Showing posts with label Gujarati Poet. Show all posts
Showing posts with label Gujarati Poet. Show all posts

Wednesday, February 26, 2025

અનિલ જોશી : અલવિદા

ક્રાઉં ક્રાઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો
તમને નથી ને કાંઈ વાંધો?

અનિલ જોશી

Monday, March 6, 2023

કૂંચી આપો, બાઈજી! । વિનોદ જોશી

વિનોદ જોશી / Dr. Vinod Joshi
Photographs : Dr. Ashwinkumar 
તસવીરો : ડૉ. અશ્વિનકુમાર

કૂંચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી

કોઈ કંકુથાપા ભૂંસી દઈ, મને ભીંતેથી ઉતરાવો,
કોઇ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો;

ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદિયું પાછી ઠેલી;

મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી

– વિનોદ જોશી

વિનોદ જોશીના સ્વરમાં 'કૂંચી આપો, બાઈજી!' :
https://www.google.com/search?q=%E0%AA%95%E0%AB%82%E0%AA%82%E0%AA%9A%E0%AB%80+%E0%AA%86%E0%AA%AA%E0%AB%8B,+%E0%AA%AC%E0%AA%BE%E0%AA%88%E0%AA%9C%E0%AB%80!+in+vinod+joshi+voice&rlz=1C1ONGR_enIN947IN947&source=lnms&tbm=vid&sa=X&ved=2ahUKEwjO4MP6ysf9AhWzmlYBHbspBqAQ0pQJegQIBRAC&biw=1536&bih=714&dpr=1.25#fpstate=ive&vld=cid:392eb193,vid:U6JeM0azr3c

હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના સ્વરમાં 'કૂંચી આપો, બાઈજી!'  
https://youtu.be/ie4snkNp9FM

Thursday, July 21, 2022

ઉમાશંકર જોશીને જન્મદિને અભિવંદન : ૨૧-૦૭-૨૦૨૨ : કાર્યક્રમ : ૦૧

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી

ઉપસ્થિત : દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના વિદ્યાર્થીઓ, પત્રકારત્વ વિભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ

ચર્ચાના વિષયો : ગૂજરાત વિદ્યાપીઠમાં ઉમાશંકર જોશીનો નિવાસ-સમય, અમદાવાદમાં ઉમાશંકર જોશીનું 'સેતુ' નિવાસ-સ્થાન

તારીખ : ૨૧-૦૭-૨૦૨૨

સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦

સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

ઉમાશંકર જોશીને જન્મદિને અભિવંદન : ૨૧-૦૭-૨૦૨૨ : કાર્યક્રમ : ૦૨

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી

ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થીઓ

ચર્ચા-વિષય : ઉમાશંકર જોશી વિષયક વેબસાઇટ, ઉમાશંકર જોશીનું '૩૧માં ડોકિયું પુસ્તક, અને 'સંસ્કૃતિ' સામયિક, કટોકટીકાળમાં ઉમાશંકર

વિશેષ વ્યાખ્યાન : ડૉ. ગૌરાંગ જાની, વરિષ્ઠ સમાજશાસ્ત્રી અને સંલગ્ન પ્રાધ્યાપક, સમાજશાસ્ત્ર વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

વ્યાખ્યાન-વિષય : જાહેર જીવનના સર્જક ઉમાશંકર જોશી સાથેનાં યાદગાર સ્મરણો 

તારીખ : ૨૧-૦૭-૨૦૨૨

સમય : ૦૧:૦૦થી ૦૨:૦૦

સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Friday, February 11, 2022

મનીષી જાનીનો કાવ્ય-સંગ્રહ : 'મને અંધારાં બોલાવે'

મનીષી જાની
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

'મને અંધારાં બોલાવે'નું પ્રકાશમય લોકાર્પણ!
ધારા શાહ, પ્રકાશ ન. શાહ, મનીષી જાની
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Tuesday, January 25, 2022

'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ : સિગ્નેચર પોયમ્સ સંપાદન: મણિલાલ હ. પટેલ, ગિરીશ ચૌધરી

સિગ્નેચર પોયમ્સ
(કવિની ઓળખમુદ્રા-કવિતા)

આ નાનકડી કાવ્યપોથીમાં આપણા ગુજરાતી કવિઓની જાણીતી અને લોકપ્રિય બનેલી તથા જે-તે કવિની ઓળખમુદ્રા બની રહેલી કાવ્યરચનાઓ સમાવી છે. આ રચનાઓ બહુધા જૂની પેઢીના વાચકો-ભાવકોને ભણવામાં કે વાંચવામાં-સાંભળવામાં આવી હોવાથી જરૂર યાદ હશે. એમની આ યાદને તાજી કરવા અને એમના રસિક જીવને રાજી કરવા આ રચનાઓ અહીં રજૂ કરી છે.

નવી પેઢીના યુવા વાચકોને તથા રસિક ભાવકોને આ કાવ્યરચનાઓ વાંચવી-ગાવી અને વારેવારે મમળાવવી ગમશે. ખાસ તો આ નવા વાચકો આપણી મહત્ત્વની અને લોકપ્રિય કાવ્યપરંપરાને જાણે એ આશયે અમે આ સાહસ કર્યું છે. નરસિંહ મહેતાથી લઈને આજ સુધીના કેટલાક કવિઓની ખૂબ જાણીતી રચનાઓ અહીં મૂકી છે. ભવિષ્યમાં આ કાવ્યપોથી છપાયેલા પુસ્તક રૂપે સંપડાવવાનો વિચાર છે, પણ એ તો થાય ત્યારે ખરું. હાલ તો આ કાવ્યરચનાઓ આપની રાહ જુએ છે.

અતુલ રાવલ
પ્રકાશક
એકત્ર ફાઉન્ડેશન

Friday, September 17, 2021

કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ

'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ
કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ 
ઈ-બુક સંપાદન : રમણ સોની

કૃષ્ણલાલ શ્રીધરાણીનાં સર્વ – ૭ પુસ્તકોની આ ઈ-શ્રેણી એક સાથે પ્રગટ થાય છે.

શ્રીધરાણીની લેખક-પ્રતિભાનું ફલક વિશાળ હતું – નાની વયે કૉળેલી કવિશિક્તથી લઈને વ્યાપક જ્ઞાન-સંપર્કથી પોષાયેલી, અંગ્રેજી ગ્રંથોમાં પણ પ્રગટેલી વિચાર-ચિંતન-શિક્ત સુધી. ગુજરાતીમાં એમની સર્જકપ્રતિભા કવિતા, નાટક, વાર્તા દ્વારા આવિષ્કાર પામી. દરેક પુસ્તકમાં એમણે પોતાની કાવ્યસમજ ને વૌચારિક ભૂમિકા દર્શાવતાં ગદ્ય-લખાણો પણ સામેલ કર્યાં છે.

આ ઈ-સંપાદનમાં તે તે કૃતિઓનાં પ્રાસ્તાવિકો રૂપે તેમજ પરિશિષ્ટો રૂપે મુકાયેલી લેખક-કેફિયતો અને ભૂમિકાઓ, તથા અભ્યાસીઓએ લખેલી સમીક્ષિત પ્રસ્તાવનાઓ –એ બધું યોગ્ય ક્રમે ગોઠવ્યું છે; એ વિગતોના (અનુ)ક્રમમાં નિર્દેશ કર્યા છે; દરેક પુસ્તકને અંતે શ્રીધરાણીની જીવનક્રમિકા તથા એમના ગુજરાતી-અંગ્રેજી સર્વ ગ્રંથોની સૂચિ મૂકી છે; દરેક કૃતિ(ટેક્સ્ટ)ની આવૃત્તિઓને ક્રમ-પૃષ્ઠ પર નોંધી આપી છે ને સુવાચ્ય મુદ્રણ-સજ્જા કરી છે.

Saturday, April 24, 2021

'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ : મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા

મધ્યકાલીન કવિતાનું, લગભગ ૧૦૦૦ પાનાંમાં વિસ્તરેલું આ બૃહદ સંપાદન, ૧૨મીથી ૧૯મી સદી સુધીનાં લગભગ ૭૦૦ વર્ષના વિસ્તીર્ણ સાહિત્યના એક આચમન જેવું છે, પરંતુ એ સમગ્ર ગુજરાતી મધ્યકાળની કવિતાનું એક સઘન ને રસપ્રદ ચિત્ર સૌ સામે ધરે છે, એથી એ એક તરત હાથવગો પ્રતિનિધિ સંગ્રહ છે.

આ સંપાદનમાં, કવિઓની ઉત્તમ લઘુ પદકવિતાની, તેમજ આખ્યાન/રાસ/ચોપાઈ/પદ્યવાર્તા જેવાં દીર્ઘ કાવ્યોમાંથી મહત્ત્વના લાગેલા અંશોની પસંદગી કરેલી છે. જરૂર લાગી ત્યાં લાંબી કૃતિઓની પરિચયદર્શક નોંધો પણ કરી છે. જાણીતા ઉત્કૃષ્ટ કવિઓની કવિતા સાથે અહીં ઓછા પરિચિત કવિઓની પણ માર્મિક કવિતા છે.

મુખ્ય અનુક્રમ કવિઓના સમય-અનુસાર કર્યો છે, પણ એ પૂર્વે કવિનામોનો એક અકારાદિ અનુક્રમ પણ મૂક્યો છે. એથી ઇચ્છિત કવિ સુધી પણ સરળતાથી પહોંચી શકાશે.

કાવ્યકૃતિઓ(Text)ના આરંભે દરેક કવિનો ટૂંકો પરિચય, પસંદ કરેલી કૃતિઓનાં નામ-સંખ્યા (જેમકે ૩૦ પદો; ઓખાહરણ;) વગેરેની ભૂમિકાનોંધ કરીને એ પછી કાવ્યકૃતિઓ મૂકી છે. લોક-કવિતાનાં રચના-સંકલન પણ મધ્યકાળના સમયગાળામાં આવી જાય એથી છેલ્લે પસંદગીનાં લોકગીતો પણ મૂક્યાં છે.

મુખ્ય કવિઓનાં, સુલભ છે એ ચિત્રો મૂક્યાં છે, તથા મધ્યકાળની વિશેષ ઓળખ તરીકે હસ્તપ્રતોના થોડાક નમૂના પણ મૂક્યા છે.

— રમણ સોની

Thursday, May 16, 2019

ફૂલોનું 'બહિષ્કૃત' થવું, કવિનું 'નીરવ' થવું

નીરવ પટેલ(૦૨-૧૨-૧૯૫૦થી ૧૫-૦૫-૨૦૧૯) : 'અશ્વિનિયત'ના અક્ષરદેહમાં

2016-05-03 13:31 GMT+05:30 NEERAV PATEL <neerav1950@gmail.com>:
NEERAV PATEL has left a new comment on your post "ફ્રીઝ સામે મલકાતી માટલી !":
 
અશ્વિનભાઈ, તમારી કોલમ કે પોસ્ટ વાંચવાની બહુ મજા આવે છે. અને એનાં કારણોમાં તમારી આગવી શૈલી, જાણીતા અંગ્રેજી શબ્દોનો ભદ્રમભદ્રી ગુજરાતી તરજુમો, જુનવાણી કહી શકાય તેવી નાનીનાની બાબતો વિશેનુંય તમારું બારીક જ્ઞાન, પોતીકી સર્જકતા અને વિષયાનુરૂપ વિનોદી
વ્યંગ્ય! ગમ્મત સાથે જ્ઞાનની આ યાત્રા જારી રહો. થેન્ક્સ.

Posted by NEERAV PATEL to અશ્વિનિયત at May 3, 2016 at 1:01 AM

Ashwin kumar <ashwinkumar.phd@gmail.com>
May 3, 2016, 2:02 PM
to NEERAV

આદરણીય નીરવભાઈ,

પ્રતિભાવ બદલ આભાર.તમે ખૂબ ઝીણું અવલોક્યું છે, તે જાણીને રાજીપો થયો. 
પ્રત્યક્ષ કે પરોક્ષ, પણ મળતાં રહીએ.

અશ્વિન

____________________________________________________________________

અશ્વિનભાઈ, તમે બહુ કુશળ છવિકાર છો. ખૂબ ધન્યવાદ. 'ઉંદરિયાની અગ્ર બાજુનું ડાબું પડખું' શબ્દો વાંચીને ખડખડાટ હસી પડાયું ! હું 'ભદ્રંભદ્ર' નું એક પ્રકરણ પાઠ રૂપે ભણેલો, પણ આ વખતના પુસ્તકમેળામાં મે એ વસાવ્યું અને વાંચ્યુ પણ ખરું. તમારા આ ભાષાપ્રેમથી એ યાદ આવી ગયું.

Posted by NEERAV PATEL to અશ્વિનિયત at August 4, 2013 at 3:02 AM

Ashwin kumar <ashwinkumar.phd@gmail.com>
Sun, Aug 4, 2013, 4:41 PM
to NEERAV

નીરવભાઈ,

આપનો આ પ્રતિભાવ વાંચીને, હું હવે ખરેખર હસી રહ્યો છું !
આનંદના ભાવ સાથે આપનો આભાર ... 

