Showing posts with label Gujarat Vidyapith Alumni Association. Show all posts
Showing posts with label Gujarat Vidyapith Alumni Association. Show all posts

Sunday, December 7, 2025

Monday, November 10, 2025

ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક શતાબ્દી સંમેલન : નિમંત્રણ

સૌ સ્નાતક મિત્રો,

તા. 06-07 ડિસેમ્બર 2025 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક શતાબ્દી અધિવેશન રાખેલ છે. આ શતાબ્દી અધિવેશનમાં આપ સૌને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. આપની ઉપસ્થિતિ અંગે તથા તમારી વિગતો આ સાથે આપેલ લિંક ઉપર ક્લિક કરી ભરવા વિનંતી. આપનો મોબાઈલ નંબર એડ કરી તેના પર ઓટીપી આવશે જે એન્ટર કર્યા પછી જરૂરી વિગતો ભરી શકાશે.


આપ ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ પર જઈને સ્નાતક સંઘ પર ક્લિક કરી ઉપરોક્ત વિગતો અપડેટ કરી શકો છો.


Saturday, November 1, 2025

ગૂજરાત વિદ્યાપીઠના દરેક વિભાગના સ્નાતકોનું દસ્તાવેજીકરણ

૦૧-૧૧-૨૦૨૫

આદરણીય વિભાગ-અધ્યક્ષશ્રી,

નમસ્કાર!

માનનીય કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ, ૬-૭ ડિસેમ્બર, ૨૦૨૫ના 'સ્નાતક સંઘ શતાબ્દી સમારોહ' માટે, દસ્તાવેજીકરણ અને ચલચિત્ર-નિર્માણ પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગે કરવાનાં છે.

દરેક વિભાગના સ્નાતકો વિશે એક ફિલ્મ બનાવવાની અને બતાવવાની છે. આ અંતર્ગત, દરેક વિભાગે સ્નાતક વિષયક સામગ્રીનું દસ્તાવેજીકરણ કરવું આવશ્યક છે. આપ તરફથી આ મુજબના સહયોગની અપેક્ષા છે :

૧. આપે વિભાગના ૫૦ સ્નાતકો પસંદ કરવા. આ દરેક સ્નાતક પાસેથી એમનો માત્ર અને માત્ર એક જ મિનિટનો ઇન્ટરવ્યૂ મોબાઇલ ફોનથી મંગાવવો.

૨. ઇન્ટરવ્યૂ વખતે, સ્નાતકે મોબાઇલ ફોનને આડી ફ્રેમમાં રાખીને, તકનીકી ગુણવત્તા સાથે શૂટિંગ કરવું.

૩. ઇન્ટરવ્યૂની શરૂઆતમાં જ સ્નાતકે પોતાનું નામ, વિભાગનું નામ, અને અભ્યાસના વર્ષનો ઉલ્લેખ કરવો. ત્યારબાદ, સ્નાતકે 'વિભાગ સાથેનું ખાસ સ્મરણ અને ગૂજરાત વિદ્યાપીઠનું જીવનમાં વિશેષ યોગદાન' વિશે કહેવું.

૪. આ દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી ૫૦ ડોક્યુમેન્ટ ફાઇલ રૂપે, 'GVP-Snatak-Interviews-Dept-Name' નામના એક જ ફોલ્ડરમાં એકત્ર કરી રાખવી.

૫. તા. ૧૭-૧૧-૨૦૨૫ ને સોમવારના રોજ, અમારા વિભાગના સેવક/વિદ્યાર્થી આપના વિભાગમાં રૂબરૂ આવીને, પેન ડ્રાઇવમાં આ ફોલ્ડર એકત્ર કરશે.

સહયોગની અપેક્ષાએ, આપનો આગોતરો આભાર.

અધ્યક્ષ
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ
માહિતી, પ્રત્યાયન, અને પ્રૌદ્યોગિકી (મા. પ્ર. પ્રૌ. / ICT) વિદ્યાશાખા
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ – ૩૮૦ ૦૦૯
..............................................................................................................

