Monday, October 31, 2022

ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર પંકજ જોષી વિશ્વના ટોચના વિજ્ઞાનીઓમાં સામેલ

https://youtu.be/Acg7tWSx59o

30-10-2022


'માતાજી, આપ જો દેશકા ભલા કર રહી હો, ઉસકે લિયે યે દિયા હૈ.'

આટલી વારમાં તો એક વિદ્યાર્થી આવ્યો અને કહેવા લાગ્યો : 'સેંકડો સ્ત્રીઓ પેલા મંડપમાં બેઠી છે - કેવળ દર્શનને માટે.' મેં ગાંધીજીને કહ્યું. ગાંધીજી નીકળ્યા, જઈને ઊભા રહ્યા. તેમના આગળ નાનાંમોટાં ઘરેણાંઓથી ભરેલી એક કોથળી ઠલવાઈ! આવી શ્રદ્ધા જ્યાં ત્યાં જોઈને હું ચકિત થયો છું. ઝરિયાની કોથળીમાં ઝરિયાના અર્ધનગ્ન મજૂરોની સ્ત્રીઓનાં ઘરેણાં પડેલાં છે. પટણામાં તે જ દિવસે પૂ. કસ્તૂરબા ગંગાજી નાહવા ગયાં હતાં, ત્યાં અનેક બહેનો નાહતી હતી. તેમને કોઈકે કહ્યું : 'યે માતાજી હૈ.' એટલે પોતાને છેડે જે કાંઈ બાંધેલું હશે તેટલું છોડીને તેમણે કસ્તૂરબાને ચરણે ધર્યું! પણ આખરે એક ફાટાતૂટા કપડાવાળી ઘરડી ડેાશી આવી અને તેણે એક રૂપિયો મૂક્યો. પૂ. કસ્તૂરબાએ પૂછ્યું : ‘બહેન તમે શો ધંધો કરો છો?' જવાબ મળ્યો : 'દૂધ વેચવાનો.' એટલે બીજા પાસે ઊભેલા એક ભાઈએ કહ્યું : 'દૂધ વેચીને જેમ તેમ બચાવેલા પૈસામાંથી એ એક રૂપિયો આવ્યો છે!' એટલે પેલી ભલી બાઈ બોલી : 'માતાજી, આપ જો દેશકા ભલા કર રહી હો, ઉસકે લિયે યે દિયા હૈ.'


MD-05:504


જ્યારે કસ્તૂરબાએ કડાં ન લીધાં

'સ્ત્રીઓની પ્રેમભક્તિ અને શ્રદ્ધાથી ઉત્પન્ન થતી રમણીય મૂંઝવણના દાખલામાંથી એક જ અહીં નોંધું? એક બહેને પોતાનાં સોનાનાં કડાં અને સોનાનો હાર પૂજ્ય કસ્તૂરબાને પહેરાવ્યાં. કસ્તૂરબાએ ગભરાઈને તરત જ તે “મને કેમ ચડાવો છો?” બોલી ઉતાર્યો અને કહ્યું : “બહેન, આ ઘરેણાં તો ગાંધીજી સ્વરાજ માટે માગે છે.” બહેને હાર સ્વરાજફંડ માટે ગાંધીજીના ચરણ આગળ મૂક્યો. પણ “કડાં તો તમે પહેરો તો જ આપું” એમ કહ્યું. કસ્તૂરબાએ કડાં ન લીધાં એટલે કડાં સ્વરાજફંડને ન મળ્યાં.'

MD : 05:499

વલ્લભભાઈનો વિનોદ

'એમના વિનોદમાં કોઈ વાર બાળી નાખનાર તણખા ઊડે છે, તો કોક વાર તાજગી આપનારી ઝીણી ફરફર ઊડે છે.'

- મહાદેવ દેસાઈ

(‘વીર વલ્લભભાઈ’)


Sunday, October 30, 2022

બાબુભાઈ જશભાઈ પટેલ : ગુજરાતના એ મુખ્ય મંત્રી જેમણે મચ્છુ હોનારત દરમિયાન આખું સચિવાલય મોરબી ખસેડ્યું // જયદીપ વસંત / બીબીસી ગુજરાતી


https://www.bbc.com/gujarati/india-63136381


વિશેષ નોંધ :
મચ્છુ ડૅમ ઉપર બનેલી ડૉક્યુમૅન્ટરી 
ફિલ્મ 'મચ્છુનાં પાણીની ખુવારી અને ખુમારી'ના સહ-દિગ્દર્શક દિલીપસિંહ ક્ષત્રિય ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના પૂર્વ વિદ્યાર્થી (2004-2006) છે. હાલમાં તેઓ 'ધી ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ'ના ગુજરાત ખાતેના ઍડિટર છે.

Job @ VTV NEWS



બાને મેં કોઈ દહાડો મારી મિલકત નથી ગણી : બાપુ

'પતિપત્ની વિષેના સંબંધની બાબત મારા વિચારોમાં ફેર પડ્યો છે ખરો. જે રીતે હું બા તરફ વર્ત્યો તે રીતે તમે કોઈ તમારી પત્નીઓ તરફ ન વર્તો એમ ઇચ્છું ખરો. મારી સખ્તીથી બાએ કાંઈ ખોયું નથી કેમ કે બાને મેં કોઈ દહાડો મારી મિલકત નથી ગણી. તેના પ્રત્યે પ્રેમ અને માન તો હતાં જ. તેને હું ઊંચે ચડેલી જોવા ઇચ્છતો હતો. છતાં બા મને નહોતી વઢી શકતી. હું વઢી શકતો હતો. બાને મેં અમલમાં મારા જ જેટલા અધિકાર નહોતા આપ્યા. અને બામાં બિચારીમાં તે લેવાની શક્તિ ન હતી. હિંદુ સ્ત્રીઓમાં એ શક્તિ હોતી જ નથી. એ હિંદુ સમાજની ખામી છે. ... એકબીજાંનો પ્રેમ દંપતીને પાપમાંથી ભલે ઉગારે, ડર કદી નહીં. આ શિક્ષણ આપવાનું હું આશ્રમમાં જ શીખ્યો. બાના પ્રત્યેનું મારું સાબરમતીનું વર્તન ઉત્તરોત્તર આવું થતું ગયું છે. તેથી બા ચઢી છે. આગળનો ડર હજી સાવ નહીં ગયો હોય. પણ ઘણો ગયો છે. મનમાં પણ બાના પ્રત્યે ખીજ ચઢે છે તો મારા પ્રત્યે ખીજ કાઢું છું. ખીજનું મૂળ મોહ છે. મારામાં આ ફેરફાર થયો છે તે મહત્ત્વનો છે અને તેનાં સુંદર પરિણામો આવ્યાં છે. મારો પ્રેમ હજુ નિર્મળ થતો જશે તો જ પરિણામો વધારે સુંદર થશે. અસંખ્ય સ્ત્રીઓ મારો વિશ્વાસ સહેજે કરે છે. તેનું કારણ મારો પ્રેમ અને આદર છે એવો મને વિશ્વાસ છે. એ ગુણ અદૃશ્ય રીતે કામ કર્યાં જ કરે છે.'

રામદાસ ગાંધીને પત્ર
11-08-1932

મહાદેવભાઈની ડાયરી,
પુસ્તક પહેલું, પૃષ્ઠ : ૩૫૫-૭

બાએ આઘાત સહન કરવાને જ સારુ જન્મ લીધો છે : બાપુ

' ... હમણાં મારી ટપાલ બહુ અવ્યવસ્થિત થઈ છે. ખૂબ ચક્કર ખાઈને આવે છે. છતાં મળે છે એટલું જ ગનીમત કહીએ. કેદીને શા હક છે? કેદનો અર્થ જ હકનો અભાવ. કેદને વિશે આ સમજ હોવાથી મન સ્વસ્થ રાખી શકાય છે. મળવાનું પણ તેમ જ છે. મહાદેવને ઘણે ભાગે મળી શકીશ. પણ તું ધારે છે એમ ટાઇમટેબલ ન બનાવી શકાય. કાં તો ન મળવાનું જોખમ ઉઠાવવું, અથવા મળવાનો લોભ જ છોડી દેવો. તને અને લક્ષ્મીને મળી શક્યો હોત તો રાજી થાત. પણ મેં લીધેલું પગલું બરોબર જ લાગે છે. વધારેમાં વધારે આઘાત બાને પહોંચશે. પણ તેણે તો આઘાત સહન કરવાને જ સારુ જન્મ લીધો છે. મારી સાથે સંબંધ રાખનાર કે બાંધનાર બધાને આકરી કિંમત તો આપવી જ પડે છે. બાને સૌથી વધારે આપવી પડી છે, એમ કહી શકાય. એટલો સંતોષ મને છે કે તેમાં બાએ ખોયું નથી.'

દેવદાસ ગાંધીને પત્ર
જુલાઇ ૧૭, ૧૯૩૨

ગાં.અ. - 50:244

ભાષાની મજા, મજાની ભાષા - 1332

'એ સ્ત્રી એક ઘરડી ડોશી હતી.'
'એ ડોશી હતી.'

