Wednesday, July 31, 2013

'કૃપાલાની સવાસો' નિમિત્તે પ્રકાશ ન. શાહનું વ્યાખ્યાન

વિષય : કૃપાલાની સવા શતાબ્દી
વક્તા : પ્રકાશ ન. શાહ
આયોજક : ગુજરાત વિશ્વકોશ પરિવાર 
તારીખ : એકત્રીસ જુલાઈ, બે હજાર તેર
વાર : બુધ  
સમય : સાંજે પાંચ કલાકે  
સ્થળ : હીરાલાલ ભગવતી સભાગૃહ,
ગુજરાત વિશ્વકોશ ભવન, ઉસ્માનપુરા, અમદાવાદ

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ભાષાની મજા, મજાની ભાષા - 646

શાક 'પરવળ'નું થાય, 'પરવાળા'નું નહીં !

Tuesday, July 30, 2013

'દક્ષિણ ભારતીય' વાનગીનો 'ગુજરાતી' સ્વાદ

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

'ઈડલી' નથી, 'ઈટલી' ચાલશે?!

'હોદ્દા'ની વાત, 'મુદ્દા'ની વાત !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

'Diesel Tank'નો ઊંચો ભાવ અનુવાદ એટલે 'ખોરાક મંત્રી' !

ઉઘાડો તાળું અજ્ઞાનનું !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

'વિજ્ઞાન'માં 'E'ની બાદબાકી,
'કોલેજ'માં 'E'ની બદલી ! 

પાઠની પોટલી : સાચો શબ્દ 'SCINCE' નહીં, પણ 'SCIENCE' છે ! વળી, અહીં 'COLLAGE ' ની જગ્યાએ 'COLLEGE' લખવું પડે. કારણ કે,  'COLLAGE ' અને 'COLLEGEભિન્ન અર્થ ધરાવે છે !

'મા'નું મૂલ્ય : શબ્દોમાં અને આંકડામાં !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

'હિંદી' સાથે 'ગણિત',
'મા'નું મૂલ્ય અગણિત!

'ઉપગ્રહ'માં કરકસર : એક અક્ષરની !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

પાઠની પોટલી : સાચો શબ્દ 'Satelite' નહીં, પણ 'Satellite' છે ! 

સામાનની હેરફેર અને શબ્દમાં ફેરફાર !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

અહીં 'કેરિયર'ની પસંદગી ખોટી થઈ છે !

પાઠની પોટલી : સાચો શબ્દ 'Carriar' નહીં, પણ 'Carrier' છે ! 

ગૌજીવીને જન્મદિને શુભેચ્છા

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

રતિભાઈ પંડ્યા( જન્મ : 30-07-1936)ને 78મા જન્મદિન પ્રસંગે ગોરસપૂર્ણ શુભેચ્છા  ...

અંગ્રેજી ભાષા, દેશી મજા : 95

Viral has no symptoms of fever !

Monday, July 29, 2013

આદિવાસી સંગીત : વનથી ઉદ્યાન તરફ !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

સ્થળ    : થાણે જિલ્લો, મહારાષ્ટ્ર 
તારીખ : 17-11-2012
વાર     : શનિ
સમય  : સવારના 10:11:21

'ઘણી' ખરી પણ 'ગણી' નહીં !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

વીમા રાશિ :  'ત્રણ ણી' કે 'ત્રણ ણી' ?

ભાષાની મજા, મજાની ભાષા - 645

પત્રકારત્વ વિભાગમાં મને મળવા આવેલા યુવકે કહ્યું : ' સાહેબ, મારે જનરાલિસ્ટ બનવું છે.' (!)

' હે માલિક, તેરે બંદે હમ ! '

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

અહીં સૌથી મોટું 'જોખમ' તો ખુદ 'માલિક'ને છે !

પાઠની પોટલી : સાચો શબ્દ 'Owner' છે, 'Ower' નહીં !

તન, મન અને ધ્યાનના પ્રશ્નો

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Saturday, July 27, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 643

'તેમની નાની  વયની ઉંમરના પ્રમાણમાં આ સિદ્ધિ મોટી ગણાવી જોઈએ.' (!)