Tuesday, October 28, 2025

માધ્યમ-જગતમાં 'લલકાર' કરવા બદલ ડૉ. જિતેન્દ્ર બાંધણિયા અને નરેન્દ્રસિંહ જાદવને અભિનંદન


સમાચાર તો સચોટ હશે જ…

સાથે હશે મનોરંજનની મોજ…

ન માત્ર વાદ વિવાદ અને વિખવાદ..

જાણીતી હસ્તીઓ સાથે પણ કરીશું સંવાદ..

જનતાના હિત માટે કરીશું તંત્રને પડકાર..

ડોક્યુમેન્ટરીઝ, ઈવેન્ટ્સ અને ઈન્ટરવ્યૂઝ હશે જોરદાર..

મીડિયા જગતમાં નવો અધ્યાય..

લલકાર..

ન્યૂઝ પણ.. એન્ટરટેઈનમેન્ટ પણ..

નવા અપડેટસ માટે સબસ્ક્રાઈબ કરો લલકાર ન્યૂઝની યુટ્યુબ ચેનલ


.......................................................................................................

ડૉ. જિતેન્દ્ર બાંધણિયા [એમ.એ. (૨૦૦૨-૨૦૦૪) અને એમ.ફિલ. (૨૦૦૮-૨૦૧૦)] અને નરેન્દ્રસિંહ જાદવ [એમ.એ. (૧૯૯૮-૨૦૦૦)] ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓ છે. જિતેન્દ્ર અને નરેન્દ્રસિંહ પાસે માધ્યમોમાં બહુવિધ જવાબદારીઓ સુપેરે નિભાવવાનો બહોળો અનુભવ અને ઊંડી સમજ છે.

માધ્યમ-જગતમાં 'લલકાર' કરવા બદલ, ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ વતી, ડૉ. જિતેન્દ્ર બાંધણિયા અને નરેન્દ્રસિંહ જાદવને અભિનંદન.

Sunday, October 19, 2025

સ્નાતક શતાબ્દી સમારોહ || ગૂજરાત વિદ્યાપીઠ


સૌ સ્નાતક મિત્રો

તા. 06-07 ડિસેમ્બર 2025 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક શતાબ્દી અધિવેશન રાખેલ છે. આ શતાબ્દી અધિવેશનમાં આપ સૌને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. આપની ઉપસ્થિતિ અંગે તથા તમારી વિગતો આ સાથે આપેલ લિંક ઉપર ક્લિક કરી ભરવા વિનંતી. આપનો મોબાઈલ નંબર એડ કરી તેના પર ઓટીપી આવશે જે એન્ટર કર્યા પછી જરૂરી વિગતો ભરી શકાશે. જો વિગતો હોય તો ચકાસણી કરી લેશો. સુધારો હોય તો કરી લેશો. કોઈપણ પ્રકારની નોંધણી ફી કે રકમ ભરવાની નથી.

https://web.gujaratvidyapith.org/snatak-sangh/

આપ ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ પર જઈને સ્નાતક સંઘ પર ક્લિક કરી ઉપરોક્ત વિગતો અપડેટ કરી શકો છો.

https://gujaratvidyapith.org/

Friday, October 3, 2025

પૂર્વ-વર્તમાન વિદ્યાર્થી મિલન કાર્યક્રમ || જૂથ-છબી || ૦૩-૧૦-૨૦૨૫





પૂર્વ-વર્તમાન વિદ્યાર્થી મિલન સમારોહ

 































નિમંત્રણ || પૂર્વ-વર્તમાન વિદ્યાર્થી મિલન કાર્યક્રમ

સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ મહોત્સવ અંતર્ગત

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન તથા દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ

પૂર્વ-વર્તમાન વિદ્યાર્થી મિલન કાર્યક્રમ

૩ ઓક્ટોબર, 2025 શુક્રવાર | સવારે 11:00 કલાકે

પરિસંવાદ ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

નિમંત્રક : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ ॥ સ્નાતક સંઘ

Monday, September 1, 2025

Students : Not Merely Numbers, But a Massive Strength


Department of Journalism and Mass Communication

1991-2000 JMC      071
2001-2010 JMC    +099
2011-2020 JMC    +148
2021-2023 JMC    +015
2022-2024 JMC    +018
2023-2025 JMC    +013

