https://opinionmagazine.co.uk/null-1286/
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Sanjay Shreepaad Bhave. Show all posts
Showing posts with label Sanjay Shreepaad Bhave. Show all posts
Tuesday, January 3, 2023
Saturday, December 24, 2022
ગુજરાતી પ્રકાશનમાં સૌંદર્યનિર્મિતિ વિશે આંતરરાષ્ટ્રીય કક્ષાનો રાષ્ટ્રીય પરિસંવાદ
બેઠક ૧ સવારે ૯.૩૦થી ૧૧.૦૦
મુદ્રણ : કળા અને કારીગરી
મુરલી રંગનાથન, મુંબઈ ઓગણીસમી સદીની સંસ્કૃતિ ઉપરાંત મુદ્રણ-પ્રકાશન ઇતિહાસના અભ્યાસી, ઇતિહાસકાર, અનુવાદક
દાબપ્રેસથી શિલાછાપ : વલણો અને વળાંકો
સુહાગ દવે, દહેરાદૂન ભાષાવિજ્ઞાનના અભ્યાસી, અનુવાદક, સેઇજ પબ્લિકેશન્સમાં કોપી એડિટર
બેઠક : ૨ સવારે ૧૧.૦૦થી ૧૨.૩૦
મુદ્રણમાં ચિત્રો : પ્રવેશ અને પ્રભાવ
વીરચંદ ધરમશી, મુંબઈ,
પુરાતત્વ,ફિલ્મ ઇતિહાસ, કળા, સ્થાપત્ય જેવા અનેકવિધ વિષયોમાં ઊંડું ખેડાણ કરનાર સંશોધક
કાગળ – ઉ૫૨ણો : ઉપયોગિતા અને સૌંદર્ય
નૌશિલ મહેતા, મુંબઈ લેખક-દિગ્દર્શક-ગ્રાફિક ડિઝાઇનર, ચિત્રકળાના મરમી, 'એતદ્'ના સહસંપાદક
બેઠક : ૩ બપોરે ૧.૩૦થી ૩૦૦
પુસ્તકબાંધણી : સુશોભન અને વિજ્ઞાન
મઝહર કંસારા, અમદાવાદ ખાનદાની વ્યવસાયમાં આધુનિક ટેક્નોલોજીનો સમન્વય સાધતી 'કંસારા બાઇન્ડરી'ના સંચાલક
આપણાં કેટલાંક નોંધપાત્ર પ્રકાશનગૃહો
ઉર્વીશ કોઠારી, મહેમદાવાદ
વિવિધ વિષયોમાં ઊંડો રસ ધરાવનાર લેખક-પત્રકાર, પ્રકાશક, અર્ધવાર્ષિક 'સાર્થક જલસો'ના સંપાદક
બેઠક ૪ બપોરે ૩.૦૦થી ૪.૩૦
અક્ષર-અક્ષરાંકન : પ્રયોગ અને પરંપરા
મદુરાઈ શ્રીધર, મુંબઈ
ભારતીય ભાષાઓમાં ડિજિટલ પબ્લિશિંગના નિષ્ણાત, 'આકૃતિ' ફોન્ટના સહસર્જક
પૃષ્ઠવિન્યાસ અને ટેકનોલોજીની સંભાવનાઓ
અપૂર્વ આશર, અમદાવાદ સંપાદકીય સૂઝ ધરાવતા ડિઝાઇનર, સોફ્ટવેર એન્જિનિયર, ડેસ્કટોપ પબ્લિશિંગ તથા ઇ-બુક્સના નિષ્ણાત
બેઠક : ૫
સાંજે ૪.૩૦થી ૫.૩૦
સમાપન વક્તવ્ય
અતુલ ડોડિયા, મુંબઈ
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સુપ્રતિષ્ઠ ચિત્રકાર
![]() |
શિસ્તાગ્રહી અને નિત્ય-નવીન આયોજક હસિત મહેતા |
![]() |
એક જ લીટીમાં અને એક જ હરોળમાં સ્વાગતવિધિ |
![]() |
નમૂનેદાર ઉપસ્થિતિ |
મુરલી રંગનાથન, મુંબઈ સુહાગ દવે, દહેરાદૂન |
મુરલી રંગનાથન, મુંબઈ ઓગણીસમી સદીની સંસ્કૃતિ ઉપરાંત મુદ્રણ-પ્રકાશન ઇતિહાસના અભ્યાસી, ઇતિહાસકાર, અનુવાદક |
સુહાગ દવે, દહેરાદૂન ભાષાવિજ્ઞાનના અભ્યાસી, અનુવાદક, સેઇજ પબ્લિકેશન્સમાં કોપી એડિટર |
વીરચંદ ધરમશી, મુંબઈ, પુરાતત્વ,ફિલ્મ ઇતિહાસ, કળા, સ્થાપત્ય જેવા અનેકવિધ વિષયોમાં ઊંડું ખેડાણ કરનાર સંશોધક |
નૌશિલ મહેતા, મુંબઈ લેખક-દિગ્દર્શક-ગ્રાફિક ડિઝાઇનર, ચિત્રકળાના મરમી, 'એતદ્'ના સહસંપાદક |
સિતાંશુ યશશ્ચન્દ્ર |
મઝહર કંસારા, અમદાવાદ ખાનદાની વ્યવસાયમાં આધુનિક ટેક્નોલોજીનો સમન્વય સાધતી 'કંસારા બાઇન્ડરી'ના સંચાલક |
ઉર્વીશ કોઠારી, મહેમદાવાદ વિવિધ વિષયોમાં ઊંડો રસ ધરાવનાર લેખક-પત્રકાર, પ્રકાશક, અર્ધવાર્ષિક 'સાર્થક જલસો'ના સંપાદક |
વક્તાઓ પણ પૂર્ણ સમયના શ્રોતાઓ |
ભોજન વિરામ પછી પણ જાગ્રત જગત |
ચા વિરામ બાદ તરત ગોઠવાઈ ગયેલાં રસજ્ઞો |
નવજાગૃતિ અને જ્ઞાનપ્રકાશના સમયમાં એક દિવસ
સંજય સ્વાતિ ભાવે
નડીઆદના અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલયની સવા શતાબ્દી નિમિત્તે ‘ગુજરાતી પ્રકાશનમાં સૌંદર્યનિર્મિતિ’ એવા અ-પૂર્વ વિષય પર યોજાયેલા રાષ્ટ્રીય પરિસંવાદમાં પુસ્તક નિર્માણના નવજાગૃતિ અને જ્ઞાનપ્રકાશ - renaissance and enlightenment - ના સમયમાં વિહરતા હોવાનો આનંદમય અહેસાસ થયો.
અમદાવાદના નવજીવન ટ્રસ્ટના સહયોગથી 24 ડિસેમ્બરના શનિવારે ખૂબ દૃષ્ટિસંપન્ન રીતે યોજાયેલા પૂરા દિવસના આ કાર્યક્રમમાં સામયિકો-પુસ્તકોની પડદા પર પ્રકાશતી આભાસી, અત્યારના જમાનામાં લગભગ જાદુઈ જણાતી દુનિયામાં દિવસ ક્યાં, પસાર થઈ ગયો એ ખબર જ ન પડી.
પુસ્તકોમાં સામાન્ય casualથી વિશેષ રસ ધરાવનાર માટે આ પરિસંવાદ કિતાબી દુનિયાના એક ઘણા મહત્વના પાસા વિશે જાણવા-માણવા માટેની સોનામૂલી તક હતી.
મૂલ્યવાન હસ્તપ્રતો અને ઓગણીસમી સદીના દુર્લભ પુસ્તકો સાચવનાર ગ્રંથાલયની સવા શતાબ્દી વર્ષની સાર્થકતા જેમાં હોય તેવો આ ગ્રંથકેન્દ્રી ઉપક્રમ હતો.
તેમાં વિષય પસંદગી, વક્તાઓની જાણકારી અને રજૂઆતનું ધોરણ તેમ જ આખાય કાર્યક્રમની ગુણવત્તા ખૂબ ઊંચી હતી. પરિસંવાદના શ્રોતાઓમાંથી ઘણા ‘વક્તા પણ થઈ શકે તેવા’ હતા. કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલા સહુને ધન્યવાદ આપવા ઘટે.
પરિસંવાદની વિશિષ્ટતાનો અંદાજ તેમાં રજૂ થયેલાં વ્યાખ્યાનોનાં વિરલ વિષયો અને તેના નિષ્ણાત વક્તાઓ પરથી આવી શકે.
‘મુદ્રણ: કળા અને કારીગરી’ વક્તા- મુરલી રંગનાથન; ઓગણીસમી સદીની સંસ્કૃતિ ઉપરાંત મુદ્રણપ્રકાશન ઇતિહાસના અભ્યાસી, ઇતિહાસકાર
‘દાબપ્રેસથી શિલાછાપ: વલણો અને વળાંકો’; સુહાગ દવે - ભાષાવિજ્ઞાનના અભ્યાસી, અનુવાદક, સેઇજ પબ્લિકેશન્સમાં કૉપી એડિટર
‘મુદ્રણમાં ચિત્રો: પ્રવેશ અને પ્રભાવ’, વીરચંદ ધરમશી-પુરાતત્વ, ફિલ્મ ઇતિહાસ, કળા, સ્થાપત્ય જેવા અનેકવિધ વિષયોમાં ઊંડું ખેડાણ કરનાર સંશોધક
‘કાગળ-ઉપરણો: ઉપયોગિતા અને સૌંદર્ય’, નૌશિલ મહેતા- લેખક, દિગ્દર્શક, ગ્રાફિક ડિઝાઇનર, ચિત્રકળાના મરમી
‘પુસ્તકબાંધણી: સુશોભન અને વિજ્ઞાન’; મઝહર કંસારા, ખાનદાની વ્યવસાયમાં આધુનિક ટકનોલોજીનો સમન્વય સાધતી ‘કંસારા બાઇન્ડરી’ના સંચાલક
‘આપણાં કેટલાંક નોંધપાત્ર પ્રકાશનગૃહો’; ઉર્વીશ કોઠારી, વિવિધ વિષયોમાં ઊંડો રસ ધરાવનાર લેખક, પત્રકાર-પ્રકાશક, અર્ધવાર્ષિક ‘સાર્થક જલસો’ના સંપાદક
‘અક્ષર-અક્ષરાંકન: પ્રયોગ અને પરંપરા’; મદુરાઈ શ્રીધર, ભારતીય ભાષાઓમાં ડિજિટલ પબ્લિશિંગના નિષ્ણાત, ‘આકૃતિ’ ફૉન્ટના સહસર્જક
‘પૃષ્ઠવિન્યાસ અને ટેકનોલોજીની સંભાવનાઓ’; અપૂર્વ આશર, સંપાદકીય સૂઝ ધરાવતા ડિઝાઇનર, સોફ્ટવેર એન્જિનિયર, ડેસ્કટૉપ પબ્લિશિંગ તથા ઇ-બુક્સના નિષ્ણાત.
‘સમાપન’ વક્તવ્યમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ચિત્રકાર અતુલ ડોડિયાએ તેમના પુસ્તક પ્રેમ અને તેમણે દોરેલાં આવરણચિત્રોની લાંબા પટે સંદર્ભસમૃદ્ધ વિશે વાત કરી.
દરેક વક્તા માત્ર પાવરપૉઇન્ટ પ્રેઝેન્ટેશન જ નહીં, પણ તેની સાથે કહેવાની વાતની પૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમણે સામયિકોનાં અને પુસ્તકોનાં પાનાં, મુખપૃષ્ઠો, પુસ્તક બાંધણી, પુસ્તકોની અંદરનાં ચિત્રો, ફૉન્ટસની ઇમેજીસ અને અન્ય વિવિધ, વિપુલ સામગ્રી પડદા પર બતાવી. તેમાંથી ઘણી હવે એટલી દુર્લભ છે કે લેખકોના વારસદારો, પ્રકાશકો કે ગ્રંથાલયો પાસે પણ જવલ્લે જ હોય. તે વાસ્તવમાં તો મ્યુઝિયમ અને આર્કાઇવ્ઝના બરની સામગ્રી હતી, જે વ્યક્તિગત પૅશનથી સાચવવામાં આવી હોય. દરેક વક્તા અસલ પુસ્તકપ્રેમી હોવા ઉપરાંત ગ્રંથજ્ઞ પણ હતા.
