Monday, April 30, 2018

Saturday, April 21, 2018

યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામ (UHP) સેન્ટરનો લોકાર્પણ-સમારોહ // છબી-છાબ

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

'હળવે હલેસે' // ડૉ. અશ્વિનકુમાર

Sunday, April 8, 2018

Saturday, April 7, 2018

વિલાયત-વસવાટી ગુર્જરી-ઋષિ : પ્રોફેસર જગદીશ દવે

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Tuesday, April 3, 2018

આપણા અનોખા અર્થ(પૂર્ણ)શાસ્ત્રી : જીન ડ્રેઝ

http://vishnubharatiya.blogspot.in/2018/04/blog-post.html

સામગ્રી-સૌજન્ય : 
વિશાલ શાહ (પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી(વર્ષ : ૨૦૦૩-૨૦૦૫) અને 'ગુજરાત સમાચાર' દૈનિકના યુવા પત્રકાર, 'ફ્રેન્કલી સ્પીકિંગ'ના કતારલેખક, બ્લોગર)

Monday, April 2, 2018

તસવીર-પત્રકાર ઝવેરીલાલ મહેતા સાથે પત્રકારત્વના વિદ્યાર્થીઓની તસવીર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

  ઈ.સ. ૨૦૦૩ના સમયગાળામાં, ક્ષેત્ર-મુલાકાત દરમિયાન, વરિષ્ઠ છબી-પત્રકાર ઝવેરીલાલ મહેતા સાથે ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓની આ સમૂહ છબી અમદાવાદસ્થિત રવિશંકર રાવળ કલાભવનના પરિસરમાં લીધી હતી. તસવીરમાં ડાબેથી જમણે ઊભેલા વિદ્યાર્થીઓમાં, જયેશ પારકર, જિતેન્દ્ર બાંધણિયા, સતેષ ચૌધરી, હીરાલાલ પરમાર, હેમંત ગોલાણી, ઈસુદાન ગઢવી દૃશ્યમાન થાય છે.

ઈ.સ. ૨૦૧૮ના વર્ષમાં, 'પદ્મશ્રી' પારિતોષિકનું સન્માન મેળવનાર ઝવેરીલાલ મહેતાને અભિવંદન.

Sunday, April 1, 2018

કાકાના જમાનામાં 'એપ્રિલફૂલ'નું ટીખળ

ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

કોઈ માણસ પૂરેપૂરો ગુજરાતી હોઈ શકે, પરંતુ આપણે ત્યાં એકમાત્ર કાકા જ 'સવાઈ ગુજરાતી' હતા. કાકાસાહેબ કાલેલકર (૦૧-૧૨-૧૮૮૫થી ૨૧-૦૮-૧૯૮૧) નામના ગદ્યપુરુષે ગુજરાતી ભાષા માટે નવા-નવા શબ્દોના દાગીના ઘડ્યા છે. કાકાસાહેબની ગેરહાજરીમાં, અમે ભદ્રંભદ્રીય શૈલીમાં 'એપ્રિલફૂલ' માટે 'અંગ્રેજીચતુર્થમાસારંભમૂરખદિન' જેવો શબ્દપ્રયોગ કરવાનું જોખમ વહોરીએ છીએ. કાકાના જમાનામાં પણ તારીખિયાના દટ્ટામાં પહેલી એપ્રિલનું પાનું ફરફર થતું હતું. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કહેતા કે, એપ્રિલફૂલની મજાક સ્વદેશી નથી, પણ વિલાયતથી આવેલી છે.

કાકાસાહેબના બે ભાઈઓ કૉલેજમાંથી પાછા આવ્યા ત્યારે ઘરમાં મોટા કદનો હાહાકાર મચી ગયો હતો. તેનું કારણ એ નહોતું કે તેમણે પરીક્ષામાં ધોળકું ધોળ્યું હતું! એ બિચારાઓનો વાંક એ હતો કે, તેમણે માથાના વાળ યથાવત રાખીને કેવળ દાઢી પૂરતી જ હજામત કરાવી હતી! બાલકૃષ્ણના દીકરાઓ ખ્રિસ્તી થઈ ગયા એવી ટીકા પણ ચાલી. લાંબી-પહોળી તકરારના અંતે એમને માથાના વાળ અસ્ત્રા વડે ઉતારવા પડ્યા. આ જ અરસામાં કાકાસાહેબના પિતાજી ઉપર પૂનાથી તાર આવ્યો કે, 'તમારો દીકરો વિષ્ણુ ખ્રિસ્તી થવાનો છે; એને બચાવવો હોય તો પૂને તરત આવી જાઓ.' આ તાર વાંચીને ગભરાયેલા પિતાજી તાબડતોબ પૂના ગયા. ત્યાં ગયા પછી એમને ખબર પડી કે, કોઈકે પહેલી એપ્રિલના બહાને એ મજાક કરી હતી. કાકાસાહેબનું એમ કહેવું છે કે, 'એ વખતનો ઘરનો ગભરાટ જોતાં ઘર્માંતરની બીક મરણની બીક કરતાં હજારગણી વધારે હતી.'

