અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Thursday, September 29, 2022
Wednesday, September 28, 2022
How Automaker Logos Have Evolved Over the Past Century // Marcus Lu
(Link-Courtesy : Ms. Rajul Shah, ITpreneur)
Tuesday, September 27, 2022
Gandhi & Watch
https://www.bbc.com/news/uk-england-bristol-55012694
https://maddy06.blogspot.com/2008/06/gandhijis-ingersoll-watch.html?m=1
https://en.worldtempus.com/article/watches/auctions-and-vintage/zenith-gandhis-alarm-pocket-watch-13673.html
https://www.zenith-watches.com/int/brand/heritage-gandhi
https://thetruthaboutwatches.com/2020/12/gandhis-pocket-watch-who-cares/
https://timesofindia.indiatimes.com/city/surat/bapus-legendary-swiss-pocket-watch-on-display/articleshow/55627189.cms
Monday, September 26, 2022
Saturday, September 24, 2022
Friday, September 23, 2022
किताबें:फणीश्वर नाथ रेणु से चार्ल्स डार्विन तक देंगे एक नई सोच की ताकत
Link-courtesy :
Keyur Kotak (Student : 2001-2003)
Journalist, Translator, Publisher Ahmedabad
Thursday, September 22, 2022
મોહનકથા : ૦૧
Courtesy : Google Image |
મોહનદાસ કરમચંદ ગાંધીનાં જીવન અને કાર્યનો વિગતે પરિચય કરાવતી, અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દસ્તાવેજી ચલચિત્ર સાથેની, વ્યાખ્યાનશ્રેણી
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯
....................................................................
૨૨-૦૯-૨૦૨૨, ગુરુવાર (રેંટિયાબારસ)
૨૩-૦૯-૨૦૨૨, શુક્રવાર
૨૦-૧૦-૨૦૨૨, ગુરુવાર
૨૩-૧૨-૨૦૨૨, શુક્રવાર
૧૭-૦૧-૨૦૨૩, મંગળવાર
૧૮-૦૧-૨૦૨૩, બુધવાર
૨૪-૦૧-૨૦૨૩, મંગળવાર
૨૫-૦૧-૨૦૨૩, બુધવાર
૨૭-૦૧-૨૦૨૩, શુક્રવાર
૦૧-૦૨-૨૦૨૩, બુધવાર
૦૨-૦૨-૨૦૨૩, ગુરુવાર
૦૮-૦૨-૨૦૨૩, બુધવાર
૦૯-૦૨-૨૦૨૩, ગુરુવાર
૨૦-૦૨-૨૦૨૩, સોમવાર
૨૩-૦૨-૨૦૨૩, ગુરુવાર
૨૪-૦૨-૨૦૨૩, શુક્રવાર
સમય :
સવારે પોણા અગિયારથી સવાઅગિયાર
સ્થળ :
ઉપાસના ખંડ
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ
ગૂજરાત વિદ્યાપીઠ
આશ્રમ-માર્ગ
અમદાવાદ : ૩૮૦ ૦૦૯
Tuesday, September 20, 2022
Monday, September 19, 2022
Sunday, September 18, 2022
Job @ Sandesh - Mehsana
'સંદેશ', મહેસાણા માટે રિપોર્ટર.
1થી 5 વર્ષનો અનુભવ.
પગાર લાયકાત મુજબ.
વ્હોટ્સએપ્પ ઉપર વિગત મોકલો : 9825464481
1થી 5 વર્ષનો અનુભવ.
પગાર લાયકાત મુજબ.
વ્હોટ્સએપ્પ ઉપર વિગત મોકલો : 9825464481
ભાષાની મજા, મજાની ભાષા - 1319
મધ્યપ્રદેશના અંતરિયાળ વન વિસ્તારમાં, મૃતકની પત્ની ચિતા પાસે બેઠી હતી.
મધ્યપ્રદેશના અંતરિયાળ વન વિસ્તારમાં, મૃતકની પત્ની ચિત્તા પાસે બેઠી હતી.