પરિસંવાદની એક ખાસિયત એ હતી કે એમાં આયોજકો, વક્તાઓ કે શ્રોતાઓ કોઈના પક્ષે જાહેરમાં વ્યક્તિમહિમા ન હતો. પોતપોતાનાં ક્ષેત્રમાં જંગમ સંવર્ધન-સંશોધન કે નવપ્રવર્તન (ઇનૉવેશન) કરનાર વ્યક્તિઓ પોતાની વાત ખુદને લગભગ બાજુ પર રાખીને કરી રહી હતી. ટીકા અને વ્યંગ ક્યાંક ડોકાય, પણ મુખરતા કે કટુતા નહીં.
લગભગ બધા ઉપસ્થિતો એવા હતા કે જેમના માટે પ્રભાવિત કરવા કે થવા માટેનો અવકાશ ઓછો હોય. જ્ઞાનના ક્ષેત્રમાં એકંદરે નિરપેક્ષ રીતે, લગનથી કામ કરનારા અભ્યાસીઓની નમ્રતામાંથી આવતો સાદગી અને સમાનતાનો માહોલ આખા કાર્યક્રમમાં હતો. બીજું, આયોજકોને પક્ષે વાણી-વર્તનમાં ક્યાંય કર્તાપણાનો ભાવ ન હતો, ઉમળકો હતો.
પ્રાર્થના, દીપપ્રાકટ્ય, પુષ્પગુચ્છ, પરિચય જેવી ઠાલી ઔપચારિકતા વિના, મિતભાષી સંચાલન સાથે, સમયની પૂરી સભાનતા સાથે, માત્ર રસ ધરાવતા શ્રોતાઓની સ્વયંશિસ્તથી સાચા અર્થમાં વિદ્યાકીય પરિસંવાદ કેવી રીતે યોજી શકાય તેનો પદાર્થપાઠ સંચાલકોએ પૂરો પાડ્યો. વક્તાઓનો પરિચય સભાગૃહની બહાર સરસ રીતે છાપીને મૂકવામાં આવ્યો હતો જે અત્યંત પ્રશંસનીય બાબત હતી.
મગજ ફરી જાય તેટલી રેઢિયાળ રીતે સંસ્થાકીય જરૂરિયાત તરીકે કાર્યક્રમો કરનાર કૉલેજો અને યુનિવર્સિટીઓએ આ સેમિનારમાંથી ઘણું બધું શીખવાનું રહે.
એક મુદ્દા પર ધ્યાન દોરવાનું થાય : વ્યાપક અર્થમાં કચાડાયેલા વર્ગો subaltern section તેમ જ મહિલા એ બે ક્ષેત્રોનો સમાવેશ આ પરિસંવાદની મહત્તામાં નોંધપાત્ર ઉમેરો કરી શક્યો હોત.
એક દુ:ખદ જોગાનુજોગ એ હતો કે પરિસંવાદના આગળના જ દિવસે ‘અઠંગ વાચક અને પુસ્તકનિર્માણની કલાના મરમી’ શિવજીભાઈ આશરનું 87 વર્ષની વયે અવસાન થયું. સચોટ અંજલિનોંધના વાચન અને મૌન પછી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
આવા ખૂબ વિશેષ highly specialized વિષય પરના કાર્યક્રમના આયોજનમાંથી આયોજકોને શું મળે? જાણકારી અને જ્ઞાનમાંથી મળતો આનંદ પોતાના જેવા લોકોની વચ્ચે વહેંચવા માટેનું એક નિમિત્ત, એક મંચ પૂરું પાડવાનો સંતોષ. એક અમૂર્ત, સાપેક્ષ લાગણી. નક્કર રીતે કશું ન મળે, નહીં પદ-પ્રતિષ્ઠા-પૈસો. સામે પક્ષે ઉત્તમતાના આગ્રહ સાથે ઝીણવટભર્યું આયોજન, પુષ્કળ મહેનત, સમય-શક્તિ-સંસાધનો.
આચાર્ય હસિત મહેતા, ડૉ. ઉર્વીશ કોઠારી, બિરેન કોઠારી, ડૉ. પારુલબહેન પટેલ, મદદ માટે આવેલાં વિદ્યાર્થીઓ અને પરિસંવાદના આયોજન માટે મહેનત કરનાર દરેકનો ખૂબ આભાર.
(તસ્વીર સૌજન્ય : ડૉ. અશ્વિનકુમાર)
Monday, November 7, 2022
લેખક ઇલાબહેન ભટ્ટ : એક અંજલિ / સંજય સ્વાતિ ભાવે
ઇલાબહેન ભટ્ટની લોકોત્તર કર્મશીલતાનું એક ઓછું જાણીતું પાસું તેમનું લેખન છે. તેમના નામે બાર જેટલાં પુસ્તકો છે.
‘સેવા’ સંસ્થાએ આજે 'શ્રમજીવીઓનાં વ્હાલાં ઇલાબહેન ભટ્ટની સ્મરણયાત્રા’ નું આયોજન કર્યું છે ત્યારે ઇલાબહેનને અંજલિ તરીકે એમનાં પુસ્તકો વિશે એક નોંધ મૂકી છે.
સહુથી મહત્વનું પુસ્તક એટલે ‘ગરીબ,પણ છૈયે કેટલાં બધાં!’ (ગૂર્જર પ્રકાશન, 2007). અહીં ઇલાબહેને હાલમાં 17 લાખ 34 હજાર જેટલીગરીબ સ્વાશ્રયી મહિલાઓનાં સંગઠન ‘સેવા’ના ચણતર-ઘડતર, સંઘર્ષ અને સિદ્ધીઓનો વાચનીય આલેખ આપ્યો છે. તેમાં તેમણે આપણા દેશના વિવિધ પ્રકારના કરોડો શ્રમજીવીઓ, અને તેમાંય મહિલાઓની દુર્દશા, ક્ષમતા, સંઘર્ષ, શક્તિઓ અને દેશના અર્થતંત્રમાં તેમના સહયોગ વિશે વિપુલ માહિતી આપી છે. સખત સતત મહેનત કરીને કુટુંબની આવક અને દેશના ઉત્પાદનનો મોટો હિસ્સો બનનાર મહિલાઓ વિશે ભારોભાર સંવેદન જગવતું આ પુસ્તક વાચકનો દેશના કરોડો વંચિતો તરફ જોવાનો નજરિયો ધરમૂળથી બદલવાની ક્ષમતા ધરાવે છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રસિદ્ધ કરેલાં ઇલાબહેનનાં જ મૂળ અંગ્રેજી પુસ્તક We Are Poor but So Many (2006) નો હિમાંશી શેલતે કરેલો આ પ્રાણવાન અનુવાદ ‘ગરીબ પણ…’ ગુજરાતી ભાષાનું આપણા સમયનું એક વિરલ લોકધર્મી પુસ્તક છે.
