અશ્વિનિયત/अश्विनियत/Ashwiniyat
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Tuesday, November 5, 2024
Monday, November 4, 2024
Sunday, November 3, 2024
Saturday, November 2, 2024
નવા વર્ષના નિશ્ચયો અને ગાંધીજી //// Gandhiji and New Year's resolutions
Photo-courtesy : google image |
Friday, November 1, 2024
Thursday, October 31, 2024
દિવાળીએ બાપુના આશીર્વાદ ////// Bapu's blessings on Diwali
Tuesday, October 29, 2024
Tuesday, October 22, 2024
૨૨-૧૦-૨૦૨૪ : મંગળવાર
Monday, October 21, 2024
ગ્રામજીવન પદયાત્રા : ૨૦૨૪ : જિલ્લો : મોરબી : ૨૧-૧૦-૨૦૨૪ : સોમવાર
Sunday, October 20, 2024
ગ્રામજીવન પદયાત્રા : ૨૦૨૪ : જિલ્લો મોરબી
Saturday, October 19, 2024
ગૂજરાત વિદ્યાપીઠના 105 મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી*
ગ્રામજીવન પદયાત્રા : ૨૦૨૪ : જિલ્લો : મોરબી
તૃપ્તિકા રતન બેનર્જી
મિત્તલ વાઘુભાઈ દેસાઈ
ડોલી કિરીટભાઈ પરમાર
ગાર્ગી કિરીટભાઈ પરમાર
નામદેવ જીતેન્દ્રકુમાર બારોટ
વિઠ્ઠલભાઈ શંકરભાઈ ચૌધરી
વિક્રમભાઈ શિવાભાઈ ગોહિલ
ગંગાસાગર નંદકિશોર મિશ્રા
અંકિતકુમાર પ્રતાપભાઈ રાઠવા
સતીષ રઘુભાઈ સાવધોર
પ્રાધ્યાપક : ડૉ. અશ્વિનકુમાર
Tuesday, October 15, 2024
Monday, October 14, 2024
Sunday, October 13, 2024
Saturday, October 12, 2024
Monday, October 7, 2024
Saturday, October 5, 2024
Thursday, October 3, 2024
ગ્રામજીવન-પદયાત્રા : સૂચનાઓ
ગૂજરાત વિદ્યાપીઠનું ઓળખપત્ર સાથે રાખવું.
ખાદીનો માન્ય ગણવેશ અને ખાદીનાં અન્ય વસ્ત્રો ગૌરવથી ધારણ કરવાં.
પાથરવા-ઓઢવાની હળવી ચાદર જેવી જરૂરી વસ્તુઓ સાથે લઈને આવવું.
સહેલાઈથી ઊંચકી શકાય એટલો જ સામાન લાવવો.
જરૂરી દવાઓ સાથે રાખવી.
ગ્રામજીવન-પદયાત્રા હોવાથી ગ્રામીણ જીવન અને પદયાત્રાના નિયમો ધ્યાનમાં રાખવાં.
ખેડૂત કે માલિકને પૂછ્યા વિના ખેતર કે વાડીમાંથી કોઈપણ વસ્તુ તોડવી નહીં.
સ્થાનિક સંસાધનોનો વિવેકપૂર્વક અને ચીવટપૂર્વક ઉપયોગ કરવો.
ગ્રામજીવન-પદયાત્રાનું સમયપત્રક જાળવવું.
ગ્રામજીવન-પદયાત્રાનો રોજેરોજનો અહેવાલ લખતાં રહેવું.
ગરમીની ઋતુમાં માથું ઢાંકવું.
પાણીની બાટલી લાવવી.
સ્વયંશિસ્તમાં છતાં આનંદમાં રહેવું!