Saturday, September 17, 2022
અંગ્રેજી ભાષા, દેશી મજા : 155
Thursday, September 15, 2022
Wednesday, September 14, 2022
'राष्ट्रीय हिन्दी दिवस' // 14 सितम्बर
तसवीर : डो. अश्विनकुमार /
છબી : ડૉ. અશ્વિનકુમાર /
Photograph : Dr. Ashwinkumar
जो सोवत है सो खोवत है, जो जगत है सोई पावत है ||
टुक नींद से अखियाँ खोल जरा, और अपने प्रभु में ध्यान लगा |
यह प्रीत कारन की रीत नहीं, रब जागत है तू सोवत है ||
जो कल करना सो आज करले , जो आज करे सो अभी करले |
जब चिड़िया ने चुग खेत लिया, फिर पश्त्यते क्या होवत है ||
नादान भुगत अपनी करनी, ऐ पापी पाप मै चैन कहाँ |
जब पाप की गठड़ी सीस धरी, अब सीस पकड़ क्यूँ रोवत है ||
टुक नींद से अखियाँ खोल जरा, और अपने प्रभु में ध्यान लगा |
यह प्रीत कारन की रीत नहीं, रब जागत है तू सोवत है ||
जो कल करना सो आज करले , जो आज करे सो अभी करले |
जब चिड़िया ने चुग खेत लिया, फिर पश्त्यते क्या होवत है ||
नादान भुगत अपनी करनी, ऐ पापी पाप मै चैन कहाँ |
जब पाप की गठड़ी सीस धरी, अब सीस पकड़ क्यूँ रोवत है ||
Monday, September 12, 2022
Sunday, September 11, 2022
સો ટચનાં બસ્સો ગુજરાતી પુસ્તકો // // // સૌજન્ય : 'આરપાર', 29 ઑક્ટોબર, 2005
પુસ્તક - લેખક
અખેપાતર - બિન્દુભટ્ટ
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ - નારાયણ દેસાઈ
અમદાવાદનો ઇતિહાસ - મગનલાલ વખતચંદ
અમાસના તારા - કિશનસિંહ ચાવડા
અમીરઅલી ઠગના પીળા રૂમાલ ગાંઠ - હરકિસન મહેતા
અમે બધાં - ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે
અરધી સદીની વાચનયાત્રા (ભાગ-1) - સંપાદક મહેન્દ્ર મેઘાણી
અલગારી રખડપટ્ટી - રસિક ઝવેરી
અસૂર્યલોક - ભગવતીકુમાર શર્મા
આઇનસ્ટાઇન અને સાપેક્ષવાદ - નગેન્દ્ર વિજય
આત્મકથા અથવા સત્યના પ્રયોગો - મોહનદાસ કરમચંદ ગાંધી
આપણા કસબીઓ (ભાગ 1 અને 2) - જોરાવરસિંહ જાદવ
આપણા પ્રતિનિધિ સારસ્વતો - રમેશ મ. શુક્લ
આપણી પ્રસન્નતા આપણા હાથમાં - અવંતિકા ગુણવંત
આપ કી પરછાઇયાં - રજનીકુમાર પંડ્યા
આ પણ ગુજરાત છે, દોસ્તો! - ડૉ. વિદ્યુત જોષી
આરોગ્યધન - લાભશંકર ઠાકર
આંગળિયાત - જૉસેફ મેકવાન
ઈન્હે ના ભૂલાના - હરિશ રઘુવંશી
ઈશ્વરનો ઇનકાર - નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ
ઈંગ્લિશ! ઈંગ્લિશ! - દિગીશ મહેતા
ઉપરવાસ કથાત્રયી - રઘુવીર ચૌધરી
ઉંઝાજોડણી પણ - રામજીભાઈ પટેલ
એ લોકો - હિમાંશી શેલત
એકત્રીસ સુવર્ણમુદ્રાઓ - સૌરભ શાહ
એક્શન રિપ્લે (ભાગ 1 અને 2) - તારક મહેતા
એન્જોયગ્રાફી - રતિલાલ બોરીસાગર
ઓથાર (ભાગ 1 અને 2) - અશ્વિની ભટ્ટ
અંતિમધ્યાય - મનુભાઈ પંચોળી 'દર્શક'
કર્મ - પ્રિયકાંત પરીખ
કવિતાનો સૂર્ય - મહેશ દવે
કાળો અંગ્રેજ - ચીનુ મોદી
કિમ્બલ રેવન્સવુડ - મધુ રાય
કુંતી (ભાગ 1 અને 2) - રજનીકુમાર પંડ્યા
કૃષ્ણનું જીવનસંગીત - ગુણવંત શાહ
કેલિડોસ્કોપ - મોહમ્મદ માંકડ
કોસ્મોસ - નગેન્દ્ર વિજય
