Friday, September 23, 2016

છોટા ઉદેપુર જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬

તારીખ : ૨૬-૦૯-૨૦૧૬થી ૩૦-૦૯-૨૦૧૬, સોમથી શુક્ર

વિભાગનું નામ :  પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

સહભાગી પદયાત્રીઓ : વિભાગના પહેલા, બીજા વર્ષના તેમજ વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો

કુલ સંખ્યા : ૧૭+૧૨+૦૩ = ૩૨ (૨૯ વિદ્યાર્થીઓ, ૦૧ વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ના વિદ્યાર્થી અને ૦૨ અધ્યાપકો મળીને કુલ ૩૨ પદયાત્રીઓ)

કુલ ભાઈઓ : ૧૮
કુલ બહેનો : ૧૪

કુલ ટુકડી : ૦૩
દરેક ટુકડીમાં સભ્ય-સંખ્યા : ૧૧, જેમાં ૦૧ અધ્યાપક + ૧૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ

પદયાત્રાનાં બાર ગામ (તાલુકો : નસવાડી, જિલ્લો : છોટા ઉદેપુર)

(૦૧) ઘેસવાડી
(૦૨) પિસાયતા
(૦૩) મેડિયા
(૦૪) વિયાંવાટ

(૦૫) વાડિયા
(૦૬) આમટા
(૦૭) દુગ્ધા
(૦૮) દામણિયા આંબા

(૦૯) રણબોર
(૧૦) માથા સાંકળ
(૧૧) કડુલી મહુડી
(૧૨) આંધણી

સ્થાનિક માર્ગદર્શક :
અલ્પેશ રમેશભાઈ બારોટ, પૂર્વ વિદ્યાર્થી, સમાજકાર્ય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ

સ્થાનિક સહયોગ :
સહયોગ છાત્રાલય, ગામ : કુકરદા, તાલુકો : નસવાડી, જિલ્લો : છોટા ઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના નકશા માટે જુઓ :

છોટાઉદેપુર જિલ્લાની વિગતો માટે જુઓ :

નસવાડી તાલુકાની વિગતો માટે જુઓ :

Tuesday, September 20, 2016

ડૉ. બિનોદ અગ્રવાલ સાથે મજાની મુલાકાત





ડૉ. બિનોદ અગ્રવાલ
Photographs : Dr. Ashwinkumar / છબીઓ : ડૉ.અશ્વિનકુમાર

મહાનુભાવ : ડૉ. બિનોદ અગ્રવાલ, નામાંકિત પ્રત્યાયન-સંશોધક
વાતનો વિષય : પૂર્વ અને પશ્ચિમની દુનિયામાં પ્રત્યાયન-સંશોધન
તારીખ : ૧૯ અને ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૬ // સોમ અને મંગળ
સમય : બેથી પોણા ત્રણ
સ્થળ : કસ્તૂરબા આહારગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

Monday, September 19, 2016

મહાશ્વેતાદેવીને વૃક્ષાંજલિ આપીએ


મહાશ્વેતાદેવી (૧૪-૦૧-૧૯૨૬થી ૨૮-૦૭-૨૦૧૬)
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

વનજનના ઘરઆંગણનું ગૌરવ એટલે મહુડો
Photograph : Dr, Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

'વાવે ગુજરાત'નું અસરકારી અભિયાન ચલાવીએ,
મહુડો વાવીને મહાશ્વેતાદેવીને વૃક્ષાંજલિ આપીએ.

ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓનું બ્લોગ-જગત

*
વિદ્યાર્થીનું નામ : અભિજિત ભટ્ટ
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૧૯૯૨-૧૯૯૪
બ્લોગનું નામ : 'World of Word'
બ્લોગની લિંક : http://abhijit-t-bhatt.blogspot.in/?m=1
બ્લોગની પ્રારંભ-તારીખ : ૨૬-૧૧-૨૦૦૯
*
વિદ્યાર્થીનું નામ : શિલ્પા વિવેક દેસાઈ
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૧૯૯૨-૧૯૯૪
બ્લોગનું નામ : 'Right to write'
બ્લોગની લિંક: shilpabhatt.blogspot.com
બ્લોગની પ્રારંભ-તારીખ : 
*
વિદ્યાર્થીનું નામ : દિવ્યેશ વ્યાસ
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૨૦૦૦-૨૦૦૨
બ્લોગનું નામ : 'સમય સંકેત'
બ્લોગની લિંક : http://samaysanket.blogspot.in/2016/09/LungiGandhi.html
બ્લોગની પ્રારંભ-તારીખ :
*
વિદ્યાર્થીનું નામ : અક્ષેશ સાવલિયા
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૨૦૦૨-૨૦૦૪
બ્લોગનું નામ : ''સનવિલા સમાચાર દૈનિક''
પ્રથમ બ્લોગની લિંક : http://sunvillasamachar.blogspot.in/2008/12/blog-post.html
હાલની વેબ-સાઇટની લિંક : http://www.sunvillasamachar.com/,
http://www.sunvillasamachar.com/en/
બ્લોગની પ્રારંભ-તારીખ : ૧૨-૧૨-૨૦૦૮
*
વિદ્યાર્થીનું નામ : હેમંત ગોલાણી
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૨૦૦૨-૨૦૦૪
બ્લોગનું નામ : 'વાહિકા'
બ્લોગની લિંક : http://vahika.blogspot.in/
બ્લોગની પ્રારંભ-તારીખ : ૧૨-૦૩-૨૦૧૨
*
વિદ્યાર્થીનું નામ : વિશાલ શાહ
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૨૦૦૩-૨૦૦૫
બ્લોગનું નામ : 'Frankly Speaking'
બ્લોગની લિંક : http://vishnubharatiya.blogspot.in/
બ્લોગની પ્રારંભ-તારીખ : ૦૭-૦૮-૨૦૧૨
*
વિદ્યાર્થીનું નામ : જિતેન્દ્ર બાંધણિયા ( પ્રોગ્રામિંગ હેડ, ઈટીવી ન્યૂઝ ગુજરાતી )
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૨૦૦૩-૨૦૦૫
બ્લોગનું નામ : Gujarati Cinema.com // 'આપણું સિનેમા, આપણી વાત'
બ્લોગની લિંક : http://jitendrabandhaniya.blogspot.in/
બ્લોગની પ્રારંભ-તારીખ : ૧૧-૧૨-૨૦૦૯
*
વિદ્યાર્થીનું નામ : જિજ્ઞેશ પરમાર (રિપોર્ટર, 'સંદેશ')
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો :
બ્લોગનું નામ :
બ્લોગની લિંક : http://jigs-voiceof.blogspot.in/?m=1
બ્લોગની પ્રારંભ-તારીખ :
*
વિદ્યાર્થીનું નામ : નવીનકુમાર ખત્રી
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૨૦૦૫-૨૦૦૭
બ્લોગનું નામ : 'શંખનાદ સામયિક'
''બ્લોગની લિંક : ' shankhnaadmagazine.blogspot.in'
બ્લોગની પ્રારંભ-તારીખ : ૧૧-૧૨-૨૦૦૯
*
વિદ્યાર્થીનું નામ : દિપેન પઢિયાર
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૨૦૦૮-૨૦૧૦
બ્લોગનું નામ : POLITICS POWER
બ્લોગની લિંક : http://dipenpadhiyar.blogspot.in
બ્લોગની પ્રારંભ-તારીખ : જૂન, ૨૦૧૩
*
વિદ્યાર્થીનું નામ : જયંતિ ચૌધરી (રિપોર્ટર, 'ગુજરાત સમાચાર')
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૨૦૧૧-૨૦૧૩
બ્લોગનું નામ : jayanti chaudhary
બ્લોગની લિંક : https://jayantichaudhry.blogspot.in/
બ્લોગની પ્રારંભ-તારીખ : ૦૫-૦૯-૨૦૧૬
*
વિદ્યાર્થીનું નામ : મોનિકા પટેલ
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૨૦૧૧-૨૦૧૩
બ્લોગનું નામ : 'અનોખો અંદાજ'
બ્લોગની લિંક: http://monikatoru.blogspot.in/?m=1
બ્લોગની પ્રારંભ-તારીખ : ૦૫-૧૨-૨૦૧૨
*
વિદ્યાર્થીનું નામ : કલ્પેશ એલ. કંડોરિયા
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૨૦૧૨-૨૦૧૪
બ્લોગનું નામ : 'જ્ઞાનવાણી'
બ્લોગની લિંક : www.gnanwani.com
બ્લોગની પ્રારંભ-તારીખ : ૨૦૧૩
*
વિદ્યાર્થીનું નામ : ભાવિન રાવલ
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૨૦૧૨-૨૦૧૪
બ્લોગનું નામ : 'ખુલ્લી કિતાબ'
બ્લોગની લિંક : http://rawalbhavin.blogspot.in/?m=1
બ્લોગની પ્રારંભ-તારીખ : ૦૩-૦૧-૨૦૧૩
*
વિદ્યાર્થીનું નામ : બાલકૃષ્ણ હડિયલ
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૨૦૧૩-૨૦૧૬
બ્લોગનું નામ : અણસમજ્યા દિલનો અવાજ
બ્લોગની લિંક : http://balkrushn.blogspot.in
બ્લોગની પ્રારંભ-તારીખ :