બાપુના મતે બાનો સૌથી મોટો ગુણ : બહાદુરી

વલ્લભભાઈ : "બાનું તો કોઈને પણ લાગે તેમ છે. બા તો અહિંસાની મૂર્તિ છે. એવી અહિંસાની છાપ મેં બીજી કોઈ સ્ત્રીના મુખ ઉપર જોઈ નથી. એમની અપાર નમ્રતા, એમની સરળતા, કોઈને પણ હેરત પમાડે તેવાં છે."
બાપુ : "સાચી વાત છે વલ્લભભાઈ. પણ મને બાનો સૌથી મોટો ગુણ એની હિંમત અને બહાદુરી લાગે છે. એ આડાઈ કરે, ક્રોધ કરે, અદેખાઈ કરે. પણ એ બધું જાણ્યા પછી આખરે દક્ષિણ આફ્રિકાથી આજ સુધીની એની કારકિર્દી લઈએ તો એની બહાદુરી શેષ રહે છે."

31-3-1932

MD:01:66

બા વિશે બાપુ

બાપુએ પોલાકને લાંબો મજાનો કાગળ લખ્યો. એમાં કાગળ ફરી પાછો ન વાંચી જવાનાં પરિણામો વર્ણવ્યાં. પોતે એક વાર એક કાગળમાં no (ના) લખતાં રહી ગયેલા તેનું કેવું પરિણામ આવ્યું તે વર્ણવ્યું. બાને વિષે લખ્યું : 
"She has aged considerably - in some respects perhaps more than I have. Spiritually she has made wonderful progress."
"એ ઘરડી થઈ ગઈ છે, કેટલીક બાબતમાં તો મારા કરતાંયે વધારે. આધ્યાત્મિક દૃષ્ટિએ એણે ગજબ પ્રગતિ સાધી છે."

8-6-1932

MD:01:208

Saturday, October 29, 2022

International Internet Day


https://www.scalater.com/international-internet-day/

ભાષાની મજા, મજાની ભાષા - 1331


આપણી ભાષામાં 'મનદુખ' શબ્દ છૂટથી વપરાય છે, પણ 'તનદુખ' શબ્દ ભાગ્યે જ વપરાય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1330


'સ્તબક' એટલે ફૂલનો ગુચ્છો. 
'સ્તબક'નો બીજો અર્થ પરિચ્છેદ કે અધ્યાય પણ થાય છે.

'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ : અર્વાચીન કવિતા // સુન્દરમ્


https://issuu.com/ekatra/docs/arvachin_kavita?fr=sYzZjNzUzMjcxNDk


ભાષાની મજા, મજાની ભાષા - 1329


સોના-ચાંદીની ખરીદી માટે ગુરુપુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ ગણાય છે. 
સોના-ચાંદીની ખરીદી માટે ગુરુપુષ્પ નક્ષત્ર શ્રેષ્ઠ ગણાય છે.


ભાષાની મજા, મજાની ભાષા - 1328


નવી નીતિઓને કારણે ખેડૂતો પાયમાલ.

નવી નીતિઓને કારણે ખેડૂતો માલામાલ.


Sardar Vallabhbhai Patel : Chronology / Timeline


http://sardarpatel.nvli.in/

https://statueofunity.in/sardar-timeline/

https://chronology.sardarpatel.in/?m=1


Sardar Vallabhbhai Patel - Audio Visual Content


http://sardarpatel.nvli.in/search/media?keyword=video


Friday, October 28, 2022

Kasturba Gandhi | Biography | Britannica


https://www.britannica.com/biography/Kasturba-Gandhi


ભાષાની મજા, મજાની ભાષા - 1327


આવું તે કાંઈ 'ફરજીયાત' ન જ હોય. પણ આ તો 'ફરજિયાત' છે જ!


The Hindi Stree Mandal


The Hindi Stree Mandal, an association of Indian women, organized a bazaar of home-made goods by women. Ba had her own stall of goods made by her and the women of Tolstoy Farm. This was the first incident of the reliance on cottage industry which later on in India would give birth to the swadeshi and Gram Udyog ideology. Ba pioneered this in South Africa itself.

Courtesy :
The Lost Diary of Kastur, My Ba
Tushar Gandhi 
HarperCollins Publishers India
2022
Page : 32


Wednesday, October 26, 2022

નવા વર્ષના નિશ્ચયો અને ગાંધીજી //// Gandhiji and New Year's resolutions


નવા વર્ષના નિશ્ચયો અને ગાંધીજી 
Gandhiji and New Year's resolutions


Photo-courtesy : google image


"જોઉં છું તમે નવા વર્ષે કેવા નવા નિશ્ચયો કર્યા છે. ન બોલે તેને બોલાવજો. જે ન આવે તેને ઘેર જજો. જે રિસાય તેને રીઝવજો. અને આ બધું તેના ભલાને સારુ નહીં પણ તમારા ભલાને સારુ કરજો. જગત લેણદાર છે. આપણે તેના કરજદાર છીએ."

- બાપુના આશીર્વાદ

(આશ્રમની બહેનોને પત્ર
પચીસમી ઑક્ટોબર, ૧૯૨૭, મંગળવાર
દિવાળી, વિક્રમ સંવત ૧૯૮૩)

ભાષાની મજા, મજાની ભાષા - 1326


'પુરીબા છે?'
'બા, પુરી છે?'

ભાષાની મજા, મજાની ભાષા - 1325


હિંદુઓ અને મુસલમાનોએ સંપથી રહેવું જોઈએ. 

હિંદુઓએ અને મુસલમાનોએ સંપથી રહેવું જોઈએ.


ભાષાની મજા, મજાની ભાષા - 1324


'પ્રવેશદ્રાર'માંથી નહીં, પણ 'પ્રવેશદ્વાર'માંથી દાખલ થવું.


ભાષાની મજા, મજાની ભાષા - 1323


કોઈ ભલે 'રૂપ્યા' કહે, આપણે તો 'રૂપિયા' જ કહેવું.


Tuesday, October 25, 2022

ભાષાની મજા, મજાની ભાષા - 1322

1918માં રંગરૂટોની ભરતીમાં ખેડા જિલ્લાના ખેડૂતોને સહકાર ન મળતાં, ગાંધીજીને આધાત લાગ્યો હતો. 

1918માં રંગરૂટોની ભરતીમાં ખેડા જિલ્લાના ખેડૂતોનો સહકાર ન મળતાં, ગાંધીજીને આધાત લાગ્યો હતો.


Monday, October 24, 2022

દિવાળીએ બાપુના આશીર્વાદ ////// Bapu's blessings on Diwali


"ન બોલે તેને બોલાવજો. જે ન આવે તેને ઘેર જજો. જે રિસાય તેને રીઝવજો. અને આ બધું તેના ભલાને સારુ નહીં પણ તમારા ભલાને સારુ કરજો. જગત લેણદાર છે. આપણે તેના કરજદાર છીએ."             # ગાંધીજી






(વિગત-ખરાઈ : કિરણ કાપુરે, ગાંધીસાહિત્યના સાલસ સંશોધક)

Sunday, October 23, 2022

ભાષાની મજા, મજાની ભાષા - 1321


શું ભેંસ ભણવામાં 'ઢ' હશે? શું ભેંસને શાળાએ જવું નહીં ગમતું હોય? કારણ કે, આપણી ભાષામાં 'ગૌશાળા' શબ્દ છે, પણ 'ભેંસશાળા' શબ્દ નથી!


આંગણે આવી અશ્વિનવાણી


ગામમાં બાજરીનો રોટલો હવે સ્વિગીથી મંગાવાય તો નવાઈ નહીં!

- અશ્વિનકુમાર

હાઇકુ : ગામ

'એ આવો!' કહી
હજુય આવકારે
છે, મારું ગામ.

- અશ્વિનકુમાર

Saturday, October 22, 2022

ગાય-ભેંસનાં નામ

ચુંવાળ, વઢિયાર, ખારાપાટ, પાટણવાડા વિસ્તારની વચ્ચે આવેલા ગામના તબેલામાં ગાય-ભેંસનાં નામ

ગાયનાં નામ

કબૂતરી 

કાજલ 

કાબરી 

કાવેરી 

કોયલ 

કિંજલ 

કૈલાસ 

ગંગા 

ગોમતી 

ચેતન

જમકુ

જમના 

ટાંકુ

તેજલ 

તેતર 

ત્રણઆંચળી 

ધમોલ

નશેણ 

બેચરી 

બાડી 

બાદશાહ 

બોડી 

મરચી 

માધવી 

માસ્તરી 

રુપેણ  

રોઝડી 

રોઝી

લાલ 

વછેરી 

શેંઘલી 

સમજુ

સારંગી

 

ભેંસનાં નામ 

ચાવલ 

નાથી 

મધર 

મીરાં

મોર 

વધઈ

હીરુ


દિવાળીએ આપવા જેવી ઉત્તમ વાચનભેટ : સાર્થક જલસો - 17


દિવાળી પર આપવા જેવી ઉત્તમ વાચનભેટ

સાર્થક જલસો-17 (કિંમત રૂ.100)
ગુજરાતીમાં ભાગ્યે જ વાંચવા મળે એવી સામગ્રી.
કોઈ પણ એક અંક વાંચનારને ‘સાર્થક જલસો’ના બધા અંક મેળવી લેવાની ઇચ્છા થાય છે.

