અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Audio Content. Show all posts
Showing posts with label Audio Content. Show all posts
Sunday, March 2, 2025
Sunday, December 8, 2024
Wednesday, September 4, 2024
Tuesday, November 21, 2023
Tuesday, November 22, 2022
સ્વર-સજ્જતા સારુ સૂચનો || ડૉ. અશ્વિનકુમાર
ગુજરાતી, હિંદી, અંગ્રેજી, અને સંસ્કૃત ભાષા સહજપણે વાંચી શકાય એટલી સજ્જતા કેળવવી.
સામાન્ય જાણકારી અને સાંપ્રત પ્રવાહોથી માહિતગાર રહેવું.
રેડિયો નિયમિતપણે સાંભળવો.
માધ્યમોના ક્ષેત્રે જાણીતી વ્યક્તિઓના અવાજને સાંભળો.
વિચારીને વાંચો. વાંચીને ન વિચારો.
વાંચતી વખતે અન્ય વિચારોને દૂર રાખો.
દરેક શબ્દને ભાવપૂર્વક વાંચવો.
એકેએક શબ્દની ભીતર ઊતરીને વાંચો.
બોલતી વખતે આત્મવિશ્વાસ છલકવો જોઈએ.
જાહેરમાં કશું પણ બોલતાં પહેલાં મહાવરારૂપે એકાદ વખત આગોતરુ વાંચી લેવું.
અરીસા આગળ વાચનની ટેવ વિકસાવવા જેવી ખરી.
આપણા અવાજનું ધ્વનિમુદ્રણ (વૉઇસ રેકર્ડિંગ) કરીને એને ફરીવાર સાંભળવો.
અવાજનું આધુનિક ઉપકરણો થકી અક્ષરાંકન કરવું. જેથી કરીને ખ્યાલ આવે કે, સંચારયંત્ર આપણા અવાજને અને એ રીતે આપણા ઉચ્ચારને બરાબર ઓળખી-પારખી શકે છે કે કેમ?
ગળું ચોખ્ખું રહે એ પ્રકારની સાવધાની અને ખાણીપીણી રાખવી.
ઉજાગરા ટાળવા. પૂરતી ઊંઘ લેવી.
હળવી કસરત કરવી. ઝડપભેર ચાલવું.
સવારે યોગાસન અને પ્રાણાયામ કરવા. શ્વાસ અને ઉચ્છ્વાસ ઉપર વિશેષ ધ્યાન આપવું.
વાચનની પ્રક્રિયા દરમિયાન વચ્ચે-વચ્ચે બિનજરૂરી ન અટકવું. આ જ રીતે, કૂતરાં પાછળ પડ્યાં હોય એમ ઝડપથી ન ભાગવું.
શબ્દ અનુસાર ભાવ પ્રગટ થવો અનિવાર્ય છે. દાખલા તરીકે, 'સભામાં ખૂબ માણસો હતા.' આ વાક્ય બોલતી વખતે 'ખૂબ' શબ્દો પર ભાર મૂકવો જરૂરી છે.
જોડણીના નિયમો જાણી લેવા.
વ્યક્તિ-નામ, સ્થળ-નામના સાચા ઉચ્ચારો જાણી લેવા.
બે શબ્દો વચ્ચે, બે વાક્યો વચ્ચે, અને બે ફકરા વચ્ચે યોગ્ય સમય જાળવો.
વિરામચિહ્નો પણ વાંચતાં હોય એવી વાક્અભિવ્યક્તિ હોવી જોઈએ.
અનુસ્વાર પણ બોલતાં આવડવું જોઈએ. દાખલા તરીકે, 'આજનાં છાપાં ક્યાં ગયાં?'
'પ્રકાશસંશ્લેષણ' એક એવો શબ્દ છે કે જેમાં 'શ', 'સ' અને 'ષ' સાથે આવે છે. 'શ', 'સ' અને 'ષ'નાં અક્ષરભેદ અને ઉચ્ચારશુદ્ધિ માટે 'પ્રકાશસંશ્લેષણ' શબ્દ સતત બોલવો અને સાંભળવો!
Thursday, December 3, 2020
Monday, November 2, 2020
આશિષ કક્કડનું મિત્રમંડળીમાંથી આમ અચાનક ઊઠી જવું
આશિષ કક્કડ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર
દીપક સોલિયા સાથે આશિષ કક્કડ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર
આશિષ કક્કડ, બહુપ્રતિભાપૂર્ણ માધ્યમકાર
અવતરણ : ૨૧-૦૫-૧૯૭૧
અવસાન : ૦૨-૧૧-૨૦૨૦
Wednesday, January 1, 2014
Subscribe to:
Posts (Atom)