ખેલંદો - મહેશ યાજ્ઞિક
ખીલ્યા મારા પગલાં - પ્રીતિ સેનગુપ્તા
ગલબા શિયાળની 32 વાતો - રમણલાલ સોની
ગાતા રહે મેરા દિલ - સલિલ દલાલ
ગાંધી આશ્રમ કે ભ્રષ્ટરાચારીઓનો અડ્ડો? - દલપત શ્રીમાળી
ગાંધીચરિત - ચી. ના. પટેલ
ગાંધીયુગનું ગદ્ય(ભાગ 1) - દલપત પઢિયાર
ગિજુભાઈની બાળવાર્તાઓ/દિવાસ્વપ્ન - ગિજુભાઈ બધેકા
ગિરાસમાં એક ડુંગરી - મરિયા શ્રેસ મિત્સકાબેન
ગીતામંથન - કિશોરલાલ મશરૂવાલા
ગુજરાત - ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટ
ગુજરાતઃ પાણીની અને સામુદ્રિક સમસ્યા - ડૉ. કેશવરામ કાશીરામ શાસ્ત્રી
ગુજરાતના વિકસતા સમુદાયો - ઉર્મિલા પટેલ
ગુજરાતની અસ્મિતા - રજની વ્યાસ
ગુજરાતમાં કલાના પગરણ - રવિશંકર રાવળ
ગુજરાતમાં દુષ્કાળો ( આર્થિક સામાજિક અસરો) - રોહિત શુક્લ
ગુજરાતી થિયેટરનો ઇતિહાસ - હસમુખ બારાડી
ગુજરાતી નવલકથા - રઘુવીર ચૌધરી, રાધેશ્યામ શર્મા
ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ - ડૉ રતન રુસ્તનજી માર્શલ
ગુજરાતી રંગભૂમિઃ રિદ્ધિ અને રોનક - ડૉ. મહેશ ચોક્સી, ધીરેન્દ્ર સોમાણી (સંપાદક)
ચેતનાની ક્ષણે - કાંતિ ભટ્ટ
ચીનુ મોદીનાં પ્રતિનિધિ એકાંકીઓ - સતીશ વ્યાસ (સંપાદક)
ચંદ્રકાંત બક્ષીથી ફેરો - સુમન શાહ
ચંદ્રવદન મહેતાઃસમગ્ર નાટ્યકૃતિઓ - ડૉ. સુરેશ દલાલ (સંપાદક)
છિન્નપત્રો - સુરેશ હ. જોશી
છકો-મકો - જીવરામ જોશી (ભાગ 1થી 5)
જગ્ગા ડાકુનાં વેરના વળામણા - હરકિશન મહેતા
જનમટીપ - ઈશ્વર પેટલીકર
જયપ્રકાશની જીવનજાત્રા - કાન્તિ શાહ
જય સોમનાથ - ક. મા. મુનશી
જ્યોર્જ વૉશિંગ્ટન કાર્વર - મૃદુલા મહેતા
જીવતરના નામે અજવાળું - મનસુખ સલ્લા
જીવનનું પરોઢ - પ્રભુલાલ છગનલાલ ગાંધી
જિંદગી જિંદગી - વિજયગુપ્ત મૌર્ય
તપસીલ - હર્ષદ ત્રિવેદી
તમે કહો છો તે આઝાદી ક્યાં છે ? - ઇન્દુકુમાર જાની
તારક મહેતાનો ટપુડો - તારક મહેતા
થોડા નોખા જીવ - વાડીલાલ ડગલી
દરિયાલાલ - ગુણવંતરાય આચાર્ય
દિલીપ રાણપુરા સાહિત્યવૈભવ - યશવંત મહેતા
દિવ્યાત્મા ગાડગે મહારાજ - ગોકુળભાઈ ભટ્ટ
દિવાળીના દિવસો - પ્રાગજીભાઈ ભામ્ભી
દીકરી વહાલનો દરિયો - વિનોદ પંડ્યા, કાંતિ પટેલ (સં.)
દૃશ્યાવલોકન - અભિજીત વ્યાસ
દ્વિરેફ વાર્તાવૈભવ - રા. વિ. પાઠક ‘દ્વિરેફ’ (સં. ચિમનલાલ ત્રિવેદી)
ધરતીની આરતી - સ્વામી આનંદ (સં. મૂળશંકર મો. ભટ્ટ)
ધરતીના ચિત્રકાર(ખોડીદાસ પરમારનાં સંસ્મરણો) - લોકકલા ફાઉન્ડેશન
ધૂમકેતુ વાર્તાવૈભવ - ધૂમકેતુ (સં. ચિમનલાલ ત્રિવેદી)
નકલંક - મોહન પરમાર
નવલ ગ્રંથાવલિ - નરહરિ દ્વારકાદાસ પરીખ (તારણ કાઢનાર)
નવસંધાન - પ્રેમનાથ મહેતા (સંપાદક)
નામરૂપ - અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
નાયિકા પ્રવેશ - હિમાંશી શેલત, અદિતિ દેસાઈ (સંપાદક)
નીરખ નિરંજન - નિરંજન ત્રિવેદી
નેપથ્યથી પ્રકાશ વર્તુળમાં - રમણ સોની
નોખા ચીલે નવસર્જન - ઉર્વીશ કોઠારી, પૂર્વી ગજ્જર
પશ્યન્તી - સુરેશ જોશી
પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ - ક. મા. મુનશી
પીળું ગુલાબ અને હું - લાભશંકર ઠાકર
પેડલ પર પૃથ્વી પરકમ્મા - મહેન્દ્ર દેસાઈ
પેરેલિસીસ - ચંદ્રકાન્ત બક્ષી
પંચાજીરી - રમણલાલ છોટાલાલ મહેતા
પંચામૃત - ભૂપત વડોદરિયા
પ્લેટફોર્મ નંબર ચાર - હિમાંશી શેલત
પિંજરની આરપાર - માધવ રામાનુજ
પીધો અમીરસ અક્ષરનો - ડૉ. પ્રીતિ શાહ
પ્રકાશનો પડછાયો - દિનકર જોષી
પ્રતિનિધિ દલિત વાર્તા - હરિશ મંગલમ (સંપાદક)
પ્રતિમાઓ - ઝવેરચંદ મેઘાણી
પ્રકૃતિના લાડકવાયાં પંખીઓ - વિજયગુપ્ત મૌર્ય
પૃથ્વીની એક બારી - રામચંદ્ર પટેલ
ફાધર વાલેસ નિબંધ વૈભવ - ફાધર વાલેસ
ફાંસલો - અશ્વિની ભટ્ટ
બકોર પટેલ - હરિપ્રસાદ વ્યાસ
બદલાતી ક્ષિતિજ - જયંત ગાડીત
બનાવટી ફૂલો - નટવરલાલ પ્ર.બૂચ
બાળઉછેરની બારાખડી - ડૉ. રઇશ મણિયાર
બંધ નગર (ભાગ 1 અને 2) - મોહમ્મદ માંકડ
બૌદ્ધિકોની ભૂમિકા અને બીજા લેખો - રમેશ બી. શાહ
ભગવત ગુણભંડાર - રાજેન્દ્ર દવે
ભગવાન આ માફ નહીં કરે - પુરષોત્તમ ગણેશ માવળંકર
ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ
ભવની ભવાઈ - ધીરુબહેન પટેલ
ભાઈકાકાનાં સંસ્મરણો - ભાઈલાલભાઈ પટેલ
ભારેલો અગ્નિ - રમણલાલ વ. દેસાઈ
ભાવભૂમિ - ભારતી ર. દવે તથા અન્ય બે (સંપાદક)
મકરન્દ-મુદ્રા(મકરન્દ દવે વિશેષ) - સુરેશ દલાલ
મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ - ચુનીલાલ મડિયા
મધુ રાયની શ્રેષ્ઠ વાર્તાઓ - સુવર્ણા રાય
મધુપર્ક - રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ, ઉત્તમ ગજ્જર
મનપસંદ નિબંધો - વિજયરાય ક. વૈધ
મરક મરક - રતિલાલ બોરીસાગર
મલક - દલપત ચૌહાણ
મહાજાતિ ગુજરાતી - ચંદ્રકાંત બક્ષી
મળવા જેવો માણસ - અશોક દવે
મળેલા જીવ - પન્નાલાલ પટેલ
માધવ ક્યાંય નથી - હરીન્દ્ર દવે
માનવીની ભવાઈ - પન્નાલાલ પટેલ
મારા અનુભવો - સ્વામી સચ્ચિદાનંદ
મારા અસત્યના પ્રયોગો - ડૉ. જયંતિ પટેલ
મારા પિતા - પુરુષોત્તમ ગણેશ માવળંકર (સંપાદન)
મારી જીવનકથા - મામાસાહેબ ફડકે
મેઘાણીચરિત - કનુભાઈ જાની
મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓ - ઝવેરચંદ મેઘાણી
મેથેમેજિક - નગેન્દ્ર વિજય
મેરા રંગ દે બસંતી ચોલા - ડૉ. વિષ્ણુ પંડ્યા, ડૉ. આરતી પંડ્યા
મિયાં ફૂસકી - જીવરામ જોષી
મૂળ સોતાં ઉખડેલા - કમળાબહેન પટેલ
મૃત્યુ મરી ગયું - ઉષા શેઠ
યુદ્ધ – 71 - નગેન્દ્ર વિજય
યુવાહવા - જય વસાવડા
રસસુધા - સુધાબહેન મુનસી, વૈભવી મુનસી-દેસાઈ
રાખનું પંખી - રમણલાલ સોની
રામાયણની અંતરયાત્રા - નગીનદાસ સંઘવી
રાવજી પટેલઃ જીવન અને સર્જન - મોહમંદ ઇસ્હાક શેખ
રુદ્રવીણાનો ઝંકાર - ભાનુ અધ્વર્યુ (સં. ચંદુ મહેરિયા)
રેશમી ઋણાનુબંધ - સુરેશ દલાલ
રંગતરંગ(ભાગ 1થી 6) - જ્યોતીન્દ્ર દવે
લિ. હું આવું છું. - ઝવેરચંદ મેઘાણીનું પત્રજીવન
લોકસાહિત્યના પરિપ્રેક્ષ્યમાં સાબરકાંઠના ગરો - મહેશચંદ્ર પંડ્યા
વજુ કોટક વૈભવ - મધુરી કોટક
વનાંચલ - જયન્ત પાઠક
વાંકદેખા વિવેચનો - જયંત કોઠારી
