Thursday, June 29, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1429


આમંત્રિત વક્તાએ, કાર્યક્રમના અંતે, ધર્મમાં રાજકારણની ચર્ચા છેડી.

આમંત્રિત વક્તાએ, કાર્યક્રમના અંતે, ધર્મમાં રાજકારણની ચર્ચા છોડી.


Wednesday, June 28, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1428


'દુકાનદારોને માલ-સામાન હવે બહુ ખપતો નથી.'

'દુકાનદારોનો માલ-સામાન હવે બહુ ખપતો નથી.'

Tuesday, June 27, 2023

ભાષાની મજા, મજાની ભાષા - 1427


અખબારોની ભાષા મુજબ, જે ફૂંકવામાં આવે છે તે હંમેશાં 'બણગાં' જ હોય છે!

ભાષાની મજા, મજાની ભાષા - 1427


'જનતારાજ' શબ્દ બોલતી વખતે ક્યાં જગ્યા છોડશો?

'જનતા રાજ'
'જન તારાજ'


Friday, June 23, 2023

महिलाओं को 'दिव्य भास्कर' में लीडरशिप देने की तैयारी

 



महिलाओं को दिव्य भास्कर में लीडरशिप देने की तैयारी...एक साल में गुजरात में भास्कर एक महिला एडिटर, 3 महिला ब्यूरो चीफ और एक सिटी चीफ रिपोर्टर बनाएगा। किसी भी मीडिया में काम करने वाली महिलाएं कर सकती हैं आवेदन...आज से ही।
#SachiVaatBedhadak #FearlessJournalism #divyabhaskar
@Divya_Bhaskar @DainikBhaskar


Information-Courtesy : 
Vishal Shah, 
Journalist, 'Divya Bhaskar', Ahmedabad

Wednesday, June 21, 2023

Sylvester daCunha, the man behind Amul’s 'Utterly Butterly' girl, dies | Deepak Upadhyay


https://www.livemint.com/news/india/sylvester-dacunha-the-man-behind-amul-s-utterly-butterly-girl-dies-11687355946371.html

વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ જોગ


અભ્યાસ પૂર્ણ થયા બાદ અંતિમ ગુણપત્ર તથા અનામત રકમ પરત લેવા અંગેના અરજીપત્રક વિશે 

વિદ્યાર્થીએ અરજીપત્ર ધ્યાનપૂર્વક વાંચવું. એમાં માંગેલી તમામ વિગતો ભરવી.

આ અરજીપત્રમાં નીચેની ત્રણ વિગતો અગત્યની છે :

૧) મહાવિદ્યાલયમાં / વિભાગમાં કોઈ નાણાં / સાધનસામગ્રી કે અન્ય બાબત લેવાની રહેતી નથી. ...

૨) છાત્રાલયનો હિસાબ ચૂકતે છે. ...

૩) ગ્રંથાલયમાં કોઈ પુસ્તક લેવાનું બાકી નથી. ...

વિદ્યાર્થીએ ઉપરોક્ત ત્રણ વિગતો પૈકી,

પહેલી વિગતમાં વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખા કાર્યાલય(મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ)ના સંબંધિત સેવકની સહી અને એની બાજુમાં વિભાગીય અધ્યક્ષની સહી કરાવવાની છે.

બીજી વિગતમાં મુખ્ય ગૃહપતિ કે ગૃહમાતાની સહી કરાવવાની છે.

ત્રીજી વિગતમાં ગ્રંથપાલની સહી કરાવવાની છે.

વિદ્યાર્થીએ આ ચાર સહીઓ કરાવ્યા પછી, વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખાના ડીન પાસે સહી માટે આવવા વિનંતિ છે.


Tuesday, June 20, 2023

વિદ્યાર્થી મિત્રો : સૂચનાફલક નિયમિતપણે જોતાં રહો


વિદ્યાર્થી મિત્રો,

સમય-પત્રક, કાર્યક્રમો, પરીક્ષા વિષયક વિગતો, અને અન્ય ઉપયોગી જાણકારી માટે પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગનું અને મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલનું સૂચનાફલક નિયમિતપણે જોતાં રહો.