2024-2025 DMP   +006

MPhil  12+10+11  +033                  
PhD     11+10+03  +024
Total                        427

Deceased + 08

2024-2026 JMC 15
2025-2027 JMC 22


Total                        472

Saturday, April 26, 2025

Gujarat Vidyapith Alumni Video Campaign

Subject: Invitation to Share Your Story – Gujarat Vidyapith Alumni Video Campaign


Dear Alumni,


Greetings from Gujarat Vidyapith!


We are delighted to invite you to participate in a special initiative to celebrate and showcase the achievements of our proud alumni. We request you to record a vertical video (Instagram reel format) of 50–60 seconds including the following details:


Your Name, Designation, and Current Organization; The Course you completed from Gujarat Vidyapith;

How Gujarat Vidyapith impacted your personal and professional journey; Any beautiful memories from your time at the campus – with friends, faculty members, or during activities; A message encouraging the new generation and parents to choose Gujarat Vidyapith for their higher education


*Selected high-quality videos will be featured on the official social media platforms of Gujarat Vidyapith.*


Important:

Along with your video, please also share:


Your social media username and the platform name (e.g., Instagram, LinkedIn) so that we can tag and highlight your profile.


Deadline: Please send your videos by the evening of Sunday, 27th April 2025.


You can share your videos via email to:


publication.branch@gujaratvidyapith.org

parasyadav@gujaratvidyapith.org


Alternatively, you may WhatsApp your video to your respective HODs or faculty members, who will forward it to the PPR Branch.


*Join and Follow Us:*

Instagram 

https://www.instagram.com/gvp1920?igsh=MWc3eGhwb3RjbzFkZQ==


Facebook

https://www.facebook.com/gvp1920?mibextid=ZbWKwL


Twitter/X

https://x.com/gvp1920?t=a4ee7JFUp0ZmmMlTHi4X8w&s=09


Whatsapp Channel

https://whatsapp.com/channel/0029VaQRUy9ADTOBx7bQzm3q


LinkedIn

https://www.linkedin.com/company/gvp1920/



We look forward to your enthusiastic participation!


Warm regards,

PPR - Branch

Gujarat Vidyapith

Friday, December 6, 2024

ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ શુભારંભ સમારોહ યોજાયો

ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ શુભારંભ સમારોહ યોજાયો 

૦ ગૂજરાત વિદ્યાપીઠે આપેલાં જીવન મૂલ્યોએ મારું ઘડતર કર્યું છે  : પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ

૦ સ્નાતકોની વર્તણૂક એ જ વિદ્યાપીઠ છે : કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ

ગૂજરાત વિદ્યાપીઠના હીરક સભાખંડમાં તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૪ ને શુક્રવારના રોજ ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ શતાબ્દી વર્ષ શુભારંભ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં સંઘગાન અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. 

ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી  શ્રી સુરેશ રામાનુજે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.

ત્યારબાદ, સ્નાતક સંઘના ગીતની રજૂઆત અને સ્નાતક સંઘના પ્રતીકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમના મુખ્ય મહેમાન પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે વક્તવ્ય આપતા એમના ગૂજરાત વિદ્યાપીઠ સાથેના અનુભવોને વાગોળ્યા હતા.

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે તેઓ 48 વર્ષ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા હતા. તેમણે 10મા અને 11મા ધોરણનો અભ્યાસ ગૂજરાત વિદ્યાપીઠમાં કર્યો હતો. તેમણે આચાર્ય ચંદ્રકાંત ઉપાધ્યાય સાથેના એમના શાળાજીવનના અનુભવની વિગતે વાત માંડી હતી. શ્રી જોરાવરસિંહ જાદવે જણાવ્યું હતું કે, મને ગુજરાતી લખતાં આવડતું નહોતું. પણ ગૂજરાત વિદ્યાપીઠમાં હું સાચું ગુજરાતી લખતાં શીખ્યો અને આજે મારાં 115 પુસ્તકો પ્રગટ થયાં છે. તેમનાં પુસ્તકો આજે પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે. તેમણે વર્ષ 1979માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી હતી. જે સંસ્થા થકી લોકસાહિત્ય, સંસ્કૃતિ અને કળાનો પ્રચાર- પ્રસાર કરવામાં આવે છે. આ સંસ્થા સાથે 5000 લોક-કલાકારો જોડાયેલા છે. શ્રી જોરાવરસિંહ જાદવે કહ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠના સંસ્કારો અને કેળવણી મને જીવનભર બહુ કામ લાગ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠે આપેલાં જીવન મૂલ્યોએ મારું ઘડતર કર્યું છે. તેમણે સ્નાતકોને સંદેશો આપતાં કહ્યું હતું કે, કોઈપણ કાર્ય નિષ્ઠાથી કરો તો એનું ફળ મળશે જ.

સ્નાતક સંઘના સંયોજક ડૉ. કૌશિકભાઈ પટેલે વર્ષ  દરમિયાનના શતાબ્દી આયોજનની વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે, સ્નાતકોએ પહેલા ચરણમાં આઠ લાખ ઇકોતેર હજાર રૂપિયા જેટલી રકમનો ફાળો આપ્યો છે.

કુલસચિવશ્રી ડૉ. નિખિલભાઈ ભટ્ટે મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કારનાં નામોની ઘોષણા કરી હતી. આ ઘોષણા અંતર્ગત વર્ષ 2023ના પુરસ્કાર માટે, છત્તીસગઢમાં કામ કરનાર ભારતી ઓડેદરાની અને વર્ષ 2024ના પુરસ્કાર માટે ગ્રામશિલ્પી અશોક ચૌધરીની પસંદગી થઈ છે.

કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે અધ્યક્ષીય ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, સ્નાતકો માટે ગૂજરાત વિદ્યાપીઠ સાથેનાં સ્મરણોને વાગોળવાનો અને જૂની યાદોને તાજી કરવાનો આ અનેરો અવસર છે. તેમણે કહ્યું હતું કે હીરામાં કોણ પહેલ પાડે છે એ અગત્યનું છે. તેમણે મોરારજી દેસાઈના અવતરણ 'સ્નાતક સંઘ એ માતૃસંસ્થા સાથેની સગાઈ છે.'ને યાદ કર્યું હતું.

તેમણે સ્નાતક સંઘનાં વિવિધ અધિવેશનોનો વિગતે પરિચય આપ્યો હતો. સ્નાતક સંઘનું પહેલું અધિવેશન 1926માં આચાર્ય ગિદવાણીના અધ્યક્ષસ્થાને, બીજું અધિવેશન 1928માં આચાર્ય કૃપાલાનીના અધ્યક્ષસ્થાને અને ત્રીજું અધિવેશન 1929માં કિશોરલાલ મશરૂવાળાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સંગ્રહાલયના નિર્માણની સંકલ્પના રજૂ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી ગ્રામજીવનયાત્રા ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકોને ધ્યાનમાં રાખીને યોજવામાં આવશે. એક અંદાજ મુજબ ગૂજરાત વિદ્યાપીઠના 28 હજાર સ્નાતકો  દેશનાં વિવિધ રાજ્યોમાં વસે છે. ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ વિદેશમાં પણ વસે છે. આગામી ગ્રામજીવન યાત્રામાં વિદ્યાર્થીઓ ગુજરાતના તમામ જિલ્લામાં વસતા વિદ્યાપીઠના સ્નાતકો સાથે સીધો સંપર્ક કરશે. ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકો વિશે દસ્તાવેજી ચલચિત્રો બનાવવાનું પણ કામ ચાલી રહ્યું છે. તેમણે ખાસ કહ્યું હતું કે સ્નાતકોની વર્તણૂક એ જ વિદ્યાપીઠ છે. જેવો સ્નાતક એવી વિદ્યાપીઠ. ગૂજરાત વિદ્યાપીઠની પરંપરા ઉજ્જવળ છે.