‘સાર્થક જલસો’ ઘરેબેઠાં મેળવવા માટે કે ભારતભરમાં ગમે ત્યાં મોકલવા માટે સંપર્ક :
કાર્તિક શાહ
98252 90796 

'ફીલિંગ્સ'નો દીપોત્સવી વિશેષાંક : ‘સોશિયલ મીડિયા’


https://feelingsmultimedia.com/e-magazine/


Tuesday, October 18, 2022

ગૂજરાત વિદ્યાપીઠનો અડસઠમો પદવીદાન સમારંભ // 18-10-2022





ગૂજરાત વિદ્યાપીઠના અડસઠમા પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન પ્રા. રઘુવીર ચૌધરી સાથે, વિદ્યાર્થી અશ્વિનકુમાર // 18-10-2022
Ashwinkumar, a student, with the chief guest of 68th convocation ceremony of Gujarat Vidyapith, Prof. Raghuveer Chaudhary // 18-10-2022

તસવીરો : ધ્રુવ દવે / Photographs : Dhruv Dave // 18-10-2022

ગૂજરાત વિદ્યાપીઠ / ૬૮મો પદવીદાન સમારંભ || गूजरात विद्यापीठ / ६८वां दीक्षान्त समारोह || GUJARAT VIDYAPITH / 68th Convocation Ceremony


સને ૧૯૨૦માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ
૬૮મો પદવીદાન સમારંભ

સુશ્રી / શ્રીમાન,

કુલપતિ, કુલનાયક, ગૂજરાત વિદ્યાપીઠ મંડળ તથા માનિત વિશ્વવિદ્યાલયના નિયામક મંડળના સૌ સભ્યો આપને તા. ૧૮-૧૦-૨૦૨૨ ને મંગળવારના રોજ સવારના ૧૦-૩૦ વાગ્યે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થીભવનના પટાંગણમાં યોજાનારા અડસઠમા પદવીદાન સમારંભમાં પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવે છે.

આ પ્રસંગે પ્રો. રઘુવીર ચૌધરી (જાણીતા નવલકથાકાર, કવિ અને વિવેચક) દીક્ષાંત પ્રવચન રજૂ કરશે.

કુલપતિ ડૉ. ઇલાબહેન ભટ્ટ સમારંભનું અધ્યક્ષપદ સંભાળશે.

કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણી સ્વાગત પ્રવચન રજૂ કરશે.

:: ઉત્તરાકાંક્ષી ::

પ્રો. નિખિલ ભટ્ટ

કા. કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૦૯ (ભારત)
ફોનઃ (૦૭૯) ૨૭૫૪૦૭૪૬, ૨૭૫૪૯૭૯૭

સવારે ૧૦:૧૫ સુધીમાં પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે.

.........................................................


सन् १९२० में महात्मा गांधी द्वारा स्थापित गूजरात विद्यापीठ
६८वां दीक्षान्त समारोह


सुश्री / श्रीमान,

कुलपति, कुलनायक, गूजरात विद्यापीठ मंडल एवं मानित विश्वविद्यालय के नियामक मंडल के सभी सदस्य दि. १८-१०-२०२२, मंगलवार के दिन प्रातः १०-३० बजे गूजरात विद्यापीठ के प्राणजीवन विद्यार्थी भवन में आयोजित अड़सठवे दीक्षान्त समारोह के अवसर पर आपको सादर निमंत्रित करते हैं।

इस अवसर पर प्रो. रघुवीर चौधरी (सुविख्यात नवलकथाकार, कवि और विवेचक) दीक्षान्त प्रवचन प्रस्तुत करेंगे।

कुलपति डॉ. इलाबहन भट्ट समारोह की अध्यक्षता करेंगें।

कुलनायक डॉ. राजेन्द्र खीमाणी स्वागत प्रवचन प्रस्तुत करेंगे।

:: उत्तराकांक्षी ::

प्रो. निखिल भट्ट

का. कुलसचिव, गूजरात विद्यापीठ, अहमदाबाद - ३८०००९ (भारत)
फोन : (०७९) २७५४०७४६, २७५४६७६७

कृपया सुबह १०:१५ बजे तक अपना स्थान ग्रहण कर लें।

.........................................................


Founded by Mahatma Gandhi in 1920 GUJARAT VIDYAPITH
68th Convocation Ceremony

Dear Ms./Mr.

The Chancellor, Vice-Chancellor, Members of the Governing Board of the Gujarat Vidyapith and Board of Management of Deemed to be university cordially invite you to attend the 68th Convocation Ceremony of the Gujarat Vidyapith to be held on 18th October, 2022, Tuesday at 10.30 am at Pranjivan Vidyarthi Bhavan, Gujarat Vidyapith.

Prof. Raghuveer Chaudhari (A well-known novelist, poet and critic) will deliver the Convocation address.

Chancellor Dr. Elaben Bhatt will preside.

Vice-Chancellor Dr. Rajendra Khimani will deliver Welcome Speech.

R.S.V.P.

Prof. Nikhil Bhatt

I/C Registrar, Gujarat Vidyapith, Ahmedabad - 380 009 (INDIA)

Phone: (079) 27540746, 27546767

You are kindly requested to occupy your seat latest by 10:15 am

Thursday, October 13, 2022

ગ્રામજીવન પદયાત્રા : પાયારૂપ વ્યાખ્યાનો

* 'ગૂજરાત વિદ્યાપીઠ અને ગ્રામસેવા' વિશે ડૉ. પ્રવીણ દુલેરાનું વ્યાખ્યાન 

૧૧-૧૦-૨૦૨૨

બપોરે ૨:૩૦ કલાકે 

ગાંધીઘર, ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા 

* જતીન પટેલ (સારસ સંરક્ષણ અભિયાન)નું અને વિશાલભાઈ(મગર અને સરીસૃપ સંરક્ષણ અભિયાન)નું સ્થાનિક પર્યાવરણ વિષયક વ્યાખ્યાન

૧૨-૧૦-૨૦૨૨

સવારે ૯:૦૦ કલાકે.

ગાંધીઘર, ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા 

ગાંધીઘર, ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા 

* 'ગ્રામીણ સમુદાય અને સ્થાનિક સ્વરાજ' વિશે પ્રા. ભરત પટેલનું વ્યાખ્યાન 

૧૩-૧૦-૨૦૨૨

સવારે ૯:૦૦ કલાકે.

ગાંધીઘર, ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા 

* 'ગ્રામીણ પત્રકારત્વ : જટિલતા અને જવાબદારી' વિશે વરિષ્ઠ પત્રકાર દક્ષેશ બ્રહ્મભટ્ટનું વ્યાખ્યાન 

૧૪-૧૦-૨૦૨૨, શુક્રવાર 

સવારે ૯:૦૦ કલાકે

ગાંધીઘર, ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી, તાલુકો : માતર, જિલ્લો : ખેડા


Wednesday, October 12, 2022

ગ્રામજીવન પદયાત્રા // 2022 // જિલ્લો : ખેડા

પત્રકારત્વ વર્ષ : ૧

ટુકડી : ૧

ગામ 

અલિન્દ્રા

હેરંજ

ખરાટી

લીંબાસી

ટુકડી : ૨

ગામ

ખાંધલી 

નાંદોલી 

માલાવાડા

વસઈ

પત્રકારત્વ વર્ષ : ૨

ટુકડી : ૩

ગામ

બામણગામ

પરિએજ

ભડકદ

બાટવા

ટુકડી : ૪

ગામ 

સાયલા 

સેખુપુરા

માધુપુરા

ડુંગરપુરા


Tuesday, October 11, 2022

ગ્રામજીવન પદયાત્રા // 2022 // જિલ્લો : ખેડા // ટુકડીઓની યાદી

ટુકડી : ૧

૧. મૈત્રી (ટુકડી-નાયક)

૨. કલ્પેશ

૩. ધવલ

૪. ભાર્ગવ

૫. રાહુલ

૬. મિહિર

૭. સાહર 

૮. સ્મિત

૯. વિશાખા

૧૦. સંદીપ

૧૧. હાર્દિક 


ટુકડી : ૨

૧. અર્થ (ટુકડી-નાયક)

૨. દિવ્યા

૩. મીનાક્ષી

૪. હર્ષદ

૫. યશ

૬. યોગેશ

૭. અંકિતા

૮. મૌલિક

૯. માના

૧૦. ભાગ્યશ્રી

૧૧. હિનલ


ટુકડી : 3

૧. કિશન (ટુકડી-નાયક)

૨. મિત્ત રાઠોડ

૩. મેધા

૪. માનસી

૫. ખુશબૂ

૬. દેવલ

૭. પૂજા સોઢા


ટુકડી - 4

૧. કવિતા (ટુકડી-નાયક)

૨. જિગીષા

૩. નિરાલી

૪. પૂજા ગઢવી

૫. મિત સોની

૬. કુલદીપ

૭. સુંદર 


Sunday, October 9, 2022

Job @ GSTV WEB


GSTV WEBમાં કોપી એડિટર્સ જોઈએ છે.
રસ ધરાવનાર વ્યક્તિઓ બાયોડેટા સાથે રૂબરૂ સંપર્ક કરે.

સંપર્ક - કરણ રાજપૂત
9099980280

Saturday, October 8, 2022

ગ્રામજીવન પદયાત્રા // જિલ્લો : ખેડા

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ,

અમદાવાદ

૧૧-૧૦-૨૦૨૨, મંગળવારથી ૧૫-૧૦-૨૦૨૨, શનિવાર

જિલ્લો : ખેડા

16 ગામની યાદી 

અલિંદ્રા 

ખરાટી

ખાધલી 

ડુંગરપુરા

નાંદોલી

પરીએજ

બાટવા

બામણગામ

ભડકદ

માધુપુરા

માલાવાડા

લીંબાસી

વસઈ

સાયલા

સેખુપુરા

હેરંજ

Friday, October 7, 2022

'અતુલ્ય વારસો'માં સહાયક સંપાદકની ભરતી



 
'અતુલ્ય વારસો' સામયિકમાં આસિસ્ટન્ટ એડિટરની જરુર છે.

