Showing posts with label Dr. Ashwinkumar. Show all posts
Showing posts with label Dr. Ashwinkumar. Show all posts

Wednesday, January 1, 2025

||| વીસમી સદીમાં કરેલા પ્રવાસની સૂચિ ||| ડૉ. અશ્વિનકુમાર


* ગાંધીનગર || વર્ષ : ૧૯૭૫

* લાંઘણજ (મહેસાણા) || વર્ષ : ૧૯૭૭

* નારદીપુર (મહેસાણા) || વર્ષ : ૧૯૭૮

* ઇડર (પ્રાથમિક શાળાના સહાધ્યાયીઓ સાથે શૈક્ષણિક પ્રવાસ)|| વર્ષ : ૧૯૭૯

* અમદાવાદથી કન્યાકુમારી : સમગ્ર દક્ષિણ ભારતનો પ્રવાસ
(માતા-પિતા અને ભાઈ-બહેન સાથે પ્રવાસ) || વર્ષ : ૧૯૮૦

* અમદાવાદથી કાશ્મીર : સમગ્ર ઉત્તર ભારતનો પ્રવાસ
(માતા-પિતા અને ભાઈ-બહેન સાથે પ્રવાસ) || વર્ષ : ૧૯૮૨

* વડોદરા || વર્ષ : ૧૯૮૮

* ઉજ્જૈન, ભોપાલ (મધ્ય પ્રદેશ) || વર્ષ : ૧૯૯૨

* કેવડિયા કૉલોની, સરદાર ડૅમ 
(પત્રકારત્વના સહાધ્યાયીઓ સાથે શૈક્ષણિક પ્રવાસ) || વર્ષ : ૧૯૯૪

* દૂધસાગર ડેરી, મહેસાણા 
(પત્રકારત્વના સહાધ્યાયીઓ સાથે શૈક્ષણિક પ્રવાસ) || વર્ષ : ૧૯૯૫

* ભુજ (કચ્છ) || વર્ષ : ૧૯૯૪

* અમલસાડ, વલસાડ, બીલીમોરા || વર્ષ : ૧૯૯૫

* ભાવનગર (વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક પ્રવાસ) || વર્ષ : ૧૯૯૬

* રાષ્ટ્રીય સેવા યોજના શિબિર, બિલોદરા, તા. માણસા, જિ. ગાંધીનગર
(વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક શિબિર) || વર્ષ : ૧૯૯૬

* નડિયાદ (વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક પ્રવાસ) || વર્ષ : ૧૯૯૭

* રાષ્ટ્રીય સેવા યોજના શિબિર, સાલડી, તા. જિ. મહેસાણા
(વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક શિબિર) || વર્ષ : ૧૯૯૭

* દિલ્હી (વિશ્વ પુસ્તક મેળો), આગ્રા, ફતેહપુર સિક્રી, જયપુર, ઉદયપુર
(વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક પ્રવાસ) || વર્ષ : ૧૯૯૮

* નેત્રંગ (ભરુચ), દેડિયાપાડા (નર્મદા) || વર્ષ : ૧૯૯૯, ડિસેમ્બર

* બારડોલી, દાંડી, તીથલ (વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક પ્રવાસ) || વર્ષ : ૨૦૦૦

|| એકવીસમી સદીમાં કરેલા પ્રવાસની સૂચિ || ડૉ. અશ્વિનકુમાર


* અહમદપુર માંડવી (સૌરાષ્ટ્ર) / દીવ ૨૦૦૧

* ભૂકંપ પ્રભાવિત ભૂજ, ભચાઉ, અંજાર, રાપર (કચ્છ) || વર્ષ : ૨૦૦૧

* વાવ, થરાદ, તીર્થગામ, સૂઈગામ, ભાભોર (બનાસકાંઠા) ૨૦૦૧

* ચોટીલા / ગીર અભયારણ્ય (સૌરાષ્ટ્ર) / ૨૦૦૧

* ગોવા / પંચગીની / લોણાવલા / મહાબળેશ્વર / મુંબઈ (મહારાષ્ટ્ર) ૨૦૦૨

* ભાવનગર ૨૦૦૩

* ચારભૂજા / પોખરણ / રણુજા / બિકાનેર / બાડમેર / જેસલમેર (રાજસ્થાન) ૨૦૦૩

* પાલનપુર ૨૦૦૩

* બાકોર (મહીસાગર) ૨૦૦૪

* પાવાગઢ (પંચમહાલ) ૨૦૦૪

* તાપી / ડાંગ ૨૦૦૪

* ગાંધીધામ / ભુજ / ભચાઉ / રાપર (કચ્છ) ૨૦૦૫

* આબુ, અંબાજી ૨૦૦૫

* દેથલી, માતર, ખેડા ૨૦૦૫

* જૂનાગઢ / પોરબંદર (સૌરાષ્ટ્ર) ૨૦૦૫

* શિમલા (હિમાચલ પ્રદેશ) ૨૦૦૬

* નાગપુર / સેવાગ્રામ / પવનાર / વિદર્ભ (મહારાષ્ટ્ર) ૨૦૦૭

* મસૂરી / દહેરાદૂન (ઉત્તરાખંડ) ૨૦૦૭

* રાપર / ધોળાવીરા (કચ્છ) ૨૦૦૭

* પુના (મહારાષ્ટ્ર) ૨૦૦૮

* જામનગર / દ્વારકા (સૌરાષ્ટ્ર) ૨૦૦૯

* રાષ્ટ્રીય સેવા યોજના શિબિર, ફતેપુર, તા. સમી, જિ. પાટણ
(વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક શિબિર) || વર્ષ : ૨૦૦૯