આ ઉપરાંત ઇલાબહેનનાં આઠ મધ્યમ કદનાં કે નાનાં મૌલિક પુસ્તકો લખ્યાં છે. તે બધાં સ્વાશ્રયી શ્રમજીવી મહિલાઓની મહેનત અને મહત્તાને કેન્દ્રમાં રાખીને લખાયાં છે. કામદાર બહેનોની સાથે કામ કરતાં કરતાં લખાયેલી સંવેદન કથાઓ આ પુસ્તકોને હૃદયસ્પર્શી બનાવે છે.
આ પુસ્તકો વિશેની ટૂંકી નોંધો અહીં પ્રકાશન વર્ષના ક્રમ મુજબ મૂકી છે (એક અંગ્રેજી પુસ્તક Profiles of Self-employed Women (1974) મળ્યું નથી). ઇલાબહેનના વ્યાખ્યાનોના સંગ્રહનો અને તેમણે કરેલાં એક સંપાદનનો પણ અહીં સમાવેશ કર્યો છે.
'કેળવણીની અસર' (પ્રકાશક : ગાંધી મજૂર સેવાલય, અમદાવાદ,પ્ર.વર્ષ : 1971)
પુસ્તકનું પેટાશીર્ષક છે 'પછાત કોમની બહેનો પર કેળવણીની અસર - એક તપાસ’. કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં ઇલાબહેન અમદાવાદના મજૂર મહાજન સંઘ સાથે ગાઢ રીતે સંકળાયેલાં હતાં. સંઘના ઉપક્રમે શ્રી જમનદાસ ભગવાનદાસ ટ્રસ્ટ સંચાલિત કન્યાગૃહ 1927થી ચાલતું હતું. ‘ગરીબ બાળાઓના વિકાસ’નો તેનો ઉદ્દેશ કેટલે અંશે પાર પડ્યો છે તેની તપાસ કરવાનું ઇલાબહેને નક્કી કર્યું. તેમણે ઓછામાં ઓછા ત્રણ વર્ષ કન્યાગૃહમાં રહી હોય તેવી 60 બહેનોનો અભ્યાસ કર્યો. સમાજાવિજ્ઞાની નીરાબહેન દેસાઈની મદદથી તૈયાર થયેલા અહેવાલના સાઠ પાનાંના આ પુસ્તકના ઉપસંહારમાં અભ્યાસી નોંધે છે : ‘ એકંદરે જોતાં તપાસમાં ઉપસેલું ચિત્ર સંતોષજનક જ નહીં,પણ આશાસ્પદ જણાય છે.’
'ગુજરાતની નારી' (માહિતી ખાતું,ગુજરાત રાજ્ય,1974)
ઇલાબહેના આ પુસ્તકનો હેતુ ‘સર્વ સામાન્ય વર્ગને ગુજરાતની નારીનું,ખાસ તો આજની આગળ વધતી ગુર્જર નારીનું સુભગ દર્શન કરાવવાનો છે’. પુરાણો અને ઇતિહાસમાં દેખાતી ગુજરાતી નારી વિશે લખ્યા બાદ તેઓ સ્ત્રીઓમાં સાક્ષરતા અને લોકશાહી કેટલે સુધી પહોંચી છે તેની વાત કરે છે. સ્ત્રી કામદારો અને ખેતીમાં બહેનો વિશેનાં પ્રકરણો બાદ શિક્ષણ, સેવા તથા નર્સિંગ ક્ષેત્રે ગુજરાતની મહિલાઓના ફાળાની માહિતી છે. ‘લઘુતામાંથી ગુરુતામાં’, ‘અન્ય ગુજરાતણો’ અને ‘સામાજિક સંસ્થાઓ અને સમાજ કલ્યાણ’ પ્રકરણો બાદ ‘ગુજરાતણના તહેવારો’ વિશે લખીને ઇલાબહેન પુસ્તક પૂરું કરે છે.
'The Grind of Work'( SEWA, 1989)
ભારત સરકારના National Commission on Self-Employed Women and Women in the Informal Sector એ ફેબ્રુઆરી 1988માં ‘શ્રમશક્તિ’ નામનો એક અહેવાલ બહાર પાડ્યો. ઇલાબહેનના અધ્યક્ષપદ હેઠળ પાંચ સભ્યોની બનેલી ટુકડીએ તૈયાર કરેલો આ અહેવાલ શકવર્તી ગણાય છે. અઢાર રાજ્યોના દૂરસુદૂરના વિસ્તારોમાં રહેતી અનેક પ્રકારની શ્રમજીવી મહિલાઓની મુલાકાતોના કષ્ટસાધ્ય ક્ષેત્રકાર્ય દ્વારા આ અહેવાલ તૈયાર થયો છે. તેમાં કરોડો શ્રમજીવી ભારતીય મહિલાઓની નિરંતર સખત મહેનત, તેમના જીવતરની દુર્દશા,તેમનું શોષણ,તેમની પરનો અન્યાય, દેશના અર્થકારણમાં તેમના મોટા નક્કર સહયોગનો ઇન્કાર જેવી અનેક બાબતો પર અભ્યાસપૂર્ણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. The Grind of Work પુસ્તિકા આ અહેવાલનું ‘curtain raiser’. હવે પછી નોંધેલી પરિચય-પુસ્તિકાનો આધાર અને ‘ગરીબ પણ...’ પુસ્તકનાં બીજ આ પુસ્તકમાં મળે છે.
