Wednesday, September 10, 2025

ગૂજરાત વિદ્યાપીઠથી ગુજરાત વિધાનસભા || મુલાકાત


10 સપ્ટેમ્બર 2025 ને બુધવારના રોજ, ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી. તેમણે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી નિહાળી. ત્યારબાદ તેમણે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની શુભેચ્છા મુલાકાત લીધી અને સાર્થક સંવાદ કર્યો.



વિધાનસભાની મુલાકાત દરમિયાન, વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ હાલમાં વિવિધ માધ્યમોમાં પત્રકારો તરીકે અને માહિતી ખાતામાં સરકારી અધિકારીઓ તરીકે કાર્યરત છે એમની સાથે પણ મુલાકાત થઈ.

મુલાકાત માટે વિશેષ આભાર :
૦ કુલદીપ પરમાર, સહાયક માહિતી નિયામક, અધ્યક્ષશ્રીનું કાર્યાલય, ગુજરાત વિધાનસભા, સચિવાલય, ગાંધીનગર

૦ ધ્રુવ પટેલ, અનુભાગ અધિકારી, ગુજરાત વિધાનસભા, સચિવાલય, ગાંધીનગર

No comments:

Post a Comment