* પાલીતાણા / ગોપનાથ (સૌરાષ્ટ્ર) ૨૦૧૦

* સાજન / દાભોસા / થાણે (મહારાષ્ટ્ર) ૨૦૧૧

* આબુ / ઉદયપુર (રાજસ્થાન) ૨૦૧૨

* દાર્જિલિંગ (પશ્ચિમ બંગાળ) / ગંગટોક (સિક્કિમ) ૨૦૧૩

* કનેવાલ તળાવ : તાલુકો : તારાપુર, જિલ્લો : આણંદ ૨૦૧૩ 
(વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક પ્રવાસ)

* હળવદ / કચ્છનું નાનું રણ ૨૦૧૪

* શ્રાદ્ધ-સ્થળ ચાણોદ ૨૦૧૪

* રાષ્ટ્રીય સેવા યોજના શિબિર, દેથલી, તા. માતર, જિ. ખેડા
(વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક શિબિર) || વર્ષ : ૨૦૧૫

* શ્રીનગર / કશ્મીર ખીણ ૨૦૧૫

* મેઘાલય / આસામ ૨૦૧૬

* અહમદપુર માંડવી / સોમનાથ (સૌરાષ્ટ્ર) / દીવ ૨૦૧૬

* સુરત સહિત દક્ષિણ ગુજરાત ૨૦૧૭

* બેચરાજી સહિત ઉત્તર ગુજરાત ૨૦૧૮

* રાષ્ટ્રીય સેવા યોજના શિબિર, દેથલી, તા. માતર, જિ. ખેડા
(વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક શિબિર) || વર્ષ : ૨૦૧૮

* જીણજ (તા. ખંભાત, જિ. આણંદ) || વર્ષ : ૨૦૧૮

* બેંગલોર / મૈસૂર / કૂર્ગ / હમ્પી (કર્ણાટક) ૨૦૧૮

* પુના / માથેરાન (મહારાષ્ટ્ર) ૨૦૧૮

* જયપુર / પુષ્કર / અજમેર (રાજસ્થાન) / દિલ્હી ૨૦૧૮

* શ્રાદ્ધ-સ્થળ ઉત્તર ગુજરાત ૨૦૧૯

* હિમાચલ પ્રદેશ / હરિયાણા / પંજાબ ૨૦૧૯

* તમિલનાડુ / પોંડિચેરી ૨૦૧૯

* અંબાપુરની વાવ (ગાંધીનગર) ૨૦૨૦

* મહુડી || વર્ષ ૨૦૨૦

* છત્તીસગઢ ૨૦૨૧

* કુંભલગઢ (રાજસ્થાન) ૨૦૨૨

* લદ્દાખ સંઘ-પ્રદેશ, ૨૯ મે, ૨૦૨૨, રવિવારથી ૦૫ જૂન, ૨૦૨૨, રવિવાર

લેહ શહેર

ચાંગ લા પહાડ-ટોચ (૧૭૬૮૮ ફૂટ) પેંગોંગ સરોવર (લુકુંગ)

શ્યોક નદી ખીણ

નુબ્રા ખીણ

સુમૂર (ગ્રામપ્રદેશ નિવાસ)

ડિસ્કિટ (વિશાળ મૈત્રેય બુદ્ધ પ્રતિમા)

હુંદર (બે ખૂંધાળાં ઊંટનું આશ્રયસ્થાન)

ખાર્દુંગ લા પહાડ-ટોચ (દુનિયાનો ઊંચો વાહન-માર્ગ : ૧૭૯૮૨ ફૂટ)

* રાષ્ટ્રીય સેવા યોજના શિબિર, બડોદરા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ
(વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક શિબિર) || વર્ષ : ૨૦૨૩

* ઉત્તરાખંડ, ૨૩ મે, ૨૦૨૩, મંગળવારથી ૩૧ મે, ૨૦૨૩, બુધવાર
પંતનગર
વનઘાટ, મરચૂલા
દિગોલીખાલ
ગુજડૂ ગઢી, કિનગોડીખાલ
જિમ કૉર્બેટ નેશનલ પાર્ક, રામનગર
જિમ કૉર્બેટ નિવાસસ્થાન અને સંગ્રહાલય, કાલાઢુંગી, છોટી હલ્દ્વાની, ઉત્તરાખંડ
જંગલ લોર બર્ડિંગ લૉજ, પંગોટ
નૈનિતાલ
તાકુલા ગામ
કૃષિ અને પ્રોદ્યોગિકી વિશ્વવિદ્યાલય, પંતનગર

* પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ
૦૯-૧૧-૨૦૨૩, ગુરુવારથી ૧૮-૧૧-૨૦૨૩, શનિવાર
અમદાવાદથી કોલકતા
કોલકતાથી શાંતિનિકેતન, બોલપુર
સીમાંતપલ્લી, શાંતિનિકેતન, બોલપુર
કંકાલીતલા શક્તિપીઠ મંદિર, કંકાલીતલા, બોલપુર
રવીન્દ્ર ભવન, શાંતિનિકેતન
રામકૃષ્ણ મિશન, બેલૂર મઠ, કોલકતા
કાલી મંદિર, દક્ષિણેશ્વર, કોલકતા
હોલોંગી, અરુણાચલ પ્રદેશ
ગામ : ઘોગરા બસ્તી, તાલુકો : ગોહપુર, જિલ્લો : બિશ્વનાથ, આસામ
ગામ : સિટાડાર સુક (Sitadar Chuk), લોહિત નદીના કાંઠે, જિલ્લો : જોરહટ, આસામ
કમલાબારી, દ્વીપ-જિલ્લો માજુલી
બ્રહ્મપુત્રા નદી
નિમાટીઘાટ
કોકિલામુખ
ભારતના અરણ્ય માનવ (ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા) જાદવ પાયેંગનું નિવાસસ્થાન, કોકિલામુખ
જોરહટ શહેર
કાઝીરંગા નેશનલ પાર્ક, કોહોરા થઈને
તેજપુર થઈને
બાલિયાપારા થઈને
ભાલુકપોંગ, અરુણાચલ પ્રદેશ
ભાલુકપોંગથી પેક્કે વાઘ-વિસ્તાર થઈને
જશવંત સ્મૃતિ-સ્થળ
બૉલ ઓફ ફાયર મ્યુઝિયમ, ટેંગા હાટ
બોમડિલા અને દિરાંગથી પસાર થઈને તવાંગ
તવાંગ આસપાસનાં પ્રવાસ-સ્થળોની મુલાકાત
પંકા તેંગ સો સરોવર / પીટીએસઓ સરોવર
નાગુલા પર્વત
શુંગેત્સર સરોવર / માધુરી સરોવર
બીડી બાબા દેરી
ભારત-ચીન સરહદ, બોમલા
જોગીન્દર સિંધ સ્મારક
નાગુલા સરોવર
બેલ્ટ બાબા મંદિર
બુદ્ધ પ્રતિમા
તવાંગ બૌદ્ધ મઠ
વૉર મેમોરિયલ
ધ્વનિ પ્રકાશ પ્રદર્શન
તવાંગથી બોમડિલા તરફ
જંગ અર્થાત્ નુરાનાંગ અર્થાત્ ફોંગ-ફોંગ મા ધોધ (જળપ્રપાત)
જશવંત સિંહ સ્મૃતિ સ્થળ, જશવંત ગઢ
દિરાંગ બૌદ્ધ મઠ
બોમડિલા
બોમડિલાથી ઇટાનગર
બૌદ્ધ મઠ, બોમડિલા
નેચિફુ ટનલ : બોગદાયુક્ત ઉચ્ચતમ શિખર-સ્થળ, અરુણાચલ પ્રદેશ
ઘોગરા બસ્તી, ગોહપુર, આસામ
કોકિલા વિકાસ આશ્રમ, સોનાપુર, આસામ
ઇટાનગર શહેર, અરુણાચલ પ્રદેશ
દક્ષિણ ઇટા કિલ્લો, ઇટાનગર
પશ્ચિમ ઇટા કિલ્લો, ઇટાનગર
આકાશવાણી, ઇટાનગર કેન્દ્ર
ગોમ્પા(બૌદ્ધ મઠ)
ઇટાનગરથી હોલોંગી
હોલોંગીથી કોલકતા
કોલકતાથી અમદાવાદ

વર્ષ : ૨૦૨૪

* રાજકોટ : શહેર
* જૂનાગઢ : લીલી પરિક્રમા
* નવી દિલ્હી : ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નેતૃત્વ વિષયક કાર્યશાળા
* વિરમપુર (બનાસકાંઠા) : ચિંતન શિબિર

વર્ષ : ૨૦૨૫

* પરીએજ તળાવ (તાલુકો : માતર, જિલ્લો : ખેડા)
* ગાંધીનગર શહેર : ગુજરાત વિધાનસભા (વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે શૈક્ષણિક પ્રવાસ)
* દંતાલી (જિલ્લો : આણંદ) : સ્વામી સચ્ચિદાનંદ મહારાજ આશ્રમ (ભક્તિનિકેતન આશ્રમ)
મુકામ : દંતાલી, તાલુકો : પેટલાદ, જિલ્લો : આણંદ
* રાજકોટ શહેર (જિલ્લો : રાજકોટ): મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કૂલ)
* ચોટીલા (જિલ્લો : સુરેન્દ્રનગર) : ઝવેરચંદ મેઘાણી જન્મસ્થળ સ્મારક (ચોટીલા પોલીસ સ્ટેશન પરિસર)
* ખંભાત શહેર (જિલ્લો : આણંદ) + ખંભાતનો અખાત
* સાસણ ગીર (તાલુકો : તાલાલા) + ભોજદે ગામ (તાલુકો : તાલાલા) + જૂનાગઢ શહેર (તાલુકો : જૂનાગઢ)
* ધરમપુર તાલુકો અને પારડી તાલુકો (જિલ્લો : વલસાડ) (ગ્રામજીવન સ્વાવલંબન- યાત્રા)
* નડીઆદ (જિલ્લો : ખેડા) : સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ, સરદાર વલ્લ્લભભાઈ પટેલની શાળા, ઇન્દુલાલ યાજ્ઞિકનું મકાન, નામાંકિત સાહિત્યકારોનાં મકાન, ગોવર્ધનરામ સ્મૃતિમંદિર
* સાદરા (જિલ્લો : ગાંધીનગર) (ચિંતન શિબિર)

........................................................


ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો સાથે
ગ્રામજીવન-પદયાત્રાઓ (શૈક્ષણિક પ્રવાસ) :

(૦૧) વર્ષ : ૨૦૦૭, જિલ્લો : અમદાવાદ

(૦૨) વર્ષ : ૨૦૦૮, જિલ્લો : મહેસાણા

(૦૩) વર્ષ : ૨૦૦૯, જિલ્લો : જૂનાગઢ

(૦૪) વર્ષ : ૨૦૧૦, જિલ્લો : સુરેન્દ્રનગર

(૦૫) વર્ષ : ૨૦૧૧, જિલ્લો : ભાવનગર

(૦૬) વર્ષ : ૨૦૧૨, જિલ્લો : પાટણ

(૦૭) વર્ષ : ૨૦૧૩, જિલ્લો : વલસાડ

(૦૮) વર્ષ : ૨૦૧૪, જિલ્લો : બનાસકાંઠા

(૦૯) વર્ષ : ૨૦૧૫, જિલ્લો : તાપી

(૧૦) વર્ષ : ૨૦૧૬, જિલ્લો : છોટાઉદેપુર

(૧૧) વર્ષ : ૨૦૧૭, જિલ્લો : નવસારી

(૧૨) વર્ષ : ૨૦૧૮, જિલ્લો : ડાંગ

(૧૩) વર્ષ : ૨૦૧૯, જિલ્લો : નર્મદા

(૧૪) વર્ષ : ૨૦૨૦, મહામારીના કારણે મુલતવી

(૧૫) વર્ષ : ૨૦૨૧, વિદ્યાર્થીઓનાં વતન - વિસ્તારમાં

(૧૬) વર્ષ : ૨૦૨૨, જિલ્લો : ખેડા

(૧૭) વર્ષ : ૨૦૨૩, વિદ્યાર્થીઓનાં વતન - વિસ્તારમાં

(૧૮) વર્ષ : ૨૦૨૪, જિલ્લો : મોરબી, પોરબંદર, જામનગર


(૧૯) વર્ષ : ૨૦૨૫, જિલ્લો : વલસાડ, તાલુકો : ધરમપુર અને પારડી

Saturday, August 5, 2023

અચ્યુત યાજ્ઞિક : વિમર્શ વેળાએ

 

