ભાષાની મજા, મજાની ભાષા - 729


'તેઓ ઘરે પાછા પરત થયા.'
'તેઓ ઘરે પરત થયા.'


Tuesday, December 3, 2013

જાતને પૂછવા જેવો પ્રશ્ન


સમય હોય તો,
યાદદાસ્તને ઢંઢોળીને, 
જાતને પ્રશ્ન પૂછી જુઓ કે,
કચરો વીણનારાં
શ્રમજીવી બહેનને, 
તમે છેલ્લે ક્યારે 
માનથી અને મનથી 
બોલાવ્યાં હતાં ?

                                      - અશ્વિનકુમાર

સૌજન્ય :
'નિરીક્ષક', ૦૧-૧૨-૨૦૧૩, પૃષ્ઠ : ૨૨
પુનર્મુદ્રણ : 'દલિત અધિકાર', ૧૬-૦૨-૨૦૧૫, પૃષ્ઠ : ૦૫

Monday, December 2, 2013

પ્રવર્તમાન ગુજરાતી છબી-પત્રકારત્વનું રતન : ઝવેરીલાલ મહેતા


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

તસવીર-પત્રકાર ઝવેરીલાલ મહેતાની પ્રખ્યાત પત્રકાર દેવાંગ ભટ્ટે લીધેલી મુલાકાત નિહાળવા અહીં પહોંચી જાવ :

Sunday, December 1, 2013

'કોફીમેટ્સ'માં રઘુવીર ચૌધરી


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ઉપક્રમ : સર્જક સાથે સંવાદ 
ઉપસ્થિતિ : રઘુવીર ચૌધરી
આયોજક : કોફીમેટ્સ,  અમદાવાદ એકમ
તારીખ : પહેલી ડિસેંબર, બે હજાર તેર
વાર : રવિ 
સમય : સાંજે ૬:૦૦થી ૮:૦૦
સ્થળ : ગુજરાતી સાહિત્ય પરિષદ સભાખંડ, નદી કાંઠે, આશ્રમ માર્ગ, અમદાવાદ