ગુજરાતી ભાષાની પૂરતી જાણકારી અને પત્રકારત્વની ધગશ આવશ્યક છે.

સામયિક સંપાદન મુખ્ય કામગીરી રહેશે.

સંપર્ક કરો :
કપિલ ઠાકર
98251 29703

ભાષાની મજા, મજાની ભાષા - 1320

'સ્માઇલી'નું ગુજરાતી 'સ્મિત-મુખ' કે 'હાસ્યચાળો' કરી શકાય!

☺️😊😇😁😃

😅😆🤪😂🤣

Tuesday, October 4, 2022

ગ્રામજીવન-પદયાત્રા || ૨૦૨૨ || જિલ્લો : ખેડા

ખેડા જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,

મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦૦૦૯

તારીખ :

૧૧-૧૦-૨૦૨૨, મંગળવારથી ૧૫-૧૦-૨૦૨૨, શનિવાર

સ્થાનિક સહયોગી સંસ્થા :

ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી

તાલુકો : માતર

જિલ્લો : ખેડા

ગ્રામજીવન-પદયાત્રાનાં કુલ ગામ : ૧૬

કુલ પ્રાધ્યાપકો : ૦૨

કુલ વિદ્યાર્થીઓ : 
૩૯ (મહત્તમ) - ૦૩ (ગેરહાજર) = ૩૬

વર્ષ : ૦૧ : ૨૩ - ૦૧ = ૨૨

(બહેનો : ૦૯-૦૧=૦૮, ભાઈઓ : ૧૪)

વર્ષ : ૦૨ : ૧૬-૦૨=૧૪

(બહેનો : ૧૧-૦૧=૧૦, ભાઈઓ : ૦૫-૦૧=૦૪)

કુલ સંખ્યા : ૩૬

વર્ષ : ૦૧ : ૨૨ (૦૮+૧૪)
વર્ષ : ૦૨ : ૧૪ (૧૦+૦૪)

બહેનો : ૧૮ (૦૮+૧૦)
ભાઈઓ : ૧૮ (૧૪+૦૪)

વિદ્યાર્થીમિત્રોએ, ખેડા જિલ્લામાં ગ્રામજીવનયાત્રા માટે, તારીખ ૧૧-૧૦-૨૦૨૨ ને મંગળવારના રોજ, ખાદીના ગણવેશમાં, ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરમાં, પત્રકારત્વ વિભાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે, આવી જવું. પ્રવાસ-વાહન સવારે ૧૧:૦૦ કલાકે ઊપડશે.

સ્થાનિક સહયોગી સંસ્થાએ થાળી-વાડકાની વ્યવસ્થા કરી છે. ચમચી વિશે કોઈ માહિતી મળી શકી નથી! પાથરણ મળી રહેશે. ઓઢવા માટેની પાતળી ચાદર લઈને આવો તો સારું. આવશ્યક દવાઓ સાથે રાખવી. કિંમતી ચીજ-વસ્તુઓ ઘરે રાખવી. 

આ વિદેશ-પ્રવાસ નથી, પણ ગ્રામ-યાત્રા છે. આપણે જાતે જ, સહેલાઈથી ઊંચકી શકીએ એટલો સામાન લઈને આવવા વિનંતિ છે.
 
ગ્રામજીવન પદયાત્રા માટેની ઢગલાબંધ નહીં પણ, હળવી શુભેચ્છાઓ!


સદુમાતાની પોળમાં સ્ત્રી-વેશમાં પુરુષોના ગરબા // શશીકાંત વાઘેલા / ખબર અમદાવાદ

પુરુષોને સ્ત્રી-વેશમાં ગરબા કરતા જોઈએ તો આશ્ચર્ય થવું સ્વાભાવિક છે. પણ આ પરંપરા પાછળ બસ્સો કરતાં વધુ વર્ષોનો ઇતિહાસ જોડાયેલો છે. અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં ભાટવાડામાં સદુમાતાની પોળમાં ત્યાંના રહીશો નવરાત્રીની આઠમની રાત્રે સ્ત્રી-વેશે ગરબે ઘૂમે છે. વર્ષો જૂના શ્રાપના નિવારણ માટે આ પ્રથા હજુ ચાલી આવે છે.

શ્રદ્ધા અને શ્રાપનું આ જોડાણ વિશિષ્ટ છે.


(સૌજન્ય : શશીકાંત વાઘેલા, 'ખબર અમદાવાદ')

વન્યજીવ-તસવીર સમૂહ-પ્રદર્શન


 

Sunday, October 2, 2022

રસપ્રદ કાર્યક્રમ દ્વારા ગાંધીજયંતીની ઉજવણી


ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધી પ્રશ્નોત્તરી થકી ગાંધીજયંતીની ઉજવણી

ગાંધીવિગત અને ગાંધીવિચાર અંગે સરળ, સહજ, અને રસપ્રદ જાણકારી મળે એ હેતુસર, ગાંધીજયંતી નિમિત્તે, ગૂજરાત વિદ્યાપીઠમાં 'ગાંધી પ્રશ્નોત્તરી'(ગાંધી ક્વિઝ)નું આયોજન કરવામાં આવ્યું હતું. 

મહાત્મા ગાંધી ક્વિઝ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


આ કાર્યક્રમ 'આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ' નિમિત્તે 2 ઓક્ટોબર 2022, રવિવારના રોજ સવારે 9:00 થી 11:30ના સમયગાળા દરમિયાન મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસના-ખંડમાં યોજાયો હતો.

ઉત્સાહી સ્પર્ધકો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર



કાર્યક્રમની આગોતરી વ્યવસ્થા વૈશાલી અધ્યારૂ, યાંત્રિક વ્યવસ્થા અંગિરસ અધ્યારૂ, નિરીક્ષણ વ્યવસ્થા દૂર્વા અધ્યારૂએ સંભાળી હતી.

અધ્યારૂ પરિવારનું વીજાણુ પ્રશ્નોત્તરી આયોજન
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


કાર્યક્રમના પ્રારંભમાં, 'ગાંધીયન ક્વિઝ ફાઉન્ડેશન'ના પ્રબંધકીય નિયામક પ્રણવ અધ્યારૂએ ગાંધી પ્રશ્નોત્તરી(ગાંધી ક્વિઝ)નો હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે પ્રત્યેક સંપુટમાં અગિયાર સવાલોનો સમૂહ ધરાવતી બહુવિકલ્પીય પ્રશ્નોત્તરીના નિયમો સમજાવ્યા હતા. પ્રણવ અધ્યારૂએ 'ગાંધી-દોઢસો'ની ઉજવણી નિમિત્તે, ભારતની બાવીસ ભાષાઓમાં ત્રણ હજાર પાંચસો જેટલી, ગાંધી જીવન-કવન આધારિત પ્રશ્નોત્તરીને વીજાણુદેહ આપ્યો છે.          

પ્રણવ અધ્યારૂ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

આ ગાંધીકેન્દ્રી પ્રવૃત્તિમાં વિવિધ વિભાગોનાં બાવીસ ભાઈઓ અને અગિયાર બહેનો એમ કુલ તેત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

પ્રશ્નોત્તરીની ધ્યાનમુદ્રા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગનાં પૂજા સોઢા પ્રથમ ક્રમે, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના વિજય ગરવા દ્વિતીય ક્રમે, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના ધવલ પટેલ તૃતીય ક્રમે વિજેતા જાહેર થયાં હતાં. વિદ્યાર્થીમિત્રોએ પ્રતિભાવ આપીને હરખ વ્યક્ત કર્યો હતો.

પ્રથમ ક્રમે વિજેતા : પૂજા સોઢા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

દ્વિતીય ક્રમે વિજેતા : વિજય ગરવા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

તૃતીય ક્રમે વિજેતા : ધવલ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સંયોજક ડૉ. કમલેશ પટેલે વ્યવસ્થા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં હતાં. સમાજકાર્ય વિભાગનાં પ્રાધ્યાપક ડૉઆનંદી પટેલ અને યોગ વિભાગના પ્રાધ્યાપક ડૉબિમાન પાલ, વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન આપવા માટે હાજર રહ્યાં હતાં. દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના વિદ્યાર્થી મયંક અને ઉમંગ દ્વારા કાર્યક્રમનું તસવીરીકરણ કરવામાં આવ્યું હતું.

યાદગાર સમૂહ છબી
Camera-click : Umang / છબીયંત્ર-કળદાબકર્મ : ઉમંગ 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના પ્રાધ્યાપક ડૉ. અશ્વિનકુમારે કર્યું હતું. વિદ્યાર્થીઓએ સ્પર્ધકોરૂપે અને શ્રોતારૂપે ઉત્સાહભેર ભાગ લઈને ગાંધીજયંતીની ઉજવણીને યાદગાર બનાવી હતી.

જીવન નામે જિજ્ઞાસા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


મોહનદાસ કરમચંદ ગાંધી : જીવનક્રમ (મુસદ્દો)

2 ઑક્ટોબર, 1869 : સુદામાપુરી પોરબંદરમાં જન્મ.

1882 : તેર વર્ષની ઉંમરે કસ્તૂરબાઈ સાથે લગ્ન.

