Showing posts with label Gujarat Vidyapith - Journalism Department. Show all posts
Showing posts with label Gujarat Vidyapith - Journalism Department. Show all posts

Sunday, March 19, 2023

પત્રકાર / માધ્યમકર્મી બનવા માટેનો પૂર્ણ સમયનો વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ


પત્રકાર / માધ્યમકર્મી બનવા માટેનો પૂર્ણ સમયનો વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ


વિભાગ : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન

વિદ્યાશાખા : વ્યવસાયી અભ્યાસક્રમ વિદ્યાશાખા

વિશ્વવિદ્યાલય : ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

અભ્યાસક્રમ : એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન)

સમયગાળો : બે વર્ષ (ચાર સત્ર)

સમયપત્રક : સવારના સાડાદસથી સાંજના છ સુધી

લાયકાત : કોઈપણ વિષયમાં ઓછામાં ઓછા ૫૦ ટકા સાથે સ્નાતક (ગ્રેજ્યુએટ). છઠ્ઠા સત્રનું પરિણામ ન આવ્યું હોય તો પાંચમા સત્રના ગુણપત્રકના આધારે અરજી કરી શકાશે. સરકારના નિયમો અનુસાર અનામત બેઠકોની જોગવાઈ છે.

અભ્યાસક્રમની વિશેષતાઓ :

કુદરતી વાતાવરણમાં અને હરિયાળા પરિસરમાં ગાંધીવિચાર આધારિત કેળવણી

નિષ્ણાત પ્રાધ્યાપકો દ્વારા ઉત્તમ માર્ગદર્શન અને માધ્યમ-નિષ્ણાતો સાથે નિયમિત સંપર્ક

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયનને લગતા મહત્ત્વપૂર્ણ વિષયોનું ગુજરાતી માધ્યમમાં સઘન અધ્યાપન

પ્રાયોગિક તાલીમ માટે સત્ર બેમાં અને સત્ર ચારમાં એક માસનું માધ્યમ-પ્રશિક્ષણ (મીડિયા ઇન્ટર્નશિપ)

મઘ્યસ્થ ગ્રંથાલયમાં આશરે છ લાખ પુસ્તકો / સંદર્ભગ્રંથોના ઉપયોગની સગવડ

વ્યાવસાયિક તકો :

સમાચારપત્રો અને સામયિકોમાં પત્રકાર બનવાની તક

રેડિયો અને ટેલિવિઝન ક્ષેત્રે માધ્યમકર્મી બનવાની તક

ડિજિટલ મીડિયામાં વિસ્તૃત કારકિર્દી બનવાની તક

સરકારી, અર્ધસરકારી, અને ખાનગી ક્ષેત્રમાં માહિતી / જનસંપર્ક અધિકારી તરીકે જોડાવાની તક

પત્રકારત્વનું શિક્ષણ આપતાં સંસ્થાનો / વિશ્વવિદ્યાલયોમાં અધ્યાપક તરીકે કામ કરવાની તક


માર્ગદર્શન માટે કાર્યાલયનું સરનામું :

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ,
મઘ્યસ્થ ગ્રંથાલયની સામે,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૦૯

ફોન નંબર : ૦૭૯-૪૦૦૧૬૩૩૨, ૦૭૯-૪૦૦૧૬૩૩૩
(સોમથી શુક્ર : 12-00થી 05-00 દરમ્યાન, શનિવારે : 09-00થી 01-00 દરમ્યાન)

મો. ૯૪૨૭૩૧૭૯૭૧, ૯૬૩૮૯૮૧૫૧૧
(સોમથી શુક્ર : 03-00થી 05-00 દરમ્યાન, શનિવારે : 11-00થી 01-00 દરમ્યાન)


ઓનલાઇન અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ : 
19-04-2023

ઓનલાઇન પ્રવેશ-પ્રક્રિયા માટેની લિન્ક :


ઓનલાઇન અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ વીતી ગઈ હોય તો, નીચેની વિગતો ધ્યાનથી વાંચો.


હવે ઓનલાઇન અરજીપત્રક ભરવા માટે, ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટની મુલાકાત લો :

https://www.gujaratvidyapith.org/

આ વેબસાઇટમાં નીચેની બાબત જુઓ :

Admission-2023-24

ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટમાં આપેલી માહિતી ધીરજપૂર્વક વાંચીને, ઓનલાઇન અરજીપત્રક કાળજીપૂર્વક ભરો.

ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ : 
25-06-2023, રવિવાર

આગળ વધો.
અમારી શુભેચ્છાઓ આપની સાથે છે. 