'આપણી શ્રમજીવી બહેનો' (પરિચય ટ્રસ્ટ,1992)
વિખ્યાત પરિચય-પુસ્તિકા શ્રેણીની આ 799મા ક્રમની આ ‘ગાગરમાં સાગર’ સમી પુસ્તિકામાં પાયાની હકીકતો અને આધારભૂત વિગતો ઉપરાંત અનેક શ્રમજીવી સ્ત્રીઓની સંવેદનકથાઓ મળે છે : ખેતમજૂર ધનીબહેન, લુહારીકામ કરનાર કેસરબહેન, ચીંદરીમાંથી ખોળો સિવનાર કરીમબીબી, કાપડ પર હાથછપાઈ કરનાર રહેમતબીબી, વાંસમાંથી ટોપલાં બનાવનાર રૂપાંબહેન, પથ્થરમાંથી કોલસો ખોતરનાર ગિરજાબહેન. તદુપરાંત અહીં પુરુષોએ પકડેલાં માછલાં છોલવાં, સૂકવવા,ભરવા,વેચવા,જાળ બનાવવી જેવાં કામ કરનાર મહિલા વર્ગની પણ જિકર છે. ડેરી અને રેશમ ઉદ્યોગ સાથે સંકળાયેલાં બહેનો અહીં છે. લારી ચલાવનાર અને ગોદીમાં કામ કરનાર મજૂરબહેનોની પણ વાત છે. પુસ્તકને અંતે અનિલાબહેન ધોળકિયાએ લખેલો, બહેનોનાં વીતક વ્યક્ત કરી સંગઠનની હાકલ કરતો ગરબો લેખકે મૂક્યો છે.
'દૂસરી આઝાદી - ‘સેવા’(નૅશનલ બુક ટ્રસ્ટ,1998)
આ સચિત્ર પુસ્તક કિશોરવયના વાચકોને ‘સેવા’ ના કામનો રોચક શૈલીમાં પરિચય આપે છે. ભૂમિકા પછી સેવા યુનિયન, ઘરખાતા, ફેરી-ટોપલાં, સેવાબૅન્ક, ગ્રામનારીની સાહસિકતા, પૂર્ણ રોજગાર, આરોગ્ય, બાળસંભાળ,ઘર, સામાજિક સલામતી,સેવા અકાદમી,સંચાર માધ્યમો અને અનસૂયા પખવાડિક, વિડિયો સેવા એમ 1955 થી 1995 ના તમામ ઉપક્રમોને આ પુસ્તક આવરી લે છે. પુસ્તકને અંતે ઇલાબહેન લખે છે : ‘હરઘડી ખાડા પૂરતા હોઈએ છીએ,ઘણાંને સપાટી પર પહોંચતા જોઈ,કદીક ફરી પાછા ખાડામાં ગબડતાંય જોઈએ છીએ,પણ સાચું કહું તો રોજરોજ ‘હૈ...શો’ કરીને માટી નાખવાનો અનુભવ જ મને તો પરમ હિતકારી લાગ્યો છે.’
'લારીયુદ્ધ' (શ્રી મહિલા સેવા અનસૂયા ટ્રસ્ટ,2001)
ઇલાબહેનની સંભવત: એકમાત્ર સાહિત્યિક સર્જનાત્મક એવી આ કૃતિ એક ‘ઐતિહાસિક નવલકથા’ છે. તેના આરંભે કહ્યું છે : ‘લારી-ટોપલાયુદ્ધનાં બીજ અમદાવાદ શહેરમાં 1976ના ઑક્ટોબર મહિનામાં બપોરના ત્રણ વાગ્યે નખાયા હતાં એમ ઇતિહાસકાર કહે છે. જ્યારે ભરબજારમાં એક ગલગોટાની લારીને મ્યુનિસિપાલિટીની લાલ બસે જોરથી ટક્કર મારી ત્યારે હસતાં ચમકતાં ગલગોટાના ફૂલ લારીમાંથી પડીને રસ્તા પર વેરાઈ ગયાં હતાં અને પગ નીચે ચગદાઈ મર્યાં હતાં.’ મૉક-હિરોઇક શૈલીમાં લખાયેલી આ નવલકથા ઇલાબહેનનું બહુ જ ઓછું જાણીતું પુસ્તક છે.
'મારી બહેનો સ્વરાજ લેવું સહેલ છે' (સેવા અકાદમી, 2011)
ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ની શતાબ્દીના અવસરે સૂરતની ‘સેન્ટર ફૉર સોશ્યલ સ્ટ્ડીઝ’ સંસ્થાના ‘અર્થાત’ સામયિકે એક વિશેષાંક કર્યો હતો. તેમાં ઇલાબહેને લખેલો લેખ આ 38 પાનાંની નમણી પુસ્તિકા તરીકે વાંચવા મળે છે. ઇલાબહેન નોંધે છે : ‘મને તો ‘હિંદ સ્વરાજ’ વાંચીને સ્વરાજકાંક્ષી હિંદુસ્તાની, રાષ્ટ્રનો સ્વરાજ પથ અને સ્વરાજનો અનુભવ પામવું એમાં જ વ્યક્તિ,સમાજ કે રાષ્ટ્રનું જીવનસાર્થક્ય છે તેવું સમજાય છે. અને તેનો તાલ મારી ‘સેવા’ની બહેનો સાથેના મારા અનુભવ સાથે મેળવ્યા વગર રહેવું અશક્ય છે.’ એટલે તેમણે ‘હિંદ સ્વરાજ’નું ગાંધીચીંધ્યું સ્વરાજ ‘સેવા’ની બહેનો સુધી કેવી રીતે પહોંચ્યું તેની વાત કેટલીક બહેનોના અને વિવિધ ઉપક્રમોના રસાળ ઉદાહરણોથી બતાવ્યું છે.
'મહાત્માની છાયામાં:એક સત્યાગ્રહીની નોંધપોથી (નવજીવન,2015)
ઇલાબહેને સંપાદિત કરેલું આ પુસ્તક તેમના દાદાજી વિશે છે. સંપાદક લખે છે : ‘મારા સ્વર્ગસ્થ પૂજ્ય દાદાજી ડૉ. શ્રી મણિધરપ્રસાદ વ્યાસનું જીવન એ ગાંધીયુગના એક સત્યનિષ્ઠ સેવકની કથા છે.’ પુસ્તક પુસ્તકની શરૂઆતમાં મિહિર ભટ્ટ એ મતલબનું લખે છે કે આ ‘ગાંધીજીના વિચારોને અનુસરનાર સામાન્ય નાગરિકો’ માંથી એકની આ નોંધપોથી છે.