Wednesday, October 2, 2024
ગૂજરાત વિદ્યાપીઠમાં પૂજ્ય ગાંધીજીની 155મી જન્મ જયંતીની ભવ્ય અને ભાવસભર ઉજવણી : અનેકવિધ કાર્યક્રમોનું આયોજન
*ગૂજરાત વિદ્યાપીઠમાં પૂજ્ય ગાંધીજીની 155મી જન્મ જયંતીની ભવ્ય અને ભાવસભર ઉજવણી : અનેકવિધ કાર્યક્રમોનું આયોજન*
-------------
*માનવતા અને વિશ્વ કલ્યાણ માટે 'સત્ય' અને 'અહિંસા'નું પૂજ્ય બાપુનું આહ્વાન વિશ્વને સુખના માર્ગે લઈ જશે : શ્રી આચાર્ય દેવવ્રતજી*
-------------
*વિદ્યાપીઠના 1800 વિદ્યાર્થીઓ 21 થી 26 ઑક્ટોબર દરમિયાન 18,000 ગામોમાં પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન સાથે ગાંધી ગ્રામજીવન પદયાત્રા કરશે*
--------------
*વિવિધ દેશો વચ્ચે વૈમનસ્ય અને યુદ્ધની સ્થિતિ છે ત્યારે આખા વિશ્વને 'ગાંધી વિચાર'ની તરસ છે : શ્રી આચાર્ય દેવવ્રતજી*
-----------------
*ગાંધી જયંતી સમારોહમાં ગાંધી પ્રિય ભજનોની પ્રસ્તુતિ : બેટરી ઓપરેટેડ કાર્ટનું લોકાર્પણ : પૂ. મહાત્માને મળેલા માનપત્રો અને પ્રશસ્તિ પત્રોના કાયમી પ્રદર્શનનું ઉદ્ઘાટન : જમનાલાલ બજાજ કલાકક્ષ-આર્ટ ગેલેરીનો શુભારંભ : કન્યા છાત્રાલય પરિસરમાં સામૂહિક સફાઈ અભિયાન*
-----------------
પૂજ્ય મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતી એ ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, "મેરા જીવન હી મેરા સંદેશ હૈ." પૂજ્ય બાપુનું આ કથન જીવન વ્યવહારમાં ઉતારવાની આવશ્યકતા છે. માનવતા અને વિશ્વ કલ્યાણ માટે 'સત્ય' અને 'અહિંસા' માટેનું તેમનું આહ્વાન વિશ્વને સુખના માર્ગે લઈ જશે.
ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતીની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધી ગ્રામજીવન પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. વિદ્યાપીઠના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સેવકો સાથે 1800 જેટલા વિદ્યાર્થીઓ તારીખ 21 થી 26 ઑક્ટોબર દરમિયાન ગુજરાતના 18,000 જેટલા ગામોમાં પદયાત્રા કરશે અને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ તથા સંપદાના સંરક્ષણ માટેના પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન માટે ખેડૂતો-ગ્રામજનોને પ્રેરણા અને પ્રશિક્ષણ આપશે. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની ચિંતા કરીને સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી અભિયાનનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ છે ત્યારે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાકૃતિક ખેતી મહાઅભિયાનથી ગ્રામીણ પરિવારોની સૌથી મોટી સેવા થશે, ગામડાં સમૃદ્ધ થશે.
પૂજ્ય ગાંધીજીએ કહ્યું છે કે, ભારતના વિકાસનો માર્ગ ગામડાઓમાં થઈને નીકળે છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય ગાંધીજીના આ અવતરણને ટાંકીને કહ્યું હતું કે, ગ્રામ વિકાસ અને અંત્યોદયથી જ ભારતને સમૃદ્ધ અને વિકસિત બનાવી શકાશે. ગામનો પૈસો ગામમાં રહે અને શહેરનો પૈસો પણ ગામમાં આવે તો ગ્રામ વિકાસ થાય. 'સાદું જીવન અને ઉચ્ચ વિચારો' - પૂજ્ય બાપુના વ્યવહારમાં રહેલી સાદગી અને તેમના વિચારોથી આખું વિશ્વ આજે તેમને આદરપૂર્વક નમન કરે છે. વિશ્વમાં માનવતારહિત વિચારોને કારણે વિવિધ દેશો વચ્ચે વૈમનસ્ય અને યુદ્ધની સ્થિતિ છે ત્યારે આખા વિશ્વને 'ગાંધી વિચાર'ની તરસ છે.