વિચારોના વૃંદાવનમાં - ગુણવંત શાહ
વિદિશા - ભોળાભાઈ પટેલ
વિનોદની નજરે - વિનોદ ભટ્ટ
વિનોદવિમર્શ - વિનોદ ભટ્ટ
વિહોણી (ગ્રામીણ ગુજરાતની વિધવાઓ) - વર્ષા ભગત ગાંગુલી
વીસમી સદીનું ગુજરાત - શિરીષ પંચાલ, બકુલ ટેલર
વેવિશાળ - ઝવેરચંદ મેઘાણી
વ્યથાના વિતક - જોસેફ મેકવાન
શબ્દકથા - હરિવલ્લભ ભાયાણી
શિવતરંગ - શિવ પંડ્યા
શિક્ષકકથાઓ - દિલીપ રાણપુરા
શિક્ષણના સિતારા - ઈશ્વર પરમાર
શ્રેષ્ઠ ઉમાશંકર - નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ (સં)
સચરાચરમાં - બકુલ ત્રિપાઠી
સત્યકથા - મુકુંદરાય પારાશર્ય
સધરા જેસંગનો સાળો - ચુનિલાલ મડીયા
સમયરંગ - ઉમાશંકર જોશી
સમાજ-સુધારાનું રેખાદર્શન - સ્વ. નવલરામ જગન્નનાથ ત્રિવેદી
સમુડી - યોગેશ જોષી
સમૃદ્રાન્તિકે - ધ્રુવ ભટ્ટ
સાત પગલાં આકાશમાં - કુન્દનિકા કાપડીયા
સદિભઃસંગ - મનુભાઈ પંચોળી ‘દર્શક’
સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
સર્જકની આંતરકથા - ઉમાશંકર જોશી
સર્જકની શિક્ષકગાથા - ઈશ્વર પરમાર
સરદાર : સાચો માણસો, સાચી વાત - ઉર્વીશ કોઠારી
સંઘર્ષના સથવારે નવસર્જન - માર્ટિન મેકવાન
સાંબરડાથી સ્વમાનનગર - હર્ષદ દેસાઈ, ચંદુ મહેરિયા
સૉક્રેટિસ - મનુભાઈ પંચોળી ‘દર્શક’
સ્મરણમંજરી - રઘુનાથ બ્રહ્મભટ્ટ
સ્મરણરેખ - હર્ષદ ત્રિવેદી
સ્મૃતિઓનું શાંતિનિકેતન - અમૃતલાલ વેગડ
શબ્દઠઠ્ઠા - રજનીકુમાર પંડ્યા
શિયાળાની સવારનો તડકો - વાડીલાલ ડગલી
શેરખાન - વિજયગુપ્ત મૌર્ય
હરિજન સંત અને લોકસાહિત્ય (કંઠસ્થથી ગ્રંથસ્થ) - ડૉ. દલપત શ્રીમાળી
હવામાં ગોળીબાર - મનુ શેખચલ્લી
હાથમાં ઝાડું, માથે મેલું - ડૉ. રમેશચંદ્ર પરમાર
હિન્દુત્વઃ એક અધ્યન - કાન્તિ શાહ
હિન્દુવર્ણ વ્યવસ્થા, સમાજપરિવર્તન અને ગુજરાતના દલિતો - મકરન્દ મહેતા
(સૂચનિકા-સહયોગ : હેમલ જાદવ)
પ્રકાશ ન. શાહ : જીવન તથા સર્જન
યુટ્યુબ પર રવિવારે
સાક્ષાત્કાર શ્રેણીમાં પ્રકાશ ન. શાહ
____________________________
સાહિત્ય કલા સંપદા દ્વારા ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રના સથવારે યુટ્યુબ પર યોજાતી સાક્ષાત્કાર શ્રેણીમાં આ રવિવારે ૧૧ સપ્ટેમ્બરના રાત્રે ૯ વાગે, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ ન. શાહ, પોતાનાં જીવન તથા સર્જનની વાતો કરશે. ભવન કલા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર નવીનભાઈ ગડા ના સૌજન્યથી પ્રકાશભાઈના જન્મદિવસની પૂર્વસંધ્યાએ રજૂ થનારા આ કાર્યક્રમના સંયોજકો છે ઉદયન ઠક્કર અને નિરંજન મહેતા.
ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્ર, ગંગોત્રી ટ્રસ્ટ // ફેલોશિપ માટે જાહેરાત
ગંગોત્રી ટ્રસ્ટ તરફથી ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્ર [Umashankar Joshi Center for Gujarat Studies] શરૂ કરવામાં આવ્યું છે, જેમાં એક પ્રવૃત્તિ તરીકે ગુજરાતનાં સાહિત્ય, સમાજ અને ઇતિહાસના આંતરસંબંધો પર સંશોધનનું કાર્ય કરવાનું નક્કી કર્યું છે.