ઉર્વીશ કોઠારી, રાજીવ શાહ, અચ્યુત યાજ્ઞિક, ચંદુ મહેરિયા, ડૉ. અશ્વિનકુમાર 
Photograph-Courtesy : Binit Modi

Saturday, February 20, 2021

ડૉ. અશ્વિનકુમાર || પરિચયનું પાનું

ડૉ. અશ્વિનકુમાર //  પરિચયનું પાનું


ડૉ. અશ્વિનકુમાર વ્યવસાયથી પ્રાધ્યાપક, વ્યસનથી વાચક, હક્કથી લેખક, સ્વભાવથી સંપાદક, નિજાનંદથી કુદરતચાહક, અને શોખથી તસવીરકાર છે!

મૂળે ભૌતિકશાસ્ત્રમાં બી.એસસી. (63.43%) થયા બાદ, તેમણે પત્રકારત્વમાં બી.સી.જે.પી. (70.33% - સુવર્ણચંદ્રક વિજેતા), એમ.જે.એસ. (73.25%), એમ.ફિલ. (66.83%), અને પીએચ.ડી.ની પદવી મેળવી છે.

તેમને ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વના વિષયમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થવા બદલ ભગવતીલાલ ડાહ્યાલાલ રાવ (ખંભાત) સુવર્ણચંદ્રક અને ફૂલશંકર પટ્ટણી (ભુજ) પત્રકારત્વ પારિતોષિક એનાયત થયા છે.

પત્રકારત્વના અભ્યાસનાં એ વર્ષો દરમિયાન, તેમણે 'કર્ણાવતી એક્સપ્રેસ' જેવા લઘુ કક્ષાના દૈનિકમાં, 'સમભાવ' જેવા મધ્યમ કક્ષાના દૈનિકમાં, અને 'ગુજરાત સમાચાર' જેવા અગ્રગણ્ય દૈનિકની ન્યૂ યોર્ક આવૃત્તિ માટે તાલીમી પત્રકાર તરીકે કામગીરી કરી હતી.

તેમણે પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયનના વિષયમાં પારંગત(એમ.જે.એસ.) કક્ષાના અભ્યાસ દરમિયાન 'અખબારો પાસેથી વાચકોની અપેક્ષાઓ : એક અધ્યયન' શીર્ષક અંતર્ગત અજય ઉમટ (ચીફ સબ એડિટર, 'ગુજરાત સમાચાર' દૈનિક, અમદાવાદ)ના માર્ગદર્શનમાં લઘુ સંશોધનનિબંધ તૈયાર કર્યો હતો.

તેમણે ભારત સરકારના દૂરસંચાર વિભાગમાં કનિષ્ઠ દૂરસંચાર અધિકારી (જુનિયર ટેલિકમ્યુનિકેશન ઑફિસર) તરીકે દક્ષિણ ગુજરાતના અમલસાડ શહેરમાં કારકિર્દીની વિધિવત શરૂઆત કરી હતી.

હાલમાં, અશ્વિનકુમાર ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરમાં પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગમાં પ્રાધ્યાપક તરીકે સક્રિય છે. તેમણે વ્યાવસાયિક અભ્યાસ વિદ્યાશાખા (ફૅકલ્ટી ઑવ્ પ્રોફેશનલ સ્ટડીઝ)ના વિદ્યાશાખા-અધ્યક્ષ (ડીન) તરીકે ૨૦૨૨-૨૦૨૫ના સમયગાળા માટે જવાબદારી નિભાવી હતી. તેઓ પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગમાં અધ્યક્ષ તરીકે એપ્રિલ, ૨૦૨૨થી કાર્યરત છે.

ગાંધીજીનાં સાહિત્ય અને પત્રકારત્વના જિજ્ઞાસુ અશ્વિનકુમારે 'પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા અને આજના પત્રકારત્વમાં એની પ્રસ્તુતતા' શીર્ષક અંતર્ગત અનુપારંગત(એમ.ફિલ.) કક્ષાએ તુષાર ભટ્ટ (પૂર્વ નિવાસી તંત્રી, 'ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિક, અમદાવાદ આવૃત્તિ)ના માર્ગદર્શનમાં સંશોધનકાર્ય સંપન્ન કર્યું હતું.

અશ્વિનકુમારે 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે)' શીર્ષક હેઠળ વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.) કક્ષાએ ડૉ. રઘુવીર ચૌધરી (પૂર્વ પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ)ના માર્ગદર્શનમાં મહાનિબંધ પૂર્ણ કર્યો હતો.

અશ્વિનકુમાર અનુપારંગત (એમ.ફિલ.) પદવી માટેના સંશોધન-અભ્યાસમાં માન્ય માર્ગદર્શક તરીકે ઈ. સ. ૨૦૦૨થી કાર્યરત છે. તેમના માર્ગદર્શન હેઠળ અગિયાર વિદ્યાર્થીઓએ એમ.ફિલ.ની પદવી મેળવી છે.

ડૉ. અશ્વિનકુમાર વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.) પદવી માટેના સંશોધન-અભ્યાસમાં માન્ય માર્ગદર્શક તરીકે ઈ. સ. ૨૦૧૫થી કાર્યરત છે. તેમના માર્ગદર્શન હેઠળ ચાર વિદ્યાર્થીઓએ પીએચ.ડી. પદવી મેળવી છે. હાલમાં પાંચ વિદ્યાર્થીઓ પીએચ.ડી. કરી રહ્યા છે.

તેમણે 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ' ૨૦૨૦ અંતર્ગત, 'વિભાગીય અભ્યાસક્રમ સમિતિ'ના અધ્યક્ષ તરીકેની જવાબદારી વહન કરી છે. તેમણે 'વિદ્યાર્થી પ્રવેશ સમિતિ'ના સભ્ય તરીકે કામગીરી સંભાળી છે. તેઓ ગૂજરાત વિદ્યાપીઠ સહિતનાં વિવિધ વિશ્વવિદ્યાલયોની શૈક્ષણિક અને સંશોધન સમિતિઓના સભ્ય તરીકે કાર્યરત છે.

અશ્વિનકુમાર ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતાં 'અભિદૃષ્ટિ' માસિકના સહસંપાદક તરીકે વર્ષ ૨૦૦૨થી ૨૦૧૨ સુધી સેવારત હતા. તેઓ સ્વાસ્થ્ય-જાગ્રતિ કરતાં 'એઇડ્સ-પ્રતિકાર' સામયિકના સંપાદક, અને વિકાસના મુદ્દાની વાત માંડતાં 'વલોણું' વિચારપત્રના તંત્રી રહી ચૂક્યા છે.

તેઓ સંશોધનાત્મક અને સર્જનાત્મક લેખન કરે છે. તેઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિધવિધ પ્રવૃત્તિઓ કરે છે.

ઈ.સ. ૧૯૯૬થી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષયના અધ્યાપન સાથે સંકળાયેલા અશ્વિનકુમારે, સમૂહ માધ્યમોમાં ભાષા-શુદ્ધિ અને અભિવ્યક્તિ-સજ્જતા સારુ 'ભાષાની મજા, મજાની ભાષા' નામે, સોળસોથી પણ વધુ 'ભાષા-નમૂના' બનાવ્યા છે. જેના થકી, વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા શીખવામાં મજા પડે છે. તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કેટલાક નવા શબ્દો બનાવવાના પ્રયત્નો પણ કર્યા છે.

ઈ.સ. ૧૯૨૦માં ગાંધીજીએ સ્થાપેલી શિક્ષણ-સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠમાં, અશ્વિનકુમાર ઈ.સ. ૧૯૯૬થી જોડાયેલા રહ્યા છે. આ જ વર્ષથી તેઓ ઉપાસનાખંડમાં વિવિધ વિષય અને વ્યક્તિત્વ વિશે, વિદ્યાર્થીઓ અને સેવકો સમક્ષ, નિયમિતપણે અને સમય-શિસ્ત સાથે વ્યાખ્યાનો આપતા રહ્યા છે.

અશ્વિનકુમારે 'કાકા-સવાસો(૧૮૮૫-૨૦૧૦)' નિમિત્તે, આચાર્ય કાકાસાહેબ કાલેલકરના સમગ્ર સાહિત્યનો વિગતે અભ્યાસ કરીને, સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાએ વ્યાખ્યાનો આપ્યા હતા.

અશ્વિનકુમારે 'બા-બાપુ-દોઢસો' ઉજવણી સારુ, ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો-સેવકો સમક્ષ, ૨૦૨૦ના ફેબ્રુઆરી મહિનામાં 'કસ્તૂરકથા'નો મૌલિક પ્રયોગ કર્યો હતો. તેમણે અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દસ્તાવેજી ચલચિત્ર સાથેની, વ્યાખ્યાનશ્રેણીમાં કસ્તૂરબાનાં જીવન અને કાર્યનો રસપ્રદ પરિચય કરાવ્યો હતો. તેમણે અત્યાર સુધીમાં ત્રણ 'કસ્તૂરકથા' કરી છે.

અશ્વિનકુમારે 'આઝાદીનો અમૃત મહોત્સવ' અન્વયે, ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો-સેવકો સમક્ષ, ૨૦૨૨ના ઑગસ્ટ માસથી 'મહાદેવકથા'નો નવીન પ્રયોગ કર્યો હતો. તેમણે અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દુર્લભ તસવીરો સાથેની, આ વ્યાખ્યાનશ્રેણીમાં મહાદેવ દેસાઈનાં જીવન અને કાર્યનો રસપ્રદ પરિચય કરાવ્યો હતો.

અશ્વિનકુમારે ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો-સેવકો સમક્ષ, ૨૦૨૨ના સપ્ટેંબર માસમાં 'મોહનકથા'નો નોખો પ્રયોગ કર્યો હતો. તેમણે અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દુર્લભ તસવીરો સાથેની, આ વ્યાખ્યાનશ્રેણીમાં મહાત્મા ગાંધીજીનાં જીવન અને કાર્યનો રસપ્રદ પરિચય કરાવ્યો હતો.

અશ્વિનકુમારે ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો-સેવકો સમક્ષ, ૨૦૨૩ના માર્ચ માસમાં 'વલ્લભકથા'નો પ્રયોગ કર્યો હતો. તેમણે અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દુર્લભ તસવીરો સાથેની, આ વ્યાખ્યાનશ્રેણીમાં સરદાર વલ્લભભાઈ પટેલનાં જીવન અને કાર્યનો રસપ્રદ પરિચય કરાવ્યો હતો.

અશ્વિનકુમારે ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસનાખંડમાં વિદ્યાર્થીઓ-અધ્યાપકો-સેવકો સમક્ષ, ૨૦૨૩ના એપ્રિલ માસમાં 'ભીમકથા'નો પ્રયોગ કર્યો હતો. તેમણે અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દુર્લભ તસવીરો સાથેની, આ વ્યાખ્યાનશ્રેણીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં જીવન અને કાર્યનો રસપ્રદ પરિચય કરાવ્યો હતો.

અશ્વિનકુમારે, શહેરના સામાજિક-સાંસ્કૃતિક વારસાની ઓળખ આપતી, 'આપણું અમદાવાદ' નામની કતાર લખી છે. તેમણે 'હળવે હૈયે' અને 'હળવે હલેસે' જેવી કતારથી હાસ્ય-વ્યંગ્ય ક્ષેત્રે હાથ (અ)જમાવ્યો છે.

અશ્વિનકુમાર પ્રવાસના શોખીન છે. જન્મે-ધર્મે-કર્મે-મર્મે અસલ અમદાવાદી અશ્વિનકુમાર 'ભારતના પ્રથમ વૈશ્વિક વિરાસત શહેર' અમદાવાદનાં ૪૦૦ જેટલાં સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લઈ ચૂક્યા છે.

અશ્વિનકુમાર ગુજરાતના તમામ ચોત્રીસ જિલ્લાનો પ્રવાસ કરી ચૂક્યા છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે ગુજરાતના સોળ જિલ્લાના વિવિધ તાલુકામાં ગ્રામજીવન પદયાત્રા કરી છે.

તેઓ ભારતનાં એકવીસ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે. તેમણે દેશના દુર્ગમ પર્વતીય અને ગાઢ વન્ય વિસ્તારોમાં કઠિન કૂચ-કદમ કરી છે.

અશ્વિનકુમાર તસવીરકળામાં રસ ધરાવે છે. તેઓ ઈ.સ. ૨૦૦૧થી વિધવિધ સ્થળો અને વ્યક્તિઓ, બનાવો અને બાબતોનું 'કાચની કીકી' વાટે દસ્તાવેજીકરણ કરી રહ્યા છે. તેમણે દસ્તાવેજી ચલચિત્રો માટે સંશોધન, લેખન, અને પરામર્શન કર્યું છે. તેમણે તૈયાર કરેલા વિવિધ સ્વરૂપના કાર્યક્રમ 'આકાશવાણી' થકી પ્રસારિત થયા છે.

તેમણે ગૂજરાત વિદ્યાપીઠના દૈનિક ઇન્ટરનેટ રેડિયો 'વૈષ્ણવજન : સ્પંદન ગાંધીવિચાર કે' અંતર્ગત સંયોજક તરીકે ૧૨-૦૩-૨૦૨૪થી ૧૧-૦૩-૨૦૨૫ સુધી કામગીરી બજાવી હતી.

તેઓ ૦૧-૦૧-૨૦૨૫થી ગૂજરાત વિદ્યાપીઠના સાપ્તાહિક ટેલિવિઝન પૉડકાસ્ટ 'વૈષ્ણવજન : સ્પંદન ગાંધીવિચારના' અંતર્ગત સંયોજક તરીકે જવાબદારી નિભાવે છે.

તેમણે માતૃભાષા ગુજરાતી મારફતે તારીખ ૦૧-૦૧-૨૦૧૩થી આજપર્યંત 'અશ્વિનિયત' (http://ashwinningstroke.blogspot.in) નામના બ્લોગ (અક્ષર-આકાશિકા) મારફતે વિદ્યાર્થીઓ અને વડીલો, દોસ્તો અને પરિચિતો સાથે નિયમિતપણે સંપર્ક જાળવી રાખ્યો છે. 'અશ્વિનિયત' બ્લોગ ઉપર વિવિધ વિષયની 5800+ પોસ્ટ્સ અને 650000+ પેજવ્યૂઝ છે.

ડૉ. અશ્વિનકુમારનું વીજાણુ ઠેકાણું ashwinkumar.phd@gmail.com છે.

Saturday, July 11, 2020

Did Radio Jockeys kill Gujarati Language?


https://www.youtube.com/watch?v=_vy9ATSH1eI&feature=youtu.be

વિશેષ નોંધ :
આ બ્લોગ વિશે આર.જે. ધ્વનિતનો ધ્વનિ સાંભળો : 03:35થી 08:25 સુધીના સમયખંડમાં.

Saturday, September 1, 2018

Prof. (Dr.) ASHWINKUMAR : AN INTRODUCTORY PAGE




Dr. Ashwinkumar is a Professor of Journalism & Mass Communication. He teaches at postgraduate level since 1996 at Gujarat Vidyapith, Ahmedabad established by Mahatma Gandhi in 1920. After completing B.Sc. in Physics, he started his career as a Junior Telecom Officer in the Department of Telecommunications, Government of India. As a topper in Journalism & Mass Communication at Gujarat University, he was felicitated by 'Bhagvatilal Dahyalal Rao (Khambhat) Journalism Gold Medal' and 'Fulshankar Pattani (Bhuj) Journalism Award.'

Ashwinkumar completed M.Phil. on 'Journalist Gandhiji’s Gujarati language and its relevance in today’s journalism' under the guidance of Mr. Tushar Bhatt, a senior editor and journalist. He was awarded a Ph.D. degree on 'Human rights reflected in Journalist Gandhiji’s writings (With special reference to removal of untouchability)' under the guidance of Dr. Raghuveer Chaudhary, a senior litterateur and professor.

Prof. (Dr.) Ashwinkumar teaches Principles of Communication, Development of Media, Gandhiji's Vision of Mass Communication, Media Ethics & Laws, New Media Applications. His area of special interest is M.K. Gandhi’s communication, Gandhiji’s journalism, Mahatma Gandhi’s time management, Newspapers' language, Photojournalism, Life & Works of Sardar Vallabhbhai Patel, Kakasaheb Kalelkar, Kasturba Gandhi. He is M.Phil. guide since 2002 and Ph.D. guide since 2015. He has presented research papers in seminars. He has delivered lectures on different subjects. His research articles and general interest articles published in esteemed journals and magazines. He is associated with youth activities. He is an active member of academic committees.

Ashwinkumar was a co-editor of ‘Abhidrushti’, a monthly views paper for higher education, from 2002 to 2012. He wrote a weekly column on humour called 'Halave Halese' published on the editorial-page of 'Divya Bhaskar' daily. Prior to that, a weekly column on humour called 'Halave Haiye' was published in 'Kalash' supplement of 'Divya Bhaskar'. His column on soCIeTY called 'Aapanun Amadavad' was published in 'City Bhaskar' of 'Divya Bhaskar'.