29 સપ્ટેમ્બર, 1888 : સાઉધૅમ્પટન (ઇંગ્લેન્ડ) પહોંચ્યા.

27 મે, 1891 : બૅરિસ્ટરની યાદીમાં નામ.

25 મે, 1893 : ડરબન (નાતાલ) પહોંચ્યા.

26 મે, 1893 : પાઘડી ઉતારવાને બદલે અદાલત છોડી ગયા (ડરબન).

31 મે, 1893 : રાત્રે પીટરમૅરિત્સબર્ગ સ્ટેશને ગાડીમાંથી ધક્કો મારીને ઉતારી દેવાયા.

1893 : ટૉલ્સ્ટૉયના પુસ્તક 'ધ કિંગ્ડમ ઑવ ગૉડ ઇઝ વિધિન યુ'નું વાચન.

22 ઑગસ્ટ, 1894 : 'નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસ'ની સ્થાપના.

9 જુલાઈ, 1896 : રાજકોટમાં 'ધ ગ્રીન પૅમ્ફ્લૅટ' પુસ્તિકાનો પ્રારંભ.

16 નવેમ્બર, 1896 : રામકૃષ્ણ ભાંડારકરના પ્રમુખપદે પુણેમાં મળેલી સભામાં ભાષણ.

11 ઑક્ટોબર, 1899 : બોઅર યુદ્ધ વેળા સારવાર ટુકડીની રચના.

1900 : છેલ્લા પુત્ર દેવદાસની પ્રસૂતિ જાતે કરાવી.

4 જૂન, 1903 : 'ઇન્ડિયન ઓપિનિયન' સાપ્તાહિકનો પહેલો અંક પ્રસિદ્ધ થયો.

ડિસેમ્બર, 1904 : 'ફિનિક્સ આશ્રમ'ની સ્થાપના.

20 જુલાઈ, 1906 : : 'ફિનિક્સ આશ્રમ'માં આજીવન બ્રહ્મચર્યવ્રત લીધું. 

11 સપ્ટેમ્બર, 1906 : જોહાનિસબર્ગમાં ટ્રાન્સવાલના હિંદીઓની સભામાં ફરજિયાત નોંધણીના કાયદાને તાબે ન થવાની પ્રતિજ્ઞા લેવરાવી.

22 માર્ચ, 1907 : સ્વાયત્ત બનેલા ટ્રાન્સવાલ સંસ્થાનની ધારાસભામાં ફરજિયાત ઓળખપત્રોનો કાયદો પસાર.

1908 : ઓળખપત્રોના કાયદા વિરુદ્ધની લડત 'પેસિવ રિઝિસ્ટન્સ' માટે મગનલાલ ગાંધીએ સૂચવેલ 'સદાગ્રહ' સુધારીને ‘સત્યાગ્રહ’ નામ રાખ્યું.

10 જાન્યુઆરી, 1908 : ઓળખપત્ર ન કઢાવવા માટે બે માસની સાદી કેદ.

30 જાન્યુઆરી, 1908 : કાયદો રદ થાય તો સ્વેચ્છાએ ઓળખપત્રો કઢાવવાની ગૃહપ્રધાન સ્મટ્સ સાથે સમજૂતી.

10 ફેબ્રુઆરી, 1908 : ઓળખપત્ર કઢાવવા જતાં પઠાણ અસીલ મીર આલમે કરેલો હુમલો. 

16 ઓગસ્ટ, 1908 : સમજૂતીનો સ્મટ્સે કરેલો ભંગ અને ઓળખપત્રોની હોળી.

14 ઓક્ટોબર, 1908 : કાયદાનો ભંગ કરી ટ્રાન્સવાલમાં પ્રવેશ કરવા બદલ બે માસની સખત મજૂરીની સજા 

11 ડિસેમ્બર, 1909 : હિંદ સ્વરાજ’નાં 20 પ્રકરણો ‘ઇન્ડિયન ઓપિનિયન'માં પ્રસિદ્ધ.

માર્ચ, 1910 : ‘હિંદ સ્વરાજ' પર પ્રતિબંધ. તેના અનુવાદ 'ઇન્ડિયન હોમરૂલ’ની એક નકલ ટૉલ્સ્ટૉયને મોકલી.

જૂન, 1910 : 'ટૉલ્સ્ટૉય ફાર્મ'ની સ્થાપના; ગાય કે ભેંસનું દૂધ ન લેવાનું વ્રત; ફલાહારનો પ્રયોગ.

19 મે,  1911 : જ્યેષ્ઠ પુત્ર હરિલાલે સદાને માટે દક્ષિણ આફ્રિકા છોડ્યું.

22 ઑક્ટોબર, 1912 : ગોપાળ કૃષ્ણ ગોખલે દક્ષિણ આફ્રિકાની મુલાકાતે.

13 સપ્ટેમ્બર, 1913 : સત્યાગ્રહની લડતમાં કસ્તૂરબાની ધરપકડ અને સજા.

14 નવેમ્બર, 1913 : એક વર્ષની સખત કેદની સજા.

16 નવેમ્બર, 1913 : અન્યાયનો પ્રતિકાર કરતા હિંદીઓ પ્રત્યે લૉર્ડ હાર્ડિજે મદ્રાસના ભાષણમાં દર્શાવેલી સહાનુભૂતિ.

12 ડિસેમ્બર, 1913 : દક્ષિણ આફ્રિકાની સરકારે નીમેલું ત્રણ ગોરા સભ્યોનું પંચ.

18 ડિસેમ્બર, 1913 : જેલમાંથી મુક્તિ.

26 જૂન, 1914 : પંચની ભલામણો મુજબ કાયદો પસાર

18 જુલાઈ, 1914 : ગોખલેને મળવા લંડન ગયા અને ‘ફિનિક્સ' આશ્રમની મંડળી શાંતિનિકેતન ગઈ.

9 જાન્યુઆરી, 1915 : કાયમ માટે સ્વદેશ પરત. 

14 જાન્યુઆરી, 1915 : ઝીણાના પ્રમુખપદે યોજાયેલી સભામાં અંગ્રેજી વિરુદ્ધ સત્યાગ્રહ.

17 ફેબ્રુઆરી, 1915 : શાંતિનિકેતનની મુલાકાત.

17 માર્ચ, 1915 : મિત્ર પ્રાણજીવનદાસને મળવા રંગૂન ગયા.

5 એપ્રિલ, 1915 : હરદ્વારના કુંભમેળામાં ગયા. સૂર્યાસ્ત પહેલાં ભોજન અને પાંચથી વધુ વસ્તુ ન લેવાનું વ્રત.

20 મે, 1915 : કોચરબમાં સત્યાગ્રહ આશ્રમ'નો પ્રારંભ.
 
26 જૂન, 1915 : 'કૈસરે હિંદ'નો ચાંદ મળ્યો.

11 સપ્ટેમ્બર, 1915 : અંત્યજ દૂદાભાઈને આશ્રમમાં પ્રવેશ.

15 નવેમ્બર, 1915 : 'ગુજરાત સભા'ના ઉપપ્રમુખ.

6 ફેબ્રુઆરી, 1916 : બનારસ હિંદુ યુનિવર્સિટીમાં રાજામહારાજાઓ ભડકી ઊઠે તેવું ભાષણ.

26 ડિસેમ્બર, 1916 : કૉંગ્રેસના લખનૌ અધિવેશનમાં જવાહરલાલ નહેરુનો પ્રથમ પરિચય.

10 એપ્રિલ, 1917 : રાજકુમાર શુક્લ સાથે ચંપારણમાં નીલવરોના ત્રાસની તપાસ અર્થે પટણા ગયા.

18 એપ્રિલ, 1917 : અદાલતમાં હુકમ ભંગ અંગે નિવેદન.

20 ઓક્ટોબર, 1917 : ભરૂચમાં મળેલી બીજી ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ.

3 નવેમ્બર, 1917 : ગોધરામાં મળેલી પહેલી ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખ.

7 નવેમ્બર, 1917 : મહાદેવ દેસાઈ ગાંધીજીના રહસ્યમંત્રી બન્યા.

14 ફેબ્રુઆરી, 1918 : મિલમાલિકો અને મજૂરો વચ્ચે સમાધાન સાર નિમાયેલા પંચના સભ્ય.

26 ફેબ્રુઆરી, 1918 : હડતાળમાં મજૂરોને માર્ગદર્શન આપવા અનસૂયા સારાભાઈના નામથી પત્રિકા પ્રગટ કરી.

15 માર્ચ, 1918 : મજૂરોને મક્કમ રાખવા અનિશ્ચિત મુદતના ઉપવાસ જાહેર કર્યા. 

18 માર્ચ, 1918 : સમાધાન થતાં પારણાં કર્યાં.

27 માર્ચ, 1918 : નડિયાદમાં 5,000 જેટલા ખેડૂતોની સભામાં મહેસૂલ-મોકૂફી માટે સત્યાગ્રહની સલાહ.

18 એપ્રિલ, 1918 : રંગરૂટોની ભરતી માટે વાઇસરૉયે બોલાવેલી પરિષદમાં ઠરાવને ટેકો.

1918 : રંગરૂટોની ભરતીમાં ખેડા જિલ્લાના ખેડૂતોનો સહકાર ન મળતાં આધાત; મરડો અને હરસની વ્યાધિ.