Wednesday, September 14, 2016

ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓનાં વૃત્તપત્રો (દૈનિક) /// ડૉ. અશ્વિનકુમાર

*
વિદ્યાર્થીનું નામ : તપન જયસ્વાલ
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૧૯૯૮-૨૦૦૦
વૃત્તપત્રનું નામ : 'બી.કે. ન્યૂઝ'
પ્રકાશન-અવધિ : દૈનિક
હોદ્દો : તંત્રી / માલિક / મુદ્રક / પ્રકાશક
કાર્યભાર-વર્ષ : ૧૭-૦૭-૨૦૦૭થી
પૃષ્ઠ-સંખ્યા : ૦૮
પ્રત-સંખ્યા : ૪૩૦૦૦
નોંધણી-ક્રમાંક : RNI : GUJGUJ / 2007 / 222/43
પ્રકાશન-સરનામું : ડીસા, બનાસકાંઠા
*
વિદ્યાર્થીનું નામ : અક્ષેશ સાવલિયા
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૨૦૦૨-૨૦૦૪
વૃત્તપત્રનું નામ : 'સનવિલા સમાચાર'(ગુજરાતી)
પ્રકાશન-અવધિ : દૈનિક
હોદ્દો : તંત્રી / પ્રકાશક
કાર્યભાર-વર્ષ : ૨૧-૦૬-૨૦૧૩થી
પૃષ્ઠ-સંખ્યા : ૦૮
પ્રત-સંખ્યા : ૪૫,૦૦૦
નોંધણી-ક્રમાંક : RNI : GUJGUJ / 2013 / 50752
પ્રકાશન-સરનામું : અમદાવાદ
*
વિદ્યાર્થીનું નામ : અક્ષેશ સાવલિયા
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૨૦૦૨-૨૦૦૪
વૃત્તપત્રનું નામ : 'સનવિલા સમાચાર'(અંગ્રેજી)
પ્રકાશન-અવધિ : દૈનિક
હોદ્દો : પ્રકાશક
કાર્યભાર-વર્ષ : ૨૫-૧૨-૨૦૧૪થી
પૃષ્ઠ-સંખ્યા : ૦૮
પ્રત-સંખ્યા : ૬૦,૦૦૦
નોંધણી-ક્રમાંક : RNI : GUJENG / 2014 / 59629
પ્રકાશન-સરનામું : અમદાવાદ

ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓનાં વૃત્તપત્રો (પાક્ષિક) /// ડૉ. અશ્વિનકુમાર

*
વિદ્યાર્થીનું નામ : પ્રવીણ વર્મા
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૧૯૯૨-૧૯૯૪ 
વૃત્તપત્રનું નામ : 'કનક ભારત' (ગુજરાતી), 'કનક ભારત'(હિન્દી) 
પ્રકાશન-અવધિ : પાક્ષિક 
હોદ્દો : તંત્રી / માલિક / મુદ્રક / પ્રકાશક 
કાર્યભાર-વર્ષ : ૧૫-૦૮-૧૯૯૬થી 
પૃષ્ઠ-સંખ્યા : ૦૮, ૦૮
પ્રત-સંખ્યા : ૫૦૦૦, ૫૦૦૦
નોંધણી-ક્રમાંક : RNI : 66885/96, 66886/96
પ્રકાશન-સરનામું : 'વૃંદાવન', ૧૫૫ / ૧૦૧૫, વિષ્ણુનગર, જી.એચ.બી., ચાંદખેડા
*
વિદ્યાર્થીનું નામ : કિશોર સાધુ 
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૧૯૯૪-૧૯૯૬ 
વૃત્તપત્રનું નામ : 'સહકાર' 
પ્રકાશન-અવધિ : પાક્ષિક
હોદ્દો : મદદનીશ પ્રકાશન અધિકારી
કાર્યભાર-વર્ષ : ૨૦૧૦થી (તંત્રી તરીકેની વિશેષ જવાબદારી ૨૦૧૪થી ૨૦૧૬)
પૃષ્ઠ-સંખ્યા : ૦૮(ટેબ્લોઇડ)
પ્રત-સંખ્યા : ૮૦૦૦
નોંધણી-ક્રમાંક : RNI : GUJGUJ/ / / 1857
પ્રકાશન-સરનામું : અમદાવાદ

ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓનાં વૃત્તપત્રો (સાપ્તાહિક) /// ડૉ. અશ્વિનકુમાર

*
વિદ્યાર્થીનું નામ : હેતલ જયસ્વાલ 
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૧૯૯૬-૧૯૯૮ 
વૃત્તપત્રનું નામ : 'દિવ્ય હેત' 
પ્રકાશન-અવધિ : સાપ્તાહિક 
હોદ્દો : તંત્રી 
કાર્યભાર-વર્ષ : ૨૬-૦૨-૨૦૧૨થી 
પૃષ્ઠ-સંખ્યા : ૦૨
પ્રત-સંખ્યા : ૩૦૦૦૦
નોંધણી-ક્રમાંક : RNI : GUJGUJ / 2012 / 42293
પ્રકાશન-સરનામું : નરોડા, અમદાવાદ

ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓનાં વૃત્તપત્રો (માસિક) /// ડૉ. અશ્વિનકુમાર