Prof. Ashwinkumar shares the pleasure and treasure of reading books. He updates a blog called 'Ashwiniyat' (http://ashwinningstroke.blogspot.in). It's 
24*7 classroom-type Blog, commenced on 01-01-2013. It has 5800posts with 650000page-viewsFun-lines to learn Gujarati language have crossed the figure of 1600.

He can be contacted on 

Wednesday, February 21, 2018

ડૉ. અશ્વિનકુમાર // પરિચય-પૃષ્ઠ




નામ : ડૉ. અશ્વિનકુમાર

વ્યવસાય : અધ્યાપન

હોદ્દો : પ્રાધ્યાપક

વિભાગ : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯


અભ્યાસ : 

બી.એસસી. (ભૌતિકશાસ્ત્ર)

બી.સી.જે.પી. (સુવર્ણચંદ્રક વિજેતા)

એમ.જે.એસ. (પ્રથમ વર્ગ - વિશેષ યોગ્યતા)

એમ.ફિલ. (પત્રકારત્વ)

પીએચ.ડી. (પત્રકારત્વ)


પારિતોષિકો : 

ભગવતીલાલ ડાહ્યાલાલ રાવ (ખંભાત) સુવર્ણચંદ્રક

ફૂલશંકર પટ્ટણી (ભુજ) પત્રકારત્વ પારિતોષિક


પત્રકારત્વમાં તાલીમ :

'કર્ણાવતી એક્સપ્રેસ' (લઘુ કક્ષાનું દૈનિક)

'સમભાવ' (મધ્યમ કક્ષાનું દૈનિક)

'ગુજરાત સમાચાર', ન્યૂ યોર્ક આવૃત્તિ (અગ્રગણ્ય દૈનિક)


કારકિર્દી

ઈ.સ. ૧૯૯૫થી ૧૯૯૬ : ભારત સરકારના દૂરસંચાર વિભાગમાં, કનિષ્ઠ દૂરસંચાર અધિકારી (જુનિયર ટેલિકમ્યુનિકેશન ઑફિસર)

ઈ.સ. ૧૯૯૬થી આજપર્યંત : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક 


સંશોધન :

પારંગત(એમ.જે.એસ.) 
શીર્ષક : 'અખબારો પાસેથી વાચકોની અપેક્ષાઓ : એક અધ્યયન'
માર્ગદર્શક : અજય ઉમટ (ચીફ સબ એડિટર, 'ગુજરાત સમાચાર' દૈનિક, અમદાવાદ)

અનુપારંગત(એમ.ફિલ.) 
શીર્ષક : 'પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા અને આજના પત્રકારત્વમાં એની પ્રસ્તુતતા'
માર્ગદર્શક : તુષાર ભટ્ટ (પૂર્વ નિવાસી તંત્રી, 'ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિક, અમદાવાદ)

વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)
શીર્ષક  : 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર
(અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે)'
માર્ગદર્શક : ડૉ. રઘુવીર ચૌધરી (પૂર્વ પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ)

માર્ગદર્શક :

પારંગત(એમ.એ.) : ઈ.સ. ૧૯૯૬થી 
અનુપારંગત(એમ.ફિલ.) : ઈ.સ. ૨૦૦૨થી 
વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.) : ઈ.સ. ૨૦૧૫થી 


સંપાદન :

સહસંપાદક : 'અભિદૃષ્ટિ' (ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતું  માસિક)
સંપાદક : 'એઇડ્સ-પ્રતિકાર' (સ્વાસ્થ્ય-જાગ્રતિ કરતું સામયિક)
તંત્રી : 'વલોણું' (વિકાસના મુદ્દાની વાત માંડતું વિચારપત્ર)


વિશેષ કામગીરી :

સંશોધનાત્મક અને સર્જનાત્મક લેખન
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રવૃત્તિઓ
'ભાષાની મજા, મજાની ભાષા' નામે, સોળસોથી પણ વધુ 'ભાષા-નમૂના'નું નિર્માણ 

'કાકા-સવાસો(૧૮૮૫-૨૦૧૦)' નિમિત્તે, આચાર્ય કાકાસાહેબ કાલેલકરના સાહિત્યનો અભ્યાસ અને વ્યાખ્યાનો

'બા-બાપુ-દોઢસો' ઉજવણી અંતર્ગત, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના ઉપાસનાખંડમાં 'કસ્તૂર-કથા'નો મૌલિક પ્રયોગ

'આઝાદીનો અમૃત મહોત્સવ' અંતર્ગત,

'મહાદેવકથા'નો મૌલિક પ્રયોગ
'મોહનકથા'નો મૌલિક પ્રયોગ
'વલ્લભકથા'નો મૌલિક પ્રયોગ
'ભીમકથા'નો મૌલિક પ્રયોગ
 
કતાર-લેખન :

શહેરના સામાજિક-સાંસ્કૃતિક વારસાની ઓળખ આપતી, 'આપણું અમદાવાદ' નામની કતાર 
'હળવે હૈયે' અને 'હળવે હલેસે' જેવી હાસ્ય-વ્યંગ્ય કતાર

બ્લોગ (અક્ષર-આકાશિકા) : 'અશ્વિનિયત' (http://ashwinningstroke.blogspot.in)
પોસ્ટ્સ : 5800+
પેજવ્યૂઝ : 650000+
વીજાણુ ઠેકાણું : ashwinkumar.phd@gmail.com

Thursday, September 21, 2017

ટ્રેક્ટર : ગ્રામપ્રદેશનું રાષ્ટ્રીય વાહન

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Camera-click : Kamal / છબીયંત્ર-કળદાબકર્મ : કમલ

નવસારી જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૭
તારીખ : ૧૧-૦૯-૨૦૧૭થી ૧૫-૦૯-૨૦૧૭, સોમથી શુક્ર
નિવાસ-પરિસર : આદિવાસી સંસ્કાર મંડળ આશ્રમશાળા વિદ્યાલય,
ગામ : અજરાઈ, તાલુકો : ગણદેવી, જિલ્લો : નવસારી