Friday, July 26, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 642

'અમારી કચેરી નીચે ભોંયતળિયામાં આવેલી છે.' (!)

સારું, બસ નહીં જઈએ !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

બોધની બોણી : ઉપરવાળાની રજા સિવાય નીચેવાળાઓએ ઉપર જવું નહીં !

Thursday, July 25, 2013

Tuesday, July 23, 2013

અડધી ચાની વિરામયાત્રા !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

સ્થળ : માસીની કીટલી, ગૂજરાત વિદ્યાપીઠ પરિસરની બહારની બાજુનો ખૂણો, આશ્રમ માર્ગ, અમદાવાદ - 380 014

તારીખ : 04-06-2009

તા.ક. : એક સામાન્ય માણસની એક સામાન્ય ક્ષણની આ એક સામાન્ય તસવીર એક સામાન્ય માણસે એક સામાન્ય મોબાઇલ ફોનથી લીધી છે !

રિક્ષાંત પ્રવચન !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Monday, July 22, 2013

ગુજરાતમાં અંગ્રેજીમાં 'પુરુષો' બદલાઈ રહ્યા છે !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

નોંધ : આ તસવીર 19-05-2009ના રોજ, દ્વારકા નજીકના એક સ્થળે, મૂરખ(સ્માર્ટ ન હોય તેવા !) મોબાઇલ ફોનથી, અંધારામાં અને ઉતાવળે ઝડપી છે !

પાઠની પોટલી : સાચો અંગ્રેજી શબ્દ 'Gents' છે, 'Jents' નહીં !

Sunday, July 21, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 94

'તમારા સિવાયના, મોટા ભાગના લોકો 'theorically' શબ્દનો જ ઉપયોગ કરે છે. તમને તો ખબર જ છે કે, સાચો શબ્દ 'theoretically' છે !

વિદ્યાર્થીઓને કરાવ્યું ગ્રંથાલય-દર્શન - 07

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

વિદ્યાર્થીઓને કરાવ્યું ગ્રંથાલય-દર્શન

સમાજકાર્ય વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - 380 014

તારીખ : 20-07-2013, શનિવાર, સમય : સાંજે 03:45થી 05:15

સાહિત્ય અકાદમી દ્વારા રઘુવીર ચૌધરીનું સન્માન

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Saturday, July 20, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 640

'તમે સૌથી પ્રથમ પહેલ ન કરો, કારણ કે તમે પહેલ કરો છો એ જ પૂરતું છે !'

વિદ્યાર્થીઓને કરાવ્યું ગ્રંથાલય-દર્શન - 06

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

વિદ્યાર્થીઓને કરાવ્યું ગ્રંથાલય-દર્શન

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - 380 014

તારીખ : 19-07-2013, શુક્રવાર, સમય : સાંજે 04:30થી 06:00

વિદ્યાર્થીઓને કરાવ્યું ગ્રંથાલય-દર્શન - 05

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

વિદ્યાર્થીઓને કરાવ્યું ગ્રંથાલય-દર્શન

હિન્દી વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - 380 014

તારીખ : 19-07-2013, શુક્રવાર, સમય : સાંજે 04:30થી 06:00

Friday, July 19, 2013

વૃક્ષ પણ વેલથી ટકતું હોય, શી ખબર !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

વિદ્યાર્થીઓને કરાવ્યું ગ્રંથાલય-દર્શન - 04

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

વિદ્યાર્થીઓને કરાવ્યું ગ્રંથાલય-દર્શન

ઇતિહાસ વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - 380 014

તારીખ : 18-07-2013, ગુરુવાર, સમય : સાંજે 04:30થી 06:00

Thursday, July 18, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 639

સાચો શબ્દ 'ફાંસીવાદ' નહીં, પણ 'ફાસીવાદ' છે!