*વિદ્યાર્થીનું નામ : રમેશ તન્ના
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૧૯૯૧-૧૯૯૩
વૃત્તપત્રનું નામ : 'ગુજરાત કનેક્શન'
પ્રકાશન-અવધિ : માસિક
હોદ્દો : તંત્રી
કાર્યભાર-વર્ષ : એપ્રિલ, ૨૦૧૩થી
પૃષ્ઠ-સંખ્યા : ૪૮
પ્રત-સંખ્યા : ૧૦,૦૦૦
નોંધણી-ક્રમાંક :
પ્રકાશન-સરનામું : સિડની, ઓસ્ટ્રેલિયા
*
વિદ્યાર્થીનું નામ : કિશોર સાધુ
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૧૯૯૪-૧૯૯૬
વૃત્તપત્રનું નામ : 'ગ્રામસ્વરાજ'
પ્રકાશન-અવધિ : માસિક
હોદ્દો : મદદનીશ પ્રકાશન અધિકારી
કાર્યભાર-વર્ષ : ૨૦૧૦થી (તંત્રી તરીકેની વિશેષ જવાબદારી ૨૦૧૪થી ૨૦૧૬)
પૃષ્ઠ-સંખ્યા : ૩૨(A/4 સાઈઝ)
પ્રત-સંખ્યા : ૮૫૦૦
નોંધણી-ક્રમાંક : RNI : GUJGUJ/ / /
પ્રકાશન-સરનામું :
*
વિદ્યાર્થીનું નામ : નરેન્દ્રસિંહ જાદવ
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૧૯૯૮-૨૦૦૦
વૃત્તપત્રનું નામ : 'કારડીયા રાજપૂત બંધુ'
પ્રકાશન-અવધિ : માસિક
હોદ્દો : તંત્રી
કાર્યભાર-વર્ષ : ૨૦૦૦થી
પૃષ્ઠ-સંખ્યા :
પ્રત-સંખ્યા : ૮૦૦૦
નોંધણી-ક્રમાંક : RNI : GUJGUJ/ / /
પ્રકાશન-સરનામું :
*
વિદ્યાર્થીનું નામ : કેતન રૂપેરા
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૨૦૦૩-૨૦૦૫
વૃત્તપત્રનું નામ : 'નવજીવનનો અક્ષરદેહ'
પ્રકાશન-અવધિ : માસિક
હોદ્દો : સંપાદક
કાર્યભાર-વર્ષ : ૨૦૧૨થી
પૃષ્ઠ-સંખ્યા :
પ્રત-સંખ્યા :
નોંધણી-ક્રમાંક : RNI : GUJGUJ/ / /
પ્રકાશન-સરનામું : પોસ્ટ : નવજીવન, અમદાવાદ
*
વિદ્યાર્થીનું નામ : નવીન ખત્રી
પત્રકારત્વના પારંગત અભ્યાસનો સમયગાળો : ૨૦૦૫-૨૦૦૭
વૃત્તપત્રનું નામ : 'શંખનાદ'
પ્રકાશન-અવધિ : માસિક
હોદ્દો : તંત્રી / મુદ્રક / પ્રકાશક
કાર્યભાર-વર્ષ : ફેબ્રુઆરી, ૨૦૦૯થી
પૃષ્ઠ-સંખ્યા : ૪૨
પ્રત-સંખ્યા : ૭૦૦૦
નોંધણી-ક્રમાંક : RNI : Guj Guj / 2009 / 28023
પ્રકાશન-સરનામું : ડીસા, બનાસકાંઠા

Sunday, September 11, 2016

આશ્રમજીવન, આભડછેટ, અને ‘નાઈન ઈલેવન’!

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………

કોચરબમાં ૨૫-૦૫-૧૯૧૫ના રોજ 'સત્યાગ્રહાશ્રમ'ની સ્થાપનાને હજુ થોડા જ મહિના થયા હતા, તેટલામાં મોહનદાસ ગાંધીને અમૃતલાલ ઠક્કરનો આ કાગળ મળ્યો : ‘એક ગરીબ અને પ્રામાણિક અંત્યજ કુટુંબ છે. તેની ઇચ્છા તમારા આશ્રમમાં આવીને રહેવાની છે. તેને લેશો?’ આશ્રમના નિયમ પાળવા તૈયાર થાય તો અંત્યજ કુટુંબને લેવાની પોતાની તૈયારી ગાંધીજીએ ઠક્કરબાપાને જણાવી દીધી. દૂદાભાઈ દાફડા નામના દલિત ગૃહસ્થ મુંબઈમાં શિક્ષકનું કામ કરતા હતા. તેઓ આશ્રમના નિયમોનું પાલન કરવા તૈયાર હતા. દૂદાભાઈએ આશ્રમમાં દાખલ થવા માટે ૦૬-૦૯-૧૯૧૫ના રોજ અરજી મોકલી હતી અને ૧૧-૦૯-૧૯૧૫ના રોજ તેઓ હાજર પણ થઈ ગયા. મો.ક. ગાંધીએ રોજનીશીમાં અગિયારમી સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ માતૃભાષામાં લખ્યું હતું : ‘દૂદાભાઈ મુંબઈથી આવ્યા. મહા કંકાસ પેદા થયો. સંતોકે ન ખાધું તેથી મેં પણ ન ખાધું. વ્રજલાલે બીડી પીધી તેથી ઉપવાસ શરૂ કર્યો.’ આમ, અગિયારમી સપ્ટેમ્બર એટલે કે ‘નાઈન ઈલેવન’થી અમદાવાદના સામાજિક અને ધાર્મિક જીવનમાં ઊહાપોહ મચી ગયો. એક તબક્કે, મોહનદાસે આશ્રમમાં અંત્યજના આગમનનો સખત વિરોધ કરનાર ધર્મપત્ની કસ્તૂરબાઈ સાથેનો છેડો કાયમ માટે ફાડી નાખવાનો નિશ્ચય કરી લીધો હતો! પંદરમી સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ દૂદાભાઈ એમનાં પત્ની દાનીબહેનને લેવા ગયા. છવ્વીસમી સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ કોચરબના આશ્રમમાં દૂદાભાઈની સાથે તેમનાં પત્ની દાનીબહેન અને રીખતી ધાવણી દીકરી લક્ષ્મીનો પ્રવેશ થયો.

