Showing posts with label Admission - 2025-2026. Show all posts
Showing posts with label Admission - 2025-2026. Show all posts

Monday, June 23, 2025

અખબારી નોંધ | ગૂજરાત વિદ્યાપીઠ | પ્રવેશ-પ્રક્રિયા | સીધો પ્રવેશ

ગૂજરાત વિદ્યાપીઠમાં વિવિધ વિષયોમાં સીધા પ્રવેશ માટેનું આયોજન

ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાં સીધો પ્રવેશ મેળવી શકશે. આ માટે પ્રવેશ-ઇચ્છુક વિદ્યાર્થીઓએ તા. 24-06-2025થી, સવારે 10:00 કલાકે, ગૂજરાત વિદ્યાપીઠમાં રૂબરૂ આવીને, અરજીપત્રક ભરીને, પ્રવેશ-પરીક્ષા આપીને, ફી ભરીને, પ્રવેશ સુનિશ્ચિત કરવાનો રહેશે. ગૂજરાત વિદ્યાપીઠના કોમ્પ્યુટર વિભાગમાં પ્રવેશ-પરીક્ષા લેવાશે.

વિદ્યાર્થીઓએ વધુ વિગતો માટે ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટ https://www.gujaratvidyapith.org/ની મુલાકાત લેવી.

Sunday, June 1, 2025

ગૂજરાત વિદ્યાપીઠ | પ્રવેશ-પ્રક્રિયા | ત્રીજો તબક્કો


ગૂજરાત વિદ્યાપીઠમાં, પ્રવેશ-પ્રક્રિયાનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. વધુ વિગતો માટે જુઓ ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટ :


Wednesday, May 14, 2025

GEETA પ્રવેશ-પરીક્ષાનો બીજો તબક્કો

GEETA પ્રવેશ-પરીક્ષાનો બીજો તબક્કો

GEETA પ્રવેશ-પરીક્ષાના પ્રથમ તબક્કામાં નહીં ભરાયેલી બેઠકો માટે બીજા તબક્કાની પ્રવેશ-પરીક્ષા સંદર્ભે નીચે મુજબનું આયોજન કરવામાં આવેલું છે. 

અરજીઓ સ્વીકારવાની છેલ્લી તારીખ : 15.05.2025થી 24.05.2025 સુધી

હૉલ ટિકિટ ડાઉનલોડ : તા. 24.05.2025 

પ્રવેશ-પરીક્ષા : તા. 25.05.2025 

પરીક્ષા-કેન્દ્ર : કોમ્પ્યુટર વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

પરીક્ષાનું સ્વરૂપ : કોમ્પ્યુટર આધારિત કસોટી


Monday, May 12, 2025

|| અખબારી યાદી || 12-05-2025 || ગૂજરાત વિદ્યાપીઠમાં ‘ગીતા’ પ્રવેશ-પરીક્ષાનો પ્રથમ તબક્કો સંપન્ન


- વિવિધ સ્નાતક, સ્નાતકોત્તર, અનુસ્નાતક, અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમની બેઠકો માટે પ્રવેશ-પરીક્ષા
- 'ગીતા' પ્રવેશ-પરીક્ષાનું ગુજરાત રાજ્યમાં ત્રીસ અને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ત્રણ સ્થળોએ આયોજન
- પ્રવેશ-પરીક્ષા બાદ એ જ દિવસે પરિણામની જાહેરાત થઈ
- પરામર્શન બાદ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવીને ફી ભરી
- ૧લી જુલાઈ, ૨૦૨૫થી ગુરુપૂર્ણિમા સત્ર શરૂ થશે.