આ પ્રવૃત્તિની શરૂઆત ગુજરાતના દલિતો, આદિવાસીઓ અને અન્ય વંચિત સમુદાયો દ્વારા રચાયેલા સાહિત્ય પર સંશોધન માટે [લેખિત કે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમમાં] ફેલોશિપ આપીને કરવાનું નક્કી કર્યું છે. સંશોધન આ સાહિત્યના કોઈ એક પાસા કે મુદ્દા પર કેન્દ્રિત હોય એ ઇચ્છનીય છે.
ફેલોશિપ માટેની જરૂરી વિગતો નીચે આપી છે:
૧. વીસ વર્ષ ઉપરની કોઈ પણ વ્યક્તિ આ સંશોધન માટે લાયક ગણાશે. દલિત, આદિવાસી અને અન્ય વંચિત સમુદાયોના સંશોધકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
૨. ઉમેદવારે સંશોધનની એક ટૂંકી રૂપરેખા આપવી જરૂરી રહેશે. શક્ય હોય તો સાથે સંદર્ભ સૂચિ પણ જોડી શકાય.
૩. સંશોધનની અવધિ એક વર્ષની હશે.
૪. સંશોધકને રૂ. એક લાખની ફેલોશિપ આપવામાં આવશે.
૫. સંશોધન પૂરું થયે એને પ્રકાશિત કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.
૬. ઉમેદવારે બે પાનાંનો પોતાનો પરિચય (C. V.) આપવાનો રહેશે. પોતાનું નામ, ઈ-મેઈલ સરનામું, સંપર્ક નંબર, ઘરનું સરનામું અવશ્ય આપવું પડશે.
૭. સંશોધન ગુજરાતી ભાષામાં કરવાનું રહેશે. જો કોઈ સંશોધક બીજી ભાષામાં લખવા ઇચ્છે તો ગુજરાતીમાં અનુવાદની વ્યવસ્થા કરવામાં આવશે. આ સંશોધનનો મુખ્ય હેતુ ગુજરાત અને ગુજરાતી ભાષામાં સાહિત્ય અને સમાજ વિશે એક લોકતાંત્રિક અને સમાવેશી સમજ ઊભી કરવાનો છે.
૮. સંશોધન માટેની અરજી (રૂપરેખા અને સ્વપરિચય સાથે) નીચેના સરનામે અથવા ઈ-મેઈલ દ્વારા uj.gangotritrust@gmail.com પર મોકલવા વિનંતી છે.
૯. સંશોધન માટેની અરજી ૩૦ નવેમ્બર ૨૦૨૨ સુધીમાં મોકલવાની રહેશે.
૧0. કેન્દ્રની બીજી પ્રવૃત્તિઓ, જેવી કે વિવિધ વિષયના નિષ્ણાતો સાથે સાહિત્ય, સમાજ અને ઇતિહાસ અંગે તેમજ સંશોધન/વિવેચનનાં સાધનો વિશે વખતોવખત ચર્ચાઓ, પરિસંવાદો અને કાર્યશિબિરોનો લાભ તેમજ જરૂર જણાય તો માર્ગદર્શકની મદદ સંશોધકોને મળી શકશે.
૧૧. સાહિત્ય અને સંશોધન પર એક વિચારનોંધ નીચે આપી છે.