દ.બા.કા. પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં અભ્યાસ કરતા હતા. કૉલેજકાળના અનુભવોની શ્રેણી લખનાર કાકા કાલેલકરે 'પહેલી એપ્રિલનું ટીખળ' નામે લેખ કર્યો છે. દત્તુને નિશાળના દિવસોમાં એપ્રિલફૂલ વિશે કશું સાંભળ્યાનું યાદ નથી, પણ કૉલેજમાં તો માર્ચ મહિનાથી જ 'એપ્રિલફૂલ'ના માહાત્મ્યની વાતો કાને પડવા લાગી હતી. છાત્રાલયમાં દરેક વિદ્યાર્થી પોતાની ઓરડીમાં જઈને જ પોતાનાં પગરખાં કાઢે એવા રિવાજના એ દિવસો હતા. મુલાકાતીઓ પણ પગરખાં સાથે જ ઓરડીની અંદર પ્રવેશ કરતા હતા. એ જમાનામાં વિદ્યાર્થીઓ વાળ કતરાવવા માટે વાળંદને છાત્રાલયમાં બોલાવતા હતા. જોકે, વાળંદ પોતાનાં પગરખાં ઓરડીની બહાર દરવાજા પાસે કાઢે અને ઓરડીભીતર જઈને કેશકર્તન કરી આપે. આ રિવાજ એટલો સાર્વત્રિક હતો કે, ઓરડીની બહાર દૃશ્યમાન થતાં પગરખાં વાળંદ સિવાય બીજાં કોઈનાં હોય જ નહીં! હવે કાકાની ટોળકીના એક નમૂનાએ વાળંદને બોલાવ્યા વગર, પોતાનાં જ પગરખાં ઓરડી બહાર મૂકીને બારણું આડું કર્યું. બહાર પગરખાં પડેલાં જોઈ એક વિદ્યાર્થી વાળંદને બોલાવવા આવ્યો. અંદર બેઠેલા બેત્રણ જણાએ એને ખેંચીને 'કેમ? બન્યા ને એપ્રિલફૂલ!' કહીને મજાક કરવાની શુભ શરૂઆત કરી. પછી તો એ વિદ્યાર્થી પણ અંદર જ બેસી ગયો અને એ તમામ વિદ્યાર્થીઓ નવા 'બાઘા'ની રાહ જોવા લાગ્યા. શનિ કે રવિનો દિવસ હોવાથી વાળ કપાવવા માટે ઇચ્છુક ઘણા વિદ્યાર્થીઓ આ રીતે 'એપ્રિલફૂલ'નો ભોગ બનતા રહ્યા, હાસ્યની છોળો ઊછળતી રહી. વળી, રમૂજશિકાર વિદ્યાર્થી પણ અન્ય વિદ્યાર્થીઓની સાથે એ જ ઓરડીમાં બેસે અને સભ્યસમૃદ્ધ થતી આ ટોળકી નવા 'બાઘેશ્વર'ની રાહ જુએ. છાત્રાલયની એ 'ઐતિહાસ્યિક' ઓરડીમાં એપ્રિલફૂલનું આ ટીખળ કલાકો સુધી ચાલ્યું હતું!

