અશ્વિનિયત/अश्विनियत/Ashwiniyat
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Tuesday, October 13, 2026
A heavyweight quote on education
"Stay in college, get the knowledge. And stay there until you're through. If they can make penicillin out of moldy bread, they can sure make something out of you."
Muhammad Ali, legendary heavyweight boxing champion
This memorable quote was spoken by the legendary heavyweight boxing champion Muhammad Ali.
Muhammad Ali shared this piece of advice during an address to students at the New School for Social Research in New York City. The statement was featured in the "Words of the Week" section of Jet magazine on January 3, 1980.
Known for his witty rhymes and rhythmic speaking style, Ali used this clever scientific analogy—referencing how Alexander Fleming famously discovered the antibiotic penicillin from Penicillium mold—to encourage young people to value their education, persist through academic challenges, and recognize their own inherent potential.
વીસમી સદીના છેલ્લા દાયકાના આરંભકાળમાં, અમદાવાદની મણિનગર સાયન્સ કૉલેજમાં બી.એસસી.(ભૌતિકશાસ્ત્ર)ના અભ્યાસ દરમિયાન, આ અવતરણ ભૂરા રંગની સ્કૅચપેનથી ચોરસ કાગળ ઉપર લખીને, એ ટુકડો પ્રયોગપોથી(લૅબ-જર્નલ)ના મુખપૃષ્ઠ ઉપર ગુંદરથી ચિપકાવ્યો હતો. આ અવતરણ આજેય હાથવગું, હોઠવગું, અને હૈયાવગું છે.
Sunday, October 11, 2026
Blog || Page-Views: 14,00,000
Ashwiniyat, an individual Gujarati blog, crossed 1.4 Million (14 Lakh) page views on 11-10-2026, Sunday.
Saturday, October 10, 2026
Wednesday, October 7, 2026
ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સેવકો દ્વારા રેંટિયા બારસની ઉજવણી
મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના વિધવિધ વિભાગના સેવકો અને વિદ્યાર્થીઓ દ્વારા બાપુની જન્મતિથિની ઉજવણી નિમિત્તે રેંટિયા નિદર્શન-સમજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અમદાવાદ શહેરની મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની વિવિધ શાળાઓમાં રેંટિયા બારસ (ભાદ્રપદ માસ, કૃષ્ણ પક્ષ બારસ, વિક્રમ સંવત 2082; તા. 07 ઑક્ટોબર 2026, બુધવાર)ના દિવસે યોજાયો હતો.
![]() |
| Photograph : Nikunj Pandya / છબી : નિકુંજ પંડ્યા |
ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના પહેલા સત્રના નવ વિદ્યાર્થીઓએ વિભાગીય અધ્યક્ષ સાથે, નારણપુરા ગામમાં આવેલી નારણપુરા ગુજરાતી શાળા ક્રમાંક 1ના પરિસરમાં રેંટિયા નિદર્શન-સમજ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ શાળામાં 183 બહેનો અને 169 ભાઈઓ એમ કુલ 352 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
![]() |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
કાર્યક્રમનો પ્રારંભ ગાંધીજીને પ્રિય એવા ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ભજનથી કરવામાં આવ્યો હતો. સમૂહ-સામેલગીરીની આ પ્રસ્તુતિમાં કવિતા, મનીષા, અને માધવીએ વિશેષ જવાબદારી નિભાવી હતી. શાળાના આચાર્યશ્રી પ્રવીણભાઈ પ્રજાપતિએ શબ્દગુચ્છથી સ્વાગત કર્યું હતું. વિભાગાધ્યક્ષ ડૉ. અશ્વિનકુમારે ‘રેંટિયા બારસ’ કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી. તેમણે આચાર્યશ્રીને ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ પુસ્તક ગૂજરાત વિદ્યાપીઠ વતી ભેટ આપ્યું હતું. વિદ્યાર્થિની વિશ્વાએ ગૂજરાત વિદ્યાપીઠ વિશે, પ્રિયાએ રેંટિયા વિશે, અને શીતલે રેંટિયા બારસ વિશે રસપ્રદ વિગતો રજૂ કરી હતી.
ત્યારબાદ, ટુકડીના તમામ દસ સભ્યોએ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમક્ષ રેંટિયાનું નિદર્શન કર્યું હતું. તેમણે શાળાનાં બહેનો-ભાઈઓની વચ્ચે બેસીને, રેંટિયાના પ્રત્યેક ભાગની વિગતે સમજણ આપી હતી. તેમણે પૂણીથી માંડીને આંટી સુધીની પ્રક્રિયા સમજાવીને તાર કાંતી બતાવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ પણ રેંટિયા ઉપર હાથ અજમાવીને તાર કાંત્યા હતા.
વર્ગ-પ્રતિનિધિ નિહારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અંકિતે તસવીર-દસ્તાવેજીકરણ અને ઓમે દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ કર્યું હતું. 'રાષ્ટ્રગીત'ના સામૂહિક ગાન થકી 'રેંટિયા બારસ' કાર્યક્રમ સંપન્ન થયો હતો.