Thursday, March 2, 2017

સ્મરણો હસતાં-હસતાં

ઉપક્રમ : ઉર્વીશ કોઠારીના હાસ્યપુસ્તક ‘૩૨ કોઠે હાસ્ય’નો લોકાર્પણ-કાર્યક્રમ
તારીખ : ૨૮-૧૨-૨૦૦૮, રવિવાર
સ્થળ : ભાઈકાકા હૉલ, અમદાવાદ

તસવીર-સૌજન્ય :
http://urvishkothari-gujarati.blogspot.in/

તસવીર-સૌજન્ય :
http://urvishkothari-gujarati.blogspot.in/

(બેઠેલા, ડાબેથી) : પ્રકાશ ન. શાહ, ઉર્વીશ કોઠારી, રતિલાલ બોરીસાગર, તારક મહેતા, વિનોદ ભટ્ટ, રજનીકુમાર પંડ્યા, અશ્વિની ભટ્ટ, બીરેન કોઠારી
(ઉભેલા, ડાબેથી) : કેતન રૂપેરા, પ્રણવ અધ્યારુ, સોનલ કોઠારી, સલિલ દલાલ, બિનીત મોદી, અશ્વિનકુમાર, ચંદુ મહેરિયા, આયેશા ખાન, પૂર્વી ગજ્જર, કાર્તિકેય ભટ્ટ, બકુલ ટેલર, દીપક સોલિયા, હસિત મહેતા
(છેક આગળ)  : આસ્થા-શચિ-ઇશાન કોઠારી


તસવીર-સૌજન્ય :
http://urvishkothari-gujarati.blogspot.in/

પહેલી હરોળમાં બેેઠેલા (જમણી બાજુથી ડાબી તરફ) : વિનોદ ભટ્ટ, તારક મહેતા, રતિલાલ બોરીસાગર, ચંદુ મહેરિયા, પ્રકાશ શાહ, રજનીકુમાર પંડ્યા,
આયેશા ખાન, સોનલ કોઠારી, પૂર્વી ગજ્જર, સલિલ દલાલ, દીપક સોલિયા (છેક પાછળ બેઠેલા), બીરેન કોઠારી (ટેબલ ઉપર બેઠેલા), અશ્વિનકુમાર, અશ્વિની ભટ્ટ, બકુલ ટેલર

Monday, October 17, 2016

વિપુલ કલ્યાણી સાથે મધ્યાહ્ન-મિલન


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph by a neighbour / પાડોશી દ્વારા છબી

પાછળની હરોળમાં : સપના-તેજસ્વી-દિવ્યેશ વ્યાસ, ઋતુલ જોશી, કાર્તિક શાહ, ઉર્વીશ કોઠારી
આગળની હરોળમાં : સંજય ભાવે, વિપુલ કલ્યાણી, પ્રકાશ શાહ, રાજ ગોસ્વામી, બિનીત મોદી, અશ્વિનકુમાર 
પલાંઠીમાં : આશિષ કક્કડ

ઉપક્રમ : વરિષ્ઠ સંપાદક અને પત્રકાર વિપુલ કલ્યાણી સાથે મધ્યાહ્ન-મિલન
સ્થળ : બહુપ્રતિભાપૂર્ણ માધ્યમકાર આશિષ કક્કડનું રહેઠાણ
તારીખ : ૧૬-૧૦-૨૦૧૬, રવિવાર, બપોરે ૧૨થી ૦૨

Sunday, February 21, 2016

સમાચારપત્રમાં બ્લોગના સમાચાર

'ગુજરાત સમાચાર', ૨૧-૦૨-૨૦૧૬, રવિવાર

'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૨-૨૦૧૬, રવિવાર   

Wednesday, December 2, 2015

દસ્તાવેજીકરણનું દસ્તાવેજીકરણ!

Photograph : Dhruv Dave / છબી : ધ્રુવ દવે

ગૂજરાત વિદ્યાપીઠનો બાસઠમો પદવીદાન સમારંભ
તસવીર-તારીખ : ૦૧-૧૨-૨૦૧૫

Monday, September 14, 2015

'વિદ્યા વધે એવી આશે' પુસ્તકનું વિમોચન


તસવીર : પ્રશાંત કુહીકર

ડાબેથી જમણે વ્યક્તિ-ક્રમ :

વિવેક દેસાઈ (નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી; પુસ્તકના મુદ્રક અને મુખ્ય વિક્રેતા)
અનામિક શાહ (ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક; કાર્યક્રમના વિશેષ વક્તા) 
ગૌરાંગ જાની (સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક; પુસ્તકના લેખક)
કેતન રૂપેરા (ગાંધીવિષયક પત્રકાર; પુસ્તકના પ્રત-સંપાદક)
ઇલા ભટ્ટ (ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ; પુસ્તકનાં વિમોચક) 
હર્ષદ પટેલ (શિક્ષણશાસ્ત્રના સહપ્રાધ્યાપક; પુસ્તકના પ્રકાશક (ક્ષિતિ પબ્લિકેશન))
મિત્તલ પટેલ (વિચરતા સમુદાય સમર્થન મંચનાં કર્મશીલ; પુસ્તકનાં આવકારક)
અશ્વિનકુમાર (પત્રકારત્વના સહપ્રાધ્યાપક, કાર્યક્રમના સંચાલક)

Tuesday, June 9, 2015

ધરતી ઉપરનું 'સ્વર્ગ' - છબી : ૦૪


સ્થળ : દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન
(શ્રીનગરથી બાવીસ કિલોમિટર દૂર, ૧૪૧ ચોરસ કિલોમિટરમાં ફેલાયેલો વન્યજીવન-વિસ્તાર)
મુલાનાર, જમ્મુ અને કાશ્મીર, ભારત
તારીખ : ૩૦-૦૫-૨૦૧૫