બીજા વર્ષે ખુદ કાકાસાહેબે 'એપ્રિલફૂલ' નિમિત્તે એક મૌલિક કાવતરું ગોઠવ્યું હતું. વિદ્યાર્થીઓની પંચાયત સભા તરફથી સાપ્તાહિક વ્યાખ્યાન ગોઠવનાર મંત્રીને તેમણે સામેથી કહ્યું કે, "હું હમણાં 'ઈવોલ્યુશન' (વિકાસવાદ) ઉપર ખૂબ સાહિત્ય વાંચું છું. એટલે આગામી પહેલી તારીખે મારે 'વાંદરાંમાંથી જ માણસો ઊતરી આવેલા છે.' એ વિષય ઉપર વ્યાખ્યાન આપવું છે." મંત્રીને એમ કે એપ્રિલની પહેલી તારીખ વિશે દ.બા. કાલેલકરને કશી ખબર નથી. આથી, દત્તુ 'બાઘો' બને એવા ષડ્યંત્રથી મંત્રીએ વ્યાખ્યાનની સૂચના તૈયાર કરીને ફલક ઉપર ચોડી પણ દીધી. મંત્રી અને એમની મંડળીએ માન્યું કે કાકા ખુદ એપ્રિલફૂલ બની જશે. આ તરફ કાકાએ તૈયારીના ભાગરૂપે જૂના ધોતિયામાંથી બે ઇંચ પહોળી અને ત્રણેક ફૂટ લાંબી ચીંદરડીઓ કાઢી. દરેક ચીંદરડીને ગોળ લપેટીને ગજવામાં રાખી. બીજી તરફ વ્યાખ્યાનનો 'નિર્ધારિત' સમય થવા આવ્યો એટલે કાકાને તેડવા માટે ત્રણચાર જણા એમની ઓરડીમાં આવ્યા. આ ટોળકી પૈકી જે કોઈ ખુરશી ઉપર બેસે એની સાથે વાતો કરતાંકરતાં કાકાએ, ખુરશી પાછળ પડેલી વસ્તુ ઊંચકવાના બહાને ખૂબીપૂર્વક નીચા નમીને, ચીંદરડીનો એક છેડો ટાંકણી વડે એના કોટને વળગાડી દીધો. આ રીતે એ ત્રણચાર જણાને કાકાએ પૂંછડીઓ પહેરાવી દીધી! ત્યાર બાદ, વ્યાખ્યાન માટેનાં કાગળિયાં હાથમાં લઈને કાકા ઓરડીમાંથી બહાર નીકળ્યા. એટલામાં કેટલાક મિત્રો આવીને, ઠાવકું મોઢું રાખીને કાકાને કહેવા લાગ્યા કે, 'આજે ખૂબ તૈયારી છે ને? ચર્ચા ખૂબ થવાની છે હોં!' વળતો જવાબ આપતા કાકાએ પણ રોકડું પરખાવ્યું : 'હું તો ચર્ચામાં ઊતરવાનો જ નથી. મારી પાસે પ્રત્યક્ષ પુરાવા છે!' ઓરડીમાંથી બહાર નીકળેલા દરેકના કોટ પાછળ પૂંછડી લટકતી જોઈએ અન્ય દર્શનાર્થીઓએ તાળીઓ વગાડી. પૂંછડિયા વિદ્યાર્થીઓ ભોંઠા પડ્યા. કાકાએ પણ હસતાંહસતાં પૂછ્યું : 'આટલો પ્રત્યક્ષ પુરાવો રજૂ કર્યા પછી હવે મારે દલીલો કરવાની જરૂર છે?' થોડા લોકોએ તો આ પૂંછડિયા તારલાઓને પકડીને વરંડામાં પણ ફેરવ્યા અને પછી વધુ ફજેતી ન થાય એટલા માટે પ્રેક્ષકોએ જ એ પૂંછડીઓ કાઢીને એમના હાથમાં સોંપી! કાકાએ તરત કહ્યું : 'સબૂર, આવડો મોટો સિદ્ધાંત સિદ્ધ કરનાર તો હું. એટલે એ પૂંછડીઓ મને આપો. બધાએ પોતપોતાની પૂંછડી મને સોંપી દેવી અને ફરી પાછા માણસ થઈ પોતપોતાની ઓરડીમાં ચાલ્યા જવું.'