'અનુબંધ:સો માઇલનો સંબંધ' (નવજીવન,2017)
‘હું માનું છું કે રોજિંદા જીવનની છ પ્રાથમિક જરૂરિયાતો – ખોરાક, કપડાં,મકાન,તથા સ્વાસ્થ્ય,શિક્ષણ અને બૅન્કિન્ગ સેવાઓને સ્થાનિક રીતે ઘણે અંશે,સો માઇલના ફરતા વિસ્તારમાંથી જ મેળવી શકાય,તો લોકોની વિવિધ નવી નવી શોધો દ્વારા ગરીબી,શોષણ અને પર્યાવરણીય અવનતીનો આપણે ઉકેલ લાવી શકીએ’ – આ ઇલાબહેનની એક વિશિષ્ટ વિભાવના હતી. તેની ઉપર ‘સેવા’ની એક ટુકડીએ ગુજરાતના ખેડા અને સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ-પાંચ ગામોમાં વાસ્તવિક જમીની કામ કર્યું. તેને લગતું આ પુસ્તક છે. તે ઇલાબહેને 2011 માં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ્ના રિજનલ ડાયરેક્ટર્સની કૉન્ફરન્સમાં આપેલાં વ્યાખ્યાન પર આધારિત Building Hundred Mile Communities નામના પુસ્તકનો રાજ્યશાસ્ત્રના અભ્યાસી રક્ષાબહેન મ. વ્યાસે કરેલો સુંદર અનુવાદ છે. તેની અર્પણ-નોંધ છે : ‘આ પુસ્તક આપણા માટે અને આપણી ધરતી માટે/ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ખાસ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને અર્પણ’. પુસ્તકનું પહેલું જ વાક્ય છે :’ધરતીમાંથી પેદા થાય ધરતીમાં સમાય !’
'Women, Work and Peace' (નવજીવન,2020)
દેશ અને દુનિયાની માતબર સંસ્થાઓ કે ઉપક્રમોમાં ઇલાબહેને આપેલાં 28 વક્તવ્યોના આ સંગ્રહનું સંપાદન માર્ગી શાસ્ત્રીએ કર્યું છે. સંપાદકે પાંચસો જેટલા વ્યાખ્યાનોમાંથી પસંદગી કરવા ઉપરાંત પણ ઘણી મહેનત કરી છે. કાળક્રમે ગોઠવેલાં દરેક વ્યાખ્યાન પહેલાં તેમણે ઘણાં પાનાંમાં ફેલાયેલાં વ્યાખ્યાનનો પોણા પાનામાં સાર આપ્યો છે,અને વ્યાખ્યાન પછી ઇલાબહેનના સંવાદના કે તેમના એક પુસ્તકનાં અંશ પણ મૂક્યા છે.ઇલાબહેનના જીવનકાર્યના ત્રણ મહત્વના શબ્દોનો વિસ્તાર કરતાં ભાષણોનું આ પુસ્તક એક ખૂબ મહત્વનો વૈચારિક દસ્તાવેજ છે.
[પુસ્તક સૌજન્ય: તોરલબહેન પટેલ,શ્રી એચ.કે.આર્ટસ કૉલેજ ગ્રંથાલય; અમીબહેન પંડ્યા,સેવા; કિરણ કાપૂરે,નવજીવન
કોલાજ સૌજન્ય : પાર્થ ત્રિવેદી ]
07 નવેમ્બર 2022
Thursday, July 7, 2022
Tuesday, June 7, 2022
સંજય સ્વાતિ-શ્રીપાદ ભાવે : જન્મદિન નિમિત્તે અભિનંદન
![]() |
સંજય શ્રીપાદ ભાવે, પ્રાજક્તા ભાવે, મેઘશ્રી ભાવે તસવીર-વર્ષ : 2001 Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર |
સંજય સ્વાતિ ભાવે (જન્મ : 07-06-1965)
મળવા જેવા અને માણવા જેવા માણસ.
જાતભાતનાં, જૂનાં-નવાં પુસ્તકોના અઠંગ વાચક.
વિદ્યાર્થીઓ માટે સતત અને નિરંતર સમર્પિત પ્રાધ્યાપક.
વંચિતોના વકીલ તરીકેની નિસબત ધરાવનાર કર્મશીલ-લેખક.
અં.ગુ.મ. (અંગ્રેજી, ગુજરાતી, મરાઠી) ભાષાઓના ત્રિકોણમાં ખેડાણ કરનાર સર્જક.
જેમના સંગમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો, મિત્રો-પરિચિતો વાચનમય-પુસ્તકમય થતાં રહે તેવું વ્યક્તિત્વ.
Sunday, March 6, 2022
અમદાવાદમાં અનોખી અભિવ્યક્તિ
‘શ્વાસ’ કાર્યક્રમ : વીતેલાં બે વર્ષ વિશે લખવા માટે, ચિત્ર દોરવા માટે ...
- સંજય સ્વાતિ ભાવે
આજે શનિવારે અને આવતી કાલે રવિવારે સાંજે 5.30 થી 8.00 દરમિયાન ગુજરાત યુનિવર્સિટીની સામેની બાજુ આવેલી અમદાવાદની ગુફાના પરિસરમાં એક રસપ્રદ કાર્યક્રમ યોજાયો છે. તેનું નામ ‘શ્વાસ’ છે. તેનું પેટાશીર્ષક છે : ‘ કલા થકી દર્દ, ઉમ્મીદ અને અહેસાનીમાં સામેલગીરી’ ; અંગ્રેજીમાં ‘ An Art Intervention on Loss, Hope and Gratitude’.
પ્રોફેસર શ્વેતા રાવ-ગર્ગે યોજેલી આ ઇવેન્ટનો એકંદર આશય મહામારીએ જગવેલી લાગણીઓની અભિવ્યક્તિને સ્થાન પૂરું પાડવાનો છે.