અશ્વિન

Saturday, July 21, 2018

સમાજ-જીવનના સર્જક ઉમાશંકર જોશીના જન્મદિનની ઉજવણી

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

ઉપક્રમ : સમાજ-જીવનના સર્જક ઉમાશંકર જોશીના જન્મદિનની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ
વ્યાખ્યાન-વિગતો : ઉમાશંકર જોશીનું સમાજધર્મી પત્રકારત્વ
તારીખ : ૨૧-૦૭-૨૦૧૮, શુક્રવાર
સમય : સવારના ૦૯:૦૦થી ૧૦:૦૦
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Saturday, July 22, 2017

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / વર્ષ : ૨૦૧૭

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ સાથે રમેશભાઈ બારોટ
સંગત : સંગીત-શિક્ષક રમેશભાઈ બારોટ દ્વારા ઉમાશંકર જોશીનાં ગીતોની પ્રસ્તુતિ
વ્યાખ્યાન-વિગતો : ઉમાશંકર જોશીનું 'સંસ્કૃતિ'પૂર્ણ પત્રકારત્વ અને '૩૧માં ડોકિયું પુસ્તક
તારીખ : ૨૧-૦૭-૨૦૧૭, શુક્રવાર
સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

Thursday, July 21, 2016

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / ૨૦૧૬ / કાર્યક્રમ : ૦૧

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની પૂર્વ સવારે ઉજવણી
ઉપસ્થિત : મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ, સેવકો, અને અધ્યાપકો
સંગત : ઉમાશંકર જોશીનાં ગીતોનું સમૂહ શ્રવણ
કાર્યક્રમ-સામગ્રી : ''૩૧ માં ડોકિયું'(રોજનીશી)નો પરિચય
તારીખ : ૨૦-૦૭-૨૦૧૬, બુધવાર
સમય : ૧૧:૧૫થી ૧૧:૪૫
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / ૨૦૧૬ / કાર્યક્રમ : ૦૨

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ, સેવકો, અને અધ્યાપકો
સંગત : ઉમાશંકર જોશીના અસલ અવાજમાં 'ભોમિયા વિના ભમવા'તા ડુંગરા ...'નું પઠન
કાર્યક્રમ : http://www.umashankarjoshi.in/ વેબ-સાઇટનો પરિચય અને ઉમાશંકર જોશીની તસવીરોના આધારે તેમનાં જીવન-કવનનો પરિચય     
તારીખ : ૨૧-૦૭-૨૦૧૬, ગુરુવાર
સમય : ૧૧:૧૫થી ૧૧:૪૫
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / ૨૦૧૬ / કાર્યક્રમ : ૦૩

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ સાથે ગૃહપતિ રમેશભાઈ બારોટ
સંગત : રમેશભાઈ બારોટ સાથે વિદ્યાર્થીઓએ કર્યું ઉમાશંકર જોશીનાં ગીતોનું સમૂહ ગાન
કાર્યક્રમ-સામગ્રી : 'સંસ્કૃતિ' સામયિકમાં પ્રગટ થયેલા ઉમાશંકર જોશીના સંપાદકીય લેખો અને ઉમાશંકર જોશીનું સમાજ-નિસબતી પત્રકારત્વ       
તારીખ : ૨૧-૦૭-૨૦૧૬, ગુરુવાર
સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી / ૨૦૧૬ / કાર્યક્રમ : ૦૪

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થીઓ સાથે ગૃહપતિ રમેશભાઈ બારોટ
સંગત : રમેશભાઈ બારોટ સાથે વિદ્યાર્થીઓએ કર્યું ઉમાશંકર જોશીનાં ગીતોનું સમૂહ ગાન
કાર્યક્રમ-સામગ્રી : ઉમાશંકર જોશીના ''૩૧માં ડોકિયું'(વાસરિકા) પુસ્તકમાંથી વાચન અને 'ગોષ્ઠિ' (નિબંધ) પુસ્તકમાંથી 'સારથિધર્મ પત્રકારત્વ'ની ચર્ચા
તારીખ : ૨૧-૦૭-૨૦૧૬, ગુરુવાર
સમય : ૦૧:૦૦થી ૦૨:૦૦
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