એક વખત દત્તાત્રેય જમીને છાત્રાલયની ત્રેવીસ નંબરની ઓરડીમાં બેઠા હતા. એવામાં બારણે ટકોરા પડ્યા. દત્તુએ દરવાજો ખોલ્યો. સામે પૂનાના વિખ્યાત તબીબ ગજવામાં સ્ટેથોસ્કોપ લટકાવી દત્તુ આગળ આવીને ઊભા ને પૂછ્યું : 'દરદી ક્યાં છે?' દત્તાત્રેયે કહ્યું : 'મારી ઓરડીમાં કોઈ દર્દી નથી.' ડૉક્ટરે ગજવામાંથી કાર્ડ કાઢી બતાવ્યું. જેમાં સ્પષ્ટ લખ્યું હતું : 'ડૉક્ટર સાહેબ, અમારા એક સાથી ખૂબ બીમાર છે. અમે તમને ટાંગો કરી બોલાવી શકીએ એવી અમારી સ્થિતિ નથી. ફર્ગ્યુસન કૉલેજના છાત્રાલયમાં ત્રેવીસ નંબરની ઓરડીમાં દર્દીને જોશો તો ઉપકાર થશે.' આ વાંચીને દત્તાત્રેયને મૂંઝવણ થઈ. જોકે, તેમને બીજી જ ક્ષણે યાદ આવ્યું કે, આજે પહેલી એપ્રિલ છે! શરમના માર્યા દત્તુનું મોઢું ઊતરી ગયું. તેમણે અત્યંત દુઃખી અવાજે ડૉક્ટરને એ મતલબનું કહ્યું કે, 'અમારી કૉલેજના કોઈ વિદ્યાર્થીએ નહીં, પણ તમારા કોઈક ઓળખીતાએ જ પહેલી એપ્રિલ નિમિત્તે આવી મજાક કરી છે.' કૉલેજના જ કોઈ વિદ્યાર્થીનું આ ટીખળ છે એવી ડૉક્ટરને શંકા જાય તો પરિણામે બધા જ વિદ્યાર્થીઓ વિશે એમના મનમાં અંટસ રહે. આવી ગેરસમજ ટાળવા માટે જ દત્તાત્રેયે વિદ્યાર્થીઓ વતી આગોતરું બચાવનામું પેશ કરી દીધું હતું!

કાકાસાહેબના જમાનામાં પહેલી એપ્રિલની વધુ મસાલેદાર મજાક માણવા માટે વાચકોએ સાતમા આસમાને નહીં, પણ સાતમા પાને પહોંચવું જ રહ્યું!

.................................................................................................................................
સૌજન્ય :

કાકાના જમાનામાં 'એપ્રિલફૂલ'નું ટીખળ // ડૉ. અશ્વિનકુમાર
'નવજીવનનો અક્ષરદેહ', ફેબ્રુઆરી, ૨૦૧૮, સળંગ અંક : ૫૮, પૃષ્ઠ : ૬૦-૬૨

કાકાના જમાનામાં 'એપ્રિલફૂલ'નું ટીખળ // ડૉ. અશ્વિનકુમાર



.................................................................................................................................
સૌજન્ય :

કાકાના જમાનામાં 'એપ્રિલફૂલ'નું ટીખળ // ડૉ. અશ્વિનકુમાર
'નવજીવનનો અક્ષરદેહ', ફેબ્રુઆરી, ૨૦૧૮, સળંગ અંક : ૫૮, પૃષ્ઠ : ૬૦-૬૨

હસતા ગાંધી

લેખનકાર્ય અને અન્ય કાર્ય - ૨૦૧૭-૨૦૧૮

// ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૧૪
વીજાણુ-ઠેકાણું : ashwinkumar.phd@gmail.com

.................................................................................................................................

* (૦૧) જ્યારે કૂતરું જૂતું લઈ જાય છે ત્યારે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૦૨) અસરકારક, મચ્છરકારક વિરોધ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૦૩) ઊભું ઝાડુ : જાહેર સફાઈનું સદાબહાર પ્રતીક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (૦૪) પુસ્તકોને પૂંઠાં ચઢાવવાની ફાટતી જતી કળા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૦૫) અમદાવાદ ગ્રંથવાહનનું નગર બને એમ છે!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૩-૦૪-૨૦૧૭, રવિવાર

* (૦૬) હવે કોઈ વાહનને લાલ લાઇટ નહીં થાય!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૪-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૦૭) મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ
પુનર્મુદ્રણ : 'સાધના', ૨૯-૦૪-૨૦૧૭ (ગુજરાત સ્થાપનાદિન વિશેષાંક : 'માતૃભાષા ગુજરાતી : ગઈકાલ, આજ, અને આવતીકાલ'), પૃષ્ઠ : ૨૪-૨૫

* (૦૮) દરેક માણસના જીવનમાં 'બેતાળીસની ક્રાંતિ'
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૬-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૦૯) દાક્તરી અભ્યાસ માટેની (પ્ર)વેશ પરીક્ષા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૩-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૧૦) પરીક્ષાખંડને વહેલો છોડનારો વીર પહેલો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૦-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૧૧) ઓટોરિક્શામાં જોવા મળે છે ઍમ્બૅસૅડર!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૫-૨૦૧૭, રવિવાર