બિલકુલ મુક્ત પ્રકારની આ ઇવેન્ટમાં મુલાકાતી કેનવાસ પર જે લખવું હોય તે લખી શકે અને દોરવું હોય તે દોરી શકે ; અને આ બંને બાબતો બધાં જોઈ શકે.
ઇવેન્ટમાં આ કેવી રીતે બને છે ? ગુફાના પરિસરમાં પ્રવેશતાં જમણી બાજુ થોડાંક પગથિયાં ચઢતાં ઉપરની બાજુ જાળીવાળા સ્ટૅન્ડ પર મોટાં કેનવાસ લગાવેલાં છે. આ કેનવાસ પર આપણી વાત મૂકવાની. આપણાં માટે કેનવાસની બાજુમાં પેનો, સ્કેચપેનો, રંગીન ચોરસ ચબરખીઓ હોય. ઉઘડી રહેલી વસંતની સાંજ પ્રસન્નતાકારક હોય.
'શ્વાસ' ઉપક્રમનો હેતુ શો ?
કાર્યક્રમના આયોજક પ્રોફેસર શ્વેતા રાવ-ગર્ગ શ્વાસ વિશેની માહિતી નોંધમાં કહે છે : ' વીતેલાં બે વર્ષોમાં આપણાંમાંથી ઘણાંએ પ્રિયજનોને ગુમાવ્યાં છે. દરેકનું દર્દ એનું પોતાનું હોય છે એ ખરું, પણ દર્દનો ઇલાજ એની સહિયારી વાત કરવામાં છે. 'શ્વાસ'માં આપણને આપણી યાદો, અને આપણાંમાંથી હંમેશ માટે ચાલી નીકળેલાં આપણાં વહાલસોયાંનાં સંભારણાંને આપણે કલા થકી અનુભવીશું. 'શ્વાસ' એ કલા થકી એકબીજાના દર્દમાં ભાગીદાર થવાની સહિયારી કોશિશ છે. આ એક એવો કાર્યક્રમ છે કે જેમાં વેદનાથી લઈને આભાર સુધીની આપણી લાગણીઓ આપણે શબ્દોથી કહીએ કે રંગરેખાઓથી આળેખીએ.'
પહેલાં ત્રણ કેનવાસમા માનવીની ચહેરા વિનાની આકૃતિ છે. કાર્યક્રમનો મુલાકાતી તેમાં ગુમાવેલાં સ્વજનોનાં નામ લખી શકે, તેમનો સ્કેચ બનાવી શકે કે તેમને વિશે કંઈ લખી પણ શકે.
પછીનાં બે કૅનવાસનાં મથાળાં છે ' Before I die…' અહીં જીવન દરમિયાનની લાગણીઓ અને આકાંક્ષાઓ વિશે ચૉક વડે લખાણ લખી શકાય, અથવા ચિત્રો દોરી શકાય. આ પ્રકારના કેનવાસની પરિકલ્પના કૅન્ડી ચાન્ગ નામના અમેરિકન કલાકાર, ડિઝાઇનર અને અર્બન પ્લાનરની છે. તેમના ખૂબ નજીકના મિત્રના મૃત્યુના શોકમાં તેમને આ આર્ટ પ્રોજેક્ટે રાહત આપી હતી. 2011 થી શરૂ થયેલ આ ઇન્ટરઍક્ટિવ આર્ટ વર્ક દુનિયાભરમાં પાંચેક હજાર વખત ઉપયોગમાં લેવાયું છે.
એક ફ્લેક્સનું મથાળું છે ' I am grateful to…' અર્થાત્ હું આભારી છું. અહીં પોસ્ટ-ઇન-નોટસ (એટલે કે ચોંટાડી શકાય તેવી વિવિધરંગી ચોરસ ચબરખીઓ) પર તમારા દિલનો અહેસાનમંદગીનો ભાવ લખી શકાય, નાનકડાં ચિત્ર/સુશોભન દ્વારા દોરી શકાય.
' What made you happy today ?' ફ્લેક્સમાં ખુશી આપનાર બાબત વિશે લખી શકાય, આર્ટ પેપરથી કામ પણ કરી શકાય. આમાં ખાસ તો બાળકો ચિત્ર અને હસ્તકલા કરે.
કોવિડમાંથી બહાર આવવાની શરૂઆતના તબક્કામાં આવી ઇનૉવેટીવ ઇવેન્ટનું આયોજન શ્વેતાબહેનની સમાજમાનસની ઊંડી સૂઝ બતાવે છે. શ્વેતા ગાંધીનગરની ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજિમાં અંગ્રેજીના અધ્યાપક હોવા ઉપરાંત ચિત્રકાર અને કવિ છે. તાજેતરમાં Of Goddesses and Women નામનો તેમનો કાવ્યસંગ્રહ દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ બહાર પાડ્યો છે. આ જ નામ હેઠળ તેઓ પોતાનાં દૃષ્ટિપૂર્ણ ચિત્રોનું પ્રદર્શન પણ યોજી ચૂક્યાં છે. તેમાં તેમણે ભારતની સ્ત્રીઓનાં વિવિધ રૂપ ચીતર્યાં હતાં. ફુલબ્રાઇટ સ્કૉલર શ્વેતા શેક્સપિયર પરનાં તેમનાં ચિત્રોનું The Bard in Acrylic નામનું પ્રદર્શન પણ યોજી ચૂક્યાં છે.
'શ્વાસ' ઇવેન્ટમાં શ્વેતાને આર્ટ ક્યુરેટર મુક્તિ ચૌહાન અને હિંડોલ બ્રહ્મભટ્ટ, સ્વાતિ રાવની મદદ મળી છે. પતિ ગગન ગર્ગ અને માતપિતા સહિત સ્થળ પર પૂરો સમય ઉપસ્થિત રહેનાર પરિવારનો ટેકો મળ્યો છે જે પોતાની રીતે બહુ સુંદર બાબત છે.
