Sunday, October 30, 2016

Double Decker Living Root Bridge, Sohra, Meghalaya / ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજ, સોહરા, મેઘાલય

Double Decker Living Root Bridge @ Sohra, Meghalaya
Date of Trekking : October 30, 2016.
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Double Decker Living Root Bridge, Sohra is situated in the dense forests of Meghalaya. This iconic bridge is a natural creation of entanglements of the roots of two trees. It is known as one of the best examples of environmental engineering in the world.

Double Decker Living Root Bridge, Sohra, Meghalaya
Individual Trekking Initiative on dated October 30, 2016 
ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજ, સોહરા, મેઘાલય
ત્રીસમી ઑક્ટોબર, ૨૦૧૬ના રોજ વ્યક્તિગત કઠિન-વન-કૂચકદમ પહેલ

રૅમૉન્ડ જપાંગ : મેઘાલયી ચાલક-મિત્ર અને પ્રવાસ-માર્ગદર્શક

Khrawborlang Raymond Japang : Mountain Man

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Khrawborlang Raymond Japang : Nature Lover

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Thursday, October 20, 2016

ગૂજરાત વિદ્યાપીઠ / ૬૩મો પદવીદાન-સમારંભ / તસવીર-સમાચાર

રામચંદ્ર ગુહાની પ્રસન્ન મુદ્રા

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

પત્રકારત્વ : શિક્ષણ અને સલામતી

ગૂજરાત વિદ્યાપીઠ / ૬૩મો પદવીદાન-સમારંભ / તસવીર-સમાચાર

ગુહાને સાંભળતાં ગાંધીજનો

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગૂજરાત વિદ્યાપીઠ / ૬૩મો પદવીદાન-સમારંભ / તસવીર-સમાચાર

પદવી પામ્યાંની પ્રસન્નતા

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગૂજરાત વિદ્યાપીઠ / ૬૩મો પદવીદાન-સમારંભ / તસવીર-સમાચાર

સાદગીની શોભા

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Monday, October 17, 2016

'રઘુપતિ રાઘવ રાજા રામ' : ભજન એક, ભાવ અનેક

ગૂજરાત વિદ્યાપીઠ / ૬૩મો પદવીદાન-સમારંભ / નિમંત્રણપત્ર

ગૂજરાત વિદ્યાપીઠ / ૬૩મો પદવીદાન-સમારંભ / માધ્યમ-નોંધ

ગૂજરાત વિદ્યાપીઠનો ૬૩મો પદવીદાન-સમારંભ ૧૮ ઓક્ટોબર, ૨૦૧૬ ને મંગળવારના રોજ સવારના ૯:૩૦ વાગ્યે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થીભવનના પટાંગણમાં યોજાશે. આ પ્રસંગે વિખ્યાત ઇતિહાસકાર અને જીવનચરિત્ર-લેખક શ્રી રામચંદ્ર ગુહા દીક્ષાન્ત પ્રવચન આપશે.

ઇતિહાસ, રાજકારણ, લોકશાહી, ક્રિકેટ, પર્યાવરણ જેવા વિષયો ઉપર ગ્રંથલેખન કરનાર રામચંદ્ર ગુહા ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ અને ‘ગાંધી બીફોર ઇન્ડિયા’ જેવાં પુસ્તકોથી પ્રસિદ્ધ થયા છે. ‘પદ્મભૂષણ’ સહિત વિવિધ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પુરસ્કારો-પારિતોષિકોથી સન્માનિત રામચંદ્ર ગુહા ‘પ્રોસ્પેક્ટ’ સામયિક દ્વારા ‘વિશ્વના સૌથી વધુ પ્રભાવક બૌદ્ધિકો’ની સૂચિમાં નામાંકિત થયા હતા. યેલ, સ્ટૅનફોર્ડ, કેલિફોર્નિયા, ઑસ્લોનાં વિશ્વવિદ્યાલયોમાં અને ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ’માં અધ્યાપનકાર્ય કરનાર રામચંદ્ર ગુહાને યેલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાવાચસ્પતિની માનદ્ પદવી પ્રાપ્ત થઈ છે.

ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ ડૉ. ઇલાબહેન ભટ્ટ પદવીદાન-સમારંભનું અધ્યક્ષપદ સંભાળશે. કુલનાયક ડૉ. અનામિક શાહ સ્વાગત-પ્રવચન અને કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી આભારવિધિ કરશે. પદવીદાન-સમારંભમાં ૩૧૭ ભાઈઓ અને ૨૬૩ બહેનોને પદવી એનાયત થશે.

ગૂજરાત વિદ્યાપીઠ / ૬૩મો પદવીદાન-સમારંભ / મુખ્ય મહેમાન / રામચંદ્ર ગુહા

રામચંદ્ર ગુહા (જન્મ : ૨૯-૦૪-૧૯૫૮, દહેરાદૂન) વિખ્યાત ઇતિહાસકાર અને જીવનકથાકાર છે. તેમણે યેલ યુનિવર્સિટી(યુ.એસ.) અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી(યુ.એસ.)માં અધ્યાપનકાર્ય કર્યું છે. તેઓ યુનિવર્સિટી ઓફ ઓસ્લો(નોર્વે)માં 'અર્ને નેસ્સ ચેર' શોભાવે છે. તેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા(યુ.એસ.)માં ઇન્ડો-અમેરિકન કોમ્યુનિટી વિઝિટિંગ પ્રોફેસર રહ્યા છે. ૨૦૧૧-૧૨ના શૈક્ષણિક વર્ષમાં તેમણે 'લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ' મુકામે 'ધી ફિલિપ રોમન પ્રોફેસર ઓફ હિસ્ટરી એન્ડ ઇન્ટરનેશનલ અફેર્સ' તરીકે સેવા આપી હતી.

રામચંદ્ર ગુહાનાં નોંધપાત્ર પુસ્તકોમાં 'The Unquiet Woods', 'A Corner of a Foreign Field', 'India after Gandhi', અને 'Gandhi Before India'નો સમાવેશ થાય છે. તેમના વિખ્યાત પુસ્તક 'Gandhi Before India'ને દેશ-દુનિયાનાં વિધવિધ સમાચારપત્રો અને સામયિકો દ્વારા 'વર્ષના શ્રેષ્ઠ પુસ્તક' અને 'દાયકાના શ્રેષ્ઠ પુસ્તક' તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તેઓ વિવિધ સમાચારપત્રોમાં કતારલેખન કરે છે. તેમની કતાર છ ભાષાઓમાં પ્રકાશિત થાય છે, જે અંદાજે વીસ મિલિયન વાચકો સુધી પહોંચે છે. ગુહાનાં પુસ્તકો અને નિબંધો વીસથી વધુ ભાષાઓમાં અનૂદિત થયાં છે. 'ધી ન્યૂ યોર્ક ટાઇમ્સ' સમાચારપત્રે તેમને ‘perhaps the best among India’s non fiction writers’ અને 'ટાઈમ' સામયિકે તેમને ‘Indian democracy’s pre-eminent chronicler’ કહ્યા છે.

રામચંદ્ર ગુહાને દેશ-દુનિયામાંથી વિવિધ પારિતોષિક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં 'લેપોલ્ડ-હિડી પારિતોષિક', 'ધી ડેઇલી ટેલીગ્રાફ/ ક્રિકેટ સોસાયટી પુરસ્કાર', 'ધી માલ્કમ એડિડેશિઆહ પારિતોષિક', 'ધી રામનાથ ગોએન્કા પુરસ્કાર', 'ધી સાહિત્ય અકાદેમી પુરસ્કાર', અને 'ધી આર. કે. નારાયણ પુરસ્કાર'નો સમાવેશ થાય છે. તેમને ઈ.સ. ૨૦૦૯માં 'પદ્મભૂષણ'થી નવાજવામાં આવ્યા હતા. ઈ.સ. ૨૦૦૮ અને ઈ.સ. ૨૦૧૩માં 'પ્રોસ્પેક્ટ' સામયિકે ગુહાને 'વિશ્વના પ્રભાવક બૌદ્ધિકો'ની યાદીમાં નામાંકિત કર્યા હતા. તેમને ઈ.સ. ૨૦૧૪માં યેલ યુનિવર્સિટીએ 'માનદ્ વિદ્યાવાચસ્પતિ'ની પદવી આપી હતી. તેઓ ઈ.સ. ૨૦૧૫માં 'ફુકુઓકા પારિતોષિક'થી સન્માનિત થયા હતા.

