વિભાગ : પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન
વિદ્યાશાખા : વ્યવસાયી અભ્યાસક્રમ વિદ્યાશાખા
વિશ્વવિદ્યાલય : ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
અભ્યાસક્રમ : એમ.એ. (પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન)
સમયગાળો : બે વર્ષ (ચાર સત્ર)
સમયપત્રક : સવારના સાડાદસથી સાંજના છ સુધી
લાયકાત : કોઈપણ વિષયમાં ઓછામાં ઓછા ૫૦ ટકા સાથે સ્નાતક (ગ્રેજ્યુએટ). છઠ્ઠા સત્રનું પરિણામ ન આવ્યું હોય તો પાંચમા સત્રના ગુણપત્રકના આધારે અરજી કરી શકાશે. સરકારના નિયમો અનુસાર અનામત બેઠકોની જોગવાઈ છે.
અભ્યાસક્રમની વિશેષતાઓ :
કુદરતી વાતાવરણમાં અને હરિયાળા પરિસરમાં ગાંધીવિચાર આધારિત કેળવણી
નિષ્ણાત પ્રાધ્યાપકો દ્વારા ઉત્તમ માર્ગદર્શન અને માધ્યમ-નિષ્ણાતો સાથે નિયમિત સંપર્ક
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયનને લગતા મહત્ત્વપૂર્ણ વિષયોનું ગુજરાતી માધ્યમમાં સઘન અધ્યાપન
પ્રાયોગિક તાલીમ માટે સત્ર બેમાં અને સત્ર ચારમાં એક માસનું માધ્યમ-પ્રશિક્ષણ (મીડિયા ઇન્ટર્નશિપ)
મઘ્યસ્થ ગ્રંથાલયમાં આશરે છ લાખ પુસ્તકો / સંદર્ભગ્રંથોના ઉપયોગની સગવડ
વ્યાવસાયિક તકો :
સમાચારપત્રો અને સામયિકોમાં પત્રકાર બનવાની તક
રેડિયો અને ટેલિવિઝન ક્ષેત્રે માધ્યમકર્મી બનવાની તક
ડિજિટલ મીડિયામાં વિસ્તૃત કારકિર્દી બનવાની તક
સરકારી, અર્ધસરકારી, અને ખાનગી ક્ષેત્રમાં માહિતી / જનસંપર્ક અધિકારી તરીકે જોડાવાની તક
પત્રકારત્વનું શિક્ષણ આપતાં સંસ્થાનો / વિશ્વવિદ્યાલયોમાં અધ્યાપક તરીકે કામ કરવાની તક
માર્ગદર્શન માટે કાર્યાલયનું સરનામું :
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ,
મઘ્યસ્થ ગ્રંથાલયની સામે,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૦૯
ફોન નંબર : ૦૭૯-૪૦૦૧૬૩૩૨, ૦૭૯-૪૦૦૧૬૩૩૩
(સોમથી શુક્ર : 12-00થી 05-00 દરમ્યાન, શનિવારે : 09-00થી 01-00 દરમ્યાન)
મો. ૯૪૨૭૩૧૭૯૭૧, ૯૬૩૮૯૮૧૫૧૧
(સોમથી શુક્ર : 03-00થી 05-00 દરમ્યાન, શનિવારે : 11-00થી 01-00 દરમ્યાન)
ઓનલાઇન અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ :
19-04-2023
ઓનલાઇન પ્રવેશ-પ્રક્રિયા માટેની લિન્ક :
ઓનલાઇન પ્રવેશ-પ્રક્રિયા માટેની લિન્ક :
ઓનલાઇન અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ વીતી ગઈ હોય તો, નીચેની વિગતો ધ્યાનથી વાંચો.
https://www.gujaratvidyapith.org/
આ વેબસાઇટમાં નીચેની બાબત જુઓ :
Admission-2023-24
ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટમાં આપેલી માહિતી ધીરજપૂર્વક વાંચીને, ઓનલાઇન અરજીપત્રક કાળજીપૂર્વક ભરો.
ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજીપત્ર ભરવાની છેલ્લી તારીખ :
25-06-2023, રવિવાર
આગળ વધો.
અમારી શુભેચ્છાઓ આપની સાથે છે.
No comments:
Post a Comment