* (૧૨) તમે કદી કેરી ઘોળીને પી ગયા છો?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૭-૦૫-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૧૩) સ્વાદ-સોડમનું ગુજરાતી સરનામું : દાળઢોકળી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૩-૦૬-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૧૪) ટચુકડી પેન ડ્રાઇવ : જોડે રહેજો આજ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૬-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૧૫) ભૂવા એ ભૂવા, બીજા બધા વગડાના વા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૬-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૧૬) સાબરમતીના સંગાથે, સત્યાગ્રહાશ્રમની શતાબ્દીએ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૬-૨૦૧૭, રવિવાર

* (૧૭) માટલાંફોડ : લોકશાહીનું માટીદાર વિરોધપ્રદર્શન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૬-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

** (૧૮) મો. ક. ગાંધીનું સૌપ્રથમ છતાં છેવટના વિચારો દર્શાવતું પુસ્તક : 'હિંદ સ્વરાજ્ય'
પુનર્મુદ્રણ : 'નવજીવનનો અક્ષરદેહ'(પુસ્તક-પરિચય વિશેષાંક), જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૭, સળંગ અંક : ૫૧-૫૩, પૃષ્ઠ : ૨૫૮

** (૧૯) રમણીય અને અવિસ્મરણીય પુસ્તક : હિમાલયનો પ્રવાસ
પુનર્મુદ્રણ : 'નવજીવનનો અક્ષરદેહ'(પુસ્તક-પરિચય વિશેષાંક), જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૭, સળંગ અંક : ૫૧-૫૩, પૃષ્ઠ : ૨૯૨-૨૯૩

* (૨૦) મા વિના સૂનો સંસાર, ઇંધણ વિના સૂનું વાહન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૨૧) જીએસટી 'કર'તાલ : દામ રાખે તેમ રહીએ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૮-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૨૨) પૂર્વ મુખ્યમંત્રી ખેતી કરે ત્યારે ...
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૨૩) અમદાવાદ : અભિનંદન, ઓચ્છવ, અને અપેક્ષાઓ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૭-૨૦૧૭, રવિવાર

* (૨૪) સિંહ વિના પિંજરું સૂનું સૂનું લાગે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૨૫) માનવસર્જિત પહાડમાં હું પીરાણાપર્વત છું
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૯-૦૭-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૨૬) 'દોસ્ત, ચોક્કસ અહીં એક રસ્તો જતો હતો!'
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૫-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૨૭) રાજ્યસભા-પરિણામો : નવ કરશો કોઈ જોક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૨૮) 'બેટી બચાવો' પહેલાં 'ચોટી બચાવો'!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૯-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૨૯) આંખ આડા કાન કે નાક આડા રૂમાલ?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૮-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૩૦) સ્વાઇન ફ્લૂ : ચમત્કાર વિના નમસ્કાર
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૨-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૩૧) મચ્છરદાની : અહિંસક જંગની નાજુક ઢાલ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૯-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૨

* (૩૨) બેઠાંબેઠાં થઈ શકે એવું આંદોલન : રસ્તા રોકો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૬-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૩૩) બુલેટ ટ્રેનમાં ભરૂચની સીંગ મળશે?
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૩-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૨

* (૩૪) દશાનન રાવણના બાળપણનાં સ્મરણો
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૩૦-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૨

* (૩૫) (શૈ)ક્ષણિક પરિપત્ર થકી સલામતી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૭-૦૯-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૩૬) ઘરસફાઈ : મન હોય તો માળિયે જવાય
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૪-૧૦-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

** (૩૭) કપડાં સૂકવવાનો દોરીમાર્ગ
પુનર્મુદ્રણ : 'Opinion' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૬-૧૦-૨૦૧૭
http://opinionmagazine.co.uk/details/2989/kapadaan-sookavavaano-doreemaarg

* (૩૮) પૂતળાદહન થકી રોષશમન
'ઉત્સવ' ('દિવ્ય ભાસ્કર'નો દીપોત્સવી અંક), Volume X, ઓક્ટોબર, 2017