વિદ્યાર્થીઓને કરાવ્યું ગ્રંથાલય-દર્શન - 03

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

વિદ્યાર્થીઓને કરાવ્યું ગ્રંથાલય-દર્શન

સમાજશાસ્ત્ર વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - 380 014

તારીખ : 17-07-2013, બુધવાર, સમય : સાંજે 04:30થી 06:00

Wednesday, July 17, 2013

દેખો 'મગર' પ્યાર સે !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

મગરાક્ષરમાં મા ખોડિયાર !

વિદ્યાર્થીઓને કરાવ્યું ગ્રંથાલય-દર્શન - 02

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

વિદ્યાર્થીઓને કરાવ્યું ગ્રંથાલય-દર્શન

ગ્રામ-અર્થશાસ્ત્ર વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - 380 014

તારીખ : 16-07-2013, મંગળવાર, સમય : સાંજે 04:30થી 06:00

ડૉ. વી.આર.મહેતાનો શતાયુ પ્રવેશ

- અશ્વિનકુમાર

--------------------------------------------------------------------------------------

ડૉ. વસંત આર. મહેતા

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ મુકામે ૨૩-૦૬-૨૦૧૩, રવિવારના રોજ ‘ડૉ. વસંત આર. મહેતા શતાયુ અભિવાદન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિશ્વવિદ્યાલયોએ અને સંગઠનોએ પુષ્પગુચ્છ, શાલ, ચરખા-પ્રતીક, સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન થકી મહેતાસાહેબનું બહુમાન કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના વર્તમાન શિક્ષણ મંત્રી અને પૂર્વ કૃષિ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ‘આવકાર્ય’ કારણોસર ઉપસ્થિત રહ્યા હતા. હાલના કૃષિ મંત્રી બાબુભાઈ બોખીરિયા ‘અનિવાર્ય’ કારણોસર ઉપસ્થિત રહ્યા ન હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્યનાં ચાર કૃષિ વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ - એન. સી. પટેલ (જૂનાગઢ), શ્રીધરન (દાંતીવાડા), એ.એમ.શેખ (આણંદ), એ.આર.પાઠક (નવસારી) - હાજર રહ્યા હતા. સમારોહમાં પૂર્વ કુલપતિઓ અને અગ્રગણ્ય શિક્ષણવિદ્દો તેમજ નિવૃત્ત અધિકારીઓ અને પ્રવૃત્ત વિજ્ઞાનીઓ પણ આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યાં હતાં. સન્માનિત ડૉ. વી.આર.મહેતાએ પ્રતિભાવ અને આશીર્વચન આપ્યાં હતાં. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા નિર્મિત ‘મુઠ્ઠી ઊંચેરા માનવી’ સંવાદ-શ્રેણી અંતર્ગત, પ્રાધ્યાપક ભદ્રાયુ વછરાજાનીએ ડૉ. વસંત આર. મહેતાની લગભગ સવા કલાકની દૃશ્ય-શ્રાવ્ય-અંકિત મુલાકાત લીધી છે. તેનો કેટલોક ભાગ સમારોહના સમાપને રજૂ કરવામાં આવ્યો હતો. ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ રાજેન્દ્ર ખીમાણીએ પ્રગટ કરેલા આનંદ અને આભાર સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