પૂજ્ય ગાંધીજી પ્રાકૃતિક જીવન જીવતા હતા, એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રકૃતિ માનવની તમામ જરૂરિયાતની પૂર્તિ કરી શકે છે, તેની લાલચની પૂર્તિ કરી શકતી નથી. મનુષ્યએ પોતાની લાલચની પૂર્તિ માટે પ્રકૃતિનું શોષણ કર્યું છે. તેનું જ પરિણામ ગ્લોબલ વૉર્મિંગ છે. પ્રાકૃતિક ખેતી પ્રકૃતિની સંપદાના સંરક્ષણનું અભિયાન છે. સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું અભિયાન છે. ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓના પ્રાકૃતિક ખેતીના સંદેશ સાથેની ગાંધી ગ્રામજીવન પદયાત્રામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી રાષ્ટ્ર કલ્યાણનું અભિયાન છે. માતા-પિતાને અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પ્રેરણા આપશો તો ધરતી સોનું થઈ જશે. ક્યારેય પૂર નહીં આવે, બધું પાણી જમીનમાં શોષાઈ જશે, જળસંચય થશે. આહાર શુદ્ધ થશે. સ્વાસ્થ્ય સુધરશે. પ્રદૂષણ દૂર થશે. એક કામથી અનેક લાભ થશે. તેમણે પ્રાકૃતિક ખેતી વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજણ આપી હતી.
ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતીના પાવન પર્વે ગાંધી પ્રિય ભજનોનો કાર્યક્રમ યોજાયો હતો. આકાશવાણી અને દૂરદર્શનના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયકો શ્રી હસમુખ પાટડીયા અને શ્રી કલ્યાણી કૌઠાળકરે ગાંધી પ્રિય ભજનોની સુમધુર પ્રસ્તુતિ કરી હતી.
વિધાપીઠ પરિસરની સ્વચ્છતા અને શાંતિને ધ્યાનમાં લઈને પ્રદૂષણ રહિત પર્યાવરણને અનુકૂળ બેટરી ઓપરેટેડ કાર્ટ વસાવવામાં આવ્યું છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ પૂર્વ શિક્ષણ મંત્રી અને વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કુલપતિ શ્રી ડૉ.હર્ષદ પટેલ સાથે આ કાર્ટમાં પહેલી સફર કરીને તેનું લોકાર્પણ કર્યું હતું.
ગૂજરાત વિધાપીઠ પરિસરમાં પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં પૂ. મહાત્મા ગાંધીજીને વિશ્વભરમાંથી મળેલા 26 જેટલા માનપત્રો અને પ્રશસ્તિ પત્રોનું વિશિષ્ટ કાયમી પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ દીપ પ્રગટાવીને આ પ્રદર્શન કક્ષનું ઉદઘાટન કર્યું હતું.
વિજ્ઞાન અને કલાના વિકાસ માટે ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં જમનાલાલ બજાજ કલાકક્ષ-આર્ટ ગેલેરી તૈયાર કરવામાં આવી છે. શ્રી જમનાલાલ બજાજ કલાકક્ષ-આર્ટ ગેલેરીમાં કલાકારો પોતાના પ્રદર્શન પણ આયોજિત કરી શકશે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ કલાકક્ષ ખુલ્લો મુક્યો હતો.
ગાંધી જયંતીના વિવિધ કાર્યક્રમોના અંતે કન્યા છાત્રાલય પરિસરમાં સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરાયું હતું શ્રી આચાર્ય દેવવ્રતજી અને ઉપસ્થિત સૌ મહાનુભાવો સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને સૌએ સામૂહિક શ્રમયજ્ઞ કર્યો હતો.