જે ઘટના સમાચાર ન બને, એ લેખ બની શકે!

વિપુલ કલ્યાણી સાથે મધ્યાહ્ન-મિલન

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph by a neighbour / પાડોશી દ્વારા છબી

પાછળની હરોળમાં : સપના-તેજસ્વી-દિવ્યેશ વ્યાસ, ઋતુલ જોશી, કાર્તિક શાહ, ઉર્વીશ કોઠારી
આગળની હરોળમાં : સંજય ભાવે, વિપુલ કલ્યાણી, પ્રકાશ શાહ, રાજ ગોસ્વામી, બિનીત મોદી, અશ્વિનકુમાર 
પલાંઠીમાં : આશિષ કક્કડ

ઉપક્રમ : વરિષ્ઠ સંપાદક અને પત્રકાર વિપુલ કલ્યાણી સાથે મધ્યાહ્ન-મિલન
સ્થળ : બહુપ્રતિભાપૂર્ણ માધ્યમકાર આશિષ કક્કડનું રહેઠાણ
તારીખ : ૧૬-૧૦-૨૦૧૬, રવિવાર, બપોરે ૧૨થી ૦૨

Sunday, October 16, 2016

મનુભાઈ પંચોળી 'દર્શક' વ્યાખ્યાનમાળા

વ્યાખ્યાનમાળાની વિગતો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

'દર્શક'ના ચિત્રની છબી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આવકાર : પ્રકાશ ન. શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

પ્રાસ્તાવિક : વિપુલ કલ્યાણી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મુખ્ય વક્તા : ભીખુ પારેખ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

અધ્યક્ષીય : ઘનશ્યામ શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

આભારદર્શન : અરુણકુમાર દવે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મંચસ્થ મહાનુભાવો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

'દર્શક'પ્રિય શ્રોતાગણ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

વક્તા અને શ્રોતા : સભાખંડની શોભા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

'દર્શક'પ્રિય શ્રોતાગણ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : મનુભાઈ પંચોળી 'દર્શક' વ્યાખ્યાનમાળા
આયોજક : લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા અને 'ઓપિનિયન' વિચારપત્ર, યુ.કે.  
વિષય : ભારતમાં વાદવિવાદની પ્રણાલિકા
મુખ્ય વક્તા : ભીખુ પારેખ
તારીખ : ૧૫-૧૦-૨૦૧૬, શનિવાર
સમય : નમતા પહોરે ચાર કલાકે
સ્થળ : હીરક મહોત્સવ ખંડ, ગૂજરાત વિદ્યાપીઠ

વ્યાખ્યાનમાળાના વૃતાંતનિવેદન માટે અહીં પહોંચી જાવ :

http://opinionmagazine.co.uk/details/2260/bharatmaam-vaadvivaadnee-pranaalikaa-vishe-bhikhu-parekh

('ભારતમાં વાદવિવાદની પ્રણાલિકા વિશે ભીખુ પારેખ', લેખક : દિવ્યેશ વ્યાસ,
'નિરીક્ષક', ૦૧-૧૧-૨૦૧૬, પૃષ્ઠ : ૦૨, ૧૪, ૧૫)

'દર્શક'ના પુસ્તકનું લોકાર્પણ

મંચસ્થ મહાનુભાવો
ડાબેથી જમણે : રામચંદ્ર પંચોળી, પ્રકાશ ન. શાહ, અરુણકુમાર દવે,
ભીખુ પારેખ, ઘનશ્યામ શાહ, વિપુલ કલ્યાણી, રવીન્દ્ર પંચોળી

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

'દર્શક'ચાહક શ્રોતાઓ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ઉપક્રમ : 'દર્શક'ના પુસ્તક 'સોક્રેટીસથી માર્ક્સ'નું લોકાર્પણ
તારીખ : ૧૫-૧૦-૨૦૧૬, શનિવાર

Saturday, October 15, 2016

નિમંત્રણ

'દર્શક'ના વક્તાના શ્રોતા બનીએ ...

છોટા ઉદેપુર જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬

પદયાત્રા સાથે પુસ્તકયાત્રા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬
તાલુકો : નસવાડી, જિલ્લો : છોટા ઉદેપુર

છોટા ઉદેપુર જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬

તાળીમિત્રો નહીં, પણ થાળીમિત્રો !
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬
તાલુકો : નસવાડી, જિલ્લો : છોટા ઉદેપુર

છોટા ઉદેપુર જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬

પદયાત્રા સાથે છબીયાત્રા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬
તાલુકો : નસવાડી, જિલ્લો : છોટા ઉદેપુર

છોટા ઉદેપુર જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬

તાલુકાસ્તરીય શાક સુધારણા અભિયાન !
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬
તાલુકો : નસવાડી, જિલ્લો : છોટા ઉદેપુર

ઓપિનિયન ગુજરાતી સામયિક : સમૃદ્ધ ભાષામાં સમૃદ્ધ સામગ્રી

Friday, October 14, 2016

છોટા ઉદેપુર જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬

ગામ વચ્ચે, ગામ સાથે, ગામ માટે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬
તાલુકો : નસવાડી, જિલ્લો : છોટા ઉદેપુર

છોટા ઉદેપુર જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬

યાત્રા પૂર્વેની તૈયારી
 Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬
તાલુકો : નસવાડી, જિલ્લો : છોટા ઉદેપુર

Thursday, October 13, 2016

ભાષાની મજા, મજાની ભાષા - 1017

'રઢિયાળું' અને 'રેઢિયાળું' અલગ-અલગ અર્થ ધરાવે છે!

છોટા ઉદેપુર જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬

ગ્રામજીવન-પદયાત્રાના સ્થાનિક સહયોગીઓ

અલ્પેશ બારોટ, સંચાલક, સહયોગ છાત્રાલય, કુકરદા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

રાજુભાઈ ડું.ભીલ, ગૃહપતિ, સહયોગ છાત્રાલય, કુકરદા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

નાનજીભાઈ ડું.ભીલ, રસોઈકર્મી, સહયોગ છાત્રાલય, કુકરદા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬
તાલુકો : નસવાડી, જિલ્લો : છોટા ઉદેપુર

છોટા ઉદેપુર જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬

ગ્રામજીવન-પદયાત્રાના સ્થાનિક સહયોગીઓ

અલ્કેશ બારોટ, સંચાલક, સહયોગ છાત્રાલય, કુકરદા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

રાજુભાઈ ડું.ભીલ, ગૃહપતિ, સહયોગ છાત્રાલય, કુકરદા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

નાનજીભાઈ ડું.ભીલ, રસોઈકર્મી, સહયોગ છાત્રાલય, કુકરદા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬
તાલુકો : નસવાડી, જિલ્લો : છોટા ઉદેપુર

Sunday, October 9, 2016

'મહોલ્લા માતાનો જય હો!'

આપણું અમદાવાદ
ડૉ. અશ્વિનકુમાર // પ્રાધ્યાપક
…………………………………………………………………………………………………

નવરાત્રિના પર્વ નિમિત્તે શહેરના વિવિધ મહોલ્લામાં પર્વતની નાનકડી પ્રતિકૃતિ રચાઈ જતી. નોરતાં શરૂ થાય એના થોડા દિવસ અગાઉ, ચહેરા ઉપર હરખનો વરખ ચઢાવીને છોકરાં સાઇકલ લઈને નજીકનાં તળાવ, નદી, કોતર, ટેકરા, મેદાન ઉપર પહોંચી જતાં. તેઓ કોદાળી, ખૂરપી, કે છેવટે સાણસીથી જમીનને ખોદીને ચીકણી-પીળી માટી બહાર કાઢતાં. માટીની કાચી કાયાને થેલામાં ઠાંસીને મહોલ્લામાં આણવામાં આવતી. એક ટુકડી પથ્થરના ટુકડા અને ઈંટોના કકડાને ગોઠવીને ટેકરો કરતી. બીજી ટોળકી માટીમાં પાણી ભેળવીને લોંદા બનાવતી. ઈંટ-પથ્થરના ટેકરા ઉપર ભીની માટીના લોંદાને છાંદવામાં આવતા. જેના લીધે ધીરે-ધીરે પર્વતનું બાળસ્વરૂપ અસ્તિત્વમાં આવતું. માટીનું કાળજીપૂર્વક લીંપણ કરીને પર્વતમાં તળેટીથી શિખર સુધી પગથિયાં બનાવવામાં આવતાં. ટેકરાની ટોચે ઈંટની નાનકડી પડદી કરીને, એના ઉપર પતરાંનું ઢળતું છજું ગોઠવીને ગોખલો બનાવવામાં આવતો. ક્યારેક આકાર-પ્રમાણ ન જળવાય તો ટેકરા કરતાં ગોખલાનું કદ વધી જતું માલૂમ પડતું! મહોલ્લાની વચ્ચે એકાએક ઊપસી આવેલા આ 'પહાડ' ઉપર તણખલાં, પાંદડાં, ફૂલ ખોસવાથી વન રચાઈ જતું. જંગલમાં પ્રાણીઓ હોય જ એવી શ્રદ્ધાથી, રમકડાંનાં વાઘ-સિંહ, હરણ-વાનર ગોઠવી દેવાનાં! મહોલ્લામાં એકાદ 'ભેજું' તો એવું હોય કે જે ત્યજી દેવાયેલાં ગ્લુકોઝનાં બાટલા-બૂચ-નળી-સોય લઈ આવે. તેને એવી રીતે ગોઠવે કે પાણીનો ફુવારો ચાલુ થાય અને એમાંથી નાનકડું ઝરણું પણ આકાર લે. વળી, બીજો કોઈ 'નમૂનો' અગરબત્તીના પેકેટમાંના ચળકતા કાગળને વીજગોળા ઉપર લપેટી દે એટલે ગબ્બરના આકાશ ઉપરથી રંગબેરંગી પ્રકાશ રેલાતો થઈ જાય.

ગબ્બરની ટોચે બનાવેલા ગોખમાં માતાજીનું સ્થાનક અને સ્થાપન અનિવાર્ય ગણાય. આ માટે ભીની ચીકણી માટીમાંથી પાયેદાર લંબગોળ પિંડ બનાવો એટલે ધડ અને પૂર્ણગોળ પિંડ બનાવો એટલે મસ્તક તૈયાર થાય. ચીકણી માટીથી ધડ ઉપર મસ્તક ગોઠવીને ચહેરાના ભાગે કોડી અથવા બટન ચોંટાડો એટલે આંખો દેખાવા માંડે! માટીનાં નાક-કાન બનાવીને તેમાં ચૂની-બુટ્ટી પહેરાવી દેવાની. લાલ કપડાની ચૂંદડી બનાવીને ઓઢાડવાની અને ગળામાં ચમકતો હાર પહેરાવવાનો. આવા સાજ-શણગારના સરવાળે જે દિવ્ય સ્વરૂપ તૈયાર થાય તેને મહોલ્લા માતા, મોલ્લા માતા, કે મલ્લા માતા કહેવાય. પ્રકૃતિમાં માતા બાળકોને જન્મ આપે, જ્યારે મહોલ્લામાં બાળકો થકી માતાનું અવતરણ થાય! શક્તિના પ્રતીક સમાન મહોલ્લા માતાની આરતી-પ્રસાદી નિયમિતપણે થાય. આજના માહોલમાં ફ્લેટ-અપાર્ટમેન્ટ-ટાવર-કોમ્પ્લેક્ષમાં બાળકોને રમતગમત માટે પૂરતી મોકળાશ નથી હોતી. પરિવારજનો-પાડોશીઓ પાસે સમય અને સમજનો અભાવ હોય છે. આવા સંજોગોમાં શ્રદ્ધાજનકતા અને સર્જનાત્મકતાના સેતુ સમાન મહોલ્લા માતા કેવી રીતે પ્રગટ થાય?!

…………………………………………………………………………………………………
સૌજન્ય :

'મહોલ્લા માતાનો જય હો!'
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૪, 'દિવ્ય ભાસ્કર', ૦૯-૧૦-૨૦૧૬, રવિવાર

'આપણું અમદાવાદ'