ખેડા જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦૦૦૯
તારીખ :
૧૧-૧૦-૨૦૨૨, મંગળવારથી ૧૫-૧૦-૨૦૨૨, શનિવાર
સ્થાનિક સહયોગી સંસ્થા :
ગ્રામ સેવા કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, દેથલી
તાલુકો : માતર
જિલ્લો : ખેડા
ગ્રામજીવન-પદયાત્રાનાં કુલ ગામ : ૧૬
કુલ પ્રાધ્યાપકો : ૦૨
કુલ વિદ્યાર્થીઓ :
૩૯ (મહત્તમ) - ૦૩ (ગેરહાજર) = ૩૬
વર્ષ : ૦૧ : ૨૩ - ૦૧ = ૨૨
(બહેનો : ૦૯-૦૧=૦૮, ભાઈઓ : ૧૪)
વર્ષ : ૦૨ : ૧૬-૦૨=૧૪
(બહેનો : ૧૧-૦૧=૧૦, ભાઈઓ : ૦૫-૦૧=૦૪)
કુલ સંખ્યા : ૩૬
વર્ષ : ૦૧ : ૨૨ (૦૮+૧૪)
વર્ષ : ૦૨ : ૧૪ (૧૦+૦૪)
બહેનો : ૧૮ (૦૮+૧૦)
ભાઈઓ : ૧૮ (૧૪+૦૪)
વિદ્યાર્થીમિત્રોએ, ખેડા જિલ્લામાં ગ્રામજીવનયાત્રા માટે, તારીખ ૧૧-૧૦-૨૦૨૨ ને મંગળવારના રોજ, ખાદીના ગણવેશમાં, ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરમાં, પત્રકારત્વ વિભાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે, આવી જવું. પ્રવાસ-વાહન સવારે ૧૧:૦૦ કલાકે ઊપડશે.
સ્થાનિક સહયોગી સંસ્થાએ થાળી-વાડકાની વ્યવસ્થા કરી છે. ચમચી વિશે કોઈ માહિતી મળી શકી નથી! પાથરણ મળી રહેશે. ઓઢવા માટેની પાતળી ચાદર લઈને આવો તો સારું. આવશ્યક દવાઓ સાથે રાખવી. કિંમતી ચીજ-વસ્તુઓ ઘરે રાખવી.
આ વિદેશ-પ્રવાસ નથી, પણ ગ્રામ-યાત્રા છે. આપણે જાતે જ, સહેલાઈથી ઊંચકી શકીએ એટલો સામાન લઈને આવવા વિનંતિ છે.
ગ્રામજીવન પદયાત્રા માટેની ઢગલાબંધ નહીં પણ, હળવી શુભેચ્છાઓ!
No comments:
Post a Comment