Showing posts with label Gandhi's Views about Journalism. Show all posts
Showing posts with label Gandhi's Views about Journalism. Show all posts

Saturday, September 6, 2025

ગાંધીજી કહે છે : પત્રકાર વિશે


" મેં પત્રકારની પ્રવૃત્તિ તેની મજાને ખાતર નહીં પણ મેં જેને મારું જીવનકાર્ય માન્યું છે તેને તે મદદરૂપ થાય એવી આશાએ અંગીકાર કરી છે. "

ગાંધીજી

'યંગ ઇન્ડિયા', ૦૨-૦૭-૧૯૨૫
ભાષાંતર : 'નવજીવન', ૦૫-૦૭-૧૯૨૫

Tuesday, June 20, 2023

ગાંધીજી કહે છે : વાણીની હિંસા વિશે


" ... વાણીની હિંસાથી બચવાનો માર્ગ એ છે કે ઓછામાં ઓછું બોલવું ને વગર વિચાર્યે તો ન જ બોલવું. "

- ગાંધીજી 

૧૩-૧૨-૧૯૨૫

Wednesday, December 31, 2014

ગાંધીજી કહે છે : 'હિન્દ સ્વરાજ' વિશે


"જયારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યું, બહુ વિચાર્યું. ... જે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજ્યો."


મોહનદાસ કરમચંદ ગાંધી('હિન્દ સ્વરાજ'ની પ્રસ્તાવનામાંથી)

('હિન્દ સ્વરાજ'ના લેખનનો સમયગાળો : ૧૩-૧૧-૧૯૦૯થી ૨૨-૧૧-૧૯૦૯)


Thursday, February 28, 2013

ગાંધીજી કહે છે : એમનાં લખાણો વિશે


" મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઇચ્છું છું કે મને સર્વકાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી.સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું.ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી.મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે.અને તેથી કોઈને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિષે શ્રદ્ધા હોય તો એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને."

-ગાંધીજી

'હરિજનબંધુ'

૩૦-૦૪-૧૯૩૩ 


Thursday, January 10, 2013

ગાંધીજી કહે છે : પત્રકાર વિશે


" પત્રકારનું સાચું કામ જનતાના માનસને સાચી રીતે કેળવવાનું છે. "

- ગાંધીજી

'હરિજનબંધુ', ૨૯-૦૯-૧૯૪૬