24 ફેબ્રુઆરી, 1918 : અંગ્રેજ ન્યાયાધીશ રૉલેટના અધ્યક્ષપદે નિમાયેલી સમિતિએ તૈયાર કરેલાં બે બિલોના વિરોધમાં 'સત્યાગ્રહ પ્રતિજ્ઞા’ ઘડી.

23 માર્ચ, 1919 : કાયદાના વિરોધમાં હડતાળ, ઉપવાસ અને પ્રાર્થના માટે પ્રજાને સૂચના.

30 માર્ચ, 1919 : દિલ્હીમાં આ દિવસે તારીખની સમજફેરને કારણે સત્યાગ્રહનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો.

6 એપ્રિલ, 1919 : આખા દેશમાં રૉલેટ કાયદા વિરુદ્ધ સત્યાગ્રહના કાર્યક્રમનો આરંભ થયો.

9 એપ્રિલ, 1919 : પંજાબ સરકારના હુકમથી પલવલ સ્ટેશને ધરપકડ. 

13 એપ્રિલ, 1919 : અમદાવાદમાં પ્રાયશ્ચિત્ત રૂપે ત્રણ દિવસના ઉપવાસ. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ.

7 સપ્ટેમ્બર, 1919 : 'નવજીવન' સાપ્તાહિકનો પહેલો અંક પ્રસિદ્ધ.

8 ઑક્ટોબર, 1919 : 'યંગ ઇન્ડિયા'નો પહેલો અંક પ્રસિદ્ધ.

15 નવેમ્બર, 1919 : હંટર પંચનો બહિષ્કાર અને સ્વતંત્ર તપાસનો કૉંગ્રેસનો નિર્ણય.

25 ડિસેમ્બર, 1919 : અમૃતસરમાં મળેલા કૉંગ્રેસ અધિવેશનમાં ભારતના નવા બંધારણના કાયદાનો સ્વીકાર.

2 ઑગસ્ટ, 1920 : ત્રણ ચાંદ સરકારને પરત અને અસહકારનો આરંભ.

18 ઓક્ટોબર, 1920 : ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના.

24 ડિસેમ્બર, 1921 : અમદાવાદમાં મળેલા કૉંગ્રેસ અધિવેશનમાં અમુક શરતોએ સર્વસત્તાધીશ નિમાયા.
 
29 જાન્યુઆરી, 1922 : બારડોલી તાલુકા પરિષદમાં નાકર અને સવિનય કાનૂન ભંગની લડતનો ઠરાવ પસાર.

4 ફેબ્રુઆરી, 1922 : ચૌરીચૌરાની ઘટના.

10 માર્ચ, 1922 : ધરપકડ અને 6 વર્ષની સાદી કેદ.

21 માર્ચ, 1922 : યરવડા જેલમાં.

21 જાન્યુઆરી, 1924 : પુણેની સાસૂન હૉસ્પિટલમાં ઍપેન્ડિક્સની શસ્ત્રક્રિયા.

5 ફેબ્રુઆરી, 1924 : સરકારે વિના શરતે છોડી મૂક્યા.

17 સપ્ટેમ્બર, 1924 : દિલ્હીમાં મહમદઅલીને ઘેર રહી કોમી રમખાણોના પ્રાયશ્ચિત્ત સારુ નવ દિવસના ઉપવાસ.

6 નવેમ્બર, 1924 : સ્વરાજપક્ષના ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ સાથે સમજૂતી. 

26 ડિસેમ્બર, 1924 : બેલગામ કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ સભ્ય થવા માટેની લાયકાતમાં સુધારા.

28 એપ્રિલ, 1925 : 'અખિલ હિંદ ગોરક્ષા મંડળ'ની સ્થાપના.

22 સપ્ટેમ્બર, 1925 : પટણામાં કૉંગ્રેસની મહાસમિતિ દ્વારા 'અખિલ હિંદ ચરખા સંઘ'ની સ્થાપના.

7 નવેમ્બર, 1925 : મૅડલિન સ્લેડ સત્યાગ્રહ આશ્રમમાં; પુત્રી તરીકે સ્વીકારી; 'મીરાંબહેન' નામ.

26 ડિસેમ્બર, 1927 : મદ્રાસ અધિવેશનમાં નહેરુએ રજૂ કરેલો સંપૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ.

5 જાન્યુઆરી, 1928 : 'યંગ ઇન્ડિયા'માં ઠરાવની કડક ટીકા.

૩ ફેબ્રુઆરી, 1928 : સાઇમન કમિશનનો બહિષ્કાર.

28 ઑગસ્ટ, 1928 : 'સાંસ્થાનિક દરજ્જાના સ્વરાજ'ની ભલામણનો લખનૌમાં મળેલી સર્વપક્ષી પરિષદે કરેલો સ્વીકાર.

28 ડિસેમ્બર, 1928 : કલકત્તા અધિવેશનમાં નાકરની લડત અને અહિંસક અસહકારનો ઠરાવ.

31 ઑક્ટોબર, 1928 : વાઇસરોય લૉર્ડ અવિને કરેલી ગોળમેજી પરિષદની જાહેરાત.

19 ડિસેમ્બર, 1929 : લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વાતંત્ર્યના ધ્યેયનો ઠરાવ.

10 જાન્યુઆરી, 1930 : જાન્યુઆરીની 26મીએ પ્રજાએ લેવાની પ્રતિજ્ઞાનો ઠરાવ.

15 ફેબ્રુઆરી, 1930 : કૉંગ્રેસ કારોબારીએ સવિનય કાનૂનભંગ માટે સત્તા આપી.

2 માર્ચ, 1930 : વાઇસરૉયને મીઠાના કાયદાના ભંગ માટેનો પત્ર.

12 માર્ચ, 1930 : દાંડીકૂચનો પ્રારંભ.

6 એપ્રિલ, 1930 :  દાંડી પહોંચી મીઠાના કાયદાનો ભંગ.

5 મે, 1930 : ધરપકડ અને યરવડા જેલમાં.

26 જાન્યુઆરી, 1931 :  જેલમાંથી મુક્તિ.

5 માર્ચ, 1931 : ગાંધી-અર્વિન સમજૂતી.

12 સપ્ટેમ્બર, 1931 : કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગોળમેજી પરિષદ માટે લંડનમાં.

13 સપ્ટેમ્બર, 1931: અમેરિકાની પ્રજાજોગ વાયુપ્રવચન.

22 સપ્ટેમ્બર, 1931 : ચાર્લી ચૅપ્લિન મળવા આવ્યા.

9 ઑક્ટોબર, 1931 : મૉન્ટેસોરી મળ્યાં.

20 ઑક્ટોબર, 1931 : ‘God Is' લેખ ધ્વનિમુદ્રિત થયો અને રૉયલ્ટીના પાંચ હજાર પાઉન્ડ મળ્યા.

25 ઑક્ટોબર, 1931 : ઑક્સફર્ડની મુલાકાત.

31 ઑક્ટોબર, 1931 : કેમ્બ્રિજની મુલાકાત.

5 નવેમ્બર, 1931 : જોર્જ પાંચમાએ ગોળમેજી પરિષદના સભ્યો માટે યોજેલા ચા-નાસ્તા માટે ટૂંકી પોતડી અને ચાદરના પહેરવેશમાં.

6 નવેમ્બર, 1931 : શૉ દંપતીએ મુલાકાત લીધી.

13 નવેમ્બર, 1931 : અસ્પૃશ્યો માટે અલગ મતદારમંડળના જિંદગીના ભોગે વિરોધની ગોળમેજી પરિષદમાં ચેતવણી.

1 ડિસેમ્બર 1931 : ગોળમેજી પરિષદ પૂરી થઈ.

6 ડિસેમ્બર, 1931 : રોમાં રોલાં સાથે.

12 ડિસેમ્બર, 1931 : પોપની રાજધાની વૅટિકનમાં ઈશુની પ્રતિમાનું દર્શન. રોમમાં મુસોલિની સાથે મુલાકાત.

25 ડિસેમ્બર, 1931 : ખાન અબદુલ ગફારખાનની ધરપકડ.

26 ડિસેમ્બર, 1931 : નહેરુની ધરપકડ. 

1 જાન્યુઆરી, 1932 : કૉંગ્રેસ કારોબારી સમિતિએ સવિનય કાનૂનભંગનો ઠરાવ કર્યો.

4 જાન્યુઆરી, 1932 : ધરપકડ અને અનિશ્ચિત મુદત સુધી વલ્લભભાઈ સાથે યરવડા જેલમાં.

10 માર્ચ, 1932 : મહાદેવ દેસાઈને યરવડા જેલમાં ખસેડ્યા.

20 સપ્ટેમ્બર, 1932 : મૅક્ડોનલ્ડના અસ્પૃશ્યો માટેના અલગ મતદારમંડળના નિર્ણયને બદલાવવા અનિશ્ચિત મુદતના ઉપવાસ.

24 સપ્ટેમ્બર, 1932 : સવર્ણ હિંદુઓ અને અસ્પૃશ્યો વચ્ચે ચૂંટણી અંગે સમજૂતી. 

25 સપ્ટેમ્બર, 1932 : મુંબઈમાં સવર્ણ હિંદુઓની પરિષદે અસ્પૃશ્યોના નાગરિક હક અંગે ઠરાવ પસાર કર્યો.

30 સપ્ટેમ્બર, 1932 : હરિજન સેવક સંઘની સ્થાપના.