Tuesday, October 6, 2026
Monday, October 5, 2026
યરવડા પેટી રેંટિયો : મુખ્ય ભાગ
મોટું ચક્ર (મુખ્ય ચક્ર)
ઢોલણી
નાનું ચક્ર (ગતિ ચક્ર)
જાડી માળ (મોટી માળ)
મોઢિયું
ત્રાક
ત્રાકની ગરેડી
ત્રાકની ચકરડી
પાતળી માળ (નાની માળ)
પૂણી
ઢીંગલી
ઠેસી
પૂણી પેટી (ખાનું)
ચાંપ
કડી
નિસરણી
ફાળકો
ધરી
નાભિ
Sunday, October 4, 2026
Friday, October 2, 2026
બાપુની શાળામાં સમયપત્રક
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ઈ.સ.૧૯૦૪માં ફિનિક્સ વસાહત અને ઈ.સ.૧૯૧૦માં ટોલ્સટોય ફાર્મની સ્થાપના કરી હતી. ગાંધીજીની જીવન-શાળામાં હૈયુ, હાથ અને મસ્તક કેળવાતાં હતાં.
ગાંધીજીના ત્રીજા દીકરા રામદાસ ગાંધી (જન્મ : ઈ.સ.૧૮૯૮, ડરબન) 'સંસ્મરણો' નામના પુસ્તકમાં 'બાપુની શાળામાં' શીર્ષકતળેના પ્રકરણમાં નોંધે છે : "ફિનિક્સ અને ટોલ્સ્ટોય ફાર્મોમાં અમારી દિનચર્યા નીચે પ્રમાણે રહેતી :
સવારે ૫-૩૦ ઊઠવું
૫-૩૦થી ૭-૦ નિત્યકર્મ તથા પ્રાર્થના
૭-૦થી ૮-૦ ખેતીકામ
૮-૦થી ૯-૦ નાસ્તો
૯-૦થી ૧૧-૦ ખેતીકામ, સફાઈ, રસોડાકામ, કાવડથી પાણી ભરવું, લાકડાં ફાડવાં, મોચીકામ, છાપકામ વગેરે શ્રમકાર્ય વારાફરતી થતાં.
૧૧-૦થી ૧-૦ સ્નાન, ભોજન, વાસણ સફાઈ અને આરામ
૧-૦થી ૪-૩૦ શિક્ષણ
૪-૩૦થી ૫-૩૦ ખેતી અને લાકડાં ફાડવાં વગેરે
૫-૩૦થી ૬-૩૦ રમતગમત [ ફૂટબોલ, ક્રિકેટ, હુતુતુ, આટાપાટા અને છૂટી દડી વગેરે દેશી રમતો રમતા.]
૬-૩૦થી ૮-૦ ભોજન, વાસણની અને રસોડાની સફાઈ
૮-૦થી ૯-૦ પ્રાર્થના અને ધાર્મિક પુસ્તકનું વાચન
૯-૦થી ૧૦-૦ સ્વાધ્યાય
૧૦-૦થી ૫-૩૦ શયન "
(ગાંધી, ૧૯૬૭, પૃ.૩૬)
ગાંધી, રામદાસ (૧૯૬૭). સંસ્મરણો. અમદાવાદ : નવજીવન પ્રકાશન મંદિર.
Thursday, October 1, 2026
Sunday, September 27, 2026
અસલ છબી, આકર્ષક છાપ || Original image, Attractive impression
સ્વાતંત્ર્યસેનાની અને પત્રકાર વજુભાઈ વ્યાસ સાથે બ્લૉગર ડૉ. અશ્વિનકુમાર
Blogger Dr. Ashwinkumar with Freedom fighter and Journalist Vajubhai Vyas
Original photograph taken in 2009
૨૦૦૯માં લેવાયેલી અસલ તસવીર
સ્વાતંત્ર્યસેનાની અને પત્રકાર વજુભાઈ વ્યાસ સાથે બ્લૉગર ડૉ. અશ્વિનકુમાર
Blogger Dr. Ashwinkumar with Freedom fighter and Journalist Vajubhai Vyas
Enhance Photo Quality by AI in 2026
૨૦૨૬માં એ.આઈ. દ્વારા તસવીર ગુણવત્તા-સુધારણા
Wednesday, September 23, 2026
Saturday, September 19, 2026
Blog || Page-Views: 13,00,000
Ashwiniyat, an individual Gujarati blog, crossed 1.3 Million (13 Lakh) page views on 19-09-2026, Saturday.