'સાહિત્ય અને સંશોધન - એક વિચારનોંધ' :
ભારતમાં સંસ્થાનવાદ દરમ્યાન અંગ્રેજી શિક્ષણ અને સાહિત્ય, સંસ્થાનવાદી તેમજ રાષ્ટ્રવાદી ઇતિહાસલેખન અને વિચારધારાઓ, પ્રાચ્યવિદ્યા (Orientalist Studies)નો ઉદ્ભવ અને વિકાસ વગેરેની અસર નીચે ‘સાહિત્ય’ની, ખાસ કરીને ‘ભારતીય સાહિત્ય’ની, એક પરિભાષા ઊભી થઈ. ભારતની અનેકવિધ મૌખિક, લેખિત તેમજ વાચિક સાહિત્યિક પરંપરાઓ, જેમાં વિવિધ સામાજિક સમુદાયોનું સર્જન આ પહેલાંની સદીઓમાં થયું હતું અને જે ભારતીય સાહિત્યની લાક્ષણિકતા હતી તેને સ્થાને સાહિત્યની એક સમાનધર્મી [homogeneous] ચોક્કસ સમજ ઊભી થઈ. સંસ્થાનવાદી શિક્ષણમાંથી જે વિદ્વાનો નીકળ્યા તે મુખ્યત્વે ઉચ્ચ વર્ણના, મધ્યમવર્ગી, શહેરી પુરુષો હતા જેમણે ભારતની ભાષાઓમાં પ્રિન્ટ સાહિત્યનું સર્જન કર્યું. છાપકામના ઉદ્યોગની શરૂઆતને લીધે લેખિત કે પ્રકાશિત કૃતિ એ જ સાહિત્ય એવી સીમિત સમજ ઊભી થઈ. જ્યારે દેશમાં એંશી ટકાથી પણ વધારે પ્રજા નિરક્ષર હતી અને અક્ષરજ્ઞાન હોય એમાંના પણ મોટા ભાગના લોકો સંસ્થાનવાદી શિક્ષણથી વંચિત હતા ત્યારે સાહિત્યની આ વ્યાખ્યા સ્વીકારવી મુશ્કેલ છે. આને કારણે અનેક પ્રકારનું સર્જન હાંસિયામાં ધકેલાઈ ગયું. આ સાથે સાહિત્યના ઇતિહાસલેખનને સંસ્થાનવાદી અને રાષ્ટ્રવાદી ઇતિહાસલેખન અને વિચારધારાની અસર નીચે પ્રાચીન/હિન્દુ, મધ્યકાલીન/મુસ્લિમ અને અર્વાચીન/બ્રિટિશ વિભાગોમાં વહેંચવામાં આવ્યું. આ ઇતિહાસને કોઈ બીજા પ્રકારના ઇતિહાસના સંદર્ભમાં જોયા સિવાય આ વૈચારિક વિશ્વની અંદર સંસ્થાનવાદી સંશોધનનાં સાધનો વિકસ્યાં. સાહિત્યની અનેકવિધતા અને પાયાની એકતા જે અનેક પ્રદેશોમાં જોવા મળતી તેને સંકુચિત ચોકઠાંઓમાં ગોઠવવામાં આવી. સાહિત્યના ઇતિહાસને આ રીતે એક પ્રકારની સીમિત એકરૂપતા આપવામાં આવી અને દરેક ભાષામાં આ રીતે અલગ અલગ ઇતિહાસ લખવામાં આવ્યો.
આપણા સાહિત્યના ઇતિહાસ લેખનની અને વિવેચનની આ પદ્ધતિ અપૂરતી છે. બીજો પ્રશ્ન એ પણ છે કે સાહિત્ય વિશે જે કઈ સંશોધન થયું છે અને થઈ રહ્યું છે તે સાહિત્યની કૃતિ એ સ્વતંત્ર કલાત્મક કૃતિ છે એવી વિચારધારાથી મહદંશે પ્રેરિત છે. સાહિત્યિક સર્જનના સામાજિક/ઐતિહાસિક મૂળને જરા પણ તપાસ્યા વિના કૃતિ, સ્વરૂપ, સમય, ભાષાકીય સ્વરૂપો અને શૈલી, બધાંને અલગ અલગ ચોકઠાંઓમાં મૂકીને સાહિત્યનું વિવેચન થાય છે. ઉપરાંત, આ વિવેચન/ઇતિહાસમાં પ્રાચીન સમયના સંસ્કૃત સાહિત્યને મહત્ત્વ આપી બ્રાહ્મણવાદી સાહિત્યિક પરંપરાનું આધિપત્ય સાહિત્યમાં સ્થપાયું છે જે પરંપરા આજ સુધી ચાલુ છે. પ્રાચીન ભારતીય સાહિત્ય એટલે મુખ્યત્વે ઉત્તર ભારતની પ્રાચીન સમયની વૈદિક, સંસ્કૃત, ધાર્મિક અને આધ્યાત્મિક કૃતિઓ એવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે. બીજી ભાષાઓના, જેમ કે તમિળના, પ્રાચીન સાહિત્યનો ઉલ્લેખ પણ થતો નથી. આ પ્રકારની સાહિત્યની પરંપરાની સમજ એ કેવળ અનૈતિહાસિક જ નહીં પરંતુ અતાર્કિક અને અધૂરી પણ છે.
આ સીમિત પરંપરાને લીધે ભારતીય સાહિત્યને સમગ્રતામાં ઐતિહાસિક રીતે સમજવું અને તેને સૈધ્ધાંતિક રીતે મૂલવવું મુશ્કેલ બને છે. સાહિત્યનું ઐતિહાસિક બંધારણ, વિવિધ સ્વરૂપોનું સમયાંતરે નિર્માણ, એકતા અને વિવિધતા વચ્ચેનું દ્વંદ્વ [dialectics], ભાષાઓ વચ્ચે સામ્ય, જેવા અનેક મહત્ત્વના પ્રશ્નો અનુત્તર રહે છે. આ સંદર્ભમાં સાહિત્યિક કૃતિનું નિર્માણ અને તેનો ઇતિહાસ; વર્ગ, જાતિ, લિંગ વગેરેના એકબીજા સાથે ભિડાતા ખ્યાલો; વિચારધારાઓનો સંઘર્ષ અને તેની સાહિત્યસર્જન પર અસર; મૌખિક, લેખિત અને પ્રિન્ટ પદ્ધતિઓના ઇતિહાસ અને આંતરસંબંધો વગેરેને વિગતમાં જોવાનું પણ જરૂરી બને છે.