11 ફેબ્રુઆરી, 1933 : 'હરિજન', 23મીએ ‘હરિજન સેવક’ (હિંદી) અને 12મી માર્ચે 'હરિજન બંધુ' સાપ્તાહિકો શરૂ કર્યાં.

31 જુલાઈ, 1933 : વ્યક્તિગત સત્યાગ્રહનો ઇરાદો જાહેર કર્યો.

1 ઓગસ્ટ, 1933 : ધરપકડ અને યરવડા જેલમાં.

14 સપ્ટેમ્બર, 1933 : રાજકારણમાં ભાગ ન લેવાનો નિર્ણય કરી વર્ધા ગયા.

30 સપ્ટેમ્બર, 1933 : સત્યાગ્રહ આશ્રમ ‘હરિજન સેવક સંઘ'ને સુપરત.

7 નવેમ્બર, 1933 : 'હરિજન યાત્રા' (દેશનો પ્રવાસ).

25 એપ્રિલ, 1934 : બિહારમાં લાલનાથ શાસ્ત્રીની ઉશ્કેરણીથી ટોળાએ હુમલો કર્યો.

8 મે, 1934 : ઓરિસામાં પગપાળા પ્રવાસ.

18 મે, 1934 : સામૂહિક સત્યાગ્રહ પાછો ખેંચ્યો.

29 મે, 1934 : મીનુ મસાણીને પત્ર લખી કૉંગ્રેસ સમાજવાદી પક્ષને આવકાર પરંતુ તેના કાર્યક્રમો સાથે અસંમતિ દર્શાવી.

25 જૂન, 1934 : પુણેમાં મોટર ઉપર બૉમ્બ ફેંકાયો.

17 સપ્ટેમ્બર 1934 : કૉંગ્રેસમાંથી નિવૃત્તિનો ઇરાદો જાહેર કર્યો.

30 ઑક્ટોબર, 1934 : કૉંગ્રેસમાંથી રાજીનામું

14 ડિસેમ્બર, 1934 : 'અખિલ હિંદ ગ્રામોદ્યોગ સંઘ’ની સ્થાપના.

 2 જુલાઈ, 1935 : પ્રાંતીય સ્વાયત્તતાના કાયદાને શાહી મંજૂરી.

12 એપ્રિલ, 1936 : નહેરુના પ્રમુખપદે લખનૌમાં મળેલા કૉંગ્રેસ અધિવેશનમાં નવા બંધારણનો અસ્વીકાર અને મહાસમિતિના ચૂંટણી ઢંઢેરા મુજબ ચૂંટણી લડવાનો ઠરાવ.

30 એપ્રિલ, 1936 : વર્ધા છોડી સેગાંવ રહેવા ગયા.

31 ઑક્ટોબર, 1936 : અમદાવાદમાં 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ના  બારમા અધિવેશનના પ્રમુખ.

11 નવેમ્બર, 1936 : ત્રાવણકોરનાં મંદિરો અસ્પૃશ્યો માટે ખુલ્લાં મુકાયાં.

17 જુલાઈ, 1937 : મુંબઈમાં બાળાસાહેબ ખેરે પ્રધાનમંડળ રચવાનું સ્વીકાર્યું. ‘હરિજન’ના અંકમાં પ્રધાનો અને વિરોધપક્ષોને સલાહ આપતો લેખ.

નવેમ્બર, 1937 : કલકત્તામાં ત્રાસવાદી કેદીઓને છોડાવ્યા.

25 માર્ચ, 1938 : અંત્યજો માટે પ્રવેશબંધીવાળા જગન્નાથ મંદિરમાં કસ્તૂરબા અને મહાદેવ દેસાઈનાં પત્ની દર્શનાર્થે ગયાં તે બદલ મહાદેવભાઈને કડક ઠપકો.

20 મે, 1938 : મુસ્લિમ લીગ જ મુસલમાનો વતી બોલી શકે એવી ઝીણાની માગણીનો અસ્વીકાર.

2 ફેબ્રુઆરી, 1939 : રાજકોટના ઠાકોરે કસ્તૂરબાને અટકાયતમાં લીધાં.

3 માર્ચ, 1939 : રાજકોટના ઠાકોરે સમજૂતી માટેની વિનંતી ન સ્વીકારતાં ઉપવાસ શરૂ કર્યા.

7 માર્ચ, 1939 : વાઇસરૉયે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને લવાદ નીમતાં પારણાં કર્યાં.

16 એપ્રિલ, 1939 : સર મૉરિસ ગ્વાયરે વલ્લભભાઈના પક્ષે ચુકાદો આપતાં મુસ્લિમોએ અને ભાયાતોએ પ્રાર્થનાસભા સામે દેખાવો કર્યા. 

24 એપ્રિલ, 1939 : પોતાની હાર કબૂલ કરતું નિવેદન કર્યું.

29 એપ્રિલ, 1939 : સુભાષ બોઝે કારોબારી સમિતિ અંગે સલાહ આપતો પત્ર વાંચી પ્રમુખપદેથી રાજીનામું આપ્યું.

23 જુલાઈ, 1939 : હિટલરને યુદ્ધ ટાળવા લખેલો વિનંતીપત્ર.

5 સપ્ટેમ્બર, 1939 : સિમલામાં વાઇસરૉય સાથે મુલાકાત દરમ્યાન યુદ્ધથી થનારા વિનાશના વિચારે ડૂસકું આવી ગયું.

8 સપ્ટેમ્બર, 1939 : વર્ધામાં મળેલી કૉંગ્રેસ કારોબારી સમિતિમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને બિનશરતી નૈતિક ટેકો.

31 ઑક્ટોબર, 1939 : કૉંગ્રેસ પક્ષનાં પ્રધાનમંડળોએ રાજીનામાં આપ્યાં. 

12 ડિસેમ્બર, 1939 : મુસ્લિમોને ડિસેમ્બરની 22મીનો દિવસ મુક્તિદિન તરીકે ઊજવવાનું ઝીણાનું એલાન

28 ફેબ્રુઆરી, 1940 : ભારતનું બંધારણ પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ ઘડે તેવો ઠરાવ અને જરૂર પડ્યે સવિનય કાનૂનભંગની લડત આપવાનો ઠરાવ પટણામાં મળેલી કૉંગ્રેસ કારોબારીએ પસાર કર્યો.

5 માર્ચ, 1940 : સેગાંવનું નામ ‘સેવાગ્રામ' રાખ્યું.

2 જુલાઈ, 1940 : નાઝીવાદ સામે અહિંસક લડત માટે 'દરેક બ્રિટનને જાહેર પત્ર' લખ્યો. 

2 ઑગસ્ટ, 1940 : લઘુમતીઓના અભિપ્રાયોને પૂરું વજન આપવાના વાઇસરૉયના નિવેદનને કૉંગ્રેસ કારોબારીએ વખોડ્યું. 

11 ઑક્ટોબર, 1940 : સેવાગ્રામમાં કારોબારી સમિતિ સમક્ષ વ્યક્તિગત સત્યાગ્રહની યોજના. 

17 ઑક્ટોબર, 1940 : વિનોબાનો સત્યાગ્રહ અને ધરપકડ

31 ઑક્ટોબર, 1940 : સત્યાગ્રહ સારુ નહેરુને ચાર વર્ષની સજા.

29 ડિસેમ્બર, 1940 : સુભાષના સહકાર આપવા અંગેના પત્રનો અસ્વીકાર.

17 જાન્યુઆરી, 1941 : કલકત્તામાં નજરકેદ રખાયેલા સુભાષ અદૃશ્ય.

3 ડિસેમ્બર, 1941 : વ્યક્તિગત સત્યાગ્રહીઓનો છુટકારો.

13 ડિસેમ્બર, 1941 : અઢાર મુદ્દાના રચનાત્મક કાર્યક્રમના ખરડાનું પુસ્તિકા રૂપે પ્રકાશન.

30 ડિસેમ્બર, 1941: કૉંગ્રેસને દોરવણી આપવામાંથી મુક્ત કરવા ગાંધીજીએ કરેલી વિનંતીનો બારડોલીમાં મળેલી કારોબારીએ કરેલો સ્વીકાર.

15 જાન્યુઆરી, 1942 : પોતાના વારસદાર રાજગોપાલાચારી કે વલ્લભભાઈ નહિ પણ જવાહરલાલ એવું સેવાગ્રામમાં મહાસમિતિને જણાવ્યું.

27 માર્ચ, 1942 : બંધારણની દરખાસ્તો લઈને આવેલા સ્ટૅફર્ડ ક્રિપ્સને પહેલા જ વિમાનમાં પાછા જવાની સલાહ. 

14 જુલાઈ, 1942 : બ્રિટને તાત્કાલિક ભારત છોડવાનો ઠરાવ કારોબારી સમિતિએ પસાર કર્યો.

8 ઑગસ્ટ, 1942 : બ્રિટનને કહ્યું 'ભારત છોડો' અને પ્રજાને મંત્ર આપ્યો : 'કરેંગે યા મરેંગે'.

9 ઑગસ્ટ, 1942 : ગાંધીજી અને કારોબારી સમિતિના સભ્યોની ધરપકડ તથા આગાખાન મહેલમાં અટકાયત.

15 ઑગસ્ટ, 1942 : હૃદયરોગના હુમલાથી મહાદેવ દેસાઈનું આગાખાન મહેલમાં અવસાન.

10 ફેબ્રુઆરી, 1943 : જાપાનતરફી અને હિંસક ઘટનાઓ માટે જવાબદાર ગણવાના આક્ષેપ વિરુદ્ધ એકવીસ દિવસના ઉપવાસ શરૂ.

22 ફેબ્રુઆરી, 1943 : સ૨કારે તહોમતનામાની પુસ્તિકા પ્રસિદ્ધ કરી.

15 જલાઈ, 1943 : આક્ષેપોનો સચોટ ઉત્તર.

22 ફેબ્રુઆરી, 1944 : આગાખાન મહેલમાં કસ્તૂરબાનું અવસાન.

6 મે, 1944 : આગાખાન મહેલમાંથી વિના શરતે મુક્તિ

10 મે, 1944 : 86 લાખ રૂપિયાના કસ્તૂરબા રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટના પ્રમુખ.

14 જૂન, 1945 : લૉર્ડ વેવલનું વાટાઘાટો માટેનું વાયુપ્રવચન.

15 જૂન, 1945 : અહમદનગરના કિલ્લામાં નજરકેદ કારોબારીના સભ્યોની મુક્તિ અને કૉંગ્રેસ પરથી ઉઠાવી લીધેલો પ્રતિબંધ.

14 જુલાઈ, 1945 : સિમલામાં મળેલી પરિષદને વાઇસરોયે નિષ્ફળ જાહેર કરી.

23 માર્ચ, 1946 : ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ દિલ્હી આવ્યું.

25 જૂન, 1946 : પ્રતિનિધિમંડળની બંધારણસભાને લગતી જોગવાઈઓનો સ્વીકાર કરતો ઠરાવ કૉંગ્રેસની કારોબારી સમિતિએ કર્યો.

4 જુલાઈ, 1946 : વાઇસરૉયે સરકારી અમલદારોની બનેલી કામચલાઉ સરકાર રચી.

29 જુલાઈ, 1946 : પાકિસ્તાનના ધ્યેય માટે મુસ્લિમ લીગે સીધાં પગલાંનો કરેલો નિર્ણય.

16 ઑગસ્ટ, 1946 : કલકત્તામાં ભયંકર કોમી રમખાણો.

2 સપ્ટેમ્બર, 1946 : નહેરુએ બાર સભ્યોની વચગાળાની સરકાર રચી.

10 ઓક્ટોબર, 1946 : નોઆખલી જિલ્લાના હિંદુઓ ઉપર પાશવી અત્યાચારો.

15 ઑક્ટોબર, 1946 : મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ વચગાળાની સરકારમાં જોડાયા.

27 ઑક્ટોબર, 1946 : : બિહારમાં મુસલમાનો વિરુદ્ધ રમખાણો.

6 નવેમ્બર, 1946 : નોઆખલી જવા નીકળ્યા.

19 નવેમ્બર, 1946 : 'હરિજન' સાપ્તાહિકની જવાબદારી કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા અને નરહરિ પરીખને સોંપી.

૩ ડિસેમ્બર, 1946 : મુસ્લિમ લીગના બહિષ્કાર છતાં બંધારણસભા મળે તે અયોગ્ય છે એમ નિવેદન.

2 જાન્યુઆરી, 1947 : નોઆખલીનો પગપાળા પ્રવાસ શરૂ.

1 ફેબ્રુઆરી, 1947 : પ્રાર્થનાસભામાં મનુબહેન સાથેના સહશયનના પ્રયોગનો ઉલ્લેખ.

9 ફેબ્રુઆરી, 1947 : મશરૂવાળાએ 'હરિજન'ના સંપાદક તરીકે આપેલું રાજીનામું.

15 ફેબ્રુઆરી, 1947 : રાયપુરા ગામમાં હિંદુઓએ અને મુસલમાનોએ માનપત્ર આપ્યું.

20 ફેબ્રુઆરી, 1947 : ભારત છોડવાના નિર્ણયની વડાપ્રધાન ક્લેમન્ટ ઍટલીએ કરેલી જાહેરાત, વાઇસરૉય તરીકે લૉર્ડ માઉન્ટબૅટનની નિમણૂક.

30 માર્ચ, 1947 : બિહારનાં ગામોની મુલાકાત અને મુસલમાનોની દુર્દશાનાં દર્શન.

31 માર્ચ, 1947 : દિલ્હી આવેલા લૉર્ડ માઉન્ટબૅટનને મળ્યા.

1947 : એશિયાઈ રિલેશન્સ કૉન્ફરન્સમાં ભારતીય સંસ્કૃતિનું
દર્શન ભંગીઓનાં ઝૂંપડાંમાં હોવાનું સમજાવ્યું. 

4 એપ્રિલ, 1947 : ઝીણાને કે કૉંગ્રેસને પ્રધાનમંડળ રચવાના આમંત્રણની યોજના વાઇસરૉય સમક્ષ રજૂ કરી. 

10 એપ્રિલ, 1947 : પ્રધાનમંડળ રચવા અંગેની યોજના સાથે કૉંગ્રેસ કારોબારી અસંમત.

13 એપ્રિલ 1947 : બિહાર ગયા.

1 મે, 1947 : દેશનો વહીવટ લીગ કે કોંગ્રેસને સોંપી જતા રહેવાની સલાહ વાઇસરૉયે ન માની.

2 જૂન, 1947 : વાઇસરૉયની ભારતના ભાગલાની યોજના કૉંગ્રેસ, મુસ્લિમ લીગ અને શીખોના પ્રતિનિધિઓએ સ્વીકારી.

13 જૂન, 1947 : વાઇસરૉયની યોજનાનો સ્વીકાર કૉંગ્રેસ કારોબારીએ કર્યો.

18 જુલાઈ, 1947 : ભારત અને પાકિસ્તાનને બ્રિટિશ રાષ્ટ્રસંધના સંસ્થાન તરીકે શાહી મંજૂરી.

25 જુલાઈ, 1947 : દેશી રાજ્યોને લૉર્ડ માઉન્ટબૅટને આપેલી સલાહ.

13 ઑગસ્ટ, 1947 : કલકત્તામાં સુહરાવર્દી સાથે વસવાટ.

13 ઑગસ્ટ, 1947 : પાકિસ્તાનને ઇંગ્લેન્ડના રાજાની શુભેચ્છાઓ માઉન્ટબેટને પાઠવી.

15 ઑગસ્ટ, 1947 : ભારતનો પહેલો સ્વાતંત્ર્યદિન કલકત્તામાં ઉપવાસ અને પ્રાર્થના કરીને ઉજવ્યો.

31 ઑગસ્ટ, 1947 : હૈદરી મૅન્શન ઉપર હિંદુ ટોળાનો હુમલો થતાં અનિશ્ચિત મુદતના ઉપવાસ.

4 સપ્ટેમ્બર, 1947 : કલકત્તામાં શાંતિ જળવાવાની ખાતરી મળતાં ઉપવાસ છોડ્યા.

5 સપ્ટેમ્બર, 1947 : શાંતિસેવાદળને 'મારું જીવન એ જ મારો સંદેશો છે' એવો સંદેશો બંગાળીમાં આપ્યો.

9 સપ્ટેમ્બર, 1947 : દિલ્હી પહોંચ્યા.

10 સપ્ટેમ્બર, 1947 : પ્રાર્થનાસભામાં શહાદરા સ્ટેશને જોયેલા દુ:ખજનક અનુભવનું વર્ણન.

27 ઑક્ટોબર, 1947 : કાશ્મીરનું ભારત સાથે જોડાણ.

1 જાન્યુઆરી, 1948 : પાકિસ્તાનના પંચાવન કરોડ રૂપિયા નહિ આપવાનો ભારત સરકારનો નિર્ણય.

2 જાન્યુઆરી, 1948 : કાશ્મીરનો પ્રશ્ન રાષ્ટ્રસંઘની સલામતી સમિતિને સોંપાયો.

12 જાન્યુઆરી, 1948 : પ્રાર્થનાસભામાં હિંદુ-મુસ્લિમ વચ્ચે શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ઉપવાસનો નિર્ણય જાહેર કર્યો.

15 જાન્યુઆરી, 1948 : ભારત સરકારે પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા આપ્યા.

18 જાન્યુઆરી, 1948 : શાંતિની જાહેરાત થતાં ઉપવાસ છોડ્યા.

20 જાન્યુઆરી, 1948 : પંજાબી યુવકે પ્રાર્થનાસભાથી થોડે દૂર બૉમ્બનો ધડાકો કર્યો.

30 જાન્યુઆરી, 1948 : પ્રધાનમંડળમાં નહેરુ અને વલ્લભભાઈ બેઉની હાજરી જરૂરી હોવાનો દૃઢ અભિપ્રાય વલ્લભભાઈ સાથેની ચર્ચામાં જણાવ્યો.

30 જાન્યુઆરી, 1948 : ગોડસેની ત્રણ ગોળીઓથી દેહાંત.

31 જાન્યુઆરી, 1948 : યમુનાકિનારે રામદાસે કરેલો અગ્નિદાહ – રાત્રે નહેરુનું ભવ્ય અંજલિ આપતું વાયુપ્રવચન. 

5 ફેબ્રુઆરી, 1948 : નહેરુને સહકારની ખાતરી આપતો વલ્લભભાઈનો પત્ર.

1948 : વિશ્વભરમાંથી મળેલા ત્રણ હજાર જેટલા શોકસંદેશા.

15 ફેબ્રુઆરી, 1948 : છેલ્લું વસિયતનામું અને ઇચ્છાપત્ર ‘હરિજન'માં પ્રસિદ્ધ થયું.