ગાંધી જયંતીના આ સમારોહમાં પૂર્વ શિક્ષણમંત્રી અને વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટિમ્બડીયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. કે. બી. કથિરિયા, ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ ઠાકર તેમજ શ્રી સુરેશ રામાનુજ તથા વિદ્યાપીઠના કાર્યકારી કુલસચિવ શ્રી ડૉ.નિખિલ ભટ્ટ, વિદ્યાપીઠના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
-------------------
Tuesday, October 1, 2024
ગૂજરાત વિદ્યાપીઠમાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી
ગ્રામજીવનયાત્રા
સ્થાનિક સહયોગી સંસ્થાના જણાવ્યા અનુસાર, પાથરવા અને ઓઢવા માટેની ચાદર લઈને આવવું. આવશ્યક દવાઓ સાથે રાખવી. કિંમતી ચીજ-વસ્તુઓ ઘરે રાખવી.
આ વિદેશ-પ્રવાસ નથી, પણ ગ્રામ-યાત્રા છે. આપણે જાતે જ, સહેલાઈથી ઊંચકી શકીએ એટલો સામાન લઈને આવવા વિનંતિ છે.
ગ્રામજીવન પદયાત્રા માટેની ઢગલાબંધ નહીં પણ, હળવી શુભેચ્છાઓ!
Monday, September 30, 2024
શિક્ષણ : હેતુ સાથેનો સેતુ
ઉમાશંકર જોશી
કૃષ્ણલાલ શ્રીધરાણી
પ્રહ્લાદ પારેખ
બચુભાઈ શુક્લ
પ્રહ્લાદ પારેખ
Sunday, September 29, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1527
તિથિ પ્રમાણે મોહનદાસ કરમચંદ ગાંધી ભાદરવા વદ બારશના રોજ જન્મ્યા હતા.
ગાંધીજીની જન્મતિથિ 'રેંટિયાબારસ' તરીકે ઊજવાય છે.
'... હું સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ને દિવસે, એટલે સને ૧૮૬૯ના ઑક્ટોબરની બીજી તારીખે, પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્મ પામ્યો.'
- મોહનદાસ કરમચંદ ગાંધી
સત્યના પ્રયોગો અથવા આત્મકથા / ભાગ પહેલો : ૧. જન્મ
Saturday, September 28, 2024
અખબારી યાદી | ગૂજરાત વિદ્યાપીઠમાં ભાદરવા વદ બારસના રોજ 'રેંટિયા બારસ'ની ઉજવણી
Monday, September 23, 2024
Saturday, September 21, 2024
Friday, September 20, 2024
Thursday, September 19, 2024
'સ્વામી આનંદ : જીવન-ઘડતર અને સાહિત્ય-સર્જન' વિશે વ્યાખ્યાન
વિષય : 'સ્વામી આનંદ : જીવન-ઘડતર અને સાહિત્ય-સર્જન'
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૯-૦૯-૨૦૨૪, ગુરુવાર
Wednesday, September 18, 2024
ગૂજરાત વિદ્યાપીઠ આયોજિત ગ્રામજીવન-પદયાત્રા : ૨૦૨૪
ગ્રામજીવન-પદયાત્રા
૨૦-૧૦-૨૦૨૪, રવિવારથી ૨૬-૧૦-૨૦૨૪, શનિવાર
જિલ્લો : મોરબી
તાલુકા : હળવદ, મોરબી, મિયાણા
૧૦ વિદ્યાર્થીઓ + ૦૧ અધ્યાપક = ૧૧ સભ્યો
ગ્રામજીવનયાત્રાનો મુખ્ય વિષય : પ્રાકૃતિક ખેતી
પહેલા ત્રણ દિવસ : સામૂહિક ગ્રામ-સંપર્ક
છેલ્લા ત્રણ દિવસ : વ્યક્તિગત ગ્રામ-સંપર્ક
Tuesday, September 17, 2024
Monday, September 16, 2024
Sunday, September 15, 2024
Saturday, September 14, 2024
Friday, September 13, 2024
Wednesday, September 11, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1524
શુશીલા
સુશીલા
શુસીલા
સુસીલા
Tuesday, September 10, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1522
Sunday, September 8, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1521
મિચ્છા મિ દુક્કડમ
અર્થાત્
'મારું દુષ્કૃત મિથ્યા થાઓ'; મિથ્યા દુક્કડમ્
🙏
Thursday, September 5, 2024
Wednesday, September 4, 2024
Monday, September 2, 2024
ગાંધીકથા || ઉમાશંકર જોશી
ભાષાની મજા, મજાની ભાષા - 1518
'સંબધ' નહીં, 'સબંધ' નહીં, પણ 'સંબંધ' જ.