કાર્યક્રમના અંતે સ્નાતક ચંદુભાઈ પટેલે આભારદર્શન કર્યું હતું.

કાર્યક્રમનું સંચાલન ગુજરાત યુનિવર્સિટીના પ્રા. અમૃતભાઈ ભરવાડે કર્યું હતું.

Friday, August 16, 2024

પૂર્વ વિદ્યાર્થીઓનો વર્તમાન વિદ્યાર્થીઓ સાથે 'સંવાદ-સેતુ'


પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ,
વ્યાવસાયિક અભ્યાસક્રમ વિદ્યાશાખા
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ


પૂર્વ વિદ્યાર્થીઓનો વર્તમાન વિદ્યાર્થીઓ સાથે 'સંવાદ-સેતુ'

આ કાર્યક્રમમાં પૂર્વ વિદ્યાર્થી પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ સાથેનાં સ્મરણો તાજાં કરે છે. 
સમૂહ-માધ્યમોના ક્ષેત્રે રાખવી પડતી સાવધાની અને સજ્જતાની જાણકારી આપે છે. 
વર્તમાન વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી માટે પ્રોત્સાહિત કરે છે.


૧ 
¤ ૧૬-૦૮-૨૦૨૪ : શુક્રવાર, ૧૧થી ૧૨
ડૉ. કિરણ કાપુરે
ગાંધી વિષયક સંશોધક
સંપાદક : 'નવજીવનનો અક્ષરદેહ'
કતારલેખક : 'ગુજરાતમિત્ર'

૨ 
¤ ૧૭-૦૮-૨૦૨૪ : શનિવાર, ૧૦થી ૧૧
નવીન ખત્રી
પ્રવાસન વિષયક સંશોધક
એડિટર, 'શંખનાદ' સામયિક
સબ એડિટર, 'ગુજરાત સમાચાર ડિજિટલ'

૩ 
¤ ૨૦-૦૮-૨૦૨૪ : મંગળવાર, ૧૧થી ૧૨
સંધ્યા કાર
ગાંધી વિષયક સંશોધક
કેઝ્યુઅલ અનાઉન્સર, આકાશવાણી
પીએમ યુવા મેન્ટરશિપ ૨.૦ લેખક

૪ 
¤ ૨૧-૦૮-૨૦૨૪ : બુધવાર, ૧૧થી ૧૨
નિકુલ વાઘેલા
રિપોર્ટર : બોલીવૂડ બિટ
રિપોર્ટર : એજ્યુકેશન બિટ
પત્રકાર, 'દિવ્ય ભાસ્કર', અમદાવાદ

૫ 
¤ ૨૨-૦૮-૨૦૨૪ : ગુરુવાર, ૧૧થી ૧૨
કેયૂર કોટક
પૂર્વ પત્રકાર, 'ઇકોનોમિક ટાઇમ્સ'
અનુવાદક, સંપાદક
પ્રકાશક

૬ 
¤ ૦૨-૦૯-૨૦૨૪ : સોમવાર, ૧૧થી ૧૨
જિજ્ઞેશ પરમાર
સીનિયર આસિસ્ટન્ટ એડિટર, 'ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા', અમદાવાદ 
ગાંધી-આંબેડકર પત્રકારત્વ વિષયક સંશોધક


💐
વિભાગના વિદ્યાર્થીઓ સાથે 'સંવાદ-સેતુ' બદલ આનંદ અને આભાર.
🙏

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

પ્રતિ,

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ,

વર્તમાન વિદ્યાર્થીઓ સાથેના 'સંવાદ-સેતુ' કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.

તમારી અનુકૂળતાએ તારીખ નક્કી કરીશું.
વાર સોમથી શુક્રનો રહેશે.
સમય ૧૧થી ૧૨નો રહેશે.

અમે રાહ જોઈશું.