Sunday, June 18, 2023

પુત્ર મોહનદાસ : પિતા કરમચંદ ગાંધી વિશે


મોટા ભાઈ લક્ષ્મીદાસ સાથે નાના ભાઈ મોહનદાસ
Photo-Courtesy : google image

બીડીઓનાં ઠૂંઠાં ચોરવાં ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર બારતેર વર્ષની હશે; કદાચ તેથીયે ઓછી. બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હશે. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનું સરખું એટલે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું. એ કેમ પતાવવું એનો અમે બન્ને ભાઈ વિચાર કરતા હતા. મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું. તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું.

કડું કપાયું. કરજ ફીટ્યું. પણ મારે સારુ આ વાત અસહ્ય થઈ પડી. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું. જીભ તો ન ઊપડે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી. પણ પોતે દુ:ખી થશે, કદાચ માથું કૂટશે તો? એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ, તે વિના શુદ્ધિ ન થાય, એમ લાગ્યું.

છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માગવી એવો મેં ઠરાવ કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માગી, પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી, ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી.

કરમચંદ ઉત્તમચંદ ગાંધી
Photo-Courtesy : google image

મેં ધ્રૂજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાટની સામે બેઠો. આ વેળા તેમને ભગંદરનું દરદ તો હતું જ. તેથી તેઓ ખાટલાવશ હતા. ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા.

તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીનાં બિંદુ ટપક્યાં. ચિઠ્ઠી ભીંજાઈ. તેમણે ક્ષણવાર આંખ મીંચી ચિઠ્ઠી ફાડી નાખી, ને પોતે વાંચવા સારુ બેઠા થયા હતા તે પાછા સૂતા.

હું પણ રડ્યો. પિતાજીનું દુઃખ સમજી શક્યો. હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું. એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે.

એ મોતીબિંદુના પ્રેમબાણે મને વીંધ્યો. હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે:

રામબાણ વાગ્યાં રે હોય તે જાણે.

મારે સારુ આ અહિંસાનો પદાર્થપાઠ હતો. તે વેળા તો મેં એમાં પિતાપ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે? એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે.

આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, કદાચ માથું ફૂટશે, એવું મેં ધાર્યું હતું. પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું. જે માણસ અધિકારી આગળ, સ્વેચ્છાએ, પોતાના દોષનો, નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો, પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત્ત કરે છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિષે નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો.

- મોહનદાસ કરમચંદ ગાંધી

('સત્યના પ્રયોગો' અથવા 'આત્મકથા', મો. ક. ગાંધી, ભાગ : પહેલો, પ્રકરણ : ૮ : 'ચોરી અને પ્રાયશ્ચિત', પૃષ્ઠ : ૨૩-૨૪, પહેલી આવૃત્તિ : ૧૯૨૭, પુનર્મુદ્રણ : સપ્ટેમ્બર ૨૦૦૯, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ)

Friday, June 16, 2023

નિબંધ સ્પર્ધા | 'અખબારની આજ અને આવતીકાલ'


માહિતી-સૌજન્ય : 
રમેશ તન્ના
હકારાત્મક પત્રકાર, લેખક, સમાજસેવક
પૂર્વ વિદ્યાર્થી (૧૯૯૧-૧૯૯૩) અને અધ્યાપક (૧૯૯૪-૧૯૯૫), પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

Sunday, June 11, 2023

Job @ Gujarati Jagaran

 


Live tracking map, satellite images and forecasts of Cyclonic Storm Biparjoy 2023 in the Arabian Sea


https://zoom.earth/storms/biparjoy-2023/#overlays=radar

Sanjoy Ghose, my late husband, inspires social activists in India | Sumita Ghose

 

Image-Courtesy
 https://www.globalindiantimes.com/globalindiantimes


https://www.globalindiantimes.com/globalindiantimes/2022/1/27/sanjoy-ghose-social-activist-india?format=amp

(Sanjoy Ghose was the Founder of Charkha - Development Communication Network, Gujarat.)