Pangong Lake | Ladakh
Friday, September 18, 2026
Thursday, September 17, 2026
Monday, September 14, 2026
शोध-प्रपत्र प्रस्तुति | हिंदी पत्रकारिता 200 वर्ष : एक विचार गोष्ठी
हिन्दी नवजीवन' का इतिहास, विकास और प्रासंगिकता : भारतीय पत्रकारिता के 200 वर्ष के संदर्भ में
शैक्षिक संगोष्ठी: 'भारत में हिन्दी पत्रकारिता के 200 वर्ष'
हिंदी पत्रकारिता 200 वर्ष : एक विचार गोष्ठी
पत्रकारिता एवं जनसंचार विभाग तथा हिंदी विभाग, गूजरात विद्यापीठ, अहमदाबाद के संयुक्त तत्वावधान मे आयोजित
हिंदी पत्रकारिता 200 वर्ष : एक विचार गोष्ठी
14 सितंबर हिंदी दिवस 2026
स्थल : पत्रकारिता एवं जनसंचार विभाग, गूजरात विद्यापीठ
Sunday, September 13, 2026
ગૂજરાત વિદ્યાપીઠ | પૉડકાસ્ટ | 'વૈષ્ણવજન : સ્પંદન ગાંધીવિચારનાં'
ડૉ. ભગવાનદાસ પટેલ
ભીલ આદિવાસી લોકસાહિત્યના તજ્જ્ઞ, સંશોધક-સંપાદક
પૉડકાસ્ટ લિંક :
Wednesday, September 9, 2026
હવામાન વિષયક પત્રકારત્વ અંગે વિશેષ સંવાદ
દીપક ચુડાસમા સાથે વિશેષ સંવાદ
વિષય : હવામાન વિષયક પત્રકારત્વ
વિષય-નિષ્ણાત : દીપક ચુડાસમા, વેધર ફોરકાસ્ટ પ્રેઝન્ટર અને એડિટર બીબીસી ગુજરાતી
૦૯-૦૯-૨૦૨૬, બુધવાર
Tuesday, September 8, 2026
Blog || Page-Views: 12,00,000
Ashwiniyat, an individual Gujarati blog, crossed 1.2 Million (12 Lakh) page views on 08-09-2026, Tuesday.
Saturday, September 5, 2026
Wednesday, September 2, 2026
Museum of Radio and Technology
https://www.youtube.com/watch?v=NyZ87wNotBg
Museum of Radio and Technology Part 2 - Education
https://www.youtube.com/watch?v=Mi7krkgKwAk
https://www.youtube.com/watch?v=xEaDEw4oZrM
Tuesday, September 1, 2026
Monday, August 31, 2026
Sunday, August 30, 2026
Blog || Page-Views: 11,00,000
Ashwiniyat, an individual Gujarati blog, crossed 1.1 Million (11 Lakh) page views on 30-08-2026, Sunday.
Friday, August 28, 2026
Wednesday, August 19, 2026
Monday, August 17, 2026
કેમેરા ક્લબ ઓફ કર્ણાવતી તથા પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે 'ફોટોગ્રાફી અને એ.આઈ.' વિષયક કાર્યશાળા
કેમેરા ક્લબ ઓફ કર્ણાવતી તથા પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે 'ફોટોગ્રાફી અને એ.આઈ.' વિષય ઉપર, ૧૭-૦૮-૨૦૨૬ના રોજ કાર્યશાળા(વર્કશોપ)નું આયોજન કરવામાં આવ્યું હતું. 'વિશ્વ તસવીરકળા દિવસ'ના અનુસંધાનમાં આયોજિત આ કાર્યશાળાના વિષયનિષ્ણાત તરીકે અભિષેક ગોરે પ્રતિભાગીઓ સાથે રસપ્રદ સંવાદ કર્યો હતો.
ગૂજરાત વિદ્યાપીઠના દૃશ્ય શ્રાવ્ય નિર્માણ સ્ટુડિયોમાં યોજાયેલી આ કાર્યશાળામાં, કેમેરા ક્લબ ઓફ કર્ણાવતીના હોદ્દેદારો અને તસવીરકાર સભ્યો તેમજ ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના પ્રાધ્યાપકો, સેવકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યશાળામાં પ્રોમ્પ્ટથી માંડીને ટૂલ્સ અને ટોકનથી માંડીને કન્ટેન્ટ સુધીની એ.આઈ. સંબંધિત બાબતોની વિગતે જાણકારી આપવામાં આવી હતી. ફોટોગ્રાફી અને એ.આઈ. સંદભે નીતિમત્તા વિષયક મુદ્દાઓ વિશે સદૃષ્ટાંત ચર્ચા કરવામાં આવી હતી. પ્રતિભાગીઓએ પ્રશ્નોત્તરી કરીને વિશેષ જાણકારી પણ મેળવી હતી.
આ કાર્યશાળામાં કેમેરા ક્લબ ઓફ કર્ણાવતીના પ્રમુખ વિવેક દેસાઈ તથા પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠના પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ ડૉ. નરેશ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
...............................
...............................
કુલ હાજર સંખ્યા : ૭૫
વર્ષ : ૦૧ :
વિદ્યાર્થીઓ : ૧૦
વર્ષ : ૦૨ :
વિદ્યાર્થીઓ : ૧૧
સેવકો : ૦૭
પીઓપી : ૦૧
નિષ્ણાત : ૦૧
સીસીકેના સભ્યો : ૪૫
કુલ હાજર સંખ્યા : ૭૫
Subscribe to:
Posts (Atom)




















get c she hurt ruff Shah u haters ty












.jpg)







%20ASHWINKUMAR.png)