ગઈ કાલ શુક્રવારે કાર્યક્રમની પહેલી સાંજે મુલાકાતીઓ પોતપોતાની વાત કેનવાસેસ પર મૂકી રહ્યાં હતાં. તદુપરાંત ત્રણ આમંત્રિતોએ કોવિડ દરમિયાનના તેમના અનુભવોનું ટૂંકમાં બયાન કરીને કાવ્યપઠન કર્યું. તેમાં હતાં ચિત્રકાર-લેખક એસ્થર ડેવિડ,પર્ફૉમન્સ આર્ટિસ્ટ અને અમદાવાદના મિરઝાપુરમાં આવેલાં ‘કૉન્ફ્લિક્ટોરિયમ’ નામના અનોખા મ્યુઝિયમના સ્થાપક અવની સેઠી, અને સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રોફેસર ઇશ્મીત કૌર.
ઘણો સમય, શક્તિ અને ખર્ચ માગી લેતી આવી ઇવેન્ટ અમદાવાદ જેવાં શહેરમાં શ્વેતા શા માટે યોજે છે ? - કારણ કે કોવિડની આપત્તિમાં લોકોએ જે વેઠ્યું તેને પબ્લિક આર્ટના માધ્યમથી બધાની સાથે શેર કરવી એ લોકોના પોતાના માટે શાતાદાયક અને જરૂરી છે તેની તેમને ખબર છે. લોકોના દુ:ખમાં ભાગીદાર બનવા માટેની આ નિ:સ્વાર્થ, નિરપેક્ષ મથામણ છે.
શ્વેતા લખે છે : ‘શ્વાસ’માં આવો શ્વસવા માટે, કહેવા માટે. ‘શ્વાસ’માં આવો કવિ અને કલાકારો પાસેથી તમારાં મનમાં વસી જાય તેવું કંઈક અનુભવવા માટે. ‘શ્વાસ’માં આવો કલાની અભિવ્યક્તિ જોવા માટે.’
(લેખ-સૌજન્ય : સંજય સ્વાતિ ભાવે)
Friday, December 18, 2020
જયંત મેઘાણી : ગ્રંથસભર ગોષ્ઠિયોગ
Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર
અપૂર્વ આશર, તોરલ પટેલ, જયંત મેઘાણી, રમેશ દવે, શિવજી આશર, સંજય શ્રીપાદ ભાવે
Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર
જયંત મેઘાણી
Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / તસવીર : ડૉ. અશ્વિનકુમાર
Photographs : Dr. Ashwinkumar / તસવીરો : ડૉ. અશ્વિનકુમાર
'કર્મ' કાફે, 'નવજીવન' પરિસર, અમદાવાદ
તારીખ : ૦૪-૦૭-૨૦૧૫
Wednesday, December 9, 2020
Wednesday, May 6, 2020
Tuesday, September 18, 2018
Friday, May 18, 2018
ભગતસાહેબ : સ્મરણો ભીનાંભીનાં
Monday, October 17, 2016
વિપુલ કલ્યાણી સાથે મધ્યાહ્ન-મિલન
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph by a neighbour / પાડોશી દ્વારા છબી |
પાછળની હરોળમાં : સપના-તેજસ્વી-દિવ્યેશ વ્યાસ, ઋતુલ જોશી, કાર્તિક શાહ, ઉર્વીશ કોઠારી
આગળની હરોળમાં : સંજય ભાવે, વિપુલ કલ્યાણી, પ્રકાશ શાહ, રાજ ગોસ્વામી, બિનીત મોદી, અશ્વિનકુમાર
પલાંઠીમાં : આશિષ કક્કડ
ઉપક્રમ : વરિષ્ઠ સંપાદક અને પત્રકાર વિપુલ કલ્યાણી સાથે મધ્યાહ્ન-મિલન
આગળની હરોળમાં : સંજય ભાવે, વિપુલ કલ્યાણી, પ્રકાશ શાહ, રાજ ગોસ્વામી, બિનીત મોદી, અશ્વિનકુમાર
પલાંઠીમાં : આશિષ કક્કડ
ઉપક્રમ : વરિષ્ઠ સંપાદક અને પત્રકાર વિપુલ કલ્યાણી સાથે મધ્યાહ્ન-મિલન
સ્થળ : બહુપ્રતિભાપૂર્ણ માધ્યમકાર આશિષ કક્કડનું રહેઠાણ
તારીખ : ૧૬-૧૦-૨૦૧૬, રવિવાર, બપોરે ૧૨થી ૦૨
Wednesday, April 23, 2014
'વિશ્વ પુસ્તક દિવસ' નિમિત્તે સંજય શ્રીપાદ ભાવેનું વ્યાખ્યાન
વિષય : પ્રશિષ્ટ કૃતિઓના વાચનનો આનંદ
વક્તા : સંજય શ્રીપાદ ભાવે
વક્તા : સંજય શ્રીપાદ ભાવે
આયોજક : ગુજરાત વિશ્વકોશ પરિવાર
તારીખ : 23-04-2014
વાર : બુધ
સમય : સાંજે પાંચ કલાકે
સ્થળ : હીરાલાલ ભગવતી સભાગૃહ,
ગુજરાત વિશ્વકોશ ભવન, ઉસ્માનપુરા, અમદાવાદ : 380 013
Friday, January 10, 2014
Sunday, September 1, 2013
'ગ્રંથાગાર'ના સંગે : 'યાદગાર' સાંજે
પુસ્તક, પુષ્પ, પદ્યનો સંગમ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
ઘોડા ઉપરથી ઊતરી ગયેલાં પુસ્તકો Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
પુસ્તકો : જે ગોઠવાયેલાં હતાં Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
પુસ્તકો : જે સંકેલાયેલાં છે Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
ગ્રંથ-ગુરુ નાનક મેઘાણી Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
સ્મિત-સૌમ્યા : હંસાબહેન પટેલ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
આપણા હૃદયમાં પડેલી 'ગ્રંથાગાર'ની છબી Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
છેલ્લા કલાકોના મુલાકાતીઓ : પત્રકારત્વના વિદ્યાર્થીઓ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
નાનકભાઈ અને હંસાબહેનને કાન દઈને સાંભળતા સંજયભાઈ અને કેમેરામાં કંડારતા ઉર્વીશભાઈ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર |
ઉર્વીશ કોઠારી, અશ્વિનકુમાર, શ્રીરામ દહાડે, સંજય ભાવે, હંસાબહેન, નાનકભાઈ છબીયંત્ર-કળદાબકર્મ : ઈશાન ભાવસાર |
Subscribe to:
Posts (Atom)