Friday, July 16, 2021

સૌનાં આત્મીય ઇન્દુમતીબહેન ///// જેઠાલાલ ગાંધી


'સને ૧૯૪૦ના બીજા વિશ્વયુદ્ધ વખતે વિદ્યાપીઠમાં સોજિત્રાના બે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તેમના પિતાશ્રી બોર્નિયોમાં હતા. ત્યાંથી તેમણે સેન્ટ્રલ બૅન્કને તાર કરી એ વિદ્યાર્થીઓના ખર્ચ માટે વિદ્યાપીઠને રૂ. ૨૦૦૦/- આપવા જણાવ્યું. પણ સેન્ટ્રલ બૅન્કે માત્ર તારના આધારે રૂપિયા આપવાની ના પાડી અને કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની જામીનખત ઉપર સહી કરવાની સૂચના કરી. શ્રી ઇન્દુમતીબહેનને વાત કરતાં તેમણે તરત જ આ વાત સ્વીકારી અને બૅન્કમાં આવી જામીનખત ઉપર સહી કરી આપી. એમને રૂ. ૨૦૦૦/- અપાવ્યા. આ બે વિદ્યાર્થીઓ પૈકીના એક શ્રી કાન્તિભાઈ પટેલ આજે જાણીતા શિલ્પી છે અને અમદાવાદમાં ગાંધીપુલના નાકે ગોઠવાયેલું ગાંધીજીનું બાવલું તેમણે બનાવ્યું છે. તે ઉપરાંત તેમણે સરદાર વલ્લભભાઈ, ભાઈકાકા, વિઠ્ઠલભાઈ પટેલ વગેરેનાં બાવલાં બનાવ્યાં છે અને થોડા સમયમાં અમેરિકામાં - ન્યૂ યૉર્કમાં મુકાનારું ગાંધીજીનું બાવલું પણ તેમણે તૈયાર કર્યું છે.' (પૃષ્ઠ : ૮૩)

Thursday, July 15, 2021

ચંદનની મહેક // વિજયાબહેન દેસાઈ


'ઇન્દુબહેનનું સાંનિધ્ય મારા જીવનનું એક સદ્ભાગ્ય લેખું છું. એમના સંગે અમારામાં એક નવીન સામાજિક ચેતના પ્રગટી. શ્રીમંતાઈએ કદી ગરીબો અને એમના વચ્ચે દીવાલ રચી નહીં, સત્તાએ કદી એમના સૌજન્ય અને સંસ્કારને ઝાંખાં પાડ્યાં નહીં. એમની અટક શેઠ હતી પણ એમને શેઠ શબ્દ લગાડવાનો ગમતો નહીં તેથી એમણે શેઠ શબ્દ કઢાવી નાખ્યો હતો. ખૂબ જ સંવેદનશીલ, સંસ્કારી અને સેવાભાવી એ જીવન આજે ધબકતું નથી છતાં, એના ધબકાર સ્પષ્ટ રીતે સંભળાયા જ કરે છે.' (પૃષ્ઠ : ૧૨૭)

Wednesday, July 14, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1235


જો અર્થ બરાબર સ્પષ્ટ થઈ જતો હોય તો આ પ્રકારની સ્પષ્ટતા કરવાની જરૂર છે? :

'હું જે કહેવા માંગું છું એનો અર્થ બરાબર સ્પષ્ટ થઈ જાય છે.'


Tuesday, July 13, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1234


લખાણમાં મુદ્દો સહજપણે એવી રીતે સ્પષ્ટ કરી દેવો કે, જેથી કરીને આવી સ્પષ્ટતા કરવાની જરૂર ના પડે :

'આ મુદ્દો અહીં બરાબર સ્પષ્ટ થઈ જાય છે.'


Monday, July 12, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1233


લખાણ જ એવું કરવું કે આવું સમજાવવું ન પડે :

'હવે વાચકોને આ મુદ્દો સમજાવવાની કદાચ જરૂર જ નહીં પડે.'


Saturday, July 10, 2021

ભાષાની મજા, મજાની ભાષા - 1232


જેનો અર્થ 'રાત્રિ' થાય છે, એ શબ્દની સાચી જોડણી કઈ? :

નિશિથ

નિશીથ

નિસિથ

નિસીથ

નિષિથ

નિષીથ