ભાષાના જ્ઞાનની સાથે અચૂકથી મુલાકાત લેવા જેવો એક બ્લોગ – અશ્વિનિયત
July 12th, 2013 by GujaratiLexicon Team | No Comments »
આજે રોજે રોજ અવનવા ગુજરાતી બ્લોગ બ્લોગ વિશ્વમાં ઉમેરાતા જાય છે. તેમાંના કેટલાક મૌલિક લખાણોથી ભરપૂર હોય છે તો કેટલાક કોઈ માહિતી આપતાં બ્લોગ હોય છે. આ જ બ્લોગ જગતમાં જુલાઈ મહિનાથી પગરણ કરનાર એક બ્લોગ વાચકોનું ધ્યાન દોરે એમ છે. એનું કારણ ફક્ત એટલું જ છે કે આજે ભાષાના શબ્દોનો કેવી રીતે ક્યાં અને કયા સંદર્ભમાં ઉપયોગ થયો છે તે અને જો તેનું થોડું પણ સ્થાનફેર કરવામાં આવે તો અર્થમાં કેવો ફેરફાર થાય છે અને ઘણી વાર કેવી રમૂજ પણ તેનાથી સર્જાઈ શકે છે તે આપણને આ બ્લોગ દ્વારા જાણી શકાય છે.
વધુ માહિતી મેળવવા તે બ્લોગની મુલાકાત લેવી જરૂરી છે.
સૌજન્ય : http://blog.gujaratilexicon.com/