Showing posts with label Gandhi quotation - Information. Show all posts
Showing posts with label Gandhi quotation - Information. Show all posts

Thursday, August 15, 2024

એક ઑસ્ટ્રેલિયન પત્રકાર સાથે મુલાકાત


ગાંધી : ... તમને સાંભળીને નવાઈ લાગશે કે મેં કદી રેડિયો સાંભળ્યો નથી કે સિનેમા જોયો નથી.

૫ત્રકાર : એ ચીજો ખરાબ છે એમ આપ માને છો ?

ગાંધી : એમ તો ન કહું. એટલું કહું ખરો કે સિનેમાની ફિલમો ઘણી વાર ખરાબ હોય છે. રેડિયોને વિશે મને ખબર નથી, એટલું હું અવશ્ય કહી શકું છું કે અડધા કલાકની અંદર જગતના સર્વ ભાગમાંથી ખબરો મેળવવાની ઝંખના મને નથી. એથી માણસને વિચાર કરવાનો વખત બહુ ઓછો રહે છે, અને દર અડધા કલાકે માણસને દુનિયાના બધા ભાગમાંથી ખબર શા સારુ મળવી જોઈએ? મારી નજીકમાં નજીકના વાતાવરણમાં ને તેના બનાવોમાં રસ લઈને મારે સંતોષ માનવો જેઈએ.

૭૬:૦૩