Link Shared By :
Sanjay Dave, 
Development Communicator, associated with 'Charkha')

10 English words only used by Indians


https://www.indiatoday.in/education-today/grammar-vocabulary/story/10-english-words-only-used-by-indians-2369072-2023-05-05

Wednesday, June 7, 2023

Monday, June 5, 2023

સ્વામી આનંદ, તોતારામજી, અને સાબરમતી આશ્રમના લીમડા


સ્વામી આનંદ
Courtesy : google image

તોતારામજી
Courtesy : google image 

સાબરમતી આશ્રમ, અમદાવાદ
Courtesy : google image 

"આજે સાબરમતી આશ્રમની જે રોનક છે, તે બધી આશ્રમવિસ્તારમાં થોકેથોક ઊભેલા આ મસ્ત લીમડાઓને આભારી છે. દાયકાઓ વીત્યા અને સૈકા વીત્યે જ્યારે તે કાળના આશ્રમવાસીઓમાંનું બાળક-બૂઢું કોઈ કહેણી કહેવા નહિ રહ્યું હોય, ત્યારેય આ લીમડા ગાંધીજીના સ્થાપેલા સાબરમતી આશ્રમનાં ગૌરવગાન ગાતા હશે.
બસ, એ જ તોતારામજીનું શ્રેષ્ઠ સ્મારક છે."

પુસ્તક : સંતોના અનુજ
લેખક : સ્વામી આનંદ
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
આવૃત્તિ : પ્રથમ, ૧૯૭૧
પુનર્મુદ્રણ વર્ષ : ૨૦૦૧
પૃષ્ઠ : ૫૩

Sunday, June 4, 2023

અંગ્રેજી ભાષા, દેશી મજા : 162


આજે વહેલી સવારે સુસવાટા સાથે વરસાદ પડ્યો. પાડોશી મિત્ર તેજ મહેતાએ, ઝરૂખેથી વરસાદી વાતાવરણનું દૃશ્યાંકન કર્યું. તેમણે વ્હોટ્સએપ્પ થકી દૃશ્યો વહેતાં કરીને, મિત્રજૂથને વરસાદમાં નાહવાનું આમંત્રણ આપ્યું. અમે આભારસૂચક જવાબ આપતાં લખ્યું : 'Thanks for your RAINvitation!'

- ડૉ. અશ્વિનકુમાર
૦૪-૦૬-૨૦૨૩, રવિવાર


Saturday, June 3, 2023

ગાંધીજી કહે છે : દર્પણ વિશે


શૈલેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય : આપ કેમ કદી દર્પણમાં આપનું મોઢું જોતા નથી?

ગાંધીજી : મને મળવા આવનાર દરેક જણ મારું મોં જુએ છે, પછી મારે દર્પણમાં જોવાની શી જરૂર?


Friday, June 2, 2023

માધ્યમો વિષયક અંગ્રેજી શબ્દોની ગુજરાતી જોડણી । સૂચિકાર : ડૉ. અશ્વિનકુમાર


ઇન્ટરનેટ
એડિટિંગ
એડિટોરિયલ
ઇન્ટર્નશિપ
ઇલેક્ટ્રૉનિક
કમ્પ્યૂટર
કૉમ્પ્યૂટર
કૉમ્યુનિકેશન
કૉલમ
જર્નાલિઝમ
ટેપરેકર્ડર
ટેલિવિઝન
ડિજિટલ
ડિઝાઇન
ડેડ લાઇન
ન્યૂઝપેપર
ન્યૂસપેપર
પબ્લિકેશન
પ્રૂફરીડિંગ
ફાઇલ
ફૉન્ટ
માસમીડિયા
માસ્ટહેડ
મીડિયા
મૅગેઝિન
રેડિયો
રિપોર્ટર
રિપોર્ટિગ
વાઇરલ
સિનેમા
હાર્ડવેર