અંત્યજ કુટુંબના પ્રવેશથી આશ્રમમાં ખળભળાટ થયો. આશ્રમને પૈસાની મદદ બંધ પડી. ગાંધીજીએ સાથીઓની સાથે વિચારી લીધું હતું કે, ‘જો આપણો બહિષ્કાર થાય ને આપણી પાસે કશી મદદ ન રહે તોયે આપણે હવે અમદાવાદ નહીં છોડીએ. અંત્યજવાડામાં જઈને તેમની સાથે રહીશું, ને જે કંઈ મળી રહેશે તેની ઉપર અથવા મજૂરી કરીને નિર્વાહ કરીશું.’ ('સત્યના પ્રયોગો', ૧૯૯૩, પૃષ્ઠ : ૩૮૧) પરંતુ, એક સવારે મોટર લઈને આવેલા શેઠ અંબાલાલ સારાભાઈ દ્વારા તેર હજાર રૂપિયાની રોકડ રકમ મળી. આ મદદથી ગાંધીજીનું અંત્યજવાડામાં જવાનું અટક્યું. તેમને લગભગ એક વર્ષનું આશ્રમખર્ચ મળી ગયું. આમ, ગાંધીજી છેક ૧૯૧૫માં કોચરબના સત્યાગ્રહાશ્રમમાં એક અસ્પૃશ્ય પરિવારનો પ્રવેશ અને સમાવેશ કરાવી શક્યા હતા. ઈ.સ. ૨૦૧૬માં ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં મરેલી ગાયનું ચામડું ઉતારવા બદલ જીવતા દલિતોનાં ચામડાં ફાડી નાખવામાં આવે એ આભડછેટનું વરવું સ્વરૂપ છે. આજે શહેરના કહેવાતા ઉચ્ચ વર્ગીય-વર્ણીય વિસ્તારોમાં, દલિત કુટુંબો મકાનની ગૌરવભેર ખરીદી અને સ્વમાનપૂર્ણ વસવાટ કરી ન શકે એ પણ અસ્પૃશ્યતાનું આગવું સ્વરૂપ છે!

…………………………………………………………………………………………………

સૌજન્ય :

આશ્રમજીવન, આભડછેટ, અને ‘નાઈન ઈલેવન’!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૩, 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૯-૨૦૧૬, રવિવાર

'આપણું અમદાવાદ'

Thursday, September 8, 2016

અંગ્રેજી ભાષા, દેશી મજા : 133

'તેમને પ્રોટેસ્ટની તકલીફ છે.'
'તેમને પ્રોસ્ટેટની તકલીફ છે.'

ભાષાની મજા, મજાની ભાષા - 1015

સમાચારનું સાચું શીર્ષક કયું?