ગૂજરાત વિદ્યાપીઠના વિવિધ સ્નાતક, સ્નાતકોત્તર, અનુસ્નાતક, અનુસ્નાતક ડિપ્લોમા અભ્યાસક્રમની બેઠકો માટે ૧૧-૦૫-૨૦૨૫ના રોજ 'ગીતા' પ્રવેશ-પરીક્ષા લેવામાં આવી હતી. કુલ ૧૧૮૧ વિદ્યાર્થીઓએ પ્રવેશ-પરીક્ષા આપી હતી. આ માટે ગુજરાત રાજ્યમાં ત્રીસ કેન્દ્રો અને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં આસામ અને અરુણાચલ પ્રદેશમાં ત્રણ કેન્દ્રોમાં આયોજન કરવામાં આવ્યું હતું.

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ માટે, ૨૩-૦૩-૨૦૨૩ના રોજ ઓનલાઇન પ્રવેશ-પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રવેશ માટે 'ગીતા'(ગૂજરાત વિદ્યાપીઠ એલિજિબિલિટી એન્ડ એફિકસી ટેસ્ટ ફોર એડમિશન)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે વિદ્યાર્થીઓને ગુજરાતી, હિંદી, અને અંગ્રેજી ભાષામાં પ્રવેશ-માર્ગદર્શિકા સુલભ કરાવવામાં આવી હતી. પ્રવેશ-પ્રક્રિયા માટે વિદ્યાપીઠ પરિસરમાં 'સહાયતા કેન્દ્ર' શરૂ કરવામાં આવ્યું હતું. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦-૦૫-૨૦૨૫ હતી. ૭૩૯ ભાઈઓ અને ૭૦૩ બહેનો એમ કુલ ૧૪૪૨ ઉમેદવારોએ અરજીપત્રો ભર્યાં હતાં.

૬૦ પ્રશ્નોની અને ૯૦ મિનિટની, ઓએમઆર આધારિત, 'ગીતા' પ્રવેશ-પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ભાષા, તર્ક-સજ્જતા, અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા જેવા વિષયવસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રવેશ-પરીક્ષાનું પરિણામ એ જ દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. પરામર્શન બાદ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવીને ફી ભરી હતી.

પ્રવેશ-પાત્ર વિદ્યાર્થીઓએ શિક્ષણ ફી ભરીને સત્વરે પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવો હિતાવહ છે. છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ છાત્રાલય ફી અને ભોજન ફી ભરીને 'વહેલાં તે પહેલાં'ના ધોરણે છાત્રાલય-પ્રવેશ મેળવી લેવો.

વિદ્યાર્થીઓએ વધુ જાણકારી માટે ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટ https://www.gujaratvidyapith.org/ જોતાં રહેવું.

ગૂજરાત વિદ્યાપીઠના તમામ વિદ્યાર્થીઓ માટે ૧લી જુલાઈ, ૨૦૨૫થી ગુરુપૂર્ણિમા સત્રનો પ્રારંભ થશે.

Friday, April 11, 2025

વિભાગના વિદ્યાર્થી ભાવેશ ચૌધરીને અભિનંદન


પ્રવેશ પ્રક્રિયા - ૨૦૨૫ અંતર્ગત આઈડિયાથોન સ્પર્ધાના પરિણામની જાહેરાત 

સ્થળ : પરિસંવાદ ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ

૧૧-૦૪-૨૦૨૫, શુક્રવાર

ભાવેશ ચૌધરી, વિદ્યાર્થી, સત્ર : ૦૨, PGDDMP (PG Diploma in Digital Media Production) 

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ 

દ્વિતીય ઇનામ 

ભાવેશને અભિનંદન

Wednesday, April 9, 2025

પસંદગી પ્રક્રિયા

પ્રવેશ પ્રક્રિયા 2025 અંતર્ગત આઈડિયાથોન સ્પર્ધા માટેની પસંદગી પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ સમિતિના સભ્યોની બેઠક

સ્થળ દૃશ્ય શ્રાવ્ય નિર્માણ સ્ટુડિયો, ગૂજરાત વિદ્યાપીઠ

9 4 2025

બુધવાર