Wednesday, January 2, 2013

ઘરે જાતે બનાવેલા નવા ગુજરાતી શબ્દો // © ડૉ. અશ્વિનકુમાર


અઢારઅંગવક્રા (ઊંટ)

અનુમાનજી (દરેક બાબતે કેવળ અનુમાન કરતો માણસ) 

અંગ્રેજીચતુર્થમાસારંભમૂરખદિન (એપ્રિલફૂલ)

ઊંટબેસ

ઊંદરિયું (કમ્પ્યૂટરનું માઉસ) 

કરજિયાત (ફરજિયાતપણે ભરવો પડતો કર)

કિસ્સાકાતરુ

ખચ્ચરિયું (એવું કચરિયું કે જે કેવળ ખચ્ચર જ ખાઈ શકે)

ખીજચડી (એવી ખીચડી જે ખાતાં જ ખીજ ચડે)

ખોળાટોચ (લેપટોપ)

ગર્ભરામણ (અનિચ્છનીય ગર્ભ રહ્યાની અચાનક જાણ થાય ત્યારે અનુભવાતો ડર) 

ગુપ્તાક્ષર (પાસવર્ડ)

ગુંદરમ્ (સમય-સ્થળનું ભાન ભૂલીને, કોઈપણ વ્યક્તિ સાથે વાતો કરવા ચોંટી પડતો માણસ)    

ગૃહિણો (મહામારીમાં ઘરબંધી વખતે કચરાં-પોતાં-વાસણ-રસોઈ કરનાર પુરુષ)

ઘટ્ટહાસ્ય (રાક્ષસનું જોરથી હસવું એ અટ્ટહાસ્ય એમ માણસનું જોરથી હસવું એ ઘટ્ટહાસ્ય)

'ચરિત્ર-ચિત્ર' ('પ્રોફાઈલ-પિક્ચર'નો ભાવાનુવાદ)

ચલિત દૂરસંદેશ ઉપકરણ (મોબાઇલ ફોન) 

ચશ્મિતા 

ચૂપમંડૂક (કૂવામાં વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય ન હોવાના કારણે મૂંગો થઈ ગયેલો દેડકો) 

ચૂર્ણ મર્યાદાપુરુષ (રોજેરોજ જાતભાતની ફાકીઓ લેતો રહેતો માણસ) 

ચૂર્ણોદ્ધાર 

છાણપ્રતિષ્ઠા (ભોંય ઉપર નહીં, પણ દીવાલ ઉપર છાણાં થાપવાંની ક્રિયા)

છાનુંશાસન (આપણી ઉપર કોણ રાજ કરે છે જેની ખબર જ ન પડે એવો વહીવટ)

છૂટવૈદ (બધું જ ખાવા-પીવાની છૂટ આપે એવો વૈદ) 

ઝાડપિંજર (ટ્રી-ગાર્ડ)

ઝાંઝરમાન સ્ત્રી (ઝાંઝરના રણકારથી ધ્યાન ખેંચતી સ્ત્રી)

ટાંકણીપાત-શ્રવણક્ષમ શાન્તિ (પિનડ્રોપ સાયલન્સ)

ડરજીવો : સતત ડર વચ્ચે જીવતો માણસ

તનદુખ 

તક્રમ : ચક્રમની પેઠે છાશ (તક્ર) પીતી વ્યક્તિ

તથ્યાગ્રહ (ફૅક્ટ-ચેકિંગ) 

તિખારિયું (લાઈટર)

તોબાઇલ ફોન (એવો ફોન કે જેનાથી માણસ તોબા પોકારી જાય)

ત્રસ્તી (સંસ્થાના પ્રમુખ/મંત્રીની આપખુદશાહીથી કંટાળી ગયેલો ટ્રસ્ટી)

દુખડી (એવી સુખડી કે જે ખાતાં જ જડબાં હલી જાય)

નખ-કાપણિયું (નેઇલ-કટર)

નડવીર

નળેન્દ્ર (પ્લમ્બર)

પરભૂખભંજન (મારતે વાહને ખોરાક પહોંચાડતો જણ)   

પસ્તીત્વ (પસ્તીનું અસ્તિત્વ)

પસ્તીનાપુર (પસ્તીની લે-વેચ કરતા ફેરિયાઓની વસાહત)  

પુરુષ અક્ષરોત્તમ (શ્રેષ્ઠ અક્ષરો ધરાવતો પુરુષ. આપણે ત્યાં 'અક્ષર પુરુષોત્તમ' શબ્દ છે.)

ફકરી (બે બે લીટીના ફકરા)

ફરતું દૂરસંચાર સાધન (ફ.દૂ.સા.) (મોબાઇલ ફોન)

ફાંદગી

બાઇકાસુર (બાઇક+અસુર એટલે બાઈક ઉપર આવીને સોનાના દોરા ખેંચી જનાર)

બુદ્ધુજીવી  

બુદ્ધિદુર્લભા (અક્કલ વિનાની વ્યક્તિ)

બેઉકૂફ (અક્કલ વગરનું યુગલ)
 
ભીડ-ભંડોળ (ક્રાઉડ-ફંડિંગ)

ભૂખભંજક (સ્વિગી કે ઝોમેટો થકી ખોરાક પહોંચાડનાર માણસ)

ભેંસશાળા / ભેંસવિદ્યાલય

ભ્રમણશીલ દૂરભાષ યંત્ર (મોબાઇલ ફોન) 

માતાવરણ (ઘરમાં માની સતત અનુભૂતિ થતું હોય એવું વાતાવરણ)  

મારાયણ (મારાપણાની કથા)   

મૂછપરછ (ખાધે-પીધે સુખી ઘરની મૂછો જોયા પછી એને વિશે થતી પૃચ્છા)  

મૂછળધાર વરસાદ (મૂછમાંથી ગળાઈને આવતો વરસાદ) 

રસમુખત્યાર
 
રાવણ-ઊલિયું (ઉત્તરાયણ વખતે દ્વિચક્રી ઉપર સુરક્ષા માટે લગાવાતો ઊંધા 'યુ' આકારનો સળિયો)

રિક્ષાંત પ્રવચન (રિક્ષાની પાછળ લખેલાં જીવનલક્ષી સૂત્રો)

લતપાપડ (પાપડ હોય તો જ જમવા બેસે એવી વ્યક્તિ)

વહુકો (વહુએ કરેલો કોયલ જેવો ટહુકો)

વહુવટ (ઘરમાં ચાલતો વહુનો વહીવટ)

વાનરપૂંછ (બાથરૂમ વૉટર સ્પ્રે પાઇપ)

વામ-હસ્ત-ઉર્ધ્વ-અંગુષ્ઠ-કમાન-મુદ્રા (ડાબા હાથનો અંગુઠો ઊંચો કરીને તેને કમાનાકારે વાળીને લિફ્ટ માંગવાનો પ્રયાસ)

વાહનાનંદ (લિફ્ટ)

વેબકૂફ (ઓનલાઈન છેતરપિંડીથી બેવકૂફ બનનાર વ્યક્તિ)

શંકાહારી

શ્યામલક્ષ્મી (ભેંસ)

શ્રીમત્ય કે શ્રીમતુ (સ્ત્રીલક્ષણા પુરુષના નામ આગળ લખવા માટેનો માનવાચક શબ્દ)

સત્રકારત્વ (સત્રના આધારે ભણાવવામાં આવતો પત્રકારત્વનો પાઠ્યક્રમ) 

સરસમુખત્યાર

સર્વસાંધાશૂળ (ચિકુનગુનિયા)

સુશ્રુ (પુરુષલક્ષણા સ્ત્રીના નામ આગળ લખવા માટેનો માનવાચક શબ્દ)

સૂસૂપાલ (વારેઘડીએ લઘુશંકા માટે ઊભું રહી જતું છોકરું)     

સ્વયં-છબી (સેલ્ફી)

હકડેઠોઠ : ઓછી અક્કલવાળી ખીચોખીચ ભીડ 

હરખવા (કોઈનું પણ સુખ જોઈને, જે વા ઊપડે તે)   

હરખાંગના (ચીયર્સ લીડર્સ) 

હસદેવ (પ્રભુની પેઠે સહજ સ્મિત કર્યા કરતો માણસ)

હસ્ત સ્વચ્છક (Hand Sanitizer)

હાંસિયાસ્પદ



No comments:

Post a Comment