ઉત્તર બુનિયાદી આશ્રમશાળા(મુકામ પોસ્ટ : હિંદલા, વાયા : રાણીઆંબા, પિનકોડ : ૩૯૪૩૬૫, તાલુકો : સોનગઢ, જિલ્લો : તાપી)ના સિત્તેર જેટલાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો અને શિક્ષકમિત્રો ૨૦-૧૨-૨૦૧૭થી ૨૨-૧૨-૨૦૧૭ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરની મુલાકાતે આવ્યાં હતાં. તેમણે દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના સ્ટુડિયો તેમજ આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રના સંગ્રહાલયની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે અનૂદિત પુસ્તક મેળો અને મધ્યસ્થ ગ્રંથાલયનો પ્રત્યક્ષ પરિચય કેળવ્યો હતો. આ સફળ શૈક્ષણિક મુલાકાત માટે આશ્રમશાળાનાં આચાર્ય બિંદુબહેન દેસાઈ અને મદદનીશ શિક્ષક મુકેશભાઈ શાહે ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ શ્રી રાજેન્દ્ર ખીમાણી અને દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના અધ્યક્ષ આલાપ બ્રહ્મભટ્ટ, આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રનાં તેજલબહેન અને પુસ્તક ભંડારનાં તૃપ્તિબહેન તેમજ કસ્તૂરબા અલ્પાહારગૃહના હિતેશ દોંગા અને રામકુ ભેડાનો વિશેષ આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના તેત્રીસ વિદ્યાર્થીઓ અને ત્રણ અધ્યાપકોએ મળીને ૩૦-૧૦-૨૦૧૫થી ૦૩-૧૧-૨૦૧૫ દરમિયાન તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં હિંદલા, મેઢા,
સાદડવેલ, ખડી, ધનમૌલી, શ્રાવણિયા, ઓઝર, લવચાલી, નાના-તારપાડા, કણજી, કાંટી, જામખડી
એમ કુલ બાર ગામમાં પદયાત્રા કરી હતી. તેમને
ઉત્તર બુનિયાદી આશ્રમશાળાનો સક્રિય સહયોગ મળ્યો હતો. પદયાત્રાનાં સ્થાનિક માર્ગદર્શક તરીકે બિંદુબહેન અને મુકેશભાઈ સતત કાર્યરત રહ્યાં હતાં.
No comments:
Post a Comment