'સંબંધ'માં બે અનુસ્વારો વચ્ચે સંબંધ છે એમ માનવું!ભાષાની મજા, મજાની ભાષા - 1517
'અભિભૂત' એટલે 'હારેલું', 'અપમાનિત', 'પ્રભાવિત', 'અંજાયેલું'.
તમે કયા અર્થમાં અભિભૂત થવાનું પસંદ કરશો?!ભાષાની મજા, મજાની ભાષા - 1511
Sunday, September 1, 2024
અગ્રગણ્ય ઇતિહાસકાર ડૉ. મકરંદ મહેતાનું અવસાન
ભાષાની મજા, મજાની ભાષા - 1509
ભાષાની મજા, મજાની ભાષા - 1501
કઈ બૅન્કમાં સૌથી ઓછો વ્યાજ દર હોય છે?
Saturday, August 31, 2024
Friday, August 30, 2024
'ઝવેરચંદ મેઘાણી : સાહિત્ય અને પત્રકારત્વ' વિશે વ્યાખ્યાન
વિષય : 'ઝવેરચંદ મેઘાણી : સાહિત્ય અને પત્રકારત્વ'
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૩૦-૦૮-૨૦૨૪, શુક્રવાર
Wednesday, August 28, 2024
Job @ Gandhinagar | Gujarati to Hindi Translation
----------------------
तत्काल *गुजराती से हिन्दी अनुवादक* की।
उम्मीदवार मूलत: *हिन्दी भाषी* होना चाहिए तथा उसे *हिन्दी भाषा* का पूरा-पूरा और गूढ़ ज्ञान होना चाहिए।
उम्मीदवार को *गुजराती भाषा* भी पूरी तरह समझ में आनी चाहिए, जिससे वह गुजराती से हिन्दी अनुवाद श्रेष्ठ रूप से कर सके।
*शिक्षा* - जर्नलिज़्म / ग्रेजुएट
*अनुभव* - किसी हिन्दी मीडिया फील्ड का या अनुवाद का अनुभव होना आवश्यक
*वेतन* - 24,200/- रुपए प्रतिमाह
*कार्यस्थल* - जीवराज मेहता भवन (पुराना सचिवालय), गांधीनगर
*संपर्क* - 9998953281
धन्यवाद।
Tuesday, August 27, 2024
ભાષાની મજા, મજાની ભાષા - 1500
માણેકચોકના ચોકસી બજારમાં લગડી લઈને દોડતા યુવકની અટકાયત.
Monday, August 26, 2024
Sunday, August 25, 2024
Saturday, August 24, 2024
Friday, August 23, 2024
Careers Workshop' for young journalists and students of mass communication
The Collective Newsroom on behalf of BBC News Gujarati is organising an online 'Careers Workshop' for young journalists and students of mass communication. This workshop is aimed to give an enhanced understanding of the resume making and demonstrating the skills when applying for journalism jobs.
we request you to please encourage students to participate in the workshop that is beneficial for them for the beginning of their professional career in journalism.
