Sunday, October 2, 2022

રસપ્રદ કાર્યક્રમ દ્વારા ગાંધીજયંતીની ઉજવણી

ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધી પ્રશ્નોત્તરી થકી ગાંધીજયંતીની ઉજવણી

ગાંધીવિગત અને ગાંધીવિચાર અંગે સરળ, સહજ, અને રસપ્રદ જાણકારી મળે એ હેતુસર, ગાંધીજયંતી નિમિત્તે, ગૂજરાત વિદ્યાપીઠમાં 'ગાંધી પ્રશ્નોત્તરી'(ગાંધી ક્વિઝ)નું આયોજન કરવામાં આવ્યું હતું. 

મહાત્મા ગાંધી ક્વિઝ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

આ કાર્યક્રમ 'આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ' નિમિત્તે 2 ઓક્ટોબર 2022, રવિવારના રોજ સવારે 9:00 થી 11:30ના સમયગાળા દરમિયાન મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના ઉપાસના-ખંડમાં યોજાયો હતો.

ઉત્સાહી સ્પર્ધકો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

કાર્યક્રમની આગોતરી વ્યવસ્થા વૈશાલી અધ્યારૂ, યાંત્રિક વ્યવસ્થા અંગિરસ અધ્યારૂ, નિરીક્ષણ વ્યવસ્થા દૂર્વા અધ્યારૂએ સંભાળી હતી.

અધ્યારૂ પરિવારનું વીજાણુ પ્રશ્નોત્તરી આયોજન
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

કાર્યક્રમના પ્રારંભમાં, 'ગાંધીયન ક્વિઝ ફાઉન્ડેશન'ના પ્રબંધકીય નિયામક પ્રણવ અધ્યારૂએ ગાંધી પ્રશ્નોત્તરી(ગાંધી ક્વિઝ)નો હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે પ્રત્યેક સંપુટમાં અગિયાર સવાલોનો સમૂહ ધરાવતી બહુવિકલ્પીય પ્રશ્નોત્તરીના નિયમો સમજાવ્યા હતા. પ્રણવ અધ્યારૂએ 'ગાંધી-દોઢસો'ની ઉજવણી નિમિત્તે, ભારતની બાવીસ ભાષાઓમાં ત્રણ હજાર પાંચસો જેટલી, ગાંધી જીવન-કવન આધારિત પ્રશ્નોત્તરીને વીજાણુદેહ આપ્યો છે.          

પ્રણવ અધ્યારૂ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

આ ગાંધીકેન્દ્રી પ્રવૃત્તિમાં વિવિધ વિભાગોનાં બાવીસ ભાઈઓ અને અગિયાર બહેનો એમ કુલ તેત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

પ્રશ્નોત્તરીની ધ્યાનમુદ્રા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગનાં પૂજા સોઢા પ્રથમ ક્રમે, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના વિજય ગરવા દ્વિતીય ક્રમે, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના ધવલ પટેલ તૃતીય ક્રમે વિજેતા જાહેર થયાં હતાં. વિદ્યાર્થીમિત્રોએ પ્રતિભાવ આપીને હરખ વ્યક્ત કર્યો હતો.

પ્રથમ ક્રમે વિજેતા : પૂજા સોઢા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

દ્વિતીય ક્રમે વિજેતા : વિજય ગરવા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

તૃતીય ક્રમે વિજેતા : ધવલ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સંયોજક ડૉ. કમલેશ પટેલે વ્યવસ્થા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં હતાં. સમાજકાર્ય વિભાગનાં પ્રાધ્યાપક ડૉઆનંદી પટેલ અને યોગ વિભાગના પ્રાધ્યાપક ડૉબિમાન પાલ, વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન આપવા માટે હાજર રહ્યાં હતાં. દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના વિદ્યાર્થી મયંક અને ઉમંગ દ્વારા કાર્યક્રમનું તસવીરીકરણ કરવામાં આવ્યું હતું.

યાદગાર સમૂહ છબી
Camera-click : Umang / છબીયંત્ર-કળદાબકર્મ : ઉમંગ 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના પ્રાધ્યાપક ડૉ. અશ્વિનકુમારે કર્યું હતું. વિદ્યાર્થીઓએ સ્પર્ધકોરૂપે અને શ્રોતારૂપે ઉત્સાહભેર ભાગ લઈને ગાંધીજયંતીની ઉજવણીને યાદગાર બનાવી હતી.

જીવન નામે જિજ્ઞાસા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

1 comment: