Saturday, December 31, 2016

काका कालेलकर પ્રસ્તાવના વિશેષાંક


"ગુજરાતના અનેક લોકોની વિચારસૃષ્ટિમાં કાકા અજ્ઞાનપણે પણ બેઠેલા છે. કાકાએ એક જમાનામાં ગુજરાતના વાચક-વિચારક લોકોનાં ચિત્તમાં પ્રવેશ અને આવકાર મેળવ્યો છે. શરીરને બાંધનાર અન્ન પચી ગયા બાદ જેમ તે જુદું નામધારી રહેતું—રહી શકતું નથી, ન રહેવામાં જ તેની કૃતાર્થતા છે; તે જ પ્રમાણે આપણા મનના ખોરાકનુંય છે. અને સાહિત્ય એ મનનો ખોરાક છે. એ ખોરાક પૂરો પાડવામાં કાકાસાહેબ ગુજરાત પર ‘અઢળક ઢળ્યા છે’. એટલા બધા કે, એક મિત્રે સાચું કહ્યું કે, હાઈસ્કૂલના આરંભથી માંડીને એમ. એ. સુધી આજ કાકા વંચાય છે, એવી વિવિધ અને વિપુલ સામગ્રી એમણે ગુજરાતને ચરણે ધરી છે. ગુજરાતને કાકાની આ ભેટ ધન્ય કરે છે. તેના સાહિત્યના ઇતિહાસમાં એ વડે કાકા અમર સ્થાન પામ્યા છે. … રાષ્ટ્રદેવની આરાધનાનું એ સાહિત્ય આપવાને માટે ગુજરાત કાકાનું હંમેશનું ઋણી રહેશે. ..."

- મગનભાઈ દેસાઈ ('કાલેલકર અધ્યયન ગ્રંથ'માંથી)



('नवजीवनનો અક્ષરદેહ' // ઓક્ટોબર - નવેમ્બર, ૨૦૧૬)

Sunday, December 11, 2016

ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આવકાર : સ્વાતિ જોશી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મુખ્ય વક્તા : ડૉ. આનંદ તેલતુંબડે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

અધ્યક્ષીય : પ્રકાશ ન. શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આભાર : નિરંજન ભગત
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સ્વાતિબહેન, ડૉ. આનંદ, પ્રકાશભાઈ, ભગતસાહેબ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન
વિષય : આંબેડકર અને લોકશાહી
વક્તા : ડૉ. આનંદ તેલતુંબડે (પ્રાધ્યાપક, લેખક, કર્મશીલ)
સ્થળ : એ.એમ.એ., અટીરા પરિસર, અમદાવાદ  
તારીખ : ૧૦ ડિસેમ્બર, ૨૦૧૬, શનિવાર

Wednesday, December 7, 2016

પારિવારિક ચલચિત્ર એટલે 'મિશન મમ્મી'



પટકથા-સંવાદ લેખક દીપક સોલિયા અને સહનિર્માતા-દિગ્દર્શક આશિષ કક્કડ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

વધુ વિગતો માટે અહીં પહોંચી જાવ :
https://www.facebook.com/missionmummyfilm/

Tuesday, December 6, 2016

જયલલિતા એટલે લોકપ્રિયતા

આ તસવીરમાં એ.આઈ.એ.ડી.એમ.કે.ના સંસદસભ્યનો હાથ છે!

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

તારીખ : પાંચમી જૂન, ૨૦૧૫
સ્થળ : નવી દિલ્હીનું વિમાની મથક

Sunday, December 4, 2016

'મેલો' : મરણની જાણ કરતો મરદ

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક

…………………………………………………………………………………………………

આધુનિક યુગમાં વ્હોટ્સએપ, ફેસબૂક, ટ્વિટર, ઈ-મેઇલ, એસ.એમ.એસ. જેવી સુવિધાઓથી સંદેશા અને સમાચાર ઝડપથી ફરી વળે છે. એક જમાનામાં, મહોલ્લામાં સમ ખાવા પૂરતો એકાદ ટેલીફોન માંડ જોવા મળતો. એમાં પણ ટેલીફોનનું ડબલું ક્યારે 'ઠપ્પ' થઈ જાય એ કહેવાય નહીં! સંદેશા-વ્યવહારનાં સાધનો ટાંચાં હતાં ત્યારે, કોઈ સ્વજનનું મરણ થાય ત્યારે કુટુંબીજનોએ સગાં-સંબંધીઓને એ ખબર પહોંચાડવા માટે મરણિયા પ્રયાસો કરવા પડતા. દાખલા તરીકે, અમદાવાદમાં પટ્ટણી (વણકર) જ્ઞાતિએ મરણની ખબર મોકલવા માટેની મુખ્ય જવાબદારી જે માણસને સોંપી હતી તેને 'મેલો' કહેવાતો. જ્ઞાતિએ 'વાલ્મીકિ' એવો મેલો સમાચાર અને સાઇકલ લઈને નીકળી પડતો. મેલો ચોક્કસ વસ્તીમાં જઈને પોકાર પાડતો. જેમાં મૃતક વ્યક્તિનાં નામ-ઠામ અને અંતિમયાત્રાનાં સ્થળ-સમયની વિગતોનો સમાવેશ થતો. મેલો આ એકમાત્ર ખબરનું ઊંચા સાદે પુનરાવર્તન કરતો.

આ ખબર સાંભળતાંની સાથે, એ નાતના માણસો ઘરમાંથી બહાર દોડી આવતા. અંગત સગા-સંબંધીના મરણના સમાચાર હોય તો રોકકળ મચી જતી. મૃતક વિષયક પૂછપરછ થાય તો તેના જવાબો આપીને મેલો અન્ય વિસ્તાર તરફ સાઇકલ હંકારી જતો. 'શ્રી પટ્ટણી (વણકર) જ્ઞાતિ સંઘ'ના પૂર્વ પ્રમુખ નવનીત લાલજીભાઈ પટ્ટણી જણાવે છે કે, 'મેલો જ્યારે મરણના સમાચાર આપવા માટે આવતો ત્યારે, 'આજે કોની વિકેટ પડી?' એવો પ્રશ્ન પૂછીને ઇતર કોમના લોકો ક્યારેક તેની હાંસી પણ ઉડાવતા. આથી, ઈ.સ. ૧૯૮૪માં અમારી જ્ઞાતિએ બંધારણમાં સુધારો કરીને મેલો મોકલવાની પ્રથા બંધ કરી દીધી.' આમ, શહેરના સમાજજીવનમાંથી ખુદ 'મેલો' નામશેષ થઈ ગયો!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

'મેલો' : મરણની જાણ કરતો મરદ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૪-૧૨-૨૦૧૬, રવિવાર

'આપણું અમદાવાદ'


સૌજન્ય :


'મેલો' : મરણની જાણ કરતો મરદ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૪-૧૧-૨૦૧૬, રવિવાર

Thursday, December 1, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 1019

'તેણે બાઇકની ટાંકીમાં સોનું પુરાવ્યું.'
કારણ કે, તે અમીર નથી, પણ લાચાર છે!

પત્રકારત્વના વિદ્યાર્થીઓએ જોવા-જાણવા જેવાં ચલચિત્રો


'કમલા'
'ક્રાંતિવીર'
'ધમાકા'
'ન્યૂ દિલ્હી ટાઇમ્સ'
'પીપલી લાઇવ'
'પેજ થ્રી'
'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની'
'ધમાકા'

Nightcrawler
No
Spotlight
The insider
Wag the dog

પ્રકૃતિનું કાવ્ય


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર