Showing posts with label Graam-Jeevan-Pad-Yaatraa-Instructions. Show all posts
Showing posts with label Graam-Jeevan-Pad-Yaatraa-Instructions. Show all posts

Thursday, October 3, 2024

ગ્રામજીવન-પદયાત્રા : સૂચનાઓ

ગૂજરાત વિદ્યાપીઠનું ઓળખપત્ર સાથે રાખવું.

ખાદીનો માન્ય ગણવેશ અને ખાદીનાં અન્ય વસ્ત્રો ગૌરવથી ધારણ કરવાં. 

પાથરવા-ઓઢવાની હળવી ચાદર જેવી જરૂરી વસ્તુઓ સાથે લઈને આવવું. 

સહેલાઈથી  ઊંચકી શકાય એટલો જ સામાન લાવવો.

જરૂરી દવાઓ સાથે રાખવી.    

ગ્રામજીવન-પદયાત્રા હોવાથી ગ્રામીણ જીવન અને પદયાત્રાના નિયમો ધ્યાનમાં રાખવાં.

ખેડૂત કે માલિકને પૂછ્યા વિના ખેતર કે વાડીમાંથી કોઈપણ વસ્તુ તોડવી નહીં.

સ્થાનિક સંસાધનોનો વિવેકપૂર્વક અને ચીવટપૂર્વક ઉપયોગ કરવો.

ગ્રામજીવન-પદયાત્રાનું સમયપત્રક જાળવવું.

ગ્રામજીવન-પદયાત્રાનો રોજેરોજનો અહેવાલ લખતાં રહેવું.

ગરમીની ઋતુમાં માથું ઢાંકવું.

પાણીની બાટલી લાવવી.

સ્વયંશિસ્તમાં છતાં આનંદમાં રહેવું!


Tuesday, October 1, 2024

ગ્રામજીવનયાત્રા


વિદ્યાર્થીમિત્રોએ, મોરબી જિલ્લામાં ગ્રામજીવનયાત્રા માટે, તારીખ ૨૦-૧૦-૨૦૨૨ ને રવિવારના રોજ, ખાદીના ગણવેશ/પહેરવેશમાં નિર્ધારિત બસ-મથકે આવવું.

સ્થાનિક સહયોગી સંસ્થાના જણાવ્યા અનુસાર, પાથરવા અને ઓઢવા માટેની ચાદર લઈને આવવું. આવશ્યક દવાઓ સાથે રાખવી. કિંમતી ચીજ-વસ્તુઓ ઘરે રાખવી.

આ વિદેશ-પ્રવાસ નથી, પણ ગ્રામ-યાત્રા છે. આપણે જાતે જ, સહેલાઈથી ઊંચકી શકીએ એટલો સામાન લઈને આવવા વિનંતિ છે.

ગ્રામજીવન પદયાત્રા માટેની ઢગલાબંધ નહીં પણ, હળવી શુભેચ્છાઓ!