Thursday, June 16, 2022

પત્રકારત્વમાં પ્રવેશની જાણકારી માટે જુઓ : ગૂજરાત વિદ્યાપીઠનું અવકાશી ઠેકાણું

Post Graduate Program - Admission-2022

માસ્ટર્સ કોર્સના ઓનલાઈન એડમિશન ફોર્મ(અવકાશી પ્રવેશપત્ર)ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રવેશ માટે સૌથી પહેલાં નીચેની લિંક ઉપર ક્લિક કરો :

ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવા માટેની માર્ગદર્શિકા:
https://www.gujaratvidyapith.org/admission/AdmissionFormMargdarshika-2022.pdf

એમ.એ.(પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન)ની ફીનું માળખું : 

ગૂજરાત વિદ્યાપીઠ : કેળવણીનો ઘેઘૂર વડલો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર
  

Wednesday, May 25, 2022

Students @ Information Department, Government of Gujarat

Appointment : May, 2022

|| Congratulations ||

* Dr. Divyesh Vyas
M.A. (Journalism & Mass Communication) : 2000-2002, M.Phil. : 2010, Ph.D. : 2015
Assistant Director of Information
Regional Information Office, Ahmedabad

* Dilip J. Vasava
M.A. (Journalism & Mass Communication) : 2006-2008
Information Assistant,
District Information Office, Narmada
Rajpipla

* Kakulben Dhakia
M. A. (Journalism & Mass Communication) : 2008-2010
Information Assistant,
District Information Office,
Vadodara

* Kuldip Parmar
M.A. (Journalism & Mass Communication) : 2013-2015
Assistant Director of Information
District Information office,
Patan

* Rinkal Parmar
M.A. (Journalism & Mass Communication) : 2016-2018
Information Assistant,
District information office,
Patan

* Mona Galsar
Ph.D. (Journalism & Mass Communication) : Research-Study since 2018
Assistant Director of Information
Social Media Branch, Information Department,
Gandhinagar

* Alpeshkumar Makvana
M.A. (Journalism & Mass Communication) : 2019-2021, 
Ph.D. : Research-Study Since 2021
Information Assistant,
District Information Office, Kheda - Nadiad

* Shaileshkumar Baldaniya
M.A. (Journalism & Mass Communication) : 2019-2021
Assistant Director of Information
Film Production Department, Information Head office,
Gandhinagar

* Sweta Patel
M.A. (Journalism & Mass Communication) : 2019-2021
Information Assistant,
District Information Office, Sabarkantha
Himmatnagar

* Dr. Sapana Sharma
M.Phil. (Journalism & Mass Communication) : 2013
Deputy Director of Information, 
Reference and Research Branch,
Dr. Jivaraj Mehta Bhavan, Gandhinagar


Monday, May 23, 2022

ગુજરાત સરકારના માહિતી ખાતામાં ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ


નિમણૂક : મે, ૨૦૨૨

અભિનંદન | આનંદ | આભાર |

* ડૉ. દિવ્યેશ વ્યાસ
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૦૦-૨૦૦૨, એમ.ફિલ. : ૨૦૧૦, પીએચ.ડી. : ૨૦૧૫
સહાયક માહિતી નિયામક
પ્રાદેશિક માહિતી કચેરી
અમદાવાદ

* સંદીપ કાનાણી
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૦૩-૨૦૦૫
સહાયક માહિતી નિયામક (ઇન-ચાર્જ),
સિનિયર સબ એડિટર,
પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ
રાજકોટ

* દિલીપ જે. વસાવા
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૦૬-૨૦૦૮
માહિતી મદદનીશ
જિલ્લા માહિતી કચેરી, નર્મદા
રાજપીપળા

* કાકુલબેન ઢાકિઆ
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૦૮-
૨૦૧૦
માહિતી મદદનીશ
પ્રાદેશિક માહિતી કચેરી, 
વડોદરા

* કુલદીપ પરમાર
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૩-૨૦૧૫
સહાયક માહિતી નિયામક
જિલ્લા માહિતી કચેરી, 
પાટણ

* રિંકલ પરમાર
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૬-૨૦૧૮
માહિતી મદદનીશ
જિલ્લા માહિતી કચેરી, 
પાટણ

* મોના ગલસર
પીએચ.ડી. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૮થી સંશોધન-અભ્યાસ
સહાયક માહિતી નિયામક
સામાજિક માધ્યમ (સોશિયલ મીડિયા) શાખા
માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર

* અલ્પેશકુમાર મકવાણા
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૯-૨૦૨૧, પીએચ.ડી. : ૨૦૨૧થી સંશોધન-અભ્યાસ
માહિતી મદદનીશ
જિલ્લા માહિતી કચેરી, ખેડા
નડીઆદ

* શૈલેષકુમાર બલદાણીયા
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૯-૨૦૨૧
સહાયક માહિતી નિયામક
ચલચિત્ર નિર્માણ (ફિલ્મ પ્રોડક્શન) શાખા, વડી કચેરી, માહિતી વિભાગ,
ગાંધીનગર

* શ્વેતા પટેલ
એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૯-૨૦૨૧
માહિતી મદદનીશ,
જિલ્લા માહિતી કચેરી, સાબરકાંઠા
હિંમતનગર


* ડૉ. સપના શર્મા
એમ.ફિલ. (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન) : ૨૦૧૩
નાયબ માહિતી નિયામક,
સંદર્ભ અને સંશોધન શાખા,
ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર

Monday, April 25, 2022

કસ્તૂરકથા - ૦૨

કસ્તૂરબાનાં જીવન અને કાર્યનો વિગતે પરિચય કરાવતી, અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દસ્તાવેજી ચલચિત્ર સાથેની, વ્યાખ્યાનશ્રેણી


ડૉ. અશ્વિનકુમાર

પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

..........................................................................................

તારીખ : ૧૯-૦૪-૨૦૨૨થી ૨૫-૦૪-૨૦૨૨

સમય : સવારે અગિયારથી સાડાઅગિયાર

સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ

ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમમાર્ગ

અમદાવાદ : ૩૮૦ ૦૧૪