Monday, August 18, 2025

શ્રી જનક ત્રિવેદી નિબંધસ્પર્ધા - ૨૦૨૫




-: સ્પર્ધામાં ભાગ લેવા માટેની શરતો :-

૦. શ્રી જનક ત્રિવેદી નિબંધસ્પર્ધાના વિજેતાને રૂ. ૧૧,૦૦૦/- પુરસ્કાર સ્વરૂપે અપાશે.

૧. તારીખ ૧લી ઓગસ્ટ ૨૦૨૫થી લઈને નિબંધ મોકલવાની છેલ્લી તારીખ ૩૧મી ઓક્ટોબર ૨૦૨૫ (આ તારીખો દરેક વર્ષે સમાન રહેશે.) આ તારીખ પહેલાં આપની એન્ટ્રી ઈ-મેઈલથી મોકલી આપવી.

૨. લલિતનિબંધ ક્ષેત્રે સર્જન કરતા ૪૫ વર્ષથી મોટી ઉમરના ન હોય તથા જેમનો એક પણ નિબંધસંગ્રહ પ્રગટ થયો ન હોય તેવા સર્જકો જ આ નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. (એન્ટ્રીની સાથે સર્જકે પોતાનું આધારકાર્ડ/જન્મનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે)

તા. ૧ નવેમ્બર ૧૯૮૦ બાદ જન્મેલા લોકો ભાગ લઈ શકશે.

૩. નિબંધ ઓછામાં ઓછા ૧૨૦૦ શબ્દોનો હોવો જોઈશે, પરંતુ મહત્તમ શબ્દોની મર્યાદા નથી. એક વ્યક્તિ માત્ર એક જ નિબંધ મોકલી શકશે.

૪. સ્પર્ધામાં ભાગ લેવા માટે આપની કૃતિ માઈક્રોસોફ્ટ વર્ડ ફાઇલમાં ‘શ્રુતિ’ ફોન્ટ્સમાં ટાઇપ કરીને jtri.nibandhspardha@gmail.com પર મોકલવાની રહેશે. આ નિયમમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. ટપાલથી હસ્તલિખિત કે પ્રિન્ટેડ નિબંધો સ્વીકારવામાં નહીં આવે.

૫. સ્પર્ધામાં ભાગ લેનારે નીચે મુદ્દા નંબર ૬ મુજબની બાહેંધરી લખી આપવાની રહેશે.

૬. -: બાહેંધરી :-

"આ નિબંધ મારી સ્વરચિત અને અપ્રગટ રચના છે, તથા પુરસ્કૃત થાય કે ન થાય, પરંતુ તેને પ્રગટ કરવાના હક્કો શ્રી જનક ત્રિવેદી પરિવારને રહેશે, જેના બદલ કોઈ માનદ્ વળતર માંગીશ નહીં."

૭. સામાન્ય રીતે અમે સ્પર્ધામાંથી ચૂંટેલા નિબંધોનું સંપાદન પ્રગટ કરીએ છીએ. આ સંપાદન માટે લેખકની અલગથી મંજૂરી ન લેવી પડે એ માટે ઉપર મુજબની બાહેંધરી લઈએ છીએ. છતાં સ્પર્ધા પત્યા બાદ કોઈ નિબંધકાર સંગ્રહમાં પોતાનો નિબંધ પ્રગટ ન કરવા ઈચ્છતા હોય તો તેની સ્પર્ધા પત્યા બાદ ઈ-મેઈલ તથા ટેલિફોનથી આયોજકને જાણ કરવી જરૂરી છે. નિબંધ સ્પર્ધાનું પરિણામ જાહેર થયા બાદ શ્રી જનક ત્રિવેદી પરિવારની અનુમતિ લઈને પછી જ સર્જક પોતાનો નિબંધ ક્યાંય પણ પ્રકાશિત કરી શકશે.

આયોજક/-
શ્રી જનક ત્રિવેદી પરિવાર
પહેલી ઓગસ્ટ બે હજાર પચ્ચીસ


No comments:

Post a Comment