ડૉ. વસંત આર. મહેતા ભારતીય સનદી સેવા, ગુજરાત રાજ્ય વહીવટ અને પ્રાદેશિક કૃષિ શિક્ષણ ક્ષેત્રે આગવું નામ છે. તેમનો જન્મ ૨૨-૦૬-૧૯૧૪ના રોજ  રાજકોટમાં થયો હતો. તેમના પિતા રતિલાલ ઘેલાભાઈ મહેતા રાજકોટની આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં મોહનદાસ કરમચંદ ગાંધીના સહાધ્યાયી અને મિત્ર હતા. વસંતભાઈના જીવનનાં ઘડતર અને ચણતર પણ આ શાળા વાટે થયાં. જૂનાગઢ અને અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને તેઓ વિજ્ઞાન તેમ જ કાનૂનના વિષયમાં સ્નાતક થયા. વી.આર.મહેતાએ ભારતીય વહીવટી સેવા (ઈ.સ. ૧૯૫૨થી ૧૯૭૨) થકી દીર્ઘ અને દૃઢ કાર્ય-પ્રદાન કર્યું છે. તેમણે સૌરાષ્ટ્ર, બૃહદ મુંબઈ અને ગુજરાત રાજ્યમાં પડકારરૂપ કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. કૃતનિશ્ચયી અને પ્રામાણિક વી.આર.મહેતાએ જમીન સંપાદનના કામની સાથેસાથે વિશ્વાસ સંપાદન પણ કર્યો છે. સત્તાધીશોથી માંડીને વ્યવસ્થાપકો, માથા ઉપરના અધિકારીઓથી માંડીને હાથ નીચેના કર્મચારીઓ, અધ્યાપકોથી માંડીને વિદ્યાર્થીઓ સાથે તેમણે સંઘર્ષ-નિવારણનું કામ કુનેહપૂર્વક કર્યું છે.

વી.આર.મહેતા તત્કાલીન ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલયના પ્રથમ કુલપતિ હતા. તેમણે પ્રથમ કુલપતિ તરીકે બે સત્ર (ઈ.સ. ૧૯૭૨થી ૧૯૭૮) સુધી, રાજ્યનાં કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણમાં નમૂનારૂપ અને નામનારૂપ કામગીરી કરી હતી. આપણો કૃષિ-વિકાસ આવા મજબૂત પાયાનામ ઉપર ઊભો છે. વી.આર.મહેતાએ ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલયમાં પણ બે સત્ર (ઈ.સ. ૧૯૮૫થી ૧૯૯૧) માટે કુલપતિ તરીકે સેવા આપી હતી. મહેતાસાહેબને કૃષિ-શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રે પહેલરૂપ કાર્ય કરવા માટે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા ઈ.સ. ૨૦૦૫માં ડૉક્ટર ઓફ લિટરેચર (સાહિત્ય-વિદ્યાવારિધિ) અને કૃષિના સર્વાંગી વિકાસ સારુ આજીવન અને નોંધપાત્ર પ્રદાન કરવા બદલ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા ઈ.સ. ૨૦૦૮માં ડૉક્ટર ઓફ સાયન્સ (વિજ્ઞાન-વિદ્યાવાચસ્પતિ)ની માનદ્ પદવી એનાયત કરવામાં આવી હતી.

ડૉ. મહેતાએ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સંસ્થાઓને અને સંગઠનોને પોતાના બહોળા જ્ઞાન-અનુભવનો લાભ આપ્યો છે. તેમણે વિવિધ દેશોનાં શિક્ષણ-સંશોધન સંસ્થાનોની મુલાકાત લીધી છે. વ.ર.મહેતાને વિશિષ્ટ સિદ્ધિઓ અને યોગદાન માટે પારિતોષિકો અને પ્રશસ્તિપત્રો, સ્મૃતિચિહ્નો અને સન્માનપત્રો એનાયત થયાં છે. તેમનાં કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં છે, કેટલાંક પુસ્તકો પ્રસિદ્ધ થવાની રાહ જોતાં બેઠાં છે. તેમણે ગુજરાતી ભાષામાં સાહિત્ય-સર્જન કરીને કેટલાંક પુસ્તકો આપ્યાં છે. વી.આર.મહેતાનાં પ્રકાશિત અંગ્રેજી પુસ્તકો આ મુજબ છે : ‘શાઇનિંગ શેડોઝ’, ‘ડૉન ટુ ડસ્ક’, ‘ડસ્ક ટુ ડૉન’, ‘ટેલ ઓફ ટુ યુનિવર્સિટીઝ’, ‘એ બ્લડલેસ લેન્ડ રીવોલ્યુશન’, ‘ફ્રોમ ધી ફાઈલ્સ ઓફ એ સ્ટેટ્સમેન’, ‘સાયન્સ ઇન વેદિક લિટરેચર ઓફ એન્સિએન્ટ ઇન્ડિયા’, ‘હ્યુમર ઇન એડમિનિસ્ટ્રેશન’, ‘ગ્લિમ્પ્સીસ ઓફ ગૂડ ગવર્નન્સ’. તેમણે ઉ.ન. ઢેબરના વિચારવિશ્વના કેટલાક સંચયો પણ કર્યા છે.