* (૩૯) સીતાફળ ખાવામાં થતી અગ્નિપરીક્ષા
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૮-૧૦-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૪૦) ચોંકવું એ આપણી જન્મસિદ્ધ ફરજ છે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૪-૧૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૪૧) ખીચડી : મજબૂરી, મજા અને હવે ગૌરવ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૧-૧૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૪૨) ઊકળતા તેલ પર ટાઢું પાણી? : કાયમી કહાણી
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૮-૧૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૪૩) (ટિકિટ) કાપો તો લોહી ન નીકળે એવો સમય
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૫-૧૧-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૪૪) ઉમેદવારો : યાદી એક, ફરિયાદી અનેક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૨-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૪૫) અંતરમંતરજંતર, જાદુ ચાલે નિરંતર
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૯-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૪૬) 'એ તો આવનારો સમય જ બતાવશે'
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૬-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૪૭) ચૂંટણીમાં 'મોટા ભાઈ' વિરુદ્ધ 'નોટા' ભાઈ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૩-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૪૮) 'અજગર ફૂલહાર' અને સામૂહિક સન્માન
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૩૦-૧૨-૨૦૧૭, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૪૯) મારી પાસે પણ એક મનગમતું ખાતું હોય!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૬-૦૧-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૫૦) સંગીત સમારંભો અને રાગ ઔરંગઝેબ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૩-૦૧-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૫૧) દીકરી ને ગાય, વિમાનઘર સુધી જાય
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૦-૦૧-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (૫૨) એક રીંછનું ઝાડ ઉપર ચઢી જવું
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૦૩-૦૨-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૫૩) વાહનની આ નંબર પ્લેટ જૂનીજૂની લાગે!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૨-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૫૪) શૂર્પણખા : નાક વગર વધુ ખતરનાક
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૨-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૫૫) ભલું કરો, હે જોડણીમાતા! // 'માતૃભાષાનો મનોમન મહિમા'
'દિવ્ય ભાસ્કર', ૨૧-૦૨-૨૦૧૮, બુધવાર,
'ભાષાની અભિવ્યક્તિ' (તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦ ('વિશ્વ માતૃભાષા દિવસ' નિમિત્તે વિશેષ પાનું )

* (૫૬) (લા)ચાર રસ્તા નજીક વાહનવિરામ હરામ છે!
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૨-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૬

* (૫૭) એક રીંછનું ઝાડ ઉપર ચઢી જવું
પૂર્ણકદ-વ્યંગ્યકથા, 'આદિલોક' (ISSN 2250-1517), વર્ષ - ૧૦, અંક - ૦૧, સળંગ અંક : ૬૦,
જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૨૦૧૮, પૃષ્ઠ : ૩૪

* (૫૮) કાકાના જમાનામાં 'એપ્રિલફૂલ'નું ટીખળ
'નવજીવનનો અક્ષરદેહ', ફેબ્રુઆરી, ૨૦૧૮, સળંગ અંક : ૫૮, પૃષ્ઠ : ૬૦-૬૨

* (૫૯) ભૂસાતાં હોળીચિત્રો : હોળૈયાં અને હારડા
'Opinion' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૦૧-૦૩-૨૦૧૮
http://opinionmagazine.co.uk/details/3327/bhoosaataan-holichitro-holaiaan-ane-haaradaa

* (૬૦) જળસંકટમાં પાઉચ હોળી, 'હાસ્યરંગ' (હોળી-ધુળેટી પર્વપૂર્તિ)
'દિવ્ય ભાસ્કર', ૧-૦૩-૨૦૧૮, ગુરુવાર, પૃષ્ઠ : ૦૫

* (૬૧) એક જોખમકારક જગ્યા : બાથટબ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૦-૦૩-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૬૨) ઢોલીડા ઢોલ ના વગાડ, મારે ભાગવું છે
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૩-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

* (૬૩) ગૃહમાં સભ્યોને લડતા અટકાવવા માટે ...
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૨૪-૦૩-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૦૮

* (૬૪) ૩૧ માર્ચ : હિસાબો પતાવવાનો છેલ્લો દિવસ
'હળવે હલેસે', 'દિવ્ય ભાસ્કર', ૩૧-૦૩-૨૦૧૮, શનિવાર, 'અભિવ્યક્તિ'(તંત્રી-પાનું), પૃષ્ઠ : ૧૦

.................................................................................................................................

વ્યાખ્યાન
'ગાંધીજી અને અમદાવાદ',
રાષ્ટ્રીય પરિસંવાદ, ઇતિહાસ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ : ૩૮૦ ૦૦૯
તારીખ : ૨૪-૦૩-૨૦૧૮, શનિવાર, સત્ર-સમય : સાંજના ૪:૩૦થી ૬:૩૦