આપણી માતૃભાષાને રાષ્ટ્રીય અને માનવીય ગૌરવ અપાવનારી 'હેલ્લારો' ફિલ્મ આપવા બદલ દિગ્દર્શક અભિષેક શાહને અભિનંદન. ફિલ્મ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ પ્રત્યેક જણ માટે ત્રણ તાળીનું માન.
આ ફિલ્મની અસરના કારણે, ફોન ઉપર 'હેલ્લો'ને બદલે 'હેલ્લારો' કહેવાય જાય તો નવાઈ નહીં!
ફિલ્મનો પ્રીમિયર શો જોયા બાદ, ઘરે ઊંઘમાં પણ ઢોલ ઢબૂકતા અને ગરબા ગુંજતા રહ્યા. રાત સપનાં વિનાની ગઈ. સવાર તાજગી સાથે પડી.
જોયા વગર રહેવાય નહીં અને જોયા પછી કોઈને કહેવાયા વગર રહેવાય નહીં એવી અવિસ્મરણીય અને અભિનંદનીય ફિલ્મ.