સાહિત્ય અને સાહિત્યના ઇતિહાસ/વિવેચન/સંશોધન વિશે મૂળમાંથી જ ફેરવિચારણા કરવાની અને સંશોધનનાં નવાં સાધનોનો ઉપયોગ કરવાની આને કારણે જરૂર ઊભી થાય છે. ખાસ તો સાહિત્યને સાહિત્ય ઉપરાંત બીજા વિષયો જેવા કે ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, નૃવંશશાસ્ત્ર વગેરે માનવશાસ્ત્રો અને સમાજશાસ્ત્રોના અભ્યાસની મદદથી ફરીથી સમજવાની જરૂર છે. ટૂંકમાં, ઐતિહાસિક અને સાંસ્કૃતિક/સામાજિક પ્રવાહોના વિશાળ અભ્યાસનો એક ભાગ હોય તે રીતે એક જુદી જાતનો સાહિત્યનો અભ્યાસ કરવાની જરૂર છે.
સાહિત્ય એ કેવળ એક સ્વતંત્ર અને સ્વાયત્ત પ્રવૃત્તિ કે અભિવ્યક્તિ નહીં પરંતુ સમાજ અને ઇતિહાસનો એક અંતર્ગત ભાગ છે જે તે બંને વિશે એક સમજ ઊભી કરે છે. આથી ઉપર જણાવ્યા મુજબ મહત્ત્વનું એ જોવાનું બને છે કે સમાજના કયા સમૂહનું સાહિત્ય એ મુખ્ય પ્રવાહનું સાહિત્ય બને છે, જે સાહિત્ય વિશે એક સામાન્ય સમજ ઊભી કરે છે જેને લીધે બીજા અનેક સમૂહોનું સાહિત્ય એ સાહિત્યિક પરિભાષાથી બાકાત રહે છે. સાહિત્યની સમજ કોઈ એક વર્ચસ્વ ધરાવતા સમૂહની મર્યાદિત સમજ બનીને ન રહે, કોઈ એક સમૂહના ‘સાહિત્ય’ વિશેના માપદંડોથી દરેક સમૂહનું સાહિત્ય ન મપાય એ જોવું, અને સાથેસાથે સાહિત્ય વિશે એક સમાવેશી સમજ ઊભી કરવી અને એ દ્વારા કોઈ પણ કૃતિ કે સમૂહનું સાહિત્ય તપાસવું, જરૂરી બને છે. સાહિત્યનાં સ્વરૂપો પણ બદલાતા સામાજિક અને ઐતિહાસિક પ્રવાહોમાંથી જન્મતાં હોય છે. સાહિત્યની કૃતિ કયા પ્રકારના સમાજ અને ઇતિહાસમાંથી જન્મે છે અને કયા પ્રકારના સમાજ અને ઇતિહાસને આકાર આપે છે એ તપાસવું એ આ સંશોધનનું પાયાનું ધ્યેય છે.
સાહિત્યની નવેસરથી વિચારણા કરતાં એની પરિભાષા વિસ્તૃત કરવી જરૂરી બને છે. એની સીમિત, કેવળ લેખિત, સાહિત્ય તરીકેની પરિભાષાને કારણે અનેક સમુદાયોનું સાહિત્ય હાંસિયામાં ધકેલાઈ ગયું છે જેનો મુખ્યધારામાં સમાવેશ કરવો જરૂરી છે. આપણા દેશમાં અનેક સમુદાયો અનેક માધ્યમો દ્વારા સાહિત્યનું સર્જન કરે છે. ટેક્નોલૉજીના વિકાસ અને વિસ્તારને કારણે આજે આપણી પાસે અભિવ્યક્તિનાં અનેક માધ્યમો છે જેનો પણ સાહિત્યની અભિવ્યક્તિ માટે ઉપયોગ થવો જોઈએ જેથી બીજાં માધ્યમો દ્વારા સાહિત્યનું સર્જન તેમજ સંશોધન થઈ શકે. આને પરિણામે સાહિત્યની એક સમાવેશી પરિભાષા ઊભી થઈ શકે અને છેવટે સાહિત્યનું સ્વરૂપ બદલી શકાય.
--------------------------------------------------------------------------------
નિયામક
ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્ર,
ગંગોત્રી ટ્રસ્ટ,
૨૬, સરદાર પટેલ નગર,
એલિસબ્રિજ, અમદાવાદ - ૩૮૦૦૦૬
Subscribe to:
Posts (Atom)