ડૉ. વી.આર.મહેતાના સોમા જન્મદિન પ્રસંગે શુભેચ્છા-સંદેશો પાઠવતાં, ‘ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક’ ડૉ. એમ. એસ. સ્વામીનાથન  ખાસ નોંધે છે : “ડૉ. મહેતા આપણા સૌ માટે નિરંતર પથદર્શક વ્યક્તિત્વ બની રહ્યા છે. તેઓ વિજ્ઞાનીઓને અને ખેડૂતોને પરસ્પર ભાગીદારી થકી એક ધરાતલ ઉપર લાવ્યા છે.” આપણે પણ, કર્મનિષ્ઠ અને સેવાનિષ્ઠ મહેતાસાહેબના પૂર્ણ અને પ્રસન્ન શતાયુ પ્રવેશ નિમિત્તે, તેમનાં ડહાપણ-સમજણ, વહીવટ-ચીવટ, અનુભવ-અભિવ્યક્તિ, વાચન-લેખનનો વધારે અને વેળાસર લાભ લઈએ અને સમાજનું શુભ કરીએ.

( અશ્વિનકુમાર, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪)

--------------------------------------------------------------------------------------
સૌજન્ય : 'નિરીક્ષક', 16-07-2013, પૃષ્ઠ : 22-23
--------------------------------------------------------------------------------------

ડૉ. વસંત આર. મહેતા શતાયુ અભિવાદન સમારોહ

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

પરિશ્રમનું હાઈકુ-પંચમ

            - અશ્વિનકુમાર

શ્રમરૂપે આ
ભાલે ચળક્યાં, મોતી
ખારાં પાણીનાં
       
*             

ભર ઉનાળે,
મજૂરે તગારામાં
ઊંચક્યો સૂર્ય

*        
               
પનિહારીના
ભાલેથી કૂવો ખેંચે
પ્રસ્વેદબુંદ

*                              

શેરડી નહીં,
શ્રમ પણ પિસાય
સંચા અંદર

*                              

બરફવાળો
નીતરી રહ્યો, લારી
ખેંચી ખેંચીને

*            

--------------------------------------------------------------------------------------
સૌજન્ય : 
'નિરીક્ષક', 16-07-2013, પૃષ્ઠ : 11
પુનર્મુદ્રણ : 'આપણું વિચારવલોણું', સપ્ટેમ્બર, 2013, પૃષ્ઠ : 22

Tuesday, July 16, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 638

'દાંતેવાડા' અને 'દાંતીવાડા' બોલવા-સાંભળવામાં ઘણા સરખા લાગે છે. જોકે, તેમાં કેવળ પ્રદેશ જ નહીં, પરિસ્થિતિનો પણ ઘણો મોટો ફેર છે !

વિદ્યાર્થીઓને કરાવ્યું ગ્રંથાલય-દર્શન - 01

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

વિદ્યાર્થીઓને કરાવ્યું ગ્રંથાલય-દર્શન

ગુજરાતી વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - 380 014

તારીખ : 15-07-2013, સોમવાર, સમય : સાંજે 04:30થી 06:00

Sunday, July 14, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 636

ચિત્ર-વિચિત્ર દેખાવ અને વધારે-ઓછાં-આડાં-અવળાં અંગો-ઉપાંગો સાથે કોઈ બાળક જન્મે ત્યારે ગુજરાતી અખબારો માટે કુદરત 'ફાંટાબાજ' બની જાય છે!
 
'આંતકવાદ'માં અનુસ્વાર, અનુસ્વારમાં 'આતંકવાદ' !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

બોધની બોણી : સાચો શબ્દ 'આતંકવાદ' છે, 'આંતકવાદ' નહીં !

Saturday, July 13, 2013

અંગ્રેજી ભાષા, દેશી મજા : 93

'તમે બધા જ પ્રશ્નો ઘડીક વારમાં સોલ(sole) કર્યા કે સોલ્વ(solve) કર્યા ?!'

ભાષાની મજા, મજાની ભાષા - 635

વાવાઝોડું, અતિવૃષ્ટિ, ભૂકંપ, સુનામી   ...  ત્રાટકે અને પારાવાર જાનહાનિ - માલહાનિ  થાય ત્યારે ગુજરાતી અખબારોમાં કુદરત 'ક્રૂર' બની જાય છે.

ભાવ-પ્રતિભાવ

આજે રોજે રોજ અવનવા ગુજરાતી બ્લોગ બ્લોગ વિશ્વમાં ઉમેરાતા જાય છે. તેમાંના કેટલાક મૌલિક લખાણોથી ભરપૂર હોય છે તો કેટલાક કોઈ માહિતી આપતાં બ્લોગ હોય છે. આ જ બ્લોગ જગતમાં જુલાઈ મહિનાથી પગરણ કરનાર એક બ્લોગ વાચકોનું ધ્યાન દોરે એમ છે. એનું કારણ ફક્ત એટલું જ છે કે આજે ભાષાના શબ્દોનો કેવી રીતે ક્યાં અને કયા સંદર્ભમાં ઉપયોગ થયો છે તે અને જો તેનું થોડું પણ સ્થાનફેર કરવામાં આવે તો અર્થમાં કેવો ફેરફાર થાય છે અને ઘણી વાર કેવી રમૂજ પણ તેનાથી સર્જાઈ શકે છે તે આપણને આ બ્લોગ દ્વારા જાણી શકાય છે.
વધુ માહિતી મેળવવા તે બ્લોગની મુલાકાત લેવી જરૂરી છે.

સૌજન્ય : http://blog.gujaratilexicon.com/

Friday, July 12, 2013

ઇંગ્લિશ જાજરૂ, હિંદી ભાષા અને ગુજરાતી ચિતારો !

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

તસવીરનો પહેલો શબ્દ ઉચ્ચારી જુઓ !
સફળતા મળે તો જ અંદર જવાનું રાખો !

ભાષાની મજા, મજાની ભાષા - 634

સ્પષ્ટ ઉચ્ચાર સાથે અને બે શબ્દો વચ્ચે ધોરણસર જગ્યા રાખીને આ નામ વાંચો :

' નિશા શાહ '.

હવે, જે લોકો 'શ'ની જગ્યાએ 'સ' બોલતાં હશે, પ્રમાણમાં ઝડપથી બોલતાં હશે, બોલતી વખતે બે શબ્દો વચ્ચે પૂરતી જગ્યા નહીં રાખતાં હોય, આખો શબ્દ નહીં બોલતાં હોય, તે લોકો 'નિશા શાહ'ને કેવી રીતે બોલાવશે ? ધ્યાનથી સાંભળો, આ રીતે : 

'નિસાસા' !

Thursday, July 11, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 633

'ધનલક્ષ્મી'ની જગ્યાએ ભૂલથી 'ઘનલક્ષ્મી' લખાય-વંચાય નહીં એનું ધ્યાન રાખવું. જોકે,  'ઘનલક્ષ્મી'નો અંગ્રેજી અનુવાદ 'hard cash' કરશો તો ચાલશે !

બે પગલાં લીલાશ તરફ

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

Wednesday, July 10, 2013

ભાષાની મજા, મજાની ભાષા - 632

તમે દીકરીનું નામ 'ફોરમ' રાખ્યું એ તો સારું કર્યું, પણ કોઈ ભૂલથી પણ એનું નામ અંગ્રેજીમાં 'Forum' ન લખી જાય એનું ધ્યાન તો તમારે જ રાખવું પડશે !

Tuesday, July 9, 2013

મોબાઇલ કે તોબાઇલ ?!

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

મોબાઇલ ચાર્જિંગ : જરૂરિયાતથી જવાબદારી સુધી !