'વેતનમાં થયેલો લઘુત્તમ ૪૨ ટકાનો વધારો'
'વેતનમાં થયેલો ૪૨ ટકાનો લઘુત્તમ વધારો'
'લઘુત્તમ વેતનમાં થયેલો ૪૨ ટકાનો વધારો'

અંગ્રેજી ભાષા, દેશી મજા : 132

'તેમણે એપ્રેન્ટિસનું ઓપરેશન કરાવ્યું છે.'
'તેમણે એપેન્ડિક્ષનું ઓપરેશન કરાવ્યું છે.'

ભાષાની મજા, મજાની ભાષા - 1014

અંગ્રેજી શબ્દ 'સેલ્ફી' માટે ગુજરાતી શબ્દ 'સ્વયંછબી' વાપરી શકાય!

Wednesday, September 7, 2016

ઇલા ભટ્ટને જન્મદિને અભિવંદન

ઇલા ભટ્ટ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઇલા ભટ્ટ : 'સેવા' સંસ્થાનાં સ્થાપક અને ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ
જન્મદિન : ૦૭-૦૯-૧૯૩૩

Monday, September 5, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 1013

'અનિલ' અને 'અનીલ' ભિન્ન અર્થ ધરાવે છે?!

મારી શિક્ષણકથા /// ડૉ. અશ્વિનકુમાર

* વર્ગખંડોની બહાર વિદ્યાર્થીઓનું શિક્ષણ (સહલેખન), 'દૃષ્ટિ'(ISSN 0971-6629), ફેબ્રુઆરી, ૨૦૦૩, પૃષ્ઠ : ૧૧-૧૪

* વિદ્યાર્થીઓએ જે અનુભવ્યું તે સાચું શિક્ષણ (સહલેખન), 'દૃષ્ટિ'(ISSN 0971-6629), માર્ચ, ૨૦૦૩, પૃષ્ઠ : ૧૩-૨૪

* એક રૂપિયાનું મૂલ્ય સતત વધતું રહ્યું છે!, 'દૃષ્ટિ'(ISSN 0971-6629)('શિક્ષક-વિદ્યાર્થી સંબંધ-સ્મૃતિ' વિશેષાંક), સપ્ટેમ્બર,૨૦૦૪, પૃષ્ઠ : ૦૩-૦૪

* રવિને અજવાળતી મુન્નાભાઈની 'ગાંધીગીરી', 'અભિદૃષ્ટિ'(ISSN 0971-6629), નવેમ્બર, ૨૦૦૬, પૃષ્ઠ : ૦૧-૦૨

* પ્રામાણિકતાના 'શિક્ષકો' : 'ભણેલો' વિદ્યાર્થી અને 'અભણ' ગ્રામનારી, 'વલોણું', જાન્યુઆરી, ૨૦૦૮, પૃષ્ઠ : ૦૩-૦૪

* ધાબળા સાથે હૂંફ ઓઢાડે તેનું નામ કેળવણી, 'અભિદૃષ્ટિ'(ISSN 0971-6629), ૨૦૦૮
પુનર્મુદ્રણ : 'ગ્રામગર્જના', ૧૫-૦૧-૨૦૦૮, પૃષ્ઠ : ૦૨

* વાલીની 'જળપરીક્ષા', વિદ્યાર્થીની 'આકાશપરીક્ષા', અને વ્યાખ્યાતાની 'અગ્નિપરીક્ષા'!, 'અભિદૃષ્ટિ'(ISSN 0971-6629), જુલાઈ, ૨૦૧૨, પૃષ્ઠ : ૨૫-૨૬

* સંપાદન : 'શિક્ષક-વિદ્યાર્થી સંબંધ-સ્મૃતિ' વિશેષાંક, 'દૃષ્ટિ'(ISSN 0971-6629), સપ્ટેમ્બર, ૨૦૦૪, કુલ પૃષ્ઠ : ૦૪+૩૨