Date: Monday 23 September, 2024
Time: 11.30am
Thursday, August 22, 2024
'નર્મદ : જીવન અને સર્જન' વિશે વ્યાખ્યાન
૨૨-૦૮-૨૦૨૪, ગુરુવાર
Wednesday, August 21, 2024
Theodore M. Newcomb Model of Communication
https://youtu.be/p2ukB4F5BkE?si=wCn0t8nRpqHBhmMH
'કાકાસાહેબ કાલેલકર : જીવન અને કાર્ય' વિશે વ્યાખ્યાન
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૨૧-૦૮-૨૦૨૪, બુધવાર
(કાકાસાહેબની પુણ્યતિથિ)
Tuesday, August 20, 2024
Monday, August 19, 2024
કાકાસાહેબની 'સ્મરણયાત્રા'માં ભાઈ-બહેન સંબંધ' વિશે વ્યાખ્યાન
વિષય : કાકાસાહેબની 'સ્મરણયાત્રા'માં ભાઈ-બહેન સંબંધ
મોરારજી દેસાઈ મંડપમ્, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૧૯-૦૮-૨૦૨૪, સોમવાર
(રક્ષાબંધન પ્રસંગે વિશેષ વ્યાખ્યાન)
આજ રક્ષા બંધને | અનિલ ચાવડા
હે પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.
છે પિતા થડ જેમ, માતા ડાળખી, હું પાન છું;
બ્હેન તું તો સાવ નાજુક ફૂલની એક પાંખડી!
કોક દી ચશ્માં બની દુનિયા બતાવી બ્હેન તેં!
માર્ગમાં કાંટા જો આવ્યા તું બની ગઈ ચાખડી.
ઘરને લાગેલો ઘસારો દૂર કરવા માટે તેં,
માની સાથોસાથ કાયમ રાખી બાધા-આખડી.
આજ રક્ષા બંધને આ હૈયું ઊભરાઈ ગયું,
આંખમાંથી છૂટી ગઈ સૌ આંસુઓની ગાંસડી!
Sunday, August 18, 2024
Saturday, August 17, 2024
Friday, August 16, 2024
પૂર્વ વિદ્યાર્થીઓનો વર્તમાન વિદ્યાર્થીઓ સાથે 'સંવાદ-સેતુ'
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ,
આ કાર્યક્રમમાં પૂર્વ વિદ્યાર્થી પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ સાથેનાં સ્મરણો તાજાં કરે છે.
૧
ડૉ. કિરણ કાપુરે
ગાંધી વિષયક સંશોધક
સંપાદક : 'નવજીવનનો અક્ષરદેહ'
કતારલેખક : 'ગુજરાતમિત્ર'
૨
નવીન ખત્રી
પ્રવાસન વિષયક સંશોધક
એડિટર, 'શંખનાદ' સામયિક
સબ એડિટર, 'ગુજરાત સમાચાર ડિજિટલ'
૩
સંધ્યા કાર
ગાંધી વિષયક સંશોધક
કેઝ્યુઅલ અનાઉન્સર, આકાશવાણી
પીએમ યુવા મેન્ટરશિપ ૨.૦ લેખક
૪
નિકુલ વાઘેલા
રિપોર્ટર : બોલીવૂડ બિટ
રિપોર્ટર : એજ્યુકેશન બિટ
પત્રકાર, 'દિવ્ય ભાસ્કર', અમદાવાદ
૫
કેયૂર કોટક
પૂર્વ પત્રકાર, 'ઇકોનોમિક ટાઇમ્સ'
અનુવાદક, સંપાદક
પ્રકાશક
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ,
વર્તમાન વિદ્યાર્થીઓ સાથેના 'સંવાદ-સેતુ' કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
તમારી અનુકૂળતાએ તારીખ નક્કી કરીશું.
વાર સોમથી શુક્રનો રહેશે.
સમય ૧૧થી ૧૨નો રહેશે.
અમે રાહ જોઈશું.