અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Saturday, December 30, 2017
પી. સાઈનાથનું ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
નિરંજન ભગત Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
સ્વાતિ જોશી Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
પી. સાઈનાથ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
ઇંદુકુમાર જાની Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
પી. સાઈનાથ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
શ્રોતાગણમાં સર્જકો અને કર્મશીલો Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
શ્રોતાગણમાં પ્રૌઢ લેખકો અને યુવા વાચકો Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
પત્રકારત્વના વિદ્યાર્થીમિત્રો સાથે પી. સાઈનાથ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
પત્રકારો અને પ્રાધ્યાપકો સાથે પી. સાઈનાથ Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Nero’s Guests (P. Sainath : Inequality and India’s Agrarian Crisis)
Thursday, December 28, 2017
ગ્રામજીવી પત્રકાર પાલાગુમ્મી સાઈનાથનું ઉમાશંકર જોશી સ્મૃતિ વ્યાખ્યાન
Wednesday, December 27, 2017
Saturday, December 23, 2017
Friday, December 22, 2017
ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાતે હિંદલાની આશ્રમશાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
ઉત્તર બુનિયાદી આશ્રમશાળા(મુકામ પોસ્ટ : હિંદલા, વાયા : રાણીઆંબા, પિનકોડ : ૩૯૪૩૬૫, તાલુકો : સોનગઢ, જિલ્લો : તાપી)ના સિત્તેર જેટલાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો અને શિક્ષકમિત્રો ૨૦-૧૨-૨૦૧૭થી ૨૨-૧૨-૨૦૧૭ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરની મુલાકાતે આવ્યાં હતાં. તેમણે દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના સ્ટુડિયો તેમજ આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રના સંગ્રહાલયની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે અનૂદિત પુસ્તક મેળો અને મધ્યસ્થ ગ્રંથાલયનો પ્રત્યક્ષ પરિચય કેળવ્યો હતો. આ સફળ શૈક્ષણિક મુલાકાત માટે આશ્રમશાળાનાં આચાર્ય બિંદુબહેન દેસાઈ અને મદદનીશ શિક્ષક મુકેશભાઈ શાહે ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ શ્રી રાજેન્દ્ર ખીમાણી અને દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના અધ્યક્ષ આલાપ બ્રહ્મભટ્ટ, આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રનાં તેજલબહેન અને પુસ્તક ભંડારનાં તૃપ્તિબહેન તેમજ કસ્તૂરબા અલ્પાહારગૃહના હિતેશ દોંગા અને રામકુ ભેડાનો વિશેષ આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના તેત્રીસ વિદ્યાર્થીઓ અને ત્રણ અધ્યાપકોએ મળીને ૩૦-૧૦-૨૦૧૫થી ૦૩-૧૧-૨૦૧૫ દરમિયાન તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં હિંદલા, મેઢા, સાદડવેલ, ખડી, ધનમૌલી, શ્રાવણિયા, ઓઝર, લવચાલી, નાના-તારપાડા, કણજી, કાંટી, જામખડી એમ કુલ બાર ગામમાં પદયાત્રા કરી હતી. તેમને ઉત્તર બુનિયાદી આશ્રમશાળાનો સક્રિય સહયોગ મળ્યો હતો. પદયાત્રાનાં સ્થાનિક માર્ગદર્શક તરીકે બિંદુબહેન અને મુકેશભાઈ સતત કાર્યરત રહ્યાં હતાં.
Tuesday, December 19, 2017
Monday, December 18, 2017
માધ્યમ-નોંધ (મીડિયા-નોટ)
અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત અનૂદિત પુસ્તક મેળો
માતૃભાષાની સેવાના સામાન્ય ઉદ્દેશથી પ્રેરાઈને ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાતી સાહિત્ય પરિષદના કેટલાક કાર્યકર્તાઓએ મળીને 'અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન'ની સ્થાપના કરી છે. ભારતની વિભિન્ન ભાષાઓમાંથી ઉત્તમ વાઙમય ગુજરાતીમાં ઉતારવું અને ગુજરાતી ભાષાની ઉત્તમ કૃતિઓ દેશની અન્ય ભાષાઓમાં અનૂદિત થતી રહે તેને પ્રોત્સાહન આપવું એ અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ છે. શ્રી નારાયણભાઈ દેસાઈની અધ્યક્ષતામાં અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન પોતાની પ્રવૃત્તિનો આરંભ કર્યો હતો. તેનું કાર્યાલય ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં છે.
ઉપર મુજબના ઉદ્દેશ પ્રમાણે ભારતીય ભાષાના ઉત્તમ પુસ્તકો ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવીને ઉપલબ્ધ કરાવવાનો પ્રકલ્પ અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશને હાથ ધર્યો છે. તેમાં અત્યાર સુધી પાંચ અનુવાદિત પુસ્તકો પ્રકાશિત થયાં છે. વળી, અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશને હાલની કામગીરીમાં ગાંધીજીના ‘અક્ષરદેહ‘નો 91મો ગ્રંથ કે જે ગુજરાતીમાં ઉપલબ્ધ નથી તેની કામગીરી હાથ ધરી છે. ગાંધીજીના હાથે ગુજરાતીમાં લખાયેલા મૂળ પત્રોને મેળવી તેને ઉકેલી અને અંગ્રેજી પત્રો તેમજ હિન્દી પત્રોના અનુવાદ કરાવી તે ગ્રંથસ્થ કરવાનું કામ હાલ કરી રહ્યું છે.
અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ઈ.સ. ૨૦૧૨માં અનૂદિત પુસ્તકમેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે, ગુજરાતી ભાષામાં અનુવાદિત થયેલાં પુસ્તકોનો મેળો તારીખ 20 થી 24 ડિસેમ્બર 2017 દરમિયાન સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ મુકામે બપોરે 2.00થી રાત્રે 8.00 વાગ્યા સુધી યોજાશે. જેમાં, વિવિધ ભાષાઓમાંથી અનુવાદિત થયેલાં અગિયારસોથી વધુ પુસ્તકોનું વેચાણ થશે.
અનૂદિત પુસ્તક મેળાનું ઉદઘાટન કુલપતિ સુશ્રી ઈલાબહેન ભટ્ટની અધ્યક્ષતામાં તારીખ 20-12-2017 ને બુધવારના રોજ સાંજે 4.00 કલાકે, ગૂજરાત વિદ્યાપીઠના સભાગૃહમાં શ્રી રઘુવીરભાઈ ચૌધરી અને શ્રી કુમારળપાળ દેસાઈના વરદ હસ્તે થશે.
-------------------------------------------------------------------------------------------------------
અનુવાદ ઍકેડેમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત શ્રી નારાયણ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન
'અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન' અને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા તા. 24-12-2017ના રોજ શ્રી નારાયણ દેસાઈ સ્મૃતિ વ્યાખ્યાન અંતર્ગત સુશ્રી રાધાબહેન ભટ્ટ ‘લોગોં કે ગાંધી લોગોં તક‘ વિષય પર વ્યાખ્યાન આપશે. આ વ્યાખ્યાન ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ સુશ્રી ઈલાબહેન ભટ્ટની અધ્યક્ષતામાં હીરક મહોત્સવ સભાખંડ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ મુકામે સવારે 10.30 કલાકથી 12.00 કલાક દરમ્યાન યોજાશે.
રાધાબહેન ભટ્ટ ગાંધીવિચારક અને સમાજસેવિકા છે. તેઓ 'ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન'નાં પૂર્વ પ્રમુખ તરીકે કાર્યરત હતાં. રાધાબહેન હિમાલયનું પ્રાકૃતિક સૌંદર્ય જળવાઈ રહે તે માટે કાર્ય કરી રહ્યાં છે.
Sunday, December 17, 2017
Saturday, December 16, 2017
'હળવે હલેસે'
'એ તો આવનારો સમય જ બતાવશે'
હળવે હલેસે // ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
'એ તો આવનારો સમય જ બતાવશે' - આ વાક્યનો પ્રયોગ કરવા માટે તત્વજ્ઞાનીથી માંડીને જ્યોતિષશાસ્ત્રી હોવું જરૂરી નથી. આ વાક્ય ભૂતકાળના અનુભવોને આધારે વર્તમાનકાળમાં કરવામાં આવતી ભવિષ્યવાણી છે. ખોટા ન પડવું હોય તો, જોખમમાં ન મુકાવું હોય તો, વિવાદ ઊભો ન કરવો હોય તો, આવનારા સમયને યાદ કરી લેવો પડે. કારણ કે, જે બતાવવાનું હશે તે આવનારો સમય જ બતાવશે! ધોળાં લૂગડાં ઉપર છેલ્લી ઘડીએ ચોક્કસ રંગનો ખેસ ઓઢી લઈને ટિકિટ ફડાવી લીધાં પછી કયાં નેતા અને નેતી હારશે એ તો આગામી સમયે જ બતાવવું પડે. કઈ જ્ઞાતિએ કેટલી મતિથી કયા ઉમેદવારને શું કામ મત આપ્યો એ અત્યારનો સમય ન જ કહી શકે. ચૂંટણી પછીનાં સર્વેક્ષણો એ વીતેલા વખતની વાત છે, પરંતુ એ સાચાં પડશે કે ખોટાં પડશે એ તો ચેનલોની ભાષા પ્રમાણે 'આવનારો સમય' જ બતાવશે!
'આ તબક્કે કશુંક પણ બોલવું બહુ વહેલું ગણાશે', 'એ વિશે કહેવું ઘણું મુશ્કેલ છે', 'અમને આમાં ઝાઝી ખબર પડતી નથી', 'અમારી અક્કલ ઘાસ ચરવા કે રાસ રચવા ગઈ છે' એવી કબૂ'લાત'થી બચવું હોય તો કહી દેવું કે, 'એ તો આવનારો સમય જ બતાવશે.' કારણ કે, આવનારો સમય તો ગમે ત્યારે સામેથી આવતો જ હોય છે! 'એ તો આવનારો સમય જ બતાવશે' વાક્યમાં 'સમય'ને બદલવાનો નિષ્ફળ પ્રયાસ પણ ન કરવો. જૂની ગુજરાતી ભાષાના ચાહક કે પ્રચારક હોઈએ તોપણ 'સમય'ની જગ્યાએ 'વખત', અંગ્રેજી પ્રભાવ હેઠળ હોઈએ તોય 'સમય'ની જગ્યાએ 'ટાઇમ', ગમે તેટલા ધાર્મિક હોઈએ છતાં 'સમય'ના બદલે 'કાળ' બોલવાનું યાદ જ નહીં આવે. અને કોઈક કારણસર યાદ આવશે તોય મજા નહીં જ આવે!
એકાદ વાક્ય કે પાંચેક શબ્દો જેટલી જગ્યા બાકી રહેતી હોય તો તેને પૂરવા માટે યોગ્ય સમયની રાહ જોયા વિના આ વાક્ય લખી દેવું કે, 'એ તો આવનારો સમય જ બતાવશે'. 'બધું જ આવનારો સમય જ બતાવશે તો તમને નોકરીએ શેના માટે રાખ્યા છે?', એવું ઉપરીઅધિકારી પૂછે તો આપણે એટલું જ કહેવું કે, 'એ તો આવનારો સમય જ બતાવશે'! આવું બોલી બોલીને આ ભવમાં કેટલો સમય બગાડ્યો એ તો આવતા ભવમાં આવનારો સમય જ બતાવશે. બારસો શબ્દનો પૂ..રા કદનો લેખ ઢસડી કાઢ્યા પછી કે ત્રીસ મિનિટનો લાં..બો કાર્યક્રમ ઝીંકી કાઢ્યા પછી એના પૂંછડે 'એ તો આવનારો સમય જ બતાવશે' એવું સારવાક્ય મૂકવું હતું તો આટલી બધી વારતા કરવાની શી જરૂર હતી? કહેવાતો આ હાસ્યલેખ કેવો કંટાળાજનક છે એ તો આવનારો સમય નહીં, અત્યારનો સમય જ બતાવી રહ્યો છે!
.................................................................................................................................
ashwinkumar.phd@gmail.com
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૬-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૬-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦
'એ તો આવનારો સમય જ બતાવશે' // હળવે હલેસે // ડૉ. અશ્વિનકુમાર
'એ તો આવનારો સમય જ બતાવશે' - આ વાક્યનો પ્રયોગ કરવા માટે તત્વજ્ઞાનીથી માંડીને જ્યોતિષશાસ્ત્રી હોવું જરૂરી નથી. આ વાક્ય ભૂતકાળના અનુભવોને આધારે વર્તમાનકાળમાં કરવામાં આવતી ભવિષ્યવાણી છે. ખોટા ન પડવું હોય તો, જોખમમાં ન મુકાવું હોય તો, વિવાદ ઊભો ન કરવો હોય તો, આવનારા સમયને યાદ કરી લેવો પડે. કારણ કે, જે બતાવવાનું હશે તે આવનારો સમય જ બતાવશે! ધોળાં લૂગડાં ઉપર છેલ્લી ઘડીએ ચોક્કસ રંગનો ખેસ ઓઢી લઈને ટિકિટ ફડાવી લીધાં પછી કયાં નેતા અને નેતી હારશે એ તો આગામી સમયે જ બતાવવું પડે. કઈ જ્ઞાતિએ કેટલી મતિથી કયા ઉમેદવારને શું કામ મત આપ્યો એ અત્યારનો સમય ન જ કહી શકે. ચૂંટણી પછીનાં સર્વેક્ષણો એ વીતેલા વખતની વાત છે, પરંતુ એ સાચાં પડશે કે ખોટાં પડશે એ તો ચેનલોની ભાષા પ્રમાણે 'આવનારો સમય' જ બતાવશે!
'આ તબક્કે કશુંક પણ બોલવું બહુ વહેલું ગણાશે', 'એ વિશે કહેવું ઘણું મુશ્કેલ છે', 'અમને આમાં ઝાઝી ખબર પડતી નથી', 'અમારી અક્કલ ઘાસ ચરવા કે રાસ રચવા ગઈ છે' એવી કબૂ'લાત'થી બચવું હોય તો કહી દેવું કે, 'એ તો આવનારો સમય જ બતાવશે.' કારણ કે, આવનારો સમય તો ગમે ત્યારે સામેથી આવતો જ હોય છે! 'એ તો આવનારો સમય જ બતાવશે' વાક્યમાં 'સમય'ને બદલવાનો નિષ્ફળ પ્રયાસ પણ ન કરવો. જૂની ગુજરાતી ભાષાના ચાહક કે પ્રચારક હોઈએ તોપણ 'સમય'ની જગ્યાએ 'વખત', અંગ્રેજી પ્રભાવ હેઠળ હોઈએ તોય 'સમય'ની જગ્યાએ 'ટાઇમ', ગમે તેટલા ધાર્મિક હોઈએ છતાં 'સમય'ના બદલે 'કાળ' બોલવાનું યાદ જ નહીં આવે. અને કોઈક કારણસર યાદ આવશે તોય મજા નહીં જ આવે!
એકાદ વાક્ય કે પાંચેક શબ્દો જેટલી જગ્યા બાકી રહેતી હોય તો તેને પૂરવા માટે યોગ્ય સમયની રાહ જોયા વિના આ વાક્ય લખી દેવું કે, 'એ તો આવનારો સમય જ બતાવશે'. 'બધું જ આવનારો સમય જ બતાવશે તો તમને નોકરીએ શેના માટે રાખ્યા છે?', એવું ઉપરીઅધિકારી પૂછે તો આપણે એટલું જ કહેવું કે, 'એ તો આવનારો સમય જ બતાવશે'! આવું બોલી બોલીને આ ભવમાં કેટલો સમય બગાડ્યો એ તો આવતા ભવમાં આવનારો સમય જ બતાવશે. બારસો શબ્દનો પૂ..રા કદનો લેખ ઢસડી કાઢ્યા પછી કે ત્રીસ મિનિટનો લાં..બો કાર્યક્રમ ઝીંકી કાઢ્યા પછી એના પૂંછડે 'એ તો આવનારો સમય જ બતાવશે' એવું સારવાક્ય મૂકવું હતું તો આટલી બધી વારતા કરવાની શી જરૂર હતી? કહેવાતો આ હાસ્યલેખ કેવો કંટાળાજનક છે એ તો આવનારો સમય નહીં, અત્યારનો સમય જ બતાવી રહ્યો છે!
....................................................................
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૬-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦
Friday, December 15, 2017
'ઓપિનિયન પોલ' વિશે તમારો મત શો છે?
https://en.wikipedia.org/wiki/Opinion_poll]
http://www.ncpp.org/?q=node/4
http://www.palgrave.com/br/book/9780230278899
https://link.springer.com/chapter/10.1057/9780230374959_1
https://lirias.kuleuven.be/bitstream/123456789/158747/1/PaperWAPOR_NSo
http://www.thehindu.com/news/national/opinion-polls-ec-caution-to-media/article5919172.ece

Saturday, December 9, 2017
Friday, December 8, 2017
Thursday, December 7, 2017
Tuesday, December 5, 2017
ચૂંટણીઓ, માધ્યમો, અને સર્વેક્ષણો :
http://eci.nic.in/eci_main/Eci_Publications/books/miscell/ESI-III.pdf
http://cmsindia.org/media%20driven%202014%20polls_%20Dr%20N%20Bhaskara%20Rao.pdf
http://www.epw.in/node/129337/pdf?0=ip_login_no_cache%3Dbf8f590c10f47c53038db03fe5731afb
https://mea.gov.in/Uploads/PublicationDocs/19163_Guidelines_on_Election_Reporting_1996_22-03-2009.pdf
http://shodhganga.inflibnet.ac .in/bitstream/10603/46965/1/ni raj%20kumar%20final%20thesis. pdf
http://www.indiaenvironmentportal.org.in/files/file/elections%20inIndia.pdf
http://cmsindia.org/media%20driven%202014%20polls_%20Dr%20N%20Bhaskara%20Rao.pdf
http://www.epw.in/node/129337/pdf?0=ip_login_no_cache%3Dbf8f590c10f47c53038db03fe5731afb
https://mea.gov.in/Uploads/PublicationDocs/19163_Guidelines_on_Election_Reporting_1996_22-03-2009.pdf
http://shodhganga.inflibnet.ac
http://www.indiaenvironmentportal.org.in/files/file/elections%20inIndia.pdf
Monday, December 4, 2017
Saturday, December 2, 2017
Friday, December 1, 2017
Thursday, November 30, 2017
Saturday, November 25, 2017
Thursday, November 23, 2017
Mrinal Pande / મૃણાલ પાંડે
Wednesday, November 22, 2017
India@70 : Challenges before The Media // Speaker : Mrinal Pande // Photographs
